કૈક કહેશો-પ્રજ્ઞા દાદભાવાળા

સ્ત્રીની આત્મકથા સામાન્ય રીતે એના મનના સાવ અંગત અને સામાન્ય રીતે બંધ રહેતા ઓરડામાં ડોકિયું કરવાની એક અદ્ભુત પ્રક્રિયા છે.દરેક સ્ત્રીનું કલ્પનાનું વિશ્વ હોય છે, આપ પણ આવી એક સ્ત્રી છો ને ?. આપના વિષે કૈક કહેશો!

અને એક પંચાણું વર્ષની સ્ત્રી એ શરૂઆત કરી..  

હા હું નાની હતી ત્યારે મને ગણિત ન આવડતું તો  અને અમારા પડોશીનો દીકરો, મને શીખવતો,  એમના ઘર અને મારા ઘર વચ્ચે માત્ર એક દીવાલ બસ આમ ત્રીજા ધોરણ થી મૈત્રી ..લગ્નમાં 26વર્ષે પરિણમી એ  મારાથી માત્ર એક વર્ષ મોટા …જીંદગીમાં સૌથી આનંદની પળ કે અનુભૂતિ ને યાદ કરું તો અમારા લગ્ન માટે સૌ આપેલી  સંમતી. મારા નિર્ણયો વધાવવા લાયક હોય છે …એવો અહેસાસ પહેલવહેલો મને થયો હતો… આપણા શબ્દો વિચારો ….ક્યાંક અર્થો અને સપના …અનુભૂતિ બનીને ઉગી નીકળે એ એક અદ્દભુત ઘટના કહેવાય કે નહિ ? સ્ત્રીની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો.  સ્ત્રી પણ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે..નારી સ્વતંત્રતાની વાતો એની જગ્યાએ બરાબર છે પણ હકીકતમાં સ્ત્રી પોતાનો નિર્ણય લઇ શકે એજ તો સ્વત્રંત્રતા કહેવાયને ?અને એજ સન્માન…..અને શ્વાસ ચડતા રોકાય છે ,પાણી પીને વાત આગળ વધારતા કહે છે,

મારા પતિ મારા જીવનમાં આવેલા પહેલા પુરષ છે.ઘરના લોકો અમારા લગ્નની વિરુદ્ધ હતા, હજી તમે પરિપક્વ નથી એવું માનતા,લગ્ન વડીલોની મંજુરીથી કરવા એવું મનથી નક્કી હતું, ઘરના લોકો ઘણા છોકરા (મુરતિયા )દેખડતા પણ લગ્નતો હું એમની સાથે કરીશ એવો પાકો નિર્ધાર મારો હતો,પહેલાના જમાનામાં માબાપ જ દીકરીના લગ્નનું પાત્ર શોધતા,આમ જોવા જાવ તો આ મારી સ્ત્રીના હક્ક માટે ની પહેલી લડત હતી, આજ થી સિત્તેર વર્ષ પહેલાની આ વાત છે, ત્યારે સ્ત્રીને પોતાને ગમતું પાત્ર ગોતવાનો પૂરો અધિકાર  ન હતો,પણ  છે પણ એવું આડકતરી રૂપે અમારા લગ્ને પુરવાર કર્યું મારો માસીનો દીકરો ભાઈ નામ વિજય મારા પતિનો  ખાસ મિત્ર  એણે લગ્નના પ્રશ્નનું નિરાકરણ લાવવા મધ્યસ્થી બન્યો.

મને માં વગર ઘણીવાર ખાલીપો વર્તાય અને આવા સમયે ખાસ ત્યારે રાત્રે આકાશમાં તારો જોઉં અને માં સાથે વાતો કરું.એક દિવસ શાળામાં મને શિક્ષિકા ની નોકરી મળી ગઈ અને પરિવાર એ મંજુરી આપી દીધી.આપણા સમાજના રૂઢિ-ચૂસ્ત નિતી-નિયમો અને જુન-વાણી કુટુંબમાં પ્રેમલગ્ન શબ્દ કેમ બોલાય ?હવે જાહેરમાં બોલાય છે એ વખતે આજના જમાના જેવું ન હતું પણ અમે બન્ને આજના જુવાન જેવા જ હતા ગણિત શીખવાના બહાને જોડે જોડે રહેતા મને યાદ છે એકવાર અમે બાધા છોડવા આશાપુરી સાથે ગયેલા મામા ના દીકરાની બાધા ઉતારવાને બહાને સાથે જવાનો મોકો મળ્યો હતો ,પ્રેમ અવ્યક્ત હતો પણ સાથે જ વૃદ્ધ થાશું એ હ્રુદયથી નક્કી હતું.મને મારા પતિમાં શું આકર્ષતું ?એ શબ્દમાં આલેખવું અઘરું છે પણ અમને એકબીજાનો સહવાસ ગમતો બન્ને નું મોસાળ નજીક હતું એટલે મળતા.મારા લગ્નનો નિર્ણય મારો પોતાનો જ હતો એવું હું દ્રઢ પણે કહી શકું છું. આજથી 70 વર્ષ પહેલાની વાત છે મારા લગ્ન ના પોતાના નિર્ણય માટે મારું ભણતર ને હું જશ આપીશ. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિત્વ વિકાસ સાંધે છે સાથે પોતાની સામે પડેલી પરિસ્થિતિ, સમજવાની સ્વતંત્ર શક્તિ ભણતર દ્વારા જ ધરાવે છે એવું હું માનું છું…મને કોણ જાણે કેમ બીજાને મદદ કરવી ગમતી ખાસ કરીને નારી સન્માન માટે,સમજણથી કામ થાય તો તેમ નહીતો બળવો કરવો એવું માનતી તેમાં વાંચન અને ભણતર મને મદદ રૂપ થતું મને ખબર છે, મારી કાકાની દીકરી પ્રજ્ઞા ને મેં જીવના અનેક પ્રસંગે આગળ પડી મદદ કરી તેના માટે પાત્ર ગોતવામાં એને સેટલ કરવામાં હું મદદરૂપ થઇ અને એમાં એક જાતનો આનંદ હતો.. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની અને લગ્નની મૂળભૂત શરત દરેક સ્ત્રીની હોવી જોઈએ.. મને આ પરિપક્વતા મારા પતિમાં  દેખાઈ હતી..એજ આકર્ષણ હતું..   મને એક એવા પુરુષનો સાથ હતો, જે મને ‘સ્ત્રી’ હોવાનો અર્થ આપે છે…મારા  અસ્તિત્વને હાથ પકડીને પાસે લઇ આવે છે. એની ઓળખાણ કરાવે છે સ્વયં સાથે. અમે રોજ મળતા કોઈને કોઈ બહાને ગણિત શીખવતા, સંસારના રોજિંદા જીવનમાં ધીમે ધીમે ભુલાઇ ગયેલી કેટલીયે વાતો મને આજે પણ યાદ કરાવી આપે છે.માં વગર હું ખુબ એકલતા અનુભવતી,માની મમતા ની બાબતમાં અમે સમદુઃખિયા પણ જિંદગીના ધૂંધળા થઇ ગયેલા દર્પણને લૂછીને એ મને મારું પોતાનું જ પ્રતિબિંબ આજે પણ બતાવે છે! એક બીજાનો સહવાસમાં જ અમેં આ બધું મેળવતા અને મેળવીએ છીએ.

જ્યાં સુધી સ્ત્રી પોતે પોતાના માટે ગર્વ ન લે ત્યાં સુધી કંઈ  ન થાય… સ્ત્રી હોવું એ ગર્વની વાત છે. તે શરમજનક બાબત નથી.મને એમની વાતોમાં સંભાળતા થયું,આપણી આજુબાજુ રહેતી સામાન્ય સ્ત્રી પણ અસામન્ય છે.મને સીધીસાદી જણાતી આ વાતમાં ચોક્કસ દમ છે એવું  લાગવા માંડ્યું.  

પ્રજ્ઞા દાદભાવાળા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.