અચાનક-પ્રજ્ઞા દાદભાવાળા

બધું અચાનક બની ગયું… નિરંજનને છેલ્લી ઘડીએ ઓફીસથી ફોન આવી ગયો અને દસ મિનીટનું રોકાણ થઇ ગયું બાકી સુલોચના અને ચકુ તો બેગ બિસ્તરા સાથે તૈય્યાર જ ઉભા હતા… રીક્ષાનું ભાડું ચૂકવીને સુલોચના નિરંજનની રાહ જોતી ઉભી થાકી રહી … બેગ આટલી ભારે ન હોત તો કદાચ ગાડી પકડવા સુલોચના ચકુને તેડીને ચાલી પણ ગઈ હોત..
ખેર.માંડ ફોન પત્યો અને દોડાદોડ સ્ટેશન પહોંચ્યા…પણ સરખો ડબ્બો ગોતે એટલામાં ટ્રેન ચાલવા માંડી અને ઉતાવળે નિરંજને સુલોચના અને ચકુ ને જે ડબ્બો દેખાયો એમાં ચઢાવી દીધાં અને બેગ પણ ડબ્બામાં ધકેલી… ટ્રેન સાથે રઘવાટમાં દોડતાં દોડતાં નિરંજને સુલોચનાની સામેની સીટ વાળા એક મજબુત બાંધાના દેખાતા ભાઈને કહ્યું પણ ખરું કે “ આ તમારી બેન નું ધ્યાન રાખજો …” અને ટ્રેન સ્ટેશનની બહાર નીકળી ગઈ…
ધીમે ધીમે નિરંજન જાણે હોશમાં આવ્યો.. સુરતથી મુંબઈ જતાં માંડ ૪ કલાક લાગે… અને પેલા એક ભાઈને ભાળવણ પણ કરી છે… સુલોચના સારી રીતે મુંબઈ પહોંચી જશે… એમ વિચારતાં નિરંજનને થયું કે પેલો ભાઈ જેને મેં “ આ તમારી બેન નું ધ્યાન રાખજો “ એમ કહ્યું તેનો ચહેરો કેમ જાણીતો જેવો લાગતો હતો..? ખુબ વિચારતાં નિરંજનને યાદ આવ્યું : અરે એ તો સુલેમાન હતો .. સુરતનો માથાભારે ગુંડો !! અને પોતે એને જ સુલોચનાની ભાળ રાખવા કહ્યું…. !!
નિરંજન ગભરાયો સુલોચના સુલોચના કરતા ટ્રેન ની પાછળ દોડ્યો
..ટ્રેન તો પ્લેટફોર્મ છોડી આગળ નીકળી ગઈ પણ નિરંજન ત્યાં સતબ્ધ થઇ ગયો.. હવે !એ વિચાર માત્ર થી નિરંજન ધ્રુજી ઉઠ્યો ,મેં આ શું કર્યું આટલો સમય ફોન પર હું એની ધમકીને બહાદુરીથી ધકેલતો હતો અને હું જાણે સામે ચડીને મારી પત્ની અને બાળકી સોંપી આવ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો અરે રોકો રોકો કોઈ ટ્રેન રોકો, લોકો એની તરફ જોવા માંડ્યા કોઈએ પુછ્યું શું થયું ટ્રેન ચુકી ગયા ? ના મારી પત્ની અને બાળકી વધુ કઈ બોલે એ પહેલા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, બધાએ સમજાવ્યો કે જાવ સ્ટેશન માસ્તરને વાત કરો એ ટ્રેન રોકશે, સુલોચનાને કહું તો સાંકળ ખેંચી ટ્રેન ઉભી રખાવ અને જલ્દી ઉતરી જાવ ,એણે તરત ફોન ઉપાડી પત્નીને લગાવ્યો પણ માત્ર રીંગ વાગતી રહી,હવે ફરી એજ પ્રશ્ન શું કરું?મગજ કામ નોહ્તું કરતુ ,પોલીસ ને જાણ કરું? ટ્રેન ને બીજા સ્ટેશનને ઉભી રખાવું? કંઈ સુજતુ ન હતું, શું કરું? દોડ્યો, એક શ્વાસે પુલ ચડી બીજા પ્લેટફોર્મ તરફ ગયો અને સ્ટેસન માસ્તરની કેબીન ગોતવા માંડ્યો.બધાને પુછવા માંડ્યો
એ ભાઈ સ્ટેશન માસ્તર ક્યાં મળશે? હમણાં અમે આવ્યા ત્યારે તો અહી જ હતો ,ફરી આમ થી તેમ દોડ્યો, છાપાના સ્ટોલવાળા ને પૂછ્યું તો કહે હમણાં ફ્લાઈંગ રાણી ગઈ ને એટલે બ્રેક પર હશે,હવે શું કરું?
એ સાલો સુલેમાન ચકુને અને સુલોચનાને નહિ છોડે ચકુને ને કઈ કરે નહિ તો સારું મારી દુશ્મની એ લોકો પર ઉતારશે ચીકું ને હે ભગવાન ! એ શું કરશે ? પસીના વળી ગયા ફરી ફોન લગાવ્યો સુલોચના ઉપાડ, ફોન ઉપાડ એવો ગુસ્સો આવ્યો કે અત્યારેજ ફોન નથી ઉપાડતી ,
એરે અરે ભાઈ જોવો સ્ટેશન માસ્તર આવ્યા ,
હાશ સાહેબ તમે હમણાં ફ્લાઈંગ રાણી ગઈ એને રોકવો ને ,
કેમ ?….સ્ટેશન માસ્તરે પાન મોઢામાં મુકતા બોલ્યા
અરે મારી પત્ની અને બાળકી એમાં છે,.. રિસાઈને ગઈ છે?
ના સાહેબ ના !તો …?.
અરે એમાં પેલો બદમાસ સુરતનો માથાભારે ગુંડો સુલેમાન પણ એના ડબ્બામાં છે.
માસ્ટર બોલ્યા તેથી શું થયું? એમ ટ્રેન થોડી રોકાય
જોવો,સાહેબ હું તમને વિગતથી વાત પછી સમજાવીશ please તમે ફોન કરીને ટ્રેન ને રોકો એ મારી દીકરી અને પત્નીને હેરાન કરી નાંખશે, સાહેબ આટલી મહેરબાની સાંભળો અને નિરંજન ફરી રડવા માંડ્યો,
તમને પાકી ખાતરી છે એ સુલેમાન જ હતો ?
હા હા હું એને ઓળખું છું ! અચ્છા તમે કેવી રીતે ઓળખો છો ?
સાહેબ એ હું બીજી કોઈ વાર કહીશ હમણાં તમે ટ્રેન રોકો તો સારું , મારી પત્નીને અને બાળકીને એ હેરાન કરી નાખશે સાહેબ, મારી નાંખશે જોવો સમય નથી એમના જીવ જોખમમાં છે
અરે ભાઈ હું એમ તમારી વાત માનીને ટ્રેન રોકું ?
જોવો તમારા પત્ની અને પેલો સુલેમાન ક્યાં ડબ્બામાં છે? હું ફોન કરું છું કોઈ ત્યાં જઈને જોઈ આવશે ,
ડબ્બો ? સાહેબ આમતો એમનો ફસ્ટ કલાસ હતો પણ અમે મોડા પડ્યા અને મેં એમને છેલ્લી ઘડીએ જે ડબ્બો મળ્યો એમાં ચડવ્યા છે મને ડબ્બા નંબર ખબર નથી.પણ તમે એમને ટ્રેન રોકવા કહો મહેબાની કરીને એ એમને મારી નાખશે ,
હલ્લો ફલાઈંગ રાણી કોણ પાંડે સાહેબ બધું બરાબર છે ને? કોઈ તકલીફ
હા અહી બધું બરાબર છે.
સાંભળ્યું બધું બરાબર છે.
પણ સાહેબ એને ટ્રેન રોકવા કહો મારી છોકરીને એ મારી નાંખશે સાહેબ,
એમની પાસે કોઈ હથિયાર છે?
સાહેબ એતો ખબર નથી.
તો તમે આટલી ખાતરીથી કેમ કહો છો?
ભાઈ આરીતે ટ્રેનના કાર્યમાં વગર વિગતે વિજ્ઞ નાંખવા માટે મારે તમારી ઉપર કેસ કરવો પડશે.
સાહેબ જોઓ સમય ખુબ ઝડપથી જાય છે મને મદદ કરો મારી પત્ની અને બાળકીના જીવ ઝોખ્મમાં છે
એ સુલેમાન એમને નહિ છોડે સાહેબ કૈક કરો
તમને ખાતરી છે એ સુલેમાન જ હતો ?
તમે એને કેવી રીતે ઓળખો છો ?
કોઈ દુશ્મની ? તો કેમ એને કેમ ભાળ રાખવા કહ્યું?
સાહેબ ઉતાવળમાં મને ખબર ન પડી પણ પછી ખ્યાલ આવ્યો !
હા સાહેબ યાદ આવ્યું એ લોકો છેલ્લેથી બીજા કે ત્રીજા ડબ્બામાં છે
બીજા કે ત્રીજા ?
સાહેબ ટ્રેનના માસ્તરને કહો ને જોઈ આવે મહેરબાની કરો ને સાહેબ
હું મારી પત્નીને ફોન લગાડું છું તો ઉપાડતી નથી,આમ તો મારા ફોન એ ખુબ ઝડપી ઉપાડે છે અને મેં કહ્યું હતું, ટ્રેનમાં ગોઠવાયને ફોન કરજે ,પણ આજે ફોન ન આવ્યો ,પેલો સુલેમાને લઇ લીધો હશે… પેલો એમને નહિ છોડે ..એ વેર વાળશે
એટલે તમારે દુશ્મની છે ?
મારે નથી,પણ એને હું પાકું ઓળખું છુ.
જોવો એ સુલેમાન હોય કે કોઈ માથાભારે ગુંડો એને વગર કારણે રોકી ન શકું
એણે તમને ધમકી આપી છે ?
હા અને ના સાહેબ
હા કે ના ?
સાહેબ મારે તમને વિગતથી વાત કરવી પડશે
તમે મને જે કહેશો એ કાર્યવાહી હું કરીશ બધું લખીને આપીશ પણ તમે ટ્રેન રોકો તો સારું
જોવો તમે તમારી પત્નીને ફોન લગાવો કદાચ લાગી જશે
સાહેબ જોવો મેં લગાવ્યો પણ ઉપાડતી નથી
હવે હું શું કરું ? નિરંજન કૈક પણ બોલે એ પહેલા એ જમીન પર ફસડાયો અને બેભાન થઇ ગયો ,સ્ટેશન માસ્તરે એને બીજાની મદદથી વેઈટિગ રૂમમાં સુવાડ્યો પાણી છાંટી ઉઠ્ડ્યો પાણી આપ્યું અને કહ્યું જો મેં હમણાં ફોન કર્યો હતો બધું બરાબર છે તું ચા પી
હવે મને વિગત થી વાત કર

સાહેબ મેં એકવાર સુલેમાન વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી અને પણ જેલ એના પિતાને થઇ  ,ત્યારેથી એ મને ધમકીના ફોન આપે છે એને ટેન્ડર પાસ કરાવવું છે મેં લાંચ લેવાની ના પાડી એટલે ધમકી આપે છે આજે પણ નીકળતા પહેલા મારી સાથે ફોન પર ખુબ ધમકી આપી એમાં અમને ઘરેથી નીકળતા ખુબ મોડું થઇ ગયું અને મેં મારી ઉતાવળમાં મારી પત્ની અને બાળકી એને ભાળ રાખવા અજાણતા સોંપી દીધા, હવે એ એમના શું હાલ કરશે એ વિચાર માત્રથી કંપી જાવ છું,
એનો અર્થ થયો કે તમારો ફોન નંબર સુલેમાન પાસે છે. તો એ તમને જરૂર ફોન કરશે
એનો ફોન આવ્યો ?
ના સાહેબ !
તો તમે લગાવો
હું શું કહું એને સાહેબ
લગાડો તો ખરા ,ઉપાડે તો બોલતા નહિ ,એજ બોલશે
અને નિરંજને ફોન લગાડ્યો ,હલ્લો , હલ્લો ,સાલા બોલતા કયું નહિ ?
હલ્લો બાત કરેગા તેરી બેટીસે ?
હલ્લો હલ્લો કોણ  ?
અને ફોન કટ થઇ ગયો.
સાહેબ મેં તમને કહ્યું ને કે મારી છોકરી એમની પાસે છે ,એનો જીવ જોખમમાં છે તમે કૈક કરો
હલ્લો મુંબઈ હું ખાટીવાલા સુરતથી બોલું છું હમણાં ટુક સમયમાં તમારે ત્યાં ફ્લાઈંગ રાણી આવશે એમાં સુરતથી સુલેમાન આવે છે .. સુરતનો માથાભારે ગુંડો ! એણે એક સ્ત્રી અને બાળકીને પોતાના કબજામાં રાખ્યા છે સ્ત્રીના પતિની ફરિયાદ છે તો ત્યાં પોલીશની સગવડતા કરવી પડશે,
સાહેબ સાહેબ એનો ફોન આવ્યો!
હલ્લો હલ્લો
તેરી બેટીસે બાત નહિ કરેગા ?
દેખ મેરી બેટી કો હાથ નહિ લાગનેકા
લે બાત કર ચકુસે
હલ્લો પપ્પા
બેટા ઘબરાતી નહિ હો
પપ્પા સુલુંમામા એ મને ચોકલેટ આપી
જો બેટા એ ચોકલેટ ખાતી નહિ હો
નહિ.. નહિ.. ખાવાની બેટા હલ્લો। .હલ્લો ચકુ હલ્લો
સાહેબ એમણે એને ઝેર આપી દીધું
મારી ચકુ ,અને નિરંજન ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો.
સમય ભાગતો જતો હતો મુંબઈ ટ્રેનપહોંચી ગઈ.
બધે પોલીશ ગોઠવાઈ ગઈ,પણ આટલી ભીડમાં પોલીશ ને શોધતા તકલીફ પડી.
અને સુલેમાન છટકી ગયો ,ના ચકુ મળી ન સુલું। ..હવે નિરંજન ભાંગી પડ્યો આશા નિરાશામાં ફેરવાઈ ગઈ.હવેતો રડી પણ નહતો શકતો,પોલીશ ડબ્બા બધા ખોળી આવી કોઈ સુરાગ ન મળી ન લાશ કે કોઈ નિશાની ત્યાં તો નિરંજન ની ફોન ની ઘંટડી રણકી આ ફોન સુલેમાનનો હતો ,નિરંજન ને ધ્રાસકો પડ્યો શું કહું ? ખુબ ઘંટડી વાગી પછી ઉપાડ્યો
ત્યાં તો સુલું જોરથી બોલી શું કરો છો ? ક્યાં રખડો છો ? ફોન કેમ ઉપાડતા નથી?
અને નિરંજન ધીમેથી શ્વાસ લઇ બોલ્યો બોલ તું કેમ છે ?ક્યાં છે ?
હા બસ અમે પહોંચી ગયા સુલેમાન ભાઈ છેટ ઘર સુધી મૂકી ગયા ચકુનું પણ ખુબ ધ્યાન રાખ્યું ખાવા પીવા આપ્યું કહેતો હતો ધંધામાં ટેન્ડર ન મળ્યું એટલે ખુબ ખોટ ગઈ એમના બાપને કોઈએ કોર્ટમાં જુબાની આપી પોલીસે ખુબ માર્યા અને બાપા મુંબઈ ની જેલમાં મરી ગયા એટલે દફન કરવા મુંબઈ જાવ છું,મુસલમાન ખરો પણ બહુ ભલામાણસ લો વાત કરો અને નિરંજને ફોન કાપી નાખ્યો.
-પ્રજ્ઞા દાદભાવાળા –

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પ્રજ્ઞા દાદભાવાળા and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to અચાનક-પ્રજ્ઞા દાદભાવાળા

 1. vijayshah says:

  saras kathaa
  ghaNaa samaye aapanI kalamano jaadu joyo

  Like

 2. Kalpana Raghu says:

  V.nice story.Nice writing!

  Like

 3. સુંદર વાર્તા છે…….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s