ગુજરાત સમાચારમાં “સંવર્ધન માતૃભાષાનું” સમાચાર ચમકાવતા રાજેશભાઇ શાહ

Gujarati Language Maha Granth appro.12000 pages – might get place in Guinness Book of World Records…GUJARAT SAMACHAR, USA Edition of 20th Dec, 2015 published News on MAHA GRANTH – SAMVARDHAN MATRUBHASHA NU…..
– Rajesh Shah, Press Reporter, Gujarat Samachar, USA Edition.

 

Gujarat Samachar

માણસને ભોંયતળીએ કેવળ દટાઈને રહેવાનો કશો અર્થ નથી આ પુસ્તક, ભોંયતળીએથી અગાસી પર પહોંચવાનો પુરુષાર્થ છે.આ પુસ્તક સંપાદનોમાં અવશ્ય અનોખું થઈને રહેશે, જે ગદ્યના મહાન રસ્તા પર એક મહત્વનું સીમાચિન્હ બની રહેવાનું છે એમાં કોઈ શંકા નથી. સંવર્ધનમાં ગતિ નું પણ મહત્વ છે પહેલાનું સાહિત્ય જાળવાતાની સાથે નૂતન સર્જનનું ઉર્ધ્વગમન પણ થાય તે જરૂરી છે.ભાષા કે સાહિત્યક્ષેત્રે  નિર્માણ કરવા નવા સર્જકો ઉભા કરવા જરૂરી છે. જુના સાહિત્યમાં નવું ઉમેરવું જરૂરી છે વાંચન સાથે સર્જન થાય તો જ ભાષા કેળવાય અને ટકે.આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી તેમાં છયાસીથી વધુ લેખકની પરદેશમાં ભાષાને જીવતી રાખવાનો પ્રયત્ન છે. એક જાગૃતિ  પ્રતિક છે લોકોનું ધ્યાન આપણી ભાષા તરફ જાય અને વિશ્વ સ્તરે ગુજરાતી ભાષાની ઓળખ આ પુસ્તક છે  એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી.માત્ર એકવાર નહિ નિયમિત “બેઠક” કે સહિયારા સર્જનમાં નિતનવા વિષય કે વાર્તા પર લખી સર્જકો એ ભાષાને કેળવી છે. એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે.પુસ્તક એ ભાષાની તાકાત છે  સર્જનાત્મક ગદ્ય ના પણ હોય તો પણ ગદ્ય મૌલિક ગદ્ય તો છે જ,દરેક લેખકનું સાતત્ય આ પુસ્તકનું આકર્ષણ છે. પુસ્તકમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.આ પુસ્તકમાં મુખ્ય ધ્યાન ખેચે છે. “સહિયારી સર્જકતા” આપણી ભાષાને કેન્દ્રમાં રાખીને શબ્દો અહીં પાંગર્યા છે, પછી એ નવલકથા હોય, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી પુસ્તકો, પ્રાયોગીક કે નવતર લખાણો, અહી કરેલે  ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો પણ જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”,જે ઘણા સર્જકોને સંશોધન કરવા પ્રેરશે એમાં કોઈ શંકા નથી .ટુંકમાં અહી લેખકો ક્યારેક રાગની વાત કરે છે તો ક્યારેક વિરાગની ક્યારેક કોઈ કાવ્યમૃતનું આચમન કરાવે છે તો ક્યારેક માનવીના મનને તાગવાનો પ્રયાસ, સર્વત્ર લેખકની નવી દ્રષ્ટિનો અણસાર પરખાય છે.દરેક લેખક શબ્દ અને ભાષામાં જીવ પરોવી પ્રવૃત્ત થયા છે.પછી એને વધાવવાની  જવાબદારી આપણા સૌની છે.

6 thoughts on “ગુજરાત સમાચારમાં “સંવર્ધન માતૃભાષાનું” સમાચાર ચમકાવતા રાજેશભાઇ શાહ

  1. રાજેશભાઈ,તમે આ પ્રેસનોટ આપીને તમારી ફરજ બજાવીને ખૂબ સુંદર કાર્ય કર્યું છે.આપણે બંને પ્રજ્ઞાબેન સાથે ‘બેઠક’ના સંચાલનમાં આપણું યોગદાન આપી રહ્યાં છીએ.આ મહાગ્રંથના રચયીતા વિજયભાઈ,પ્રજ્ઞાબેન,પ્રવિણાબેન,હેમાબેન અને કિરણભાઈને ‘બેઠક’તરફથી અભિનંદન. આ મહાગ્રંથ ગીનીસ બુકમાં સ્થાન પામે તેવી પ્રાર્થના.દરેક લેખકને અભિનંદન. હું મારા લેખનકાર્યમાં આ તબક્કે પહોંચી છું તે માટે ‘બેઠક’નો,વિજયભાઈનો,અને પ્રજ્ઞાબેનનો આભાર માનું છું.

    Liked by 2 people

  2. Congratulations to all those who wrote something ( more or less ) in our dear mother tongue “Gujarati “. Also ” Danyavaad ” to all who had inspired for writing.

    Liked by 1 person

Leave a Reply to padmakshah Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.