તમે મને એવા લાગો (7) રોહીત કાપડિયા

  મિત્રો,’કપલ ગ્રુપ’નાં આજનાં મેળાવડામાં ” તમે મને એવા લાગો ….” આ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે. દરેક સ્ત્રીએ એનાં પતિની હાજરીમાં જ નિ:સંકોચપણે પોતાની દૃષ્ટિએ એનાં પતિ કેવા લાગે છે તે બહુ જ સંક્ષિપ્તમાં કહેવાનું છે. હાં! આ માત્ર હંસી મજાકનો વિષય નથી પણ આ દ્વારા દરેક પતિને એનાં જીવનમાં જરૂરી ફેરફાર કરવાની તક મળશે. આવી જ બીજી સ્પર્ધા પતિને એની દૃષ્ટિએ એની પત્ની કેવી લાગે છે તે પણ રાખવામાં આવશે. દામ્પત્ય જીવનને સરળ અને સમજપૂર્ણ બનાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે. તો સહુ પ્રથમ આ વિષય પર બોલશે ……..અને એ નામ કહી સંચાલક એમનાં સ્થાને જતા રહ્યાં.

        ને પછી તો એક પછી એક બેન આવીને બોલવા લાગ્યાં કોઈકે કહ્યું “મારા પતિ મને બાળક જેવાં લાગે છે. હું હમેંશા મારી જાતને બે નહીં પણ ત્રણ બાળકની માતા ગણું છું. નાની નાની વાતમાં રીસાઈ જવું ને એટલાં જ જલ્દી માની જવું. નાની નાની વાતમાં જીદ કરવી ને એટલીજ સહજતાથી છોડી દેવું .નિખાલસપણે હસવું તો ક્યારેક સાવ નજીવી વાતમાં દુખી થઈ જવું. ખેર !મને એમનું આ બાલક્પણું ગમે છે.તો બીજા કોઈ બેને કહ્યું ” મારા પતિ મને ભૂલકણા પ્રોફેસર જેવાં લાગે છે. પોતાની વસ્તુ પોતે જ મુકે ને પછી ભૂલી જાય અને ન મળે તો બૂમાબૂમ મચાવી દે. મળી જાય એટલે હસતાં હસતાં કહે સોરી ડાર્લિંગ હું જ મુકીને ભૂલી ગયો હતો. એક વાર તો સાંજે ઓફિસેથી પલળતાં પલળતાં ઘરે આવ્યાં. મેં એમનાં હાથમાંની છત્રી બતાવી પૂંછ્યું કર શું છત્રી તૂટી ગઈ  છે ? ને મોટેથી હસતાં એમણે કહ્યું કે અરે હું તો છત્રી ખોલવાનું જ ભૂલી ગયો હતો. જો કે ક્યારેક ક્યારે ક મને એમનું આ ભુલક્કડપણું ગમે છે. “

      બીજા એક બેન કહે ” મારા પતિ મને મિલિટરી ઓફિસર જેવાં લાગેછે. પ્રેમ ખૂબ કરે પણ જરા જેટલી પણ અશિસ્ત ન ચલાવે. તે  દિવસે રોજના નિયમ મુજબ રાતે દસ વાગે એ સૂઈ ગયા. રાતનાં બાર વાગે સંગીતના ઘોંઘાટથી અને ફટાકડાનાં અવાજથી એ જાગી ગયાં ગુસ્સાથી બોલી ઉઠ્યા કે દસ વાગ્યા પછી આ બધી ધમાલ કેવી રીતે ચાલે ? હું હમણાં જ પોલીસને ફોન કરું છું. એમનો હાથ પકડી મેં કહ્યું કે ડિયર આજે ૩૧ મી ડિસેમ્બર છે. આ નવા વર્ષનું સ્વાગત છે. નવું વર્ષ તો બાર વાગે જ ચાલુ થાય ને. પોતાની ભૂલ સમજાતા હસી પડ્યા ને મને ભેટતાં કહ્યું કે હેપી ન્યુ ઈયર . મને એમની પ્રેમપૂર્ણ શિસ્ત પર ગર્વ છે.

     કોઈને  એનાં પતિ ભોળાં શંકર જેવાં લાગ્યા તો કોઈને પંતુજી જેવાં લાગ્યા. કોઈને એનાં પતિ સ્વકેન્દ્રી લાગ્યાં તો કોઈને નીરસ લાગ્યાં. કોઈને એનાં પતિ જમાનાનાં ખાધેલ લાગ્યાં તો કોઈને એનાં પતિ હસમુખા લાગ્યાં. કોઈને એનાં પતિ સદા બીજાને હસાવતાં પણ પોતાનું દુ:ખ છુપાવતાં જોકર જેવાં લાગ્યાં. કોઈને એનાં પતિ ભીતરમાં મીઠું પાણી ધરાવતાં પણ બહારથી કડક એવા નારિયેળ જેવાં લાગ્યાં. આખરે એક બેન ઉભા થયાં અને માઈક હાથમાં લઇ કહ્યું ” મારી બધી જ કમી અને મારી બધી જ ખામીઓ સાથે મને પ્રેમથી સંપૂર્ણપણે સ્વીકારનાર મારા પતિ મને સાચા અર્થમાં માનવ જેવાં લાગે છે. વધુ કહું તો ભગવાન જેવાં લાગે છે.

     સ્મિતાના મુખેથી આ સાંભળીને અનિકેતની આંખમાં આંસુ આવી ગયાં. એ પોતાની જાતને રોકી શક્યો નહીં. મંચ પર પહોંચી માઈક હાથમાં લઇ કહ્યું ” વગર આમંત્રણે મંચ પર આવી જવા બદલ માફ કરશો પણ હું એટલું જ કહેવા માંગું છું કે આજે હું જે કંઈ પણ છું તેની પાછળ સ્મિતાનો  અઢળક પ્રેમ જવાબદાર છે. એક જ લાઈનમાં કહું તો ‘i am i because of her.’ તાળીઓનાં ગડગડાટ પાછળ એક મધુર ગીતનાં શબ્દો હવામાં ગુંજી રહ્યાં ——-

                  ઓ મેરે સનમ ઓ મેરે સનમ , દો જિસ્મ મગર એક જાન હે હમ

                                                                                       એક દિલ કે દો અરમાન હે હમ ———–

                                                                            રોહીત કાપડિયા

2 thoughts on “તમે મને એવા લાગો (7) રોહીત કાપડિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.