વાર્તા રે વાર્તા -૧ વિજય શાહ

મિત્રો આ મહિનાનો બેઠક નો વિષય છે “વાર્તા રે વાર્તા” ટુંકી વાર્તા લાખો -નીચે શરુ કરેલી વાર્તાનું અનુસંધાન લઇ તમને ગમતો અંત લાવી વાર્તા પૂરી કરો. અને સરસ શિર્ષક આપો…….

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી………..

વાર્તા રે વાર્તા -૧ વિજય શાહ

Divya soni

અડગ મનના મુસાફરને

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. બે જ રસ્તા હતા.. કાંતો નવી કંપની છોડી દઈ ફરીથી જોબ શોધવી અથવા જે કર્યા કરે છે તેમાં વધું જોખમ લેવું.. જો કે ઉદય જોખમ લેતા ગભરાતો નહોતો પણ ડર લાગતો હતો કે અનિતાની જોબ પણ જતી રહે તો? અને નવી પ્રોડક્ટ સફળ થશે કે નહીં એવાતનું જોખમ તો હતુ જ…

મોટા મનોજભાઇ ને આ અવઢવ સંભળાવી અનીતા દ્વીધામાંથી મુક્ત થવા માંગતી હતી. મનોજ્ભાઇ અમેરિકામાં વર્ષોથી હતા અને માનતા હતા કે જેમ જેમ પ્રતિકૂળતા વધે તેમ તેમ માનવીનો વિકાસ વધુને વધુ થાય છે, જેમ જેમ પ્રતિકૂળતા આવે છે તેમ તેમ તેમનું આંતરિક સત્વ અને ક્ષમતા વિકસવા લાગે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરી જાય છે, ભયભીત થઈ જાય છે, ગભરાય જાય છે અને તેના કારણે તેની ક્ષમતા પણ રૂંધાઈ જાય છે.

જેમ પવન વિનાની આગનું કોઈ માપ ન નીકળે કે તે આગ રહેશે કે બુઝાઈ જશે તેમ પ્રતિકૂળતા વિના વ્યક્તિનું માપ ન નીકળે કે તેની ક્ષમતા સામાન્ય માનવી જેવી છે કે મહાપુરુષ જેવી છે, તેનો વિકાસ પ્રગતિકારક છે કે રૂંધાય જાય તેવો છે??? તેમણે અનીતાને કહેવા માંડ્યુ જો બેન જ્યાં સુધી તને લે ઓફ નથી મળ્યો ત્યાં સુધી આ ચિંતા અર્થહીન છે. અને ઉદયભાઇએ તેમન બીઝનેસ પ્લાન બનાવતી વખતે આ બધા ભયો વિશે વિચાર્યું જ હશેને? તેથી ચિંતાઓ ખોટી કરવાનું પહેલા બંધ કરો. તમને કશું થશે તે તબક્કે એક વાત સ્વિકારીને ચાલો કે જે થશે તે સારા માટે જ થશે.

અનીતા ખચકાઇ ને બોલી “ભાઇ! એ વાત સાચી પણ ઉંઘતા ન ઝડપાવું હોય તો ચેતતા તો રહેવું જોઇએને?”

“ હા ચેતતા રહેવામાં અને ચિંતાઓ કરવામાં ફેર છે. તમે ધારણા ઓ ઉપર ચિંતા કરો છો જેમાં કોઇ તથ્ય નથી. કારન કે અમેરિકામાં કોઇ પણ રીસેસન લાંબુ રહેતુ નથી. હા આંધી આવે તો બધુ ઉડીન જાય તેની ચકાસની જરૂર કરવાની પણ તથ્ય ચકાસવાના.હું તો એક કદમ આગળ વધીને કહીશ દીપ્રેશન એકલી નાણાકીય તકલિફો નથી લાવતુ એ સાથે સાથે કમાવાની ઘણી નવી તકો લાવે છે જેમ કે ગેસ ના ઘટેલા ભાવો તમને ટ્રાન્સ્પોર્ટેશનમાં સારો એવો ભાવ ઘટાડે છે.”

“ ભાઇ પણ જેને જરૂર છે તેની પાસે તે ખરીદવાની રકમજ ના હોય તો તે મારો તૈયાર થયેલો માલ ક્યારે ખરીદશે અને મારો નફો ન છુટે તો?

જો બેન સમજ…

નબળા મન ના મુસાફરને રસ્તો કદી જડતો નથી

અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી

અમેરિકાની ઇકોનોમી ખરાબ કે સારી એ પોલીટીશયનો નાં નખરાને લીધે થાય છે.. ક્યારેક યુધ્ધ તો ક્યારેક વ્યા જ દરમાં વધ ઘટ. તેથી ઇકોનોમી બગડવાથી થતા ગેરફાયદા સામે વિચારવાને બદલે ફાયદા વિશે પણ વિચાર.

આ ચર્ચાઓથી ઉદય તો શાંત થઇ ગયો પણ અનીતા અજંપ જ રહેતી તેથી ભારતી ભાભી બોલ્યા તને ખબર છે ૧૯૮૦થી ૧૯૮૨ માં રીઅલ એસ્ટેટ નો મોટો ગોટાળો થયો અને વ્યાજ નાં દર વધીને ડબલ ડીજીટ્માં આવ્યા ત્યારે મનોજે ખુબ જ મોટા પાયે રિયલ એસ્ટેટ ખરીદતો અને મારા આશ્ચર્ય વચ્ચેત્રણ જ વર્ષમાં દરેક પ્રોપર્ટી અમને ફળી. જ્યારે ડીપ્રેશન આવે ત્યારે આખુ ગામ વેચે અને તેઓની ઉતાવળ કહો તો ઉતાવળ અને અજ્ઞાન કહો તો અજ્ઞાન પણ તે સમયે અમારી જેમ જે ખરીદે તે ફાવે અને ફાવે જ.

ઉદયે કામ શરુ કર્યુ અને તે ધારતો હતો તેવી કોઇજ તકલીફ ન આવી. કાચો માલ સસ્તો, પરિવહન સસ્તુ અને તેથી નફો વધતો. માણસો ની છત વળી તે ઉજળી વાત…

અનિતા કહે તો શું આ લોકો આટલી બધી કાગારોળ કરે છે તે નકામી?

હા અને ના બંને..

બેંકની કે ઉછીની મૂડી ઉપર કામ કરોતો વ્યાજ વધે જે નકામી પણ પૂર્વ યોજના મુજબ કામ કરો તો આ તો તક બની ને રહે છે.ત્યાં તેની પ્રતિસ્પર્ધક કંપની બંધ થઇ ગઈ અને પહોંચી વળે તેના કરતા વધુ કામ મળતું ગયું.

તેજી અને મંદી માનવ સર્જીત હોય તો કદી નહીં ગભરાવુ અને કુદરતી હોય ત્યારે ધીરજ વધુ રાખવાની.. મનોજભાઇ ની વાત જાણે કે અમેરિકા પુરતી જ સાચી છે તેવું નથી.. તે તો દરેક વ્યાપાર અને દરેક દેશ માટે સાચી છે.

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in વિજય શાહ, સહિયારુંસર્જન, Uncategorized and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s