‘હું આનંદમાં રહીશ’ -તરુલતા મહેતા 2016

‘હું આનંદમાં રહીશ’

ચાલો આપણે એક મઝાનો  સંકલ્પ કરીએ.એકદમ ગળે ઉતરી જાય તેવી  વાત.આ ગમી જાય તેવો નિર્ણય  વાંચતાંની સાથે તમને 1લી જા.2016ના દિવસે લેવાનું મન થઈ જશે.’હું રોજ ચાલવા જઇશ’,’દવાઓથી દૂર રહીશ.અને તે માટે ગળ્યું ઓછું ખાઇશ,તળેલા ફરસાણની સામે નજર નહી મિલાવું’ એવા સંકલ્પ લીધા પછી એકાદ અઠવાડિયામાં ભાંગી ને ભૂક્કો થઈ જાય છે,ઋષિ -મુનીઓના મન ચળી જાય તો પામર મનુષ્યનું શું ગજું?બીજા પણ શુભ સંકલ્પ અનેક છે,’ગુસ્સો  નહિ કરું ,બીજાને મદદ કરીશ.’ પણ જાતઅનુભવથી મેં જોયું કે મન જયારે ચિંતામાં,અશાંત હોય ત્યારે ઘર ધૂમાડાથી ભરેલું હોય તેવું ધુંધળું હોય છે.એક ઘટનાની ચિતામાં સર્વ  વિસરી વિવેક ગુમાવીએ છીએ.મેં સં કલ્પ કર્યો કે આનંદમાં રહીશ.એટલે ઉચાટ કે પીડા ‘શું થશે?ની એન્ઝાઈટી કે વ્યગ્રતાને મનથી દૂર રાખવાની, મારી નજર  બીજા એગલથી વસ્તુ કે પ્રસંગને જુએ તો સવારમાં ઝાકળ  બિ ન્દુઓ ઓગળી જાય તેમ મન હળવું થઈ જાય છે ,દીવા તળે અંધારું હતું પણ ચારે તરફ અજવાળું જોઈએ તો મન રાજી થાય.મારુ  મન આનંદમાં રહે તે માટે નવા વર્ષની સવારે બારી બહારના ઠંડીમાં થીજેલા,જેની ડાળખી પર એકે પાન નથી તેવા વુક્ષને જોઈ વિચારવાનું કે વુક્ષો કેટલાં નિર્ભય થઈ ગયાં છે,કે હવે પાનખરની કે એલ્મીનોની બીક રહી નથી.ભૂતકાળ ભૂલી  જવાય, વર્તમાન વહી જાય અને ભવિષ્ય ભરમાવે ટુંકમાં સમય બળવાન હોવા છતાં મનને બાંધી શકતો નથી.’મન હોય તો માળવે જવાય’જેનું મન મૂઠીમાં’એટલે કે પોતાના કાબૂમાં છે  તે કાળને વશ થતો નથી અને જીવનમાં જંગ જીતી જાય છે. મારી અંદર આનંદમાં રહેવાની સ્થિતિને જાળવી રાખવા માટે સમયને કહું કે ‘મને તારી બીક નથી કારણ કે મારી ડાળખીમાં પીડા ,ચિતા જેવાં એકે પાન નથી,મારામાં સમયથી અલિપ્ત આનંદની ધારા વહે છે,મારામાંથી જીવનના ઉલ્લાસનાં,પ્રસન્નતાના ,વિન્ટર પછીના વસંતના ફૂલો ખીલે  છે.સુખ અને દુઃખ એ ભરતી ઓટ છે,તેથી સાગરના જલ વધી કે ઘટી જતાં નથી.આપણા હદયમાં ઉછળતા આનન્દનો  સાગર પણ અતલ અને અનંત છે.હિમાલયની કન્દરામાં સમાધિ લગાવી બેસી જતા મુનિ જે આત્માનું ધ્યાન ધરે છે,એ જ આત્મા જીવ માત્રમાં છે,આત્માના ગુણ આનંદ , સત્ય ચેતન્ય અને અમરતા છે.આપણે રોજના જીવનમાં આનંદના ફૂલની ફોરમને માણીએ,રોજની ઉપાધિઓને સહજ ગણી મનને મસ્તીમાં ઝૂમવા દઈએ.  નવા વર્ષે મારામાં અને તમારામાં રહેલા આત્માનો    એક ટેક્ષ મેસેજ આપણે સ્વીકારીએ   ‘હેપી ન્યુ ઈયર’. એક વર્ષ પુરતો નહિ પણ શરીરના શ્વાસની મંજિલ સુધી.જીવનના આનંદની અભિવ્યક્તિથી શબ્દોના સર્જનને મન મૂકીને મહેકાવીએ અને ખુદ સુગંધ થઈ જઈએ.

  •  તરુલતા મહેતા 2016

1 thought on “‘હું આનંદમાં રહીશ’ -તરુલતા મહેતા 2016

  1. ૨૦૧૬ માટેની ભવિષ્યવાણી….
    આ વર્ષે એક શુભ સમાચાર એ છે કે વર્ષ દરમ્યાન જે વ્યક્તિઓ “ઈચ્છશે” તેઓ સુખ અને આનંદમાં રહી શકશે. આ વર્ષ, આગળનાં વર્ષોની જેમ જ, ખાતરી આપે છે કે જેઓ જાગૃત રહેશે અને વિચારપૂર્વક જીવશે, તેઓ આનંદથી જ જીવશે, જીવી શકશે. તેમને કોઈ મોંઘવારી, કોઈ ચુંટણી, કોઈ પણ પક્ષ, ટીવી કે મોબાઈલ ફોન કે નેટ આનંદમાં જીવતાં અટકાવી નહીં શકે. જો તેઓ છાપામાં વ્યર્થ સમાચારો નહીં વાંચે, ટીવી પરની બકવાસ સીરિયલો નહીં જૂએ, વૉટ્સએપ્પ પાછળ સમય નહીં વેડફે, આનંદથી જીવવા માટે કોઈ બીજાં પર આધાર નહીં રાખે, કોઈના ચેલા ચમચા નહીં બને, સ્વતંત્ર રીતે વિચારશે,સતત જ્ઞાનના સંપર્કમાં રહેશે ,આત્મતૃપ્ત રહેશે, તો આ વર્ષ જ નહીં, પણ આવનાર કોઈ પણ વર્ષ તેમને દુઃખી કરવા સમર્થ જ નહીં બની શકે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.