મિત્રો “બેઠક”નો આ મહિનાનો વિષય છે “જીવનની જીવંત વાત “

હા કોઈ એવી વાત  જે તમને  તમારા જીવનમાં અનોખી વાત લાગી હોય અને સદા માટે અંકિત થઇ ગઈ હોય તે આપના શબ્દોમાં લખી મોકલશો.  

 1. તમારા જીવનનો કોઈ પ્રસંગ રોજે રોજ બનતા બનાવોથી અલગ હોવા જોઈયે.
 2. તમારા જીવનની આસપાસ ઘટતી ખાસ ઘટનાને મુલવવી  સુક્ષ્મ દ્રષ્ટિ કેળવવી લેખવી
 3. જીવનમાં કોઈ ખાસ ક્ષણ ને માણી  હોય જાણી હોય એને શબ્દસ્વરૂપ આપવું,
 4. પ્રસંગ કે વાતમાં  માં કશુક ઘટ્યું હોય તેવું  જોઈએ.
 5. અને જે ઘટે એમાં નાટ્ય/ સંઘર્ષ હોવો જોઈએ.(અનોખું) ટર્નિગ પોઈન્ટ   
 6. મૂળભૂત તત્વ છે : નાવીન્ય, અનપેક્ષિત પણું, જીવંતતા , વાસ્તવ, પ્રસ્તુતિમાં નોખાપણું, પાત્ર /પાત્રો નું સજીવ, વાસ્તવિક અને રસપૂર્ણ પાત્ર લેખન.
 7. પ્રસ્તુતકર્તા તરીકે ની પ્રમાણિકતા હોવી જોઈએ..
 8. એ પ્રસંગ વાંચી લોકોને જાણકારી, જ્ઞાન કે આનંદ મળવો જોઈયે.
 9. અંધ શ્રધ્ધા કે વહેમ વધે એવી વાતો ન રજૂ થાય તો સારૂં.
 10. તમે કાંઈ સારૂં કામ કર્યું હોય તો પણ એનો શ્રેય લેવા આ વાત કહો છો એવું ન લાગવું જોઈએ.
 11. તમે કોઈ ગુન્હાની લાગણી અનુભવતા હો તો એની કબુલાત કરવા આ માધ્યમનો ઉપયોગ ન કરી શકાય.
 12. પ્રસંગ એક વાર્તા સ્વરૂપે રજુ કરવાનો છે એક વૃતાંત નહિ

ઉદાહરણ-

લેખક શ્રી વિઠ્ઠલ પંડ્યાની વાર્તા ‘તલપ’ માં નાયક ટ્રેનમાં પ્રવાસ કરતો હોય છે. એ બારણાં પાસે ઉભો હોય છે. એને બીડી પીવાની તલપ લાગે છે. પણ ટ્રેનમાં જાહેરમાં બીડી પીવી એ નૈતિકતાની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. પણ તલપ અસહ્ય થઈ જતાં એ આખરે બીડી સળગાવી લે છે અને કશ લે છે. પ્રથમ કશ લેતાંની સાથે જ વિચારે છે કે નક્કામી આટલી રાહ જોઇ.. પહેલાં જ સળગાવી લીધી હોત તો! કોણ જોવાનું હતું. તીવ્ર તલપ લાગેલી તોય આટ્લો સમય સહી.. દરેક કશ સાથે વિચાર વમળ.. બીડી અડધી પડધી પિવાઈ ત્યાં તો સામેથી હવાલદાર આવતાં દેખાયો. નાયકનાં મનમાં ફરી વિચાર વમળ ઉમટ્યાં..શા માટે સળગાવી! તલપને જરાવાર દબાવી રાખતા પણ નથી આવડતું.. હવે આ હવાલદાર ગાળો આપશે, ધમકાવશે અને બસ્સો-પાંચસો ખંખેરશે એ અલગ..!

ત્યાં જ હવાલદાર નાયકની નજદીક પહોંચી આવ્યો અને પોતાની સિગારેટ કાઢી બોલ્યો,

“લાઈટ મળશે?”

 

6 thoughts on “મિત્રો “બેઠક”નો આ મહિનાનો વિષય છે “જીવનની જીવંત વાત “

 1. Pingback: જીવનની જીવંત વાત …….(7).વિનોદ પટેલ | શબ્દોનુંસર્જન

 2. Pingback: જીવનની જીવંત વાત …( એક સ્મૃતિ ચિત્ર )… વિનોદ પટેલ | વિનોદ વિહાર

 3. Pingback: (820 ) જીવનની જીવંત વાત …( એક સ્મૃતિ ચિત્ર )… વિનોદ પટેલ | વિનોદ વિહાર

 4. Pingback: જીવનની જીવંત વાત …….(10).વિનોદ પટેલ | શબ્દોનુંસર્જન

 5. Pingback: જીવનની જીવંત વાત …….(9).વિનોદ પટેલ | શબ્દોનુંસર્જન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.