વાચકની કલમે-(12)પી. કે. દાવડા

બાવન પુસ્તકોના લેખક, કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક, સાહિત્યના અનેક પાસાંના સફલ કર્તા, સાહિત્ય અને પત્રકારત્વના પ્રાધ્યાપક, ગઝલગુરૂ ચિનુ મોદી ‘ઈશાર્દ’ ની ગઝલ પ્રથમ વાંચનમાં જેટલી સરળ લાગે, એટલી સરળ હોતી નથી. દર બે ત્રણ સહેલી પંક્તિઓની વચ્ચે એક માર્મિક અને સમજવામાં અઘરી પડે એવી પંક્તિ આવીને ઊભી રહે છે.

એમની ગઝલનો આસ્વાદ લખવો એટલે કપરા ચઢાણ ચડવા જેટલું અઘરૂં કામ છે. આ કામને સહેજ સહેલું બનાવવા માટે મેં એમની અસંખ્ય ગઝલોમાંથી એક નાની અને પ્રમાણમાં સહેલી ગઝલ પસંદ કરી છે. ગઝલનું શીર્ષક છે, “ક્યાંક તું છે, ક્યાંક હું છું.”

ક્યાંક તું છે ક્યાંક હું છું

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,

આપણા વચ્ચેનું જળ મને વાગ્યા કરે…

બારણું ખુલ્લું હશે અને શેરીઓ સૂની હશે,

આંગણે પગલાં હશે, તારા હશે લાગ્ય કરે…

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,

પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે…

રિકત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,

ડાળ પરના પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…

-ચિનુ મોદી ‘ઇર્શાદ’

મારી સમજ પ્રમાણે કવિ આમાં એકબીજાને અતિશય પ્રેમ કરતી પણ સંજોગો વશાત અલગ પડી ગયેલી, પાછા સાથે થવા તડપતી, પણ અહંમ (EGO) ને લીધે તેમ ન કરી શકતી વ્યક્તિઓની વાત કરે છે.શીર્ષક યથાર્થ હોવાથી એની ચર્ચા નહિં કરૂં. કવિએ સશક્ત પંક્તિઓમાં જે વાતો વ્યક્ત કરી છે, એની છણાવટ ઉપર જ સીધા આવી જઈયે.

“ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે”

આ પહેલી પંક્તિમાં જ કવિએ પોતાની ક્લમનો કસબ દર્શાવી દીધો છે. હકીકતમાં બન્નેને ખબર છે કે કોણ ક્યાં છે, પૂરા સમય માટે મન એકબીજાના વિચારોમાં જ વ્યસ્ત છે (સમય જાગ્યા કરે.) અને હવે

“આપણ વચ્ચેનું જળ મને વાગ્યા કરે..”

નદીના બે કિનારા હોય છે, પણ નદી એક હોય છે, આ કિનારે કે સામે કિનારે નદીને એક જ નામે લોકો ઓળખે છે. અહીં કવિ ઇશારો કરે છે કે અલ્યા મારા કિનારે મને પાણીનો ધક્કો લાગે

છે, તને પણ સામા કિનારે લાગતો હશે. આજે ભલે આપણે બે જુદા જુદા કિનારા છીયે પણ પાણીથી સંકળાયલા છીયે. આ પાણી જ કદાચ પ્રેમ છે.

હવે કવિના હ્રદયનો તરફડાટ જુઓ,

“બારણું ખુલ્લું હશે અને શેરીઓ સૂની હશે,

આંગણે પગલાં હશે, તારા હશે લાગ્ય કરે…”

સામાન્ય રીતે શેરી સૂની હોય ત્યારે બારણાં બંધ હોય, પણ અહીં સૂની શેરી હોવા છતાં એમણે આશામાંને આશામાં બારણું ખુલ્લું રાખ્યું છે. બહાર કોઈના પગલાં સંભળાય છે, કદાચ જેની વાટ જોવાય છે એ જ બારણે આવ્યું છે એમ પણ લાગે છે, પણ અહમ ! નથી એ અંદર આવતો, નથી કવિ બહાર નીકળીને જોતા.

ઈર્શાદના પ્રતિકો અનોખાં જ હોય છે. હવે પછીની પંક્તિઓ જૂઓ

“એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,

પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે…”

કવિને ખાત્રી છે, એ જ વ્યક્તિ આવી હતી, પણ જેમ પવન અડકીને ચાલ્યો જાય છે, રોકાતો નથી, તેમ એ વ્યક્તિ પણ બારણે આવીને ચાલી ગઈ, બસ હવે કવિ ભીની આંખે એ આવવા જવાના રસ્તા સામે તાક્યા કરે છે.

આ છેલ્લી બે પંક્તિઓમાં કવિ પ્રતિકોનો ઉપયોગ કરી, હાલની પરિસ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરી દે છે.

“રિકત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,

ડાળ પરના પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…”

અહીં પવનને વિચારોના પ્રતિક તરીકે વાપર્યો છે, મન હંમેશાં એના વિચારોથી જ ભરાયલું રહે છે. એક ડાળ પરના બે પાંદડા સમયના ઝપાટામાં આવી ખરી પડ્યા, હવે એ સૂકાઈને પવનથી ઘસડાઇને અવાજ કર્યા કરે છે. તમે સૂકા પાંદદાને રસ્તા પર ઘસડાઈને અવાજ કરતા સાંભળ્યા હોય તો તમને આ સમજાસે.

આ ગઝલ વગર સમજ્યે વાંચો તો તમારી Intellect ને ગમસે, સમજીને વાંચો તો તમારા Mind ને ગમસે.

-પી. કે. દાવડા

 

10 thoughts on “વાચકની કલમે-(12)પી. કે. દાવડા

 1. Yes, Shrimati Pragnaben , Ego is never die but also difficult to live without All types of friends. Ego change with time n Age . Thank U for invite in Bethak.

  Like

 2. આપણા વચ્ચેનું જળ એટલે મારો એથ છે. આંસું –નદી નહીં.
  પરંતુ કવિતા એ કવિ અને ભાવક વચ્ચેની વાત છે. વાચકને જે સમજવું હોય તે સમજે અને આનંદ લે. વચ્ચે વિવેચકની કે રસાસ્વાદની જરૂર ખરી?

  Like

  • ‘આપણા વચ્ચેનું જળ’ આ શબ્દો ઉપર મેં વિચાર કર્યો, અને સાથે સાથે ‘મને વાગ્યા કરે’ શબ્દોનો પણ વિચાર કર્યો. એંજીનીઅર છું એટલે મારા મગજમાં નદી આવી.
   તમારી વાત સાચી છે, કવિએ કંઈપણ વિચારીને લખ્યું હોય, વાંચનારને જે સમજાય તે સાચું.

   Like

 3. Intellect અને Mind એમ બે રીતે ઈર્શાદ ની તમારી પસંદગીની ગઝલ અને એનો રસાસ્વાદ એમ બન્ને ગમ્યાં.

  Like

 4. શ્રી દાવડા સાહેબે, ગઝલની પસંદગી દાદ માગે તેવી કરી છે. સંસારે સૌને કોઈને કોઈ વખતે, આવી પરિસ્થિતિ…વાટ જોવાની આવેલી હોય છે, આ ભાવુકતાને સહજતાથી શ્રી ચીનુભાઈએ અભિવ્યક્ત કરી છે. શ્રી દાવડા સાહેબે આપેલ રસદર્શન પણ મજાનું છે, એક શબ્દમાંથી અનેક ધ્વનિ પ્રગટે એવી સુંદર પંક્તિઓવાળા શેર છે. એનો લય પણ વિરહની ભાવનાને ગાતો કરી દે છે…મજાની ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. Aap sahityna vidyarthi na hova chhata paake ghade katha chadhavi shakya ane ame sahityna vidyarthi hova chhata aavu saras rasdarshan nathi karavi shakata eno afsos jarur thay chhe.

  Like

 6. સીતાનું હરણ થઈ ગયું. લક્ષ્મણ અને રામ બહુ શોધાશોધ કરવા માંડ્યા. આમ વિક્ર્મ રાજા પાસે એક કવિ આવી કહેવા લાગ્યો. તેણે એક શ્લોક કહ્યો. પહેલી કડી હું ભૂલી ગયો છું. બીજી કડી યાદ છે. રામ બધે જ સીતાને શોધતા હતા. પણ તે તેમની કુટીરમાં જતા ન હતા. ” …. ન પ્રવિશતિ અસૌ (તત્‌ કુટીરે)”. પછી તે કવિએ કહ્યું કે શ્લોક પૂરો કરો.
  કાલીદાસે કહ્યું ” ન પ્રવિશતિ અસૌ, આશાતંતુ પ્રણાશભયાત્‌ “. રામને થયું કે જો કુટીરમાં જઈશ તો મારી આશાનો તંતૂ તૂટી જશે. લક્ષ્મણે તો કહેલું કે સીતા કુટીરમાં નથી. પણ રામ, કુટિરમાં જવા માગતા ન હતા.

  ઉપરોક્ત કાવ્યને કંઈક તો મળતાપણું છે. આશા તંતુ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.