વાર્તા રે વાર્તા-4 પ્રવિણા કડકિયા

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. બે જ રસ્તા હતા ઉદય પાછો નોકરી શોધે કે સ્ટાર્ટ–

અપ કંપનીનું સ્વપનું સાકાર કરે ! સૂર્યનો ઉદય થાય પછી તે મધ્યાહ્ન સુધી તપતો રહે છે. તેને પ્રકૃતિનો નિયમ લાગુ પડે છે. પછી ભલેને દુનિયા આમથી તેમ ફરે! આ ‘ઉદય’ પણ અસ્તાચળ તરફ ત્યારે જશે જ્યારે તેનો સમય પાકશે. એણે બરાબર ઘરકામ કર્યું હતું. પત્ની અનિતાનો સંપૂર્ણ સહકાર હતો. હા, ઘરની બધી જવાબદારી તેના પર આવી હતી. ઉપરથી ખૂબ જવાબદારી પૂર્વકની નોકરી પણ કરવાની હતી.તેણે ઘરમાં રહે તેવી ‘મૅઈડ’ રાખી લીધી. ઘરની રસોઈની ,કામકાજની બધી જવાબદારી ઓછી થઈ ગઈ. હા ઈકોનોમીની અસર તેની નોકરી પર હતી. તેનું કામ ખૂબ સંતોષપૂર્વકનું હોવાથી તેનો બૉસ ખુશ હતો. મટિરયલ મેનેજેમેન્ટનું કામ કપરા કાળમાં કુશળતા માગી લે છે. કુનેહ પૂર્વક કામ સંભાળતી. આવા સમયે ઈન્વેન્ટરીનો કંટ્રોલ, સમયસર પ્રોડક્શન અને ડીસપેચ ઓફ રેડી ગુડ્સ ખૂબ હોશિયારી માગે તેવું હોય તેનાથી તે પરિચિત હતી.બાળકોના વર્ગ માટે બહેનપણી સાથે ‘કારપુલ ‘ કર્યું. શની અને રવિની રજામાં તે બીજાના બાળકોને ‘કાર પુલમાં’ શામિલ કરતી.’ ત્રેવડ ત્રીજો ભાઈ છે’. તેની મમ્મીએ બરાબર શિખવાડ્યું હતું. મુંબઈમાં ઉછરેલી અને એન્જીનિયરિંગ ભણેલી ચબરાક અનિતા, ઉદયને સાહસ કાજે ખૂબ પ્રોત્સાહન પુરું પાડતી.સમય આવ્યે ઉદયના માતા અને પિતાને તેડાવ્યા. વહુની આવડત બન્નેના હૈયે  વસી હતી. અનિતાને નાના ભાઈ અને બહેન હોવાથી તેના મમ્મી અને પપ્પા આવી શકે તેમ ન હતા. ઉદય તેના ઘરમાં સહુથી નાનો તેમજ ખટપટીયો હતો. ઉદયની ‘પ્રોડક્ટ’ અમેરિકામાં સહેલાઈથી ખપે તેવી હતી. જેના રોજના વપરાશથી અમેરિકન કુટુંબોને દર મહિને ‘ઈલેક્ટ્રિક’ના બિલમાં રાહત મળવાની હતી.ઉનાળામાં એર કન્ડીશન અને શિયાળામાં હિટર, વાપર્યા વગર અમેરિકનોને ચેન ન પડે. હવે જો એ ‘ગેજેટ’ ભવમાં લગભગ ૪૦થી ૪૫ ટકા નો બચાવ કરી આપે તો કયો અમેરિકન ન વાપરે. ઉદયે બુદ્ધિ શું વાપરી તેને ત્યાં કામ કરતા લોકોને ‘પ્રોફિટ શેરિંગ’નું  આકર્ષણ બતાવ્યું. ્તેને ત્યા કામ કરનાર બધા પોતાની બચત આ નવા’ વેન્ચર’માં રોકવા તૈયાર થયા. જેને કારણે કામની ગુણવત્તા વધી.જ્યારે માનવી પ્રતિકૂળ સંજોગોમાં હામ ગુમાવી નાસી પાસ થાય છે ત્યારે તેને સફઈઅતા જોજન દૂર જણાય છે. આવાઅ કપરા કાળમાં ધિરજ અને સ્વમાં વિશ્વાસ વધારવો એ અતિ ઉત્તમ રાહ છે. ઉદયના સારા નસિબે પત્નીનો સહકાર હતો. તેથી જ તો સ્ત્રીને ‘કાર્યેષુ મંત્રી’ કહી છે. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના. ગાડીના આગળના અને પાછળના પૈડા ફરે તો ગાડી હમેશા ઝાટકા આપ્યા વગર સરળતાથી રસ્તા પર દોડી શકે!

  પ્રવિણા અવિનાશ કડકિયા

1 thought on “વાર્તા રે વાર્તા-4 પ્રવિણા કડકિયા

  1. Pingback: વાર્તા રે વાર્તા-4 પ્રવીણા કડકિયા | સહિયારું સર્જન – ગદ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.