તમે મને એવા લાગો (2) પ્રજ્ઞા દાદભાવાળા

અમારી લગ્નતિથિ હમણા જ ગઈ ,અમારા લગ્નજીવનને પાત્રીશ વર્ષ પુરા થયા,કહે છે ઘણા પતિ પત્ની એક જ વર્ષમાં એક બીજાને સમજી જાય છે,તો ઘણાને આખી જિંદગી માત્ર એક બીજાને સમજવામાં જાય છે દરેકના લગ્ન નિયતિ લખીને મોકલે છે પરંતુ તેને પ્રેમથી નિભાવવાની ,સંભાળવાની અને ઉછેરવાની જવાબદારી તો આપણી જ હોય છે, અમે  ક્યારેક પ્રેમથી તો ક્યારેક વ્હાલથી, ક્યારેક રિસાઈ તો ક્યારેક મનાવી અમે પણ પતિપત્નીના સંબંધ ને ઉછેર્યા છે અને માટે જ સુખી અને આનંદમાં છીએ.

અમારા એ અમને કેવા લાગે એ વિષે કહ્યું તો કદાચ કાગળો ભરાય જાય ,કારણ જિંદગીની નાની નાની વસ્તુઓ સામાન્ય રીતે સ્ત્રીઓને વધુ સ્પર્શતી હોય છે.

એકવાર કોઈએ  મને પુછ્યું હતું કે તમારું વૈદિક યુગનું  ગમતું પાત્ર  કોણ ? ( જેમ કે :અર્જુન / કૃષ્ણ? શ્રીખંડી )  અથવા એક એવું પાત્ર જે ખુબ ગમતું હોય તેના વિષે કહો ? ત્યારે મેં કહ્યું હતું હું વાસ્તવિક સત્ય કહીશ,વૈદિક યુગની ખબર નથી પણ આ યુગમાં ગમતું પાત્ર મારા પતિ છે. કારણ એ  મને ડગલે ને પગલે પડકાર  આપે છે અને એના દરેક પડકારમાં હું વધારે હોશિયાર  બનું છે માટે એને હું પ્રભુની કઠોર કૃપા ગણું છું, પણ કોઈને ખબર ન પડે તેમ એ કૃષ્ણની જેમ મારું ઉપરાણું પણ લે છે એનો આવો પ્રેમ જ મારી તાકાત છે.માટે જ હું વિકસુ  છું. એ મારા રથના કૃષ્ણની જેમ સારથિ છે,એ મારી સાથે એક રથમાં છે અને અલગ પણ….હા પણ હું સ્વતંત્ર મારા વ્યક્તિત્વમાં એકબંધ એના થકી છું. આમ પણ કૃષ્ણને સમજવા ક્યાં સહેલા છે ! તો ચાલો આજે એમના વિષે વાતો કરીએ.

આમ તો કોઈ પણ સ્ત્રી જો તેના પતિ વિષે લખે તો ઘર બેઠા પી.એચ. ડી. કરી શકે છે.

તો અમારા એ, હા પણ એક વ્યક્તિ તરીકે એ મળવા જેવો માણસ  ખરા એના દેખાવ માટે વિસ્તારથી લખવાની જરૂર જ નથી કારણ જે એને જોવે તેને એ ગમવાના જ, સફેદ વાળ સાથે છોકરીઓને એ આકર્ષી શકે એમાં કોઈ શક નથી પણ જુવનિઅઓને ઈર્ષા પણ લાવી શકે છે,પોતાની આદતોનો આદિ  છે વસ્તુની જગ્યા પણ બદલવાથી તે અકળાઈ જાય છે પોતાનું અસ્તિત્વ ટકી રહે તે માટે સજાગ પણ છે.એ  સંયુક્ત પરિવારમાં ઉછર્યા છે માટે એની માન અને મર્યાદાને એ ખુબ જાણે છે,પણ એમની રમૂજવૃત્તિ એટલી ધારદાર છે કે પાર્ટી હોય કે ઇન્ટરવ્યું એમની આ તીક્ષ્ણ અને ખડખડાટ હસાવી મુકે એવા જોક્સ કે રમુજી વનલાઇનરની બોછાર એમના માટેનું આકર્ષણ છે એવું માત્ર હું નહિ બધા જ લોકો માને છે.

ત્યારે અમારા લગ્નને માંડ બેચાર મહિના થયા હતા નવા નવા લગ્ન હતા,મારા હાથની મહેંદી જેમ જેમ ઉતરતી ગઈ તેમ હું ઘરમાં અને કામમાં મારી જાતને ગોઠવવાની કોશિશ કરવા માંડી ,અમારા લગ્ન  પ્રેમ લગ્ન ન હતા માટે મારા માટે બધુજ જાણે નવું હતું એકદમ નવા વાતાવરણમાં હું મારી જાતને ગોઠવતી હતી. ક્યારેક ડરતી તો ક્યારેક અચકાતી,બધા શું કહેશે,એક્વારતો મારા જેઠની દીકરી આશિતા એની મમ્મીને કહે કાકીને કંઈ આવડતું નથી અને હું વધુ ગભરાતી પણ મારા સાસુ મને કહેતા ધીરે ધીરે બધું શીખી જશો.

આમ અમે ઘરમાં ત્રણ વહુ એટલે શરૂઆતમાં જે કામ શોપે તેજ કરતી, શાક  સમારી દયો,  લોટ બાંધી દયો પછી કહેતા જાવ છોકરાવને લેશન કરવો ,હવે અમે બધું કરશું,પણ એક દિવસ સંજોગો વસાત  મારા બે જેઠાણી અને સાસુ કોઈના બેસણામાં ગયા અને બાર જણની રસોઈ મારા માથા પર આવી,આમ તો મને રસોઈ બનાવતા આવડતી હતી ફક્ત ડર  પ્રાઈમસ પર રોટલી કરવાનો અને બધાના સ્વાદ મુજબ રસોઈ બનાવવાનો હતો ,ખેર હિંમત કરી મેં રસોઈ બનાવી પણ ખરી અને બધા જમ્યા પણ ખરા,કોઈ સારું કે ખરાબ કંઈ  બોલ્યા નહિ.

મોડી રાત્રે ઘરની ત્રણે સ્ત્રીઓ અને શરદ આવ્યા ,નાહી ધોઈ સૌ જમવા બેઠાં,શરદ પણ બેઠા

જમતા જમતા બા કહે આજે તો બધી રસોઈ પ્રજ્ઞાના માથે આવી ગઈ,તમને ફાવ્યું ને ,મેં કહ્યું હા ,જે વસ્તુ મળતી ન હતી એ આશિતાબેન ગોતી આપતા હતા એટલે વાંધો ન આવ્યો,બંને ભાભીએ મને પ્રોત્સાહન આપતા કહ્યું સરસ છે રસોઈ,અને બા કહે ધીરે ધીરે આપણા ઘરની ઢબ શીખી જશો,આમારી આ સ્ત્રીઓની વાત શરદ ચુપચાપ સંભાળતા હતા,અને નીચે મુંડી રાખી જમતા હતા,ત્યાં બા બોલ્યા શરદ કેવી લાગી રસોઈ, કૈક બોલતો ખરા,આજે તારી વહુએ રસોઈ બનાવી છે,પણ એ ન બોલ્યા,હું પણ એના જવાબની રાહ જોતી માથે સાડી ઓઢી એમને જોતી હતી ,લગ્ન પહેલા એટલી ખબર હતી કે શરદ ઓછુ બોલે છે પણ બોલે ત્યારે જોરદાર બોલે છે, ત્યાં ફરી બા બોલ્યા શરદિયા ભાવી હોય તો વખાણ તો કર,ત્યાંતો શરદ જમવાનું પતાવી ઉભા થતા બોલ્યા વખાણ કરું તોય દુઃખ અને ન કરું તોય દુઃખ,બા કહે કેમ એમ બોલે છે?તો કહે વખાણ કરું તો કહેતા નહિ  વહુ ઘેલો છે.

મિત્રો આજે એને કહું છું… ત્યારે તમે મને એવા લાગો…….

પ્રજ્ઞા દાદભાવાળા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તમે મને એવા લાગો, પ્રજ્ઞા દાદભાવાળા, સહિયારુંસર્જન, `તમે એવા લાગો..... and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

8 Responses to તમે મને એવા લાગો (2) પ્રજ્ઞા દાદભાવાળા

 1. tarulata says:

  I like your natural style,truth has its own beauty.

  Like

 2. Deejay.Thakore. says:

  વાહ, સરસ.જુની યાદો તાજી કરાવો છો અને આંખો ભરાઈ જાય છે.

  Like

 3. girish chitalia says:

  our   goodwishes  &  blessing  to  see  golden  anniversary. GOD  BLESS  YOU   chital.ias  

  From: શબ્દોનુંસર્જન To: girishchitalia@yahoo.com Sent: Tuesday, January 5, 2016 2:00 PM Subject: [New post] તમે મને એવા લાગો (2) પ્રજ્ઞા દાદભાવાળા #yiv8847077037 a:hover {color:red;}#yiv8847077037 a {text-decoration:none;color:#0088cc;}#yiv8847077037 a.yiv8847077037primaryactionlink:link, #yiv8847077037 a.yiv8847077037primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv8847077037 a.yiv8847077037primaryactionlink:hover, #yiv8847077037 a.yiv8847077037primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv8847077037 WordPress.com | Pragnaji posted: “અમારી લગ્નતિથિ હમણા જ ગઈ ,અમારા લગ્નજીવનને પાત્રીશ વર્ષ પુરા થયા,કહે છે ઘણા પતિ પત્ની એક જ વર્ષમાં એક બીજાને સમજી જાય છે તો ઘણાને આખી જિંદગી માત્ર એક બીજાને સમજવામાં જાય છે દરેકના લગ્ન નિયતિ લખીને મોકલે છે પરંતુ તેને પ્રેમથી નિભાવવાની ,સંભાળવાની અને ઉછેરવ” | |

  Like

 4. Kalpana Desai says:

  થોડા ઘણા ફેરફાર સિવાય જાણે મારા મનની વાત કહેવાઈ હોય એવું લાગ્યું. હું તો ફરી સાસરે પહોંચી ગઈ !
  સરસ લખાણ. અભિનંદન.

  Like

 5. P.K.Davda says:

  હવે તો કાકીને કેટલું બધું આવડે છે? !!!!

  Like

 6. chaman says:

  વિષય એવો લીધો કે દરેક પત્નીને દિલ હળવું કરવાનો જાહેરમાં મોકો મળ્યો! અને તે પણ બોલીને નહીં; શબ્દો વાટે વહેતો કરી વેબ જગતમાં! આ લખનારને એ દિવસે એમના હયાત ઘરવાળાને પુનમની રાતનો અહેસાસ થયો હશે જ!
  ‘ચમન’

  Like

 7. Aanal Anjaria says:

  Loved reading it Pragnaben! Portrays your immense love and respect for Sharadbhai. Touched the heart ! Wishing you both the loveliest moments in life 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s