મિત્રો આપણી બેઠકના વાચક પન્ના શાહ ને લેખક તરીખે આવકારતા વધાવું છું આપ સર્વે પણ આપના પ્રતિભાવ આપી આવકારશો ,પન્નાબેન આપનું બેઠકમાં સ્વાગત છે.
બંધ આંખ નું હહદય ના દ્વાર ખોલતું સ્વપ્ન ——-
એક વખત મને સવાર ના પહોર મા એક સ્વપ્ન આવ્યું . દિપાવલી ના પર્વ ચાલી રહ્યા છે. મૃત્યુ લોક માથી યમદાદા ના સેવકો ” દુખ અને રંજ ” આલોક ની દિવાળી ની મજા લેવા આવ્યા છે . તેઓએ નક્કી કર્યું કે આપણે જયાં માતમ છવાયેલો હોય , વિષાદ પથરાયેલો હોય તેવા ઘરે ધામા નાંખી તહેવાર ની મજા લુંટીએ . “દુખ અને રંજ ” એક એવા ધર પાસેઆવીને અટક્યાં જયાં મોત નો માતમ છવાયેલો, ધર નો જુવાનજોધ કમાતાે દીકરો ફાની દુનિયા છોડી ગયો હતો. વૃદ્ધ માતા પિતા ની લાકડી , સ્ત્રી નો અમર ચાંદલો નંદવાયેલું , અને નાના બાલકોનો આધાર ઝૂંટવાઈ ગયો હતો. દુખે બારી પાસે ઊભા રહી રંજ ને બારણું ખટખટાવવા કહ્યું . પણ અંદર થતી ગહન વાતો સાંભળી “દુખ “અવાક થઈ ગયું . ધર ની પુત્રવધૂ તેના નિરાધાર નિસહાય વૃદ્ધ માતા પિતા અને તેના તેના બાળકો ને કાખ મા લઈ આવેલી પરિસ્થિતિ સાથે સમાધાન કરી રહી હતી. માબાપ ના આંસુ લુછતા કહી રહી હતી, ” આજ થી હું તમારો દીકરો , મારા બાળકોની ફક્ત મા જ નહી પિતા બની ને રહીશ , હદય પર પથ્થર મુકી ને પોતાના દુખ ને ભૂલી જઈ પરિસ્થિતિ ને નવો વળાંક આપ્યો . પાપા, આદિવસો પણ રહેવાના નથી . સોના નો સૂરજ જરૂર ઊગશે જ , કાળજા ને કઠણ કરી અંદર ગઈ મીઠાઈ ફટાકડા લઈ બહાર આવી , બોલી ઊઠી પિતાજી હું છું ત્યાં સુધી આ ધર મા અંધારું નહી રહે કેમકે તેમની નિશાની નો અંશ આપણી પાસે છે , ને ધર મા દીવડા પ્રગટવયા . દ્વાર ખોલવા જતી પુત્રવધૂ ને આવતા જોતાની સાથે જ ” દુખ ” અવાચક થઈ ગયું ને “રંજ” ને ત્યાંથી રવાના થઈ જવા કહ્યું . દુખ ની ધારણા ખોટી પડી . આસાને મારી આંખ ખુલ્લી ગઈ . હું સફાળી બેઠી થઈ ગઈ , વિચાર મા પડી ગઈ “”””” આ શું હતું!!!!!! વાસ્તવિકતા “” કે —- સ્વપ્ન . !!!?????!! નહી,
આ સપનું નહી વાસ્તવિકતા જ કહેવાય. આવેલી વિકટ, વિષાદ , વસમી પરિસ્થિતિમા પણ માનવીએ સમય ને માન આપી સંયમતા, સહજતાઅને શાલિનતા થી કેવીરીતે માર્ગ કાઢવો જોઈએ તેની ઝાંખી કરાવી દીધી છે, “””” યે દિન ભી બીત જાયેગેં “” નો “હકારાત્મક અભિગમ ” અપનાવી ને જીવવાની પ્રેરણા આપી જાય છે. બસ, આ સપનાંની ઘટના એ મને સહજતા થી જીવવા ની પ્રેરણા પુરી પાડી છે . Always ” Think positive , be positive . Believe in yr istdev & believe in yourself only. આ મને આવેલા જીવંત સ્વપ્ન ના હકાર ની વાર્તા છે.
JSK 🏻
🏻✅
🏻
🏻
Nice article!
LikeLike
Pingback: જીવન મણી -પન્ના શાહ | શબ્દોનુંસર્જન