‘મહાગ્રન્થની ઊર્ધ્વયાત્રા’-તરુલતા મહેતા 12મી જા 2016

IMG_1644 IMG_3867  IMG_1656

 

 

 

મિત્રો,

સહિયારા આકાશમાં પતંગ ઉડાડવાનો તહેવાર આપણા સૌ માટે આજની ઘડીએ રળિયામણો ,ઉલ્લાસમય અને નવાં નિશાન સર કરવાનો બની રહ્યો છે.વિજયભાઈ શાહ ,હેમાબેન પટેલ પ્રજ્ઞાબેન અને પ્રવિણાબેન જેવા આપણા પ્રતિનિધિઓ ‘મહાગ્રન્થના પતંગને ‘ગુજરાતી સાહિત્યના આકાશમાં દમામપૂર્વક મૂકી રહ્યાં છે,સૌની છાતી ગજ ગજ ફૂલે છે.સોનાં સૂત્રધાર જેવા વિજયભાઈની સતત દોરવણી તથા સૌના પ્રયત્નો સરાહનીય છે.સૌ સર્જક મિત્રો મહાગ્રન્થની ઈમારતના સોપાન છે.ગુજરાતી રસિક વાચકો સૌની જીવાદોરી છે.જે સાહિત્ય વંચાય તે ધબકતું રહે છે.ગુજરાતી -આપણી માતુભાષા સદાય ધબકતી રહેશે. ચાલો આ મોધેરા પ્રસંગને રંગે ચંગે ઉજવીએ.

સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાંતિ એટલે ઉતરાયણ કહેવાય,તેનું ધાર્મિક મહત્વ આપણે સૌ જાણીએ છીએ.મહાભારતમાં ભીષ્મપિતામહે ઉતરાયણમાં મહાપ્રયાણ કર્યું એમ કહેવાયું છે,એમણે અતિ  પીડાદાયક બાણોની શેયા પર ચોદ દિવસ ઉતરાયણની રાહ જોવામાં વિતાવ્યા કારણ કે તેમને પુણ્યશાળી,શુભ મુહુર્તમાં પ્રાણ ત્યજવો હતો.કોઈપણ પુણ્ય અને શુભ કર્મ માટે નાના મોટા ભોગ તો આપવા પડે છે.એમ કહો યજ્ઞમાં આહુતિ આપીએ ત્યારે દેવ પ્રસન્ન થઈ ફળ આપે છે.ગુજરાતી ભાષાના સંવર્ધનનું કામ કરી -યજ્ઞ કરી મહાગ્રન્થ સર્જવાનું ભગીરથ સોપાન  સર કરવામાં સૌને ફાળો છે.પણ આપણને સૌને સાકળનાર વિજયભાઈ,પ્રજ્ઞાબેન વિએ રાતદિવસ તપ કર્યું છે,તેમની ઋણી છું,તમે પણ મારી સાથે સંમત થશો એવી આશા છે.

આ વાત હું એટલા માટે કહું છું કે પતંગ આકાશમાં ઉડાડવા માટે પાકી સરસ દોરી જોઈએ,અને પવન હોય તો જ શક્ય બને,એ બધું કામ આપણા સૂત્રધારોએ કર્યું છે.

એમ કહેવાય છે કે પતંગ જીવાત્માં છે,તેને પરમઆત્મા તરફ ઊર્ધ્વ જવું છે,પણ દોરી શરીર-ધરતી  સાથે જોડાયેલી છે,એટલે જીવનમાં તપ અને પુણ્યકર્મો કરે તો જ ઊર્ધ્વ જવા માટે તેયાર થાય.આપણે સાહિત્ય સર્જન કરનારાની દોરી વાસ્તવિકતા સાથે જોડાયેલી છે.શબ્દસર્જન પતંગ છે,એને જીવનના અનુભવોથી સભર કરીએ, આપણી ગરવી ગુજરાતીને ગોરવવન્તી બનાવીએ એ જ શુભકામના.ગોળની તલસાકળીની મીઠાશ તમારા સર્જનમાં અને જીવનમાં સદાય રહે તેવી શુભભાવના.

મિત્રો ચાલો ગાઈએ ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી ચલી રે,

                            ચલી બાદલો કે પાર હો કે દોર પર સવાર ….

તરુલતા મહેતા 12મી જા 2016

3 thoughts on “‘મહાગ્રન્થની ઊર્ધ્વયાત્રા’-તરુલતા મહેતા 12મી જા 2016

  1. તરુલતાબેન, ‘મહાગ્રંથની ઊર્ધ્વયાત્રા’ લેખમાં પ્લીઝ ટાયપીંગ એરર ચેક કરી લેશો.

    Like

  2. AABHINDAAN

    From: શબ્દોનુંસર્જન To: girishchitalia@yahoo.com Sent: Friday, January 15, 2016 3:17 AM Subject: [New post] ‘મહાગ્રન્થની ઊર્ધ્વયાત્રા’-તરુલતા મહેતા 12મી જા 2016 #yiv9082815683 a:hover {color:red;}#yiv9082815683 a {text-decoration:none;color:#0088cc;}#yiv9082815683 a.yiv9082815683primaryactionlink:link, #yiv9082815683 a.yiv9082815683primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9082815683 a.yiv9082815683primaryactionlink:hover, #yiv9082815683 a.yiv9082815683primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9082815683 WordPress.com | Pragnaji posted: ”       મિત્રો,સહિયારા આકાશમાં પતંગ ઉડાડવાનો તહેવાર આપણા સૌ માટે આજની ઘડીએ રળિયામણો ,ઉલ્લાસમય અને નવાં નિશાન સર કરવાનો બની રહ્યો છે.પ્રજ્ઞાબેન અને પ્રવિણાબેન જેવા આપણા પ્રતિનિધિઓ ‘મહાગ્રન્થના પતંગને ‘ગુજરાતી સાહિત્યન” | |

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.