શ્રી નરસિહ ના સ્વામી શામળિયા ને નીરખિએ ..
ભક્ત નરસિહ આ કાવ્યમા એમના મનના માનિતા સુંદર શ્યામસ્વરૂપશ્રી શામળિયા ના અંતકરણ પૂર્વક આવવાના એન્ન્ધાણ સાંભળી ભાવ વિભોર થઇ જતા.કવિ એમના દેહને રાધા સ્વરૂપ મા જ પાતાની જાતને જોતા અને તન્મયતા અનુભવતા,કવિ એમના સુંદર શામળિયા વરને નિરખીને આનંદ મગ્ન થતા.
એમના મનના માનેલા મનમોહક સુંદર શ્યામના નાજૂક પગલાના પગરવના એન્થાન સાંભળે છે. ઠંડા પવનના સુસવાટા સંભળાવા લાગ્યા,વિજળી જબુકવા લાગી,ઘનઘોર વાદળ વિજળીના કડાકા સાથે વાદળ ગર્જના કરવા લાગ્યા ને ત્યાંજ એમના સુંદર સોહામણા ઘનશ્યામ ના પગરવ સંભળાય છે.
“હે જશોદાજીના જાયા, હે નંદજીના લાલ,તમારા દર્શનની અભિલાષા મા મારુ મન નાચી રહ્યું છે”
ગોકુળના ગામમા મોરલાનો ટહૂકાર ટહૂકી રહ્યો છે ને શ્યામ સુન્દર ના પગલા ના ઝણકાર ના ભણકાર વાગી રહ્યા છે ,આપના દર્શનની રાહ જોઈ રહ્યોછુ ,આપના મુખારવિંદ ના દર્શન કરવા મન તલસી રહ્યુ છે.
હે દામોદર, હે માધવ, તમે ગોકુલમા ગાયો ચરાવતા, તમે ગોવાલણીના ઘરમા પ્રેમથી માખણ આરોગતા,કાળી કામળી ઓઢી વ્રજમા ગાયો ચરાવતા,કદંબના વૃક્ષના છાયામાં આપ વેણુ નાદ છેડતા જેના સૂરે સારાએ વ્રજના ગોપગોપી ઘેલા થઇ ગુલતાન બની રાસ રમતા,એક એક કાન અને એક એક ગોપીનુ યુગલ બની રાસની રમઝટ જામતી,
કેટલી ય વાર મધુર વાંસળીના સુરે ગોપિઓ ભાન ભૂલી ને વાછરડા છોડી મુક્તી ,ભૂલમા તેમના બાળકોને ગાયના ખૂંટે બાંધી દેતી,વાંસળીના નાદે આંખનું કાજળ ગાલે લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ.
Padmaben Kanubhai Shah
Sunnyvale, CA. June 2014