નવરાત્રી એટલે રાસ-ગરબાની રમઝટ. નવરાત્રીના ગરબા એટલે ગુજરાતની આગવી કલા પહેચાન. વિવિધ પોષાકો ને ઝાકમઝાળ સાથે, યુવાઓનો આ મનગમતો ઉત્સવ. રાસના વૈવિધ્યની સુંદર માહિતી દિવ્યભાસ્કર ન્યુઝ પર માણવા મળી…આવો આપણી સંસ્કૃતિના એ વૈભવને માણીએ.
મણિયારા રાસ / કણબી રાસ :
મણિયારો રાસ
રાસનાં 36 પ્રકારમાંથી ફક્ત પાંચ પ્રકાર જીવિત છે, મણિયારો પણ તેમાનો જ એક પ્રકાર છે. જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ‘મેર’ કોમ્યુનિટી દ્રારા ભજવાય છે. આ રાસમાં ખેલૈયા સફેદ કપડાં અને કમરે લાલ દુપટ્ટો બાંઘે છે. તેમજ માથા પર પાઘડી બાંઘે છે. તેમના ગળામા લાલ અને સોનેરી મોતીઓની માળા પણ પહેરેલી હોય છે.
ગુજરાતીમાં કણબી એટલે ખેડૂત. આ રાસ ખાસ કરીને જામનગરનાં ખેડૂતો સાથે જોડાયેલો છે. સ્ત્રી અને પુરુષ સામ સામે ડાંડીયા રાસ કરે છે, તેથી તેને ‘કણબી રાસ’ કહે છે. ઝડપી બેસવાની ક્રિયાને ‘બેસણી’ અને ગોળ ઘુમવાની ક્રિયાને ‘ચક્કર’ કહે છે.
……………..
અઠીંગો રાસ :
આ રાસ ડાંડીયા વડે ખેલાય છે, અને તેના મઘ્યમા વાંસનો ડંડો હોય છે. આ વાંસ સાથે જુદા જુદા કલરના દોરડાઓ બાંઘેલા હોય છે. રાસ રમતી વખતે દરેક ખેલૈયાના હાથમાં આ દોરડાનો છેડો હોય છે. રાસ રમતા સમયે આ દોરડા સમબાજુએ ગુંથાય છે અને છુટા પડે છે.
……………
ગોવાર રાસ :

.
આ રાસ લાકડાના રંગીન ડાંડીયા વડે રમાય છે. આ રાસમાં સંગીત અન્ય રાસની તુલનામાં ઝડપી હોય છે. ગોવાર રાસમા રંગબેરંગી હાથવણાટ કરેલા કપડા અને ટોપીનો પોશાક પહેરવામા આવે છે.
……………..
ડાંગી નૃત્ય :
ડાંગી નૃત્ય
દુનિયાભરમાં સુપ્રસિઘ્ઘ ડાંગી નૃત્ય એ ડાંગના આદિવાસીઓમાં ખાસ લોકપ્રિય છે. કોંકણ, વારલી અને ભીલ જાતિના લોકો દરેક આનંદના પ્રસંગે આ નૃત્ય કરે છે, જેવા કે દિવાળી , હોળી. આમા, સ્ત્રીઓ અને પુરુષો હાથમાં હાથ પરોવીને એક સાંકળ બનાવે છે અને કલાકો સુધી નૃત્ય કરે છે. મુખ્ય શરણાઈ વાદક સુર બદલે છે અને નર્તકો પોતાની ચાલ બદલે છે.
…………………….
હુડો :
હુડો રાસ
હુડોનો ઉદભવ એ સુરેન્દ્રનગરનાં ભરવાડ સમાજ દ્વારા થયો છે. હુડો એ તાલ અને રાસનું મિશ્રણ છે. ભરવાડ સ્ત્રીઓ અને પુરૂષો ઢોલના તાલ સાથે એકસુત્રતા બાંઘી હાથની તાળીઓ સાથે આ નૃત્ય કરે છે. ઉપરાંત પુરૂષો કાચના આભલા જડિત ભપકાદાર છત્રીઓ સાથે નૃત્ય કરે છે.
……………..
Pingback: આવોને રમીએ રાસ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) | કસુંબલ ગીતોનો વૈભવ.....લોકસંગીત
વાહ રમેશભાઈ, બહુ સરસ સંકલન કર્યું છે. નવરાત્રી વખતે જ આટલું સરસ સાહિત્ય પીરસ્યું છે. તમારી મહેનતને ધન્ય છે.
LikeLike
very good and informative . enlightened us for the types of raas or garba Thank you
LikeLike
આભાર ભાઇ કે તમે મારા ભરવાડ સમાજ ના હૉડા વિશે માહિતી આપી અમારે ત્યાં હુડો , બેહણી ,રાહઙા પણ જેવી રાસ રમાય છે 🌹🙏 જય ગ્વાલીનાથ 🙏
LikeLike