આયેગા આને વાલા…

પ્રીતિને આજે પાર્ટી માટે ખુબ તાલાવેલી હતી,કોઈ મળવાનું હતું તે! એણે નિકિતા ને ફોન લગાવ્યો,નિકિતા આમ તો એની સાથે કામ કરતી હતી છેલ્લા બે વર્ષથી ઓળખાણ, સાથે એક વર્ષ રૂમમાં રહ્યા, નિકીતાના એક વર્ષથી લગ્ન થયા હતા એટલે હવે પોતે અલગ રહેતી પણ મિત્રતા ખુબ સારી હતી બાકી અહી કોઈ પોતાનું કહી શકાય તેવું કોઈ ન હતું.  હલો  નિકિતા તૈયારી થઇ ગઈ?

હા યાર પણ જોને આજે હેલોવીન પાર્ટીમાં જવું છે અને નિમેશ હજી આવ્યો નથી,એની ઓફિસમાં પણ પાર્ટી છે.

તું કેમ ન ગઈ ?

યાર આવી દેશી પાર્ટી માં તો મજા આવે છે,બાકી આ અમેરિકન પાર્ટી તો સાવ જ નીરસ લાગે છે,એની વે તું શું બનવાની છો ?

હું તો પેલા મહલ ફિલ્મની હિરોઈન મધુબાલા!

ઓ કયા બાત હે !કોને ઈમ્પ્રેસ કરવાની છો ?

તને ત્યાં મળશે તું જોઈ લેજે.

અને તું શું બની છો ?

હું તો  તનુજા અને નિમેશ મહેમુદની જેમ એક લેડી બનવાનો છે પેલું ભૂત બંગલા પિક્ચર હતું તેનું પાત્ર   

ઓ તો ખુબ મજા આવશે,મને તારી ગાડીની રાઈડ મળે તો બે ગાડી ન લેવી,ત્યાં પાર્કિંગ ના દસ ડોલર છે.

ઈચ્છા તો કેટલા વાગે લેવા આવશો? બસ નિમેશ આવે એટલે,

અને યાર 12 વાગ્યા પહેલા આવજો  12 વાગ્યા પછી ટીકીટના ડબલ price છે.

હા આ નિમેશ આવે તો ને ?

જો અમે ન આવીએ તો તું નીકળી જજે તારી પાસે હોંન્ટિંગ હોમ નું સરનામું છે ને ?

હા તો ચલ હું મારી મેળે પહોંચી જઈશ,મારે પાત્રીસના ના સીતેર નથી ભરવા, બાય

વાવ હું તો શું લાગુ છું! મધુબાલા… આજે મને ઇનામ મળવું જોઈએ,પ્રીતિ પોતાને અરીસામાં જોઈ બોલી અને એક સેલ્ફી લીધો,હમણાં કોઈને નહિ મોકલું, બધી સરપ્રાઈસ મરી જાય અને આયે..ગા આ..યેગા આને.. વાલા આયેગા ગીત ગાતી પ્રીતિ કારમાં નીકળી પડી, અમેરિકામાં રાત્રે પાર્ટીમાં જવું એને ખુબ ગમતું,ગાડી હોય એટલે સરળતા પણ રહેતી, આખો દિવસ કામ પછી પાર્ટીમાં મજા આવતી,ગાડી પુરપાટ દોડાવતી પ્રીતિ ગીત ગાતી હતી,ત્યાં યાદ આવ્યું કે અરે મારી કેન્ડલ તો ભૂલી ગઈ,કંઈ નહિ, નિકીતાને ફોન લગાવ્યો, અરે નિકિતા, તમે નીકળી ગયા ? ન નીકળ્યા હો તો  મારે માટે એક સફેદ કેન્ડલ લઇ જે  હું ભૂલી ગઈ, અને જલ્દી આવો યાર ? ઓકે બાય મળ્યે..

હજી પ્રીતિ લગભગ પોહ્ચવામાં હતી અને એક્ઝીટ માંથી નીકળી ત્યાં એની ગાડીના આગળના કાચ પર જોરથી એક પક્ષી અથડાયું અને કંઈ વિચારે તે પહેલા નિકિતાએ પોતાનું બલેન્સ ગુમાવ્યું અને ગાડી બાજુના ઝાડ સાથે અથડાઈ ગઈ સારું થયું ગાડી હાઇવે પર ન હતી.

નિકિતા અને નિમેશ પણ હવે ઘરેથી નીકળી ગયા, નિમેશે સમયસર પોહ્ચવા ગાડી ભગાવી ,નિકિતા ખીજાણી પહેલા ઘરે વહેલા આવવું નહિ,અને પછી દોડાદોડી કરવાની, કોપ પકડશે તો ટીકીટ મળશે, અને બનેં ઝગડી પડ્યા,આખા રસ્તે નિકીતાએ બોલ્યે રાખ્યું,રસ્તામાં એક કાર અકસ્માત નડ્યો પણ રસ્તો બદલી ઝટ પાર્ટીમાં પોહચી ગયા.

બાર વાગ્યામાં પાંચ મિનીટ હતી અને તેમને પોચતાં જ શરૂઆત થઇ,નિકિતા વિચારતી હતી પ્રીતિ કયાં  છે ?

નિમેશ પ્રીતિ ક્યાંય દેખાય છે? આટલા અંધારામાં હું એને ક્યાં ગોતીશ?

બિચારી કેન્ડલની રાહ જોતી હશે!

તો તું ગોત !

ત્યાં તો લાઈટ  બંધ થતા એક ગીત વાગ્યું, આ… યેગા આ…યેગા આનેવાલા  આયેગા… અને પ્રીતિ એ પોતાની જોરદાર એન્ટ્રી કેન્ડલ લાઈટ હાથમાં લઇ કરી,આખા હોલમાં અંધારું હતું,હાથમાં કેન્ડલ સાથે સફેદ વસ્ત્રમાં એ ભૂત જેવી જ લગતી હતી,બધાએ ચીસો અને તાળી પાડી ને એને વધાવી,નિકિતા પણ જોરથી બોલી પ્રીતિ અને મનમાં બોલી મીણબતી મળી ગઈ લાગે છે ?ત્યાં જોરથી હવા આવી પડદા ઉડ્યા અને પ્રીતિની કેન્ડલ બુજાઈ ગયી અને એ અંધારામાં ગુમ થઇ ગઈ.બધા એ જોરદાર તાળીથી એને વધાવી.

નિમેશ બોલી ઉઠ્યો તારી ફ્રેન્ડ તો એકદમ ફિલ્મી છે.

ચલ હવે આપણે જઈએ, તને યાદ છે ને શું કરવાનું ?

અને બંને સેન્ટરમાં ડીજે પાસે પોહચી પોતાના મુઝીકની સીડી વગડવા આપી.અને ચાલુ કરવા કહ્યું ,ત્યાં તો એક જાહેરાત થઇ એક ખાસ પુછપર માટે આપ સહુને સહકાર આપવા વિનંતી.

નિકિતા કહે આ દેશી પાર્ટીમાં કૈક તો થાય જ,આપણા લોકો નહિ સુધરે! કોઈ દારૂ પીને આવ્યું હશે!

અને ત્યાં સ્ટેજ ઉપર કોપ આવી ને ઉભા રહ્યા અને કહ્યું કોઈ પ્રીતિક્ષા શાહ ને ઓળખે છે? તો આગળ આવે.

અને નિકિતા અને નિમેશે  કહ્યું હા, અહી અમેરિકામાં પ્રીતિક્ષા ને પ્રીતિ કહેતા!

એમને લાઇસન્સ દેખાડી કહ્યું આમને ઓળખો છો,હા એ અહી જ છે હમણાં જ અહી હતી.કેમ શું થયું?

એ ક્યાં થી હોય શકે ?

એનું કાર અકસ્માતમાં હમણાં જ મૃત્યુ થયું.     

 

પ્રજ્ઞા દાદભાવાળા

3 thoughts on “આયેગા આને વાલા…

  1. શોર્ટ એન્ડ સ્વીટ સસ્પેન્સ સ્ટોરી , વાર્તા પૂરી કર્યેજ છૂટકો થાય તેવી મજબુત પકડ !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.