અહેવાલ-બેઠક શુક્રવાર તા. ૨૭ નવેમ્બર

IMG_3413 (2)

દિવાળીના તહેવારો પછીની પહેલી બેઠક શુક્રવાર તા. ૨૭ નવેમ્બર, ૨૦૧૫ ના મિલપીટાસના ICC માં સાંજે ૬-૦૦ થી ૯-૦૦ સુધી યોજાઈ હતી. પોતાના જન્મદિવસ નિમીત્તે રાત્રી ભોજનની વ્યવસ્થા બેઠકના નિયમીત સભ્ય શ્રી ભીખુભાઈ પટેલે એમના પત્ની શ્રીમતિ જયવંતીબેન પટેલ સાથે મળીને કરી હતી. ભોજનની શરૂઆતમાં બેઠકના સભ્યોએ પીનાકીન ભાઈ નો જન્મદિવસની વધાઈ આપી હતી.

ભોજનબાદ હંમેશ મુજબ બેઠકની શરૂઆત બેઠકના સહસંચાલક કલ્પનાબહેને પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ બેઠકના સહસંચાલક અને પત્રકાર શ્રી રાજેશ શાહે, આ મહિનાના બેઠકના વાર્તાલેખન વિષયને મળેલા પ્રતિસાદની માહિતી આપી હતી. શ્રી રાજેશભાઈએ બેઠકની ફોર્મેટમાં ધીરે ધીરે થતા ફેરફારોની વિગત પણ સમજાવી હતી. બેઠકના સભ્ય શ્રી પી. કે. દાવડાએ “સાહિત્ય અને કલાના આસ્વાદ માટેના બે મુખ્ય પાસાં, Objective અને Subjective” ની સંક્ષિપ્ત માહિતી બેઠકના સભ્યોને આપી હતી. ત્યાર બાદ જાણીતા ગઝલ લેખક શ્રી મહેશ રાવલે પોતાની ત્રણ નવી ગઝલોથી સભ્યોને ખુશ કરી દીધા હતા.અને ગઝલની સમજણ પણ આપી.

પ્રજ્ઞાબહેન અને અન્ય સભ્યોએ પોતે વાર્તાને કઈ રીતે આગળ વધારી તે કહી સંભળાવ્યું હતું. આ બેઠકથી લાગુ કરાયલા બે ફેરફાર અનુસાર પહેલા જેમને સ્વરચિત કૃતિ રજૂ કરવી હોય એમને મોકો આપવામાં આવ્યો હતો, અને ત્યાર બાદ જે સભ્યોએ પોતે વાંચ્યું હોય અને એમને ગમ્યું હોય એવું સાહિત્ય રજૂ કર્યું હતું.

બેઠકના અંતમાં શ્રી પી. કે. દાવડાએ સૂચવ્યું હતું કે કોઈવાર બેઠકના સભ્યો પોતાના જીવન દરમ્યાન બનેલા ખાસ બનાવ  બેઠકના અન્ય સભ્યોને  લખી કહી સંભળાવે તો કેમ ?, અને સૌએ  આ વાત વધાવી લેતા આવતા મહિનાનો વિષય “જીવનની જીવંત વાત”આપ્યો,ત્યાર બાદ જાણીતા RJ જાગૃતિબહેને અને પ્રજ્ઞાબહેને જીવનના જીવંત વાત કહી સંભળાવી હતી,ત્યાર બાદ બેઠકના સભ્યો ખુશ થઈ છૂટા પડ્યા હતા.આમ બેઠક જ્ઞાન સભર રહી અને સૌ હસતા રમતા પાઠશાળા સમી બેઠકમાં પોતાની માતૃભાષાને માણી  અને  જીવંત કરી

 

સમગ્ર બેઠકનું ઓડિયો સંચાલન શ્રી દિલીપભાઈએ સંભાળ્યું હતું, જ્યારે ફોટોગ્રાફી ડો. રઘુભાઈએ સંભાળી હતી.આમ બેઠક હસતા રમતા પાઠશાળા

3 thoughts on “અહેવાલ-બેઠક શુક્રવાર તા. ૨૭ નવેમ્બર

  1. ખરેખર! ‘બેઠક’ હસતી રમતી પાઠશાળા છે.’બેઠકનું કાર્ય સુંદર રહયું. ખૂબ સુંદર અહેવાલ।

    Like

  2. હું તો ઘર બેઠા” બેઠક ” ની પાઠશાળા માં ભણતી રહું છું ! ત્યારે પેલું ગીત યાદ આવે છે –” જબ રાત હૈ એયસી મતવાલી તો સુબહ ક આલમ ક્યાં હોગા ?” એટલે બેઠક ને દુર થી માણીએ તો આવી છે તો હાજર રહીએ તો ?

    Like

  3. આભાર આપ હંમેશા અમારી સાથે છો, “બેઠક”માં બધા રશ્મિબેનને ઓળખે છે દિવાળીમાં પણ યાદ કાર્ય હતા ,તમે એકથી વધુ પ્રસંગ “જીવનની જીવંત વાત” પણ લખી મોકલશો તો વાચવાની મજા આવશે

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.