દિવાળી અને ચંદ્રમાની વ્યથા-જયવંતી પટેલ


આપ સર્વેને દિવાળીની શુભ કામનાઓ , સહિત અભિનંદન.  આ અવસર પર ખૂદ ચંદ્રમા શ્રી રામની સામે ફરિયાદ લઇ આવે છે – કે દિવાળીનો તહેવાર અમાસની રાત્રિએ જ મનાવાય છે અને એના કારણે ચંદ્રમા દિવાળી કોઈ દિવસ મનાવી નથી શકતા અને  તેથી ઉધ્યેગ પામે છે  અહી ચંદ્રમા ખૂદને ક્યે પ્રકારથી રામના દરેક કાર્ય સાથે જોડી ધ્યે છે અને પછી ફરિયાદ કરે છે.  શ્રી રામ પણ એની વાતમાં સહમતિ આપે છે અને એને વરદાન આપી ધ્યે છે ચાલો જોઈએ ચાંદ કેવી રીતે રામને રીઝવે છે અને રામ શું નિવેડો લાવે છે :-

જયારે ચાંદની ધીરજ ખૂટી ગઈ

ત્યારે એ રઘુનંદનથી રીસાઈ ગયા

અને એણે રામને કહયું ,

“રાત્રિને આલોકિત મેં કર્યું છે

સ્વયં શિવજીએ મને પોતાના શિર પર ધર્યા છે ”

તમે પણ મારો ઉપયોગ કર્યો છે

મારી ચાંદનીના પ્રકાશમાં તમોએ સિયાને નિહાળ્યા હતા

સીતાજીના રૂપને મેં નિખાર્યું હતું

ચાંદ કે તુલ્ય એમના મુખડાને મેં સજાવ્યું હતું

જ્યારે જ્યારે સીતાજીની યાદમાં
તમે ચૂપકે ચૂપકે રડતા હતા
ત્યારે તમારી સંગતમાં બસ
હું  જ જાગતો રહી તમારો સંગાથી બન્યો હતો

સંજીવની લાવીશ, લખનને બચાવીશ
હનુમાનજીએ તમોને ખૂબ આશ્વાશન આપ્યું હતું
પણ મારી ચાંદનીનો પ્રકાશ પાથરી
એ જટિલ રસ્તો મેં પ્રકાશિત કર્યો હતો
તમોએ હનુમાનજીને ગાઢ આલિંગન આપ્યું
પણ મારું તો નામ પણ ન લીધું !!

આગળ કહે છે :  રાવણના મૃત્યુથી હું પણ પ્રસન્ન હતો
તમારા વિજયથી મારું મન ખૂબ પ્રફુલ્લિત હતું
મેં પણ ઉપર ગગનમાંથી પૃથ્વી પર નજર કરી હતી
આકાશના તારાઓને નાજુક્તાથી ભર્યા હતા

દરેક માનવીએ તમારો વિજયોત્સવ મનાવ્યો
આખી અયોધ્યા નગરીને દુલ્હન જેવી શણગારી
અને આ અવસર ઉપર તમોએ સર્વેને આમંત્રણ આપ્યું
મને એ બતાવો રામ ! તો પછી મને કેમ ભૂલી ગયા ?
ક્યા કારણસર તમે તમારો વિજયોત્સવ
અમાવાસની રાત્રિએ મનાવ્યો ?!!

જો તમે તમારો ઉત્સવ બીજા કોઈપણ દિવસે મનાવત
તો અડધો અધૂરો પણ હું તેમાં શામિલ થયો હોત
અને આ માટે લોકો મને ચિઢવે છે અને સતાવે છે
આજે પણ લોકો દિવાળી અમાવાશ્યાને દિવસે જ મનાવે છે

ત્યારે ધીમે મુશ્કુરાયને રામે કહયું,” શા માટે આટલો ગભરાય છે?  શા માટે આવડો ઉદ્ધેગ કરે છે ? જીવનમાં જે કોઈ ત્રુટીઓ અપનાવે છે – જે કોઈ થોડું ગુમાવે છે તેજ તો પામે છે.  જા, આજથી તને લોક નહી સતાવે, આજથી સહુ તને માનથી નવાજશે.  જે મને રામ કહી બોલાવતા હતા તેઓ આજથી મને ” રામચંદ્ર ” કહી બોલાવશે.  આજથી તને મારાં નામ સાથે જોડી દઉં છું !!!  આ સાંભળી ચંદ્રમાના આનંદનો પાર ન રહયો।

                                     બોલો શ્રી રામચંદ્ર કી જય

જયવંતી પટેલ
                              
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, જયવંતીબેન પટેલ, દિવાળી and tagged , , , , , . Bookmark the permalink.

3 Responses to દિવાળી અને ચંદ્રમાની વ્યથા-જયવંતી પટેલ

  1. P.K.Davda કહે છે:

    સિયાવર રામચંદ્રકી જય !!!

    Like

  2. dee35(USA) કહે છે:

    શ્રી પ્રજ્ઞાબહેન,આપ સર્વેને પણ દિવાળી અને નવા વર્ષની હાર્દીક શુભકામના. વાંચક,   Deejay. . From: શબ્દોનુંસર્જન To: dthakore35@yahoo.com Sent: Sunday, November 15, 2015 4:07 AM Subject: [New post] દિવાળી અને ચંદ્રમાની વ્યથા-જયવંતી પટેલ #yiv7698504226 a:hover {color:red;}#yiv7698504226 a {text-decoration:none;color:#0088cc;}#yiv7698504226 a.yiv7698504226primaryactionlink:link, #yiv7698504226 a.yiv7698504226primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv7698504226 a.yiv7698504226primaryactionlink:hover, #yiv7698504226 a.yiv7698504226primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv7698504226 WordPress.com | Pragnaji posted: “આપ સર્વેને દિવાળીની શુભ કામનાઓ , સહિત અભિનંદન.  આ અવસર પર ખૂદ ચંદ્રમા શ્રી રામની સામે ફરિયાદ લઇ આવે છે – કે દિવાળીનો તહેવાર અમાસની રાત્રિએ જ મનાવાય છે અને એના કારણે ચંદ્રમા દિવાળી કોઈ દિવસ મનાવી નથી શકતા અને  તેથી ઉધ્યેગ પામે છે  અહી” | |

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s