“બેઠક”નો આ મહિનાનો વિષય છે. (ફિલ્મ સમીક્ષા)

મિત્રો  બેઠકનો આ મહિનાનો વિષય છે,ફિલ્મ સમીક્ષા.નીચે આપેલી ફિલ્મ ઉપર સમીક્ષા લખી મોકલો  ફિલ્મ જોવા અહી કીલક  કરો- https://youtu.be/O8EnJU2lFGE

 ફિલ્મ જોવા અહી કીલક  કરો-  આ ફિલ્મ ઉપર આપના ,અવલોકન (ફિલ્મ​નું નામ -આપવાનો આનંદ)

આ ફિલ્મ ઉપર આપના મંતવ્યો,અવલોકન, પરીક્ષણ   સમીક્ષા ,વગેરે આપો.

ગયા મહિનાના વિષયમાં શ્રી ચીનુભાઈ મોદી ની રચના ના આસ્વાદ ઘણા એ કરાવ્યો, કરાવી રહ્યા છે.ઘણા ડર્યા પણ પ્રયત્ન કર્યો  જો કે મને મોટા ગજાના સાહિત્યકાર જેટલી અપેક્ષા હતી જ નહિ છતાં બધા પોતાની રીતે શ્રેષ્ડ હતા. હું શાળામાં હતી ત્યારે ઉમાશંકર જોશી ની કવિતા “ભોમિયા વિના મારે ભમવા છે ડુંગરા” ની કવિતાનો આસ્વાદ મેં ગુજરાતીના પેપરમાં કર્યો હતો ,બાળ માનસ હતું એક વિદ્યાર્થી પાસે શું અપેક્ષા રખાય પણ મેં લખ્યો હતો ઉમર 14 વર્ષ , અહી સવાલ એ છે કે આસ્વાદ લખવા કેટલા લોકોએ ગઝલ વાંચવાનો પ્રયત્ન કર્યો  અને ઊંડાણ સુધી જવાનો પ્રયત્ન કર્યો ,ઘણા એ મને કહ્યું કે આવા મોટા ગજાના કવિની ગઝલનો આસ્વાદ લખવાનું કહવું એ ખુબ મોટું સાહસ કહેવાય , સાહસ  નહિ, પણ સર્જકોએ આટલા મોટા ગજાના કવિને વાંચ્યા એ પણ ઊંડાણથી, ગઝલ કોને કહેવાય વગેરે જાણી લખ્યું જે દાદ ને  કાબીલ છે,શાળામાં બાળક જયારે આસ્વાદ લખે ત્યારે કોઈ કહેતું નથી કે આ સાહસ છે માટે સીલેબસમાંથી કાઢી નાખો.

તમે  સહુએ ગઝલ વાચી ,ગુગલ ગુરુનો ઉપયોગ કરી  શ્રી ચીનુભાઈને ખોળી કાઢ્યા,તમે એનું અવલોકન કર્યું  અને એનો નબળામાં નબળો અર્થ કાઢ્યો તો પણ તમે ખોટા છો એમ ન કહી શકાય.આ કળા છે. કળા અને ગણિતમાં ફરક હોય તો એ એ છે કે કળામાં સ્થિર લોજિક નથી હોતાં! તર્કશાસ્ત્ર, દલીલ(ની સાંકળ),નથી.ઈલલોજિકલનેસ  હોય છે! તમારું કૌવત, તમારી કાબેલિયત કેટલી છે, તમારી કલ્પનાશક્તિ કેટલી છે એટલા તમે સંદર્ભ કાઢી શકો. એવું કશું જ ઠોકી વગાડીને કહી શકાય નહીં કે આ આમજ હોવું જોઈએ/આવું જ હોવું જોઈએ.આ મારી મિત્ર રાજુલબેન ભણશાળીનું  અને મારું પણ માનવું છે.તમે લખવાનો પ્રયત્ન કરો છો ત્યારે વાંચો  છો, બીજાના લખાણ જોવાની કોશિશ પણ વાંચવા બરાબર છે

લેખનમાં આવતી આવી મર્યાદાઓ તમને પોતાની રચના કે વાર્તા લખશો ત્યારે આવશે, ઘણી વાર શબ્દો ઓછા પડશે, ક્યારેક કલ્પનાશક્તિ સાથ નહિ આપે ,અને સૌથી વધુ વાંચન ની ખામી દેખાશે, ચીલા ચાલુ જ લખવાની જરૂર નથી… પણ અટકશો નહિ પ્રયત્ન જરૂરી છે. .   

“અહી એટલું જરૂર કહીશ કે આપણી “બેઠક”માં આપણા લખાણને સાહિત્યિક દ્રષ્ટિ એ કોઈ મુલવે અથવા આપણને એવું કોઈક સાંભળનારું મળે જેના પ્રતિભાવથી આપણને એ સમજાય કે આપણું લખાણ સાહિત્યના સંદર્ભમાં કેટલું દમદાર છે.તો તે આવકાર્ય છે”. અને જે લોકો ખરેખર સાહિત્યને જાણે છે અને સાહિત્યનું જ મુલ્ય છે તે બેઠકમાં આવશે જ લોકોને વાંચતા કરવા અને સર્જકોને માર્ગદર્શન આપશે જ” અત્યારે અનેક અનુભવી લેખકો સાથ આપી રહ્યા છે.

આપણે મહિનાનો વિષય આપીએ છીએ કારણ તેનાથી પ્રેરણા મળે છે, શીખવા મળે છે. લખવા/વિચારવા માટે એક નિમિત્ત મળે છે.  

તો બસ આ મહિનાનો વિષય છે.આપેલી  ફિલ્મનો રીવ્યુ લખવો।

આ ફિલ્મને  જોવી  અને કેવી રીતે જોઈ?.. કેવી રીતે વાંચી .કેવી રીતે માણી .કેવી રીતે જાણી ..કેવી રીતે લણી ..કેવી રીતે વણી ..કેવી રીતે તમે જોખી .કેવી રીતે તમે પોંખી  બસ એજ તમારે લખવાનું છે. ઉપાડો કલમ અને દોડાવો તમારા વિચારોને કલ્પના શક્તિ વધારો ,એવું પણ બને કે તમે કોઈ છાપા કે મેગેઝીનમાં રીવ્યુ (અવલોકન) લખવા માંડો.           

 “બેઠક”ના આયોજક પ્રજ્ઞા દાદભાવાળા 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in સહિયારુંસર્જન and tagged , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to “બેઠક”નો આ મહિનાનો વિષય છે. (ફિલ્મ સમીક્ષા)

 1. Jayshree Merchant says:

  Pragnaben, it is a bold step and good one. I do think, though, a writer should least of all, know e.g. What it means by screenplay, script, editing etc.. (In other words, understanding of the Lingo). One should also understand the technic of how to evaluate star performances, music, lyrics, dialogue, thrills, photography, costume designs and most importantly direction. There are specific standards for all these aspects of the film journalism. For example, the way Kolkatta is filmed in the “Kahani” movie, it feels like the filming of the city was another star character of the entire screenplay. Unless one views the film with all these aspects in the mind, it is very difficult to write the meaningful review of a film.

  Film or drama reviews, taking interviews are part of journalism writing vs. Creative Writing like poetry, an assay or a story or a novel. There were 2 great literature writers who were great journalists as well. They were, Shri Harindra Dave and Shri Venibhai Purohit who did film journalism as well.

  I am sure every one will conduct enough research before they write reviews but it is said that if you are a good writer, it does not mean you will be a great poet. I just thought I will share my views with you.

  I hope you did not feel bad. I do think it is a bold step. Only thing, please share with them that writing reviews does not reflect on your creative writing skills. That is all.

  Take care.
  Jayshree

  Sent from my iPhone

  >

  Liked by 1 person

 2. pareejat says:

  aa Vishay kya moklavo te javasho?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s