ગ્રીનકાર્ડ

 આ આપના ગીન કાર્ડ માટે નો છેલ્લો કોલ છે, હવે આપ અરજી આગળ નહિ વધારો તો આપની ફાઈલ બંધ કરી દેવામાં આવશે.પત્ર વાંચતા વિરાજ હરખાયો અને મુજ્વાયો પણ ખરા, અમેરિકન એમ્બેસી માંથી પત્ર આવ્યા હતો ,વિરાજ ને ખુશી એ વાત ની હતી કે એની મોટી  દીકરી નીના  હવે એસ. એસ. સી. પાસ થઇ જશે. અમેરિકા જવા માટે સમય યોગ્ય હતો, હવે અમેરિકા જીઈ આગળનું ભણતર પૂરું કરશે તો વાંધો નથી પરંતુ આટલા ટુક સમયમાં એ પોતાનું કામ કેવી રીતે આટોપશે,જો બધા સહ પરિવાર બધું બંધ કરી નીકળે  તો સમયની મારામારી દેખાતી હતી ,હજી શાળાની ફાઈનલ પરીક્ષા બાકી હતી ,રોજ રોજ અમ્બેસીમાં બન્ને દીકરીઓને લઇ જવા કઈ રીતે? ,ઓફીસ નું બધું કાર્ય કોઈને ટૂંક સમય માટે સાચવવા આપી નીકળવાની ઈચ્છા હતી,કાલ સવારે અમેરિકામાં ન ગમ્યું તો ?પાછા અહી આવી શરુ કરી શકાય તેવી જોગવાઈ રાખવી પડે.વિરાજની બેનએ સુજાવ આપ્યો કે પહેલા તું એકલો આવ, બધું સેટ થાય પછી પરિવારને બોલવ,વિરાજની બેને જ બધાની એપ્લીકેશન નાખી હતી.
પત્ની ઉમા કહે એક વાર તમે નિર્ણય તો કરો બધું થઇ પડશે હા પણ જશું તો બધા સાથે જ જશું,પહેલા તમે જાવ અને પછી અમે બે વર્ષ રહીને આવીએ એમ મને યોગ્ય નથી લાગતું ,તમે ત્યાં એકલા મુંજાવ અને અમે અહિયાં એકલા મુંજાઈએ એના કરતા જેવા પડશે તેવા દેવાશે,પણ બધા સાથે સંજોગો સામે લડશું,અને બધા સાથે જવું તેવો નિર્ણય લેવાયો.
વિરાજના બા એમની સાથે જ રહેતા હતા, બાને મોટાભાઈને ત્યાં ઉપર બીજા માળે મોકલશું જેથી અહી એકલા ન રહે ઉંમર હતી પણ હજી શરીર સશક્ત હતું પણ મોટો દીકરો છે તો એકલા શા માટે રહેવું? એવો નિર્ણય લેવાયો ટીકીટ બુક કરાવી પણ રીટન લીધી એકવર્ષ માટે ઓપેન હોય તેવી, કદાચ ન ગમે તો ?અને  બસ બધા તૈયારીમાં મંડી પડ્યા.
બંને દીકરીઓ અમેરિકા જશું તેવી વાત પોતાના મિત્રવર્તુળ માં વટ પાડતી કહેવા માંડી. પત્ની ઉમા પોતે બુટીક ચલાવતી હતી એટલે ઘરનું કામ પોતાના બુટીકનું કામ અને છોકરીઓ ની પરીક્ષા ઉપર ધ્યાન દેવા માંડી, સમય ભાગતો જતો હતો ગ્રીનકાર્ડ ને લગતી ઘણી પ્રોસીજર બાકી હતી,દીકરીઓને ઈન્ટરવ્યું,  ટીબીના ઇન્જેક્શન, વેક્સીનેસન વગેરે લેવા, અમેરિકન એમ્બેસીમાં લઇ જવા ખુબ દોડાદોડી થતી,શાળામાંથી બધા પેપર ભેગા કરવા ,સિલેબસ યુનીવર્સીટીમાં થી મંગાવવાના,અને સાથે દીકરીઓની પરીક્ષા રોળવાય ન જાય તેનું ધ્યાન રાખવાનું ,બે ઓફીસ ભાડે આપી દીધી જેથી એની આવકપણ ચાલુ રહે,મિત્રો અને સ્નેહીઓ  કાયમ માટે જાવ છો માટે ઘરે જમવા પણ બોલાવતા હતા,આમ એક તરફ પાર્ટી ,કામ હરખ મુજવણ વગરે માંથી પસાર કરતા સમય આવી ગયો કે હવે આવતા અઠવાડીએ નીકળવાનું થશે.
 બા કહે તમે મુંજાવ નહિ હું અહી બધું સંભાળીશ તમે બધું તમારું ધ્યાન રાખી સમેટી લો ,અને હા હું થોડી કયાંય જવાની છું ,હું તો આજ ઘરમાં એકલી રહીશ મારી ચિંતા ન કરતા બધા બાનો આ નિર્ણય સંભાળી મુંજાયા આ ઉંમરે એકલા શા માટે રહેવાનું ?પણ કહે ના હું આ ઘર છોડી નહિ જ જાવ, તમે મારી ચિંતા ન કરતા હું ઉપર જમવા જઈશ પણ રહીશતો અહિયાં જ મને બીજે ક્યાંય નહી ફાવે,આ ઘરમાં મેં મારી જીદગી તારા બાપુજી સાથે ગાળી છે અહી મારી યાદી સમેટાયેલી છે.હવે છેલ્લી ઘડીએ આમ ફેરફાર થતા વિરાજ થોડો મુંજાયો પણ બા મક્કમપણે બોલ્યા કોઈ ચિંતા ન કરતો,તમારા વગર ઘર સુનું લાગશે પણ યાદોને વાગોળીશ અને ફોન કરતા રહેજો ,આ બંને છોકરીઓને ત્યાં ખુબ ભણાવજો અને તમે પ્રગતી કરજો ,
છેલ્લા અઠવાડિયું બંને દીકરી ,કામવાળી અને બા એ ખુબ મજા કરી પેકિંગ કરતા બા બધાને હસાવતા જાય ,હવે તારી મમ્મી મેમ થઇ  જશે અને ઉમાની ગેરહાજરીમાં એનું પાકીટ લઇ એક્ટિંગ કરે નીના અને મીના બંને  આમ પણ બાના ખુબ હેવાયા  એટલે બા સાથે ખુલ્લા દિલે આનંદ કરે, સાથે પેલી કામવાળીની છોકરી સવિતા પણ આનંદ કરે, છોકરીઓએ બધી ચાવી ઉપર લેબલ લગાડ્યા જેથી બા ને શોધતા તકલીફ ન પડે બા ને બધા તાળા ચાવી સોંપતા કહે લ્યો બાઈજી આપની ચાવીઓ,આપ જ ઘર સંભાળો અને તે દિવસે બા એ છોકરીઓ પાસે નાગિન ડાન્સ પણ કર્યો કહે હું તમારા ઘરનું નાગણ ની જેમ ધ્યાન રાખીશ અને બધા ખુબ હસ્યા,તે દિવસે બાએ સુખડી બનાવી આપી અને નાસ્તા પણ દીકરીઓ માટે ખુબ પેક કરી આપ્યા,ઘરના મસાલા ,થોડા વાસણ બધું લેવાઈ ગયું.
વિરાજ કહે બસ આજે સાંજે આપણે નીકળશું, સગાવ્હાલા ની ગાડી આવી ગઈ ટોટલ સાત ગાડી સહુને મુકવા આવી હારતોરા પસનું નાળીયેર,અને સાકરનો પડો બાએ આપ્યો સાથે દહીંના સુકન પણ કરાવ્યા છોકરીઓને બાથમાં લેતા કહે ખુબ ભણજો અને મને પછી તેડાવજો. બાએ રડ્યા વગર માંગલિક સંભળાવ્યું ,આજે જવાનું હતું તેના આનંદ કરતા વિખુટા પડવાનું દુઃખ બધાના ચહેરાપર વધુ દેખાતું હતું, આખુ બિલ્ડીંગ એમને વળાવવા નીચે આવ્યું ,એરપોર્ટ પર પચ્ચીથી ત્રીસ માણસો મુકવા આવ્યા,આવજો આવજો કહેતા બધા કસ્ટમ પાસ કરી બેઠા હતા ત્યાં વિરાજે ઉમાને પુછ્યું બધું લેવાઈ ગયું ,સમાન ગણી લીધોને?  બરાબર ચેક કરી લે.
ઉમા કહે હા આઠ બેગો અંદર ગઈ અને ચાર હાથમાં છે અને એક પર્સ  સાથે તમારી  બ્રિફકેસ જેમાં બધાના પાસપોર્ટ ગ્રીનકાર્ડના કાગળો ,ટીકીટ  અને થોડા ડોલર લઇ લીધા છે.
ફરી વિરાજ બોલ્યો કંઈ ભુલાઈ તો નથી ગયું ને ?
ઉમા બોલી છોકરીઓ જોવો તો કંઈ રહી નથી ગયું ને?
ત્યાં બાર વર્ષની મીના બોલી મમ્મી બા એકલા રહી ગયા.
 પ્રજ્ઞા દાદભાવાળા

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પ્રજ્ઞા દાદભાવાળા and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s