“વાચકની કલમે” (8) જયા ઉપાધ્યાય

                                                                        યત્ન  કર

છે સડક દોડી  શકાશે , ચાલ  થોડો   યત્ન  કર

આ જગત છોડી શકાશે    ચાલ  થોડો  યત્ન  કર

તું ભલે  થીજી ગઈ છે , પણ સ્વભાવે છે નદી ,

આ બરફ  તોડી શકાશે  ચાલ  થોડો  યત્ન  કર

કોઈ  ઈચ્છા  એકલી  વટભેર  ચાલી ના શકે ,

કંઈ  કશું જોડી શકાશે  ચાલ  થોડો  યત્ન  કર

કાંધ  પર થી હે કીડી  ગાયબ થયો છે  થાંભલો

આભ  માં  ખોદી  શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

બાતમી  મળશે તને  “ઈર્શાદ ” ના  એકાંત ની

ગુપ્તચર ફોડી શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

ઈર્શાદ

ઈર્શાદ  ચિનુ મોદી ની ગઝલો  માર્મિક  અને  હૃદયસ્પર્શી  હોય  છે , ગઝલ માં તેમણે  અનુભવેલ  જીવન ના દરેક પાસા  નો નીચોડ  આબેહુબ  વ્યક્ત  કર્યો છે,   ગઝલ  પુરુષાર્થ  ને  પ્રેરણા , આત્મવિશ્વાસ  ને  બળ  અને   હિંમત  ને શ્રદ્ધા  આપતી  શબ્દ  રચના  છે,  હારેલો  માણસ  જીવન માં  નિરાશા    પ્રાપ્ત  કરે છે  જયારે   યત્ન  કરનાર  સફળતા  પ્રાપ્ત  કરે  કે ના  કરે  , પણ  સંતોષ  જરૂર  મેળવે  છે , કરોંરીઓ  હારતો  નથી  તો માણસ  હિંમત  હારી  જાય તો  કેમ ચાલે ?

છે  સડક દોડી  શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

જગત છોડી શકાશે   ચાલ  થોડો  યત્ન  કર

પંક્તિ  માં જીંદગી ના  ખટમીઠાં  અનુભવો  રૂપી  સડક ની વાત કરે છે ,જિંદગી  સડક  જેવી છે  તેમાં  આવતા  વળાંકો  ખાડા ટેકરા  જેવી  મુશ્કેલકઠીન પણ છે  પરંતુ  સાહસ થી , હિંમત  થી  અડગ   ધ્યેય થી જો માણવા  માં આવે તો   જીંદગી  સહજ  બની જાય છે ,માત્ર  પ્રયત્ન  ની જરૂર  હોય છે ,” જીવન ની ઘટમાળ  છે  સુખ  અલ્પ   દુખ થી ભરેલી  ”  પરંતુ સમજપૂર્વક   નિષ્ઠાપૂર્વક , ઈમાનદારી થી   પ્રયત્ન   કરવાથી  તેમાં આવતા  અવરોધો   શાંત  થઇ  સુખદાયક  પરિણામો  મળી શકે છે ,  અહીં  કવિ  જગત  છોડવાના  પ્રયત્ન ની વાત કરે છે ,પરંતુ  જગત છોડવા  કરતાં  તેમાં  રહેલા  મોહ , માયા , લોભ , આડંબર  ,ક્રોધ , નિંદા , જેવા   ષડ રિપુ   ને  સંયમ , સહિષ્ણુતા , દયા , જેવા  શાસ્ત્રો  થી નાથવા  પ્રયત્ન  કરીશું  તો જગત  આપોઆપ    છૂટી જાય છે , તેને  માટે  જગત  છોડી  હિમાલય   પર  તપ કરવા  કે આશ્રમ શોધવાની  જરૂર  નથી ,ષડ રિપુ    ને  નાથવા થી  ધીરે  ધીરે  સયમિત  જીવન થઇ  જશે અને  જગત  રહેવા છતાંય  “જળકમળ વત  જીંદગી બની જશે

તું   ભલે થીજી   ગઈ  છે  પણ સ્વભાવે   છે  નદી  

  બરફ   તોડી શકાશે    ચાલ     થોડો  યત્ન    કર

  પંક્તિ      માં   કવિ       ઈર્શાદ   નદી  નું   ઉદાહરણ  આપીને    જણાવે   છે  કે સતત   વહેતા   રહેવાનો  નદી  નો   સ્વભાવ   છે, તે  હંમેશ   ઉછળતી   કુદતી    વહેણ  બદલતી    કિલ્લોલ   કરતી    હોય  છે. પરંતુ સંજોગ   અનુસાર  બાહ્ય  પરિબળો   થી   ક્યારેક    થીજી  પણ   જાય  છે   તો  પણ  ફરીથી   અનુકુળ   વાતાવરણ    પ્રાપ્ત  થાય  ત્યારે   તે      પૂર્વવત   ખળખળ    વહેતી   થઈ   જાય  છે,  તેમ     કવિ  કહેવા   માંગે  છે  કે મારા   મન   મંદિર   માં   નદી   રૂપી   કવિતા   હમેશાં   એકધારી        અવનવી   ભાવોર્મીઓ    ધ્વારા    સતત  વહેતી     રહે  છે ,  પરંતુ   ક્યારેક   અજ્ઞાત  મનના   ઉડાણ  માં   થતી    ગડમથલ        ને  કારણે       ભાવોર્મીઓ     ટૂંક   સમય    માટે  થીજી   જાય  છે ,   પરંતુ   કવિને    આશા   છે   કે    ભાવોર્મીઓ     ક્યારેક    તો  સંવેદના    રૂપે    જરૂર    વહેવા   માંડશે   ,  માટે   માત્ર  પ્રયત્ન    પુરુષાર્થ     ની  જરૂર  છે  , ;’સિદ્ધી   તેને  જઈ   વરે   જે   પરસેવે    ન્હાય ,”  હ્રદયને    ઢંઢોળવા થી     જરૂર   કવિતાના   સ્પન્દનો     જાગૃત    થશે     , મતલબ   કે  બરફ થી  થીજેલી   નદી  જેમ   યથાવત પ્રવાહિત   થઈ    વહે   છે   તેમ   મારા   આંતરમન   માં  સ્તબ્ધ   સુષુપ્ત  થઈ  રહેલી   સંવેદનાઓ    જરૂર    પત્થર મન ને પીગાળી,કવિતા રૂપે વહેશે   એવી કવિ ને આશા  છે     

કોઈ ઈચ્છા  એકલી  વટભેર  ચાલી  શકે

કઈ કશું  જોડી શકાશે   ચલ થોડો યત્ન  કર

પંક્તિઓ  માં કવિ ઈર્શાદ  વસુ ધેવ  કુટુમ્બકમ  ” સૌનો  સાથ  સૌનો સંગાથ  ની ભાવના  વ્યક્ત કરે છે , માણસ એકલો  ચાલે છે , પ્રયત્ન કરે છે તો મનોબળ થી ચાલી તો શકે છે , ક્યારેક  સફળતા પણ મેળવે છે  પરંતુ સમય જતા  થકાવટ નો  અનુભવ  કરે છે , એકલા  સફળતા  પણ જીરવી શકાતી નથી , તેને સાથ  સંગાથ  ગમે છે , સાથ સંગાથ થી  દરેક  કાર્ય માં  ત્વરિત ગતિ થી સફળતા  હાંસલ કરે છે “, એક થી ભલા બે ”  ના  ન્યાયે  પરસ્પર  સહકાર ની ભાવના થી માણસ  ગમે તેવા  કપરા ચઢાણો  પણ  સરળતા થી ચઢી  શકે છે , રીતે ઇચ્છાઓ નું પણ છે , માણસ  એકલો  ઇચ્છાઓ  અપેક્ષાઓ રાખે તો  કદાચ  પરિપૂર્ણ  થાય  પરંતુ  તે માટે કુદરત ની મહેરબાની  અને  સૌના  સાથ  સંગાથ થી  વધારે  આવશ્યકતા  હોય છે , ” મહેનત  મેરી  રહેમત  તેરીઉક્તિ અને ઝાઝા  હાથ રળિયામણા  ની કહેવત યથાર્થ  રીતે લાગુ પડે છે ,

કાંધ  પર  થી હે  કીડી , ગાયબ   થયો છે   થાંભલો ,

આભ  માં  ખોડી  શકાશે  , ચલ થોડો   યત્ન  કર

જગત માં કેટલીય  વાર  અનુભવ થાય  છે  કે પ્રારંભ  માં જે  સહકાર  આપે તે  અધવચે તમને  છોડી ને જતો રહે , શરુ માં હાથ  પકડનાર  અંત  સુધી  સહયોગ    આપે , આમાં  મિત્ર હોય , સ્વજન હોય , સ્નેહીજન હોય કે  પરિજન  હોય , તમારી લડાઈ  તમારે    લડવાની છે , આત્મબળ , દ્રઢ  મનોબળ  અને હિંમત  વગર  તમે  તમારી લડાઈ  લડી  શકવાના  નથી ,જરાક  ભય  દેખાય ત્યાં  લોકો  વિશ્વાસઘાત  કરી ને  મિત્રતા ને છોડી ને તમારા થી  અલગ  થઇ જશે , કોઈ  પણ સાહસ  કરતા  પહેલા  દરેક વ્યક્તિ  આવા  પરિબળ  સામે   લડવાનું આયોજન  પણ  કરવું   જોઈએ , ” હિંમતે   મર્દા  તો મદદે   ખુદાઆવું થાય ત્યારે  દરેક વ્યક્તિ નો એક સહારો  , એક આધાર , એક વિશ્વાસ  અને  તે  આભ  માં  બેઠેલો   પરમેશ્વર    જે  પોતાની  જાત  પર અને પરમાત્મા  પર  વિશ્વાસ   રાખે છે તે     સફળ   થઇ શકે છે

બાતમી  મળશે  તને  “ઈર્શાદના  એકાંત ની

ગુપ્તચર   ફોડી શકાશે   ચાલ  થોડોપ  યત્ન  કર ,

ચારે  બાજુ   થી વ્યક્તિ  જયારે  આફતો થી  ઘેરાઈ  જાય , કોઈ  દિશા   જડે  , કોઈ  વિચાર   આવે  , હિંમત  હારી જવાય  અને નિસહાયતા   અનુભવાય   ત્યારે   એકલા  બેસી  એકાંત માં  ધ્યાન   ધરવું  જોઈએ   એમ કવિ કહે છે , અને જયારે  એકાંત માં બેસી ને  કોઈ  પણ  સમસ્યા  પર  વિચાર  કરશો ત્યારે  અગોચર માં  થી સહાય  જરૂર થી મળશે , માર્ગદર્શન   મળશે , પ્રેરણા  મળશે  અને  ઉકેલ   મળશે  ,, તમારી આફતો માં ઉપચાર  બતાવવા  માટે  અગોચર માં થી  ઈશ્વર  તરફ થી દિશાદર્શન  મળશે , એના   વિશ્વાસે ચાલનાર ને  પરમાત્મા ક્યારેય  નિરાશ  થવા  દેતો નથી ,

આમ ગઝલ માં કવિ શ્રી  ઈર્શાદે  પુરુષાર્થ  અને  પ્રારબ્ધ  બંને  નું મહત્વ સમજાવ્યું છે , બંને  એક સિક્કા ની બે  બાજુ છે  ઈશ્વર  કૃપા  હોય તો  બધા  પ્રયાસો  ,-અરે  સહિયારા  પ્રયાસો   જરૂર થી સફળ ,સફળ  અને સફળ  થાય છે અને  પ્રયત્ન  કરનાર ને  ગેબી સહાય મળી રહે  છે , કવિ ની   ગઝલ  દરેક ના  જીવન માં  ઉત્તરોત્તર  સિદ્ધિ ના સોપાનો  સર  કરવાની પ્રેરણા  પૂરી  પાડે છે   

 

શ્રીમતી જયા   ઉપાધ્યાય

408 945 1717

1 thought on ““વાચકની કલમે” (8) જયા ઉપાધ્યાય

 1. एक बार आनंद ने भगवान्‌ बुद्ध से पूछा – “ जल , वायु, अग्नि इत्यादि तत्वों मे सबसे शक्तिशाली तत्व कौन सा है ? ”

  भगवान्‌ बुद्ध ने कहा – “आनंद ! पत्थर सबसे कठोर और शकितशाली दिखता है, लेकिन लौहे का हथोडा पत्थर के टुकडे-२ कर देता है ,

  इसलिये लोहा पत्थर से अधिक शक्तिशाली है । ”

  “लेकिन लोहार आग की भट्टी मे लोहे को गलाकर उसे मनचाही शक्ल मे ढाल देता है ,

  इसलिये अाग लोहा ओर पत्थर से अधिक शक्तिशाली है । ”

  “मगर आग कितनी भी विकराल क्यों न हो , जल उसे शांत कर देता है ।

  इसलिये जल पत्थर, लोहे, और अह्नि से अधिक शक्तिशाली है। लेकिन जल से भरे बादलों को वायु कही से कही उडाकर ले जाती है ,

  इसलिये वायु , जल से भी अधिक बल्शाली है ।”

  “लेकिन हे आनंद ! इच्छाश्क्ति वायु की दिशा को भी मोड सकती है ।

  इसलिये सबसे अधिक शक्तिशाली तत्व है – व्यक्ति की इच्छाशक्ति ।

  इच्छाश्क्ति से अधिक बलशाली तत्व कोई नही है । ”

  बुद्धम शरणंम गच्छामी,
  धम्मम शरणंम गच्छामी
  संघम शरणंम गच्छामी

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.