ચન્દ્રીએ અમૃત મોકલ્યા રે’ ઉજવો પૂનમશરદની – તરુલતા મહેતા

આજકાલ ઉતાવળે ધેરાતું અંધારું સાંજની સહેલ કરતાં આકાશમાં મુક્તપણે વિહરતા ચન્દ્રની સંગતનો મોકો આપે છે.વહેલી સરી જતી સન્ધ્યા ક્ષિતિજના કેનવાસ પર ચદ્રને ભરપપૂર ખીલવાની તક આપે છે.’ખોયા ખોયા ચાંદ ‘કહો કે ‘ચોધવીકા ચાંદ કહો ‘ ચાંદનું સરનામું ચન્દનીને પૂછવાનું,મધરાત્રે ક્યારેક મને ચાંદનીના  અડપલાં આકાશમાં ચાંદને શોધવા જગાડે.એમ તો વુક્ષો પરથી ખરતાં પાંદડાની મર્મર બેગ્રાઉડના સંગીતની મઝા આપે છે.હા,શરદપૂનમના ગરબાની રમઝટ પણ જામશે।

‘આવી શરદપૂનમની રાત જો.’ મારા જેવા આનદરસિયાને પૂનમની રાત્રે કવિતા યાદ આવે અને કાળી અમાસની રાત્રે તારાઓની મહેફિલ દેખાય.’હું ચાહું સુંદર ચીજ સૃષ્ઠીની,અસુંદર તેને કરી મૂકું ચાહી ચાહી,’ સુંદરમની જેમ આપણે પણ વન ,જન બઘેથી આનંદ અને સુંદરતા માણીએ,કહે છે કે ‘પીનેવાલેકો બહાના ચાહીએ ‘ કોઈ કારણ વિના પણ કરવટ બદલતી પ્રકૃતિનો આનંદ લુંટીએ.

મારી જેમ તમને ય પૂનમની રાતના ફિલ્મી ગીતો અને ગુજરાતી ગીતો યાદ આવતાં હશે.મને આપણા મહાકવિનું બિરુદ પામેલા

કવિશ્રી નાનાલાલનાં ગીતો – કવિતા સ્મરે છે.તેમના પિતાશ્રી દલપતરામ ગુજરાતી ભાષાના નર્મદના સમયના, ગુજરાતીભાષાના ઇતિહાસમાં જે નર્મદ -દલપતરામ યુગને નામે ઓળખાય છે.રાજગાદી વારસામાં આવે,પણ સર્જનનો વારસો કોઈકને મળે છે.નાનાલાલની પ્રતિભા પિતા કવિ કરતાં અલગ,પિતા છંદના આગ્રહી નાનાલાલ અચ્છાદસ  કવિતાના પાવરધા.તેમની ‘ડોલનશેલી’ને

કોઈ આંબી શક્યું નથી.ગદ્ય પદ્ય પણ નહિ એટલે અપદ્યાગદ્ય,તમને થશે આ બહુ સહેલું કહેવાય.આ શેલીમાં કાવ્ય નિપજાવવું અઘરું છે.એટલે જ એ શેલી નાનાલાલની વિશેષતા થઈ ગઈ.અછાન્દ્સ કે ગદ્ય કવિતા લખાય છે.નાનાલાલના ડોલન શેલીના નાટકો
‘જયા જયંત ‘, ‘ઈન્દુકુમાર’ વગેરે જાણીતા છે.’આત્મા ઓળખે તે વર ,બીજા બધા પર ‘ જેવા મોલિક વિચારોએ તે જમાનામાં લોકોના મનમાં વસી ગયા હતા. હાલ એમની કવિતામાં ચાંદનીને મા ણીએ.

નાનાલાલનું એક ગીત છે,’ચન્દ્રમા રે ઉગ્યો સખિ આજ મ્હારા ચોકમાં,આશા -નિરાશાનો ચન્દ્રમા જી રે’ વિરહમાં તડપતી નાયિકાના મનોભાવ છે,બીજા ગીતમાં કહે છે ,’શરદની રાતલડી રળીયામણી રે,ચન્દનીથી ભરિયો ઘરનો ચોક જો ‘(પ્રજ્ઞાબેન શરદભાઈને અભિનન્દન ) મને નાનાલાલની કલ્પના ગમે છે.જેમ સંસ્કૃતમા ‘ઉપમા કાલિદાસસ્ય’ કહેવાય છે,તેવું સ્થાન ગુજરાતીમાં કવિ નાનાલાલનું છે.જુઓ આ ગીતમાં ‘ચન્દ્રીએ અમૃત મોકલ્યા રે બેન ,ફૂલડાં કટોરી ગુંથી લાવ ‘ કવિનું લાંબુ અને છંદમાં લખાયેલું શરદપૂનમ’  કાવ્ય વગર પૂનમ શી રીતે ઉગે? શરુઆતની થોડીક પંક્તિ સંધ્યાના ઓવારે ઉગતી પૂર્ણિમાનું રસિક ચિત્ર આપે છે,

લજ્જા નમેલું નિજ મંદ પોપચું ,

કો મુગ્ધબાલા શરમાતી આવરે ,

ને શોભી રહે નિર્મલ નેનની લીલા,

એવી ઊગી ચન્દ્રકલા ધીરે ધીરે,’

ચાંદનીના અગણિત ગીતો યાદ આવે ,’આ નભ ઝૂક્યું તે કાનજી ને . ..”આજા સનમ મધુર ચાદનીમે ‘ તમે લીસ્ટ લાંબુ કરજો,

પહેલાં શરદપૂનમ અગાશીમાં દૂધપોંઆ ને ભજીયા સાથે ઉજવાતી।બા પૂનમની પૂજા કરતી અને ઉપવાસ કરતી,છોકરાં સાકર અને ઈલાયચી નાંખેલા મીઠા મીઠા પોંઆ વાડકા ભરી ભરીને ખાતા.પછી રોમેન્ટિક પૂનમ ઉજવવા પાસેની મહી નદીના કાંઠે ભજિયા ફાફડા વેફર ને પોઆની ઉજાણી કરતા।ગયા વર્ષે હું વતનમાં હતી.શરદપૂનમે મિત્રનું આમન્ત્રણ મળ્યું ‘તમે અમારી અગાશીએ આવો.નાની અગાશીમાં એટલી ભીડ થઈ ગઈ કે ચાંદ આકાશમાં લટકતો રહ્યો ને નીચે ડી જેની મ્યુઝીકની ધૂનમાં સૌ ડાન્સમાં ગુલ થઈ ગયા.માદક પ્યાલીઓ અને ચાઇનીઝ પકોરા, એગરોલ અને નુડલ્સની ડીશો મહેફિલને સજાવતી રહી.મોડી રાત્રે મારા ઘરની અગાશીમાં ચાંદનીની શીતળતામાં હેયાને શાંતિ મળી.દેખાડા કરવા લખલૂટ પેસા ખર્ચી ઉજવાતા આપણા તહેવારો શું કુદરતી સોંદર્યને હણી રહ્યા છે?બાળ રામની ચાંદ લાવી દોની જીદને પૂરી કરવા કોશલ્યા માએ પાણી ભરેલી થાળીમાં ચન્દ્રનું પ્રતિબિબ દેખાડ્યું પણ આકાશ દૂષિત (પર્યાવરણને કારણે) હોય અને થાળીમાંનું પાણી મેલું હોય તો ?રામ તારી ગંગા મેલી હોય તો પવિત્ર રહે?કહે છે કે

ચીનમાં લોકો ટી વીના પડદા પર ચાંદ જોઇ લે છે.હું સદભાગી છુ કે ખૂલ્લા આકાશની અટારીમાં ચમકતા શરદપૂનમના ચાંદને દિલથી કહી શકું કે તારા રૂપની પાગલ છું.(નારીના રૂપ પર પાગલને પણ ચન્દ્રની ઉપમા જ યાદ આવે.)ચન્દ્ર ઉપર માનવ પહોંચી જશે પછી શરદપૂનમ ઉજવાશે?અને ચન્દ્ર ઉપરનો માણસ પૃથ્વી ઉપર ઉજવાતી પૂનમની ઈર્ષા કરશે?

તરુલતા મહેતા 24 ઓક્ટોબર

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તરુલતા મહેતા and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s