આ મુંબઈ છે ……લોકલ ટ્રેન

મિત્રો Gujarat Newslineમાં  આ મુંબઈ  છે ની મારી વાતો હમણાં દર અઠવાડીએ આવે છે હું ફોટો કોપી મુકું છું  પણ લોકો વાંચી નથી શકતા માટે અહી વાંચો 

મુંબઈ ની વાતો તો ઘણી કરી ચાલો થોડી લોકલ ટ્રેનની વાતો કરીએ…..

મુબઈ મને ગમે છે કારણ એ મારું શહેર છે મારી વાત કરવી હોય તો મુંબઈ વિષે કહેવું જ પડે આવું કહેનારી હું માત્ર એક નથી પરંતુ મુંબઈ ના વસનાર દરેક કહે છે ,આ શહેર જીવનારનું છે સવારે 7.30ની લોકલ પકડી રાત્રે છેલ્લી ટ્રેન  પકડી ઘર જનારા પોતાની જિંદગીનો સમય ઘર કરતા ટ્રેનમાં વધુ ગાળે  છે.હા આ બાબતમાં મુંબઈગરા  બ્રીટીશરોનો આભાર માને છે.મુબઈ માં ટ્રેનની અને ખાસ લોકલ ટ્રેન ની એક ખાસ દુનિયા છે  ,મુંબઈ શહેર આ ટ્રેન ને લીધે ધમધમે છે ભીડ ભાડ ટ્રેનમાં લટકતા માણસો હા જીવવા માટે લટકે છે પણ કોઈ પણ જાતની ફરિયાદ વગર એકાદ લટકતા લટકતા ચાલુ ટ્રેને પડી જતા મરે પણ છે ડબ્બો આ વાતને ખંખેરીને બીજા પ્રવાસીને ભરી લેતા ફરી એ જગ્યા કંઈ ન થયું હોય તેમ  પુરાઈ જાય છે મુબઈમાં ટ્રેનની એક નોખી દુનિયા છેલોકલ ટ્રેનની મુસાફરીની પ્રત્યેક પળ નવા અનુભવ સાથે માનવીને જીવાડે છે અને એ પ્રેત્યેક અનુભવ આગળ વધવાનું સાંત્વન આપે છેઅહી બધું રાબેતા મુજબ છે  ટ્રેનમાં  ક્યાંક ભજન  ગાતા મંડળો છે તો ક્યાંક રમી રમતા વર્તુળો  બધા પોતાની જગ્યા અને સ્થાન પોતાના સમયે લઇ લે છે સ્ટેશન આવતા ઉતરી જઈ પાછા બીજે દિવસે જોડાઈ જાય છે .જીવવા માટેની હાડમારી એક ટ્રેન નું દ્રશ્ય છે પહેલા વરસાદમાં ટ્રેન મોડી  આવશે એવી વાત થી ન ડરનારા મુંબઈ ના લોકો ને બધે adjust થતા આવે છે ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ છોડી ગતિમાં આવતા લોકો પોતાને કામે લાગી જાય છે ફેરિયો પોતાનો માલ વેચે છે રમત ની પાતાની બાજી ગોઠવાય છે ,સાઈબાબા ભજન મંડળી ભજન માં તલ્લીન થઇ જાય છે..સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નું પોતાનું એક નોખું મહત્વ છે  ​હા મુંબઈની ટ્રેન બધા મુબઈ વાસીને જોડે છે લોકલ ટ્રેનનો સમય એ આજુબાજુમાં વસતા લોકોની ઘડિયાળ છે ઉત્સુકતા સાથે બેસતા લોકો ઉતરે ત્યારે હાશકારો આપે છે  ક્યારે પાટા પરથી ટ્રેનો ઉતરી જાય ત્યારે જાણે ટ્રેન પોતાનો કંટાળો દેખાડતી હોય તેવું લાગે છે ,હા  અહી મુસાફરોની પોતાની એક અનોખી માનસિકતા છે અહી મુસાફરો ધક્કા મુક્કીથી અકળાવવા કરતા સહન કરી આગળ વધવામાં માને છે.તો ક્યારેક એક બીજાને ચાલુ ટ્રેને ખેચી લઇ માણસાઈ પણ દેખાડે છે પહોચવાની ઉતાવળ છે  ઉતર્યાનો અભરખો મુંબઈ ટ્રેન જ માત્ર તમને અહેસાસ કરાવે છે

આજનું છેલ્લું સ્ટેસન બીજા દિવસે પહેલું સ્ટેસન બની જાય છે ,લોકલ ટ્રેનના પાટા  અંધારી  રાત્રે ક્યારેક કોઈની આત્મહત્યા ની ચાડી ખાય છે. .પરંતુ ફરી ટ્રેનની ઝડપમાં બધું સમાચાર સાથે છાપા ના પાનામાં માત્ર દેખાય છે….ફરી નવા લોકો રોજીંદા મુસાફરો સાથે જોડાઈ આગળ વધે છે ફરી ટીફીનના ડબ્બા ,માછલીના સુંડલા ,માછીમારણો અને તેનો ગોંઘઘાટ માં મૃત્યુની ચીસ દબાઈ જાય છે..અહી મુસાફરો પાસે હકારાત્મકતા છે જે કઈ છે તેને સ્વીકારવાની કળા પણ છે તો પત્થર ફેકી ટ્રેન ને બાળી નાખતો આક્રોશ પણ છે .મુંબઈ ની  ટ્રેન માણસની ઉત્સુક્તાનું પ્રતિક છે અને તેની ઝડપ આગળ નીકળવાનું બળ ,ફેરિયાની ચહલ પહલ એ માનવીની આશા છે માણસ ભલે ટેનમાં થી ઉતરી જતો હોય પણ પાટાને પોતાની  જીંદગીમાં સાથે લઈને જાય છે કારણ ટ્રેનના પાટા તેમને માર્ગ દેખાડે છે ટ્રેનનો ડબ્બો મુંબઈ ના લોકોને ભીડમાં જીવતા શીખવે છે અને હૈયા ઉકેલ પણ ટ્રેન ની મુસાફરી જ અહી લોકોને શીખવે છે અને ટ્રેન જ લોકોને મોજ કરાવે છે ટ્રેનની ગતિ  અને માનવીની મતિ નું જયારે સમન્વય થાય છે ત્યારે સફળતા એની મેળે સર્જાય છે લોકોને ટ્રેન ઉપર ભરોસો છે માટે મુંબઈ જાગતું શહેર છે મુંબઈ ની  ટ્રેનને અટકવું, પાટા  ઉપરથી ઉતરવું કે મોડું પડવું પાલવતું નથી કારણ મુંબઈ ની ટ્રેનની સાથે મુંબઈગરા નો આત્મવિશ્વાસ દોડે છે ભીડમાં ગૂંગળાઈ જવાનો અધિકાર મુસાફરો ને નથી  કારણ મુંબઈની ટ્રેન મુબઈ નો ધબકાર છે પાટા  સિગ્નલ  પ્લેટફોર્મ ,ભાગદોડ, ,5.30ની ટ્રેન ,પતાની બાજી ,ભજન ,માછીમાર ,ટીફીનના ડબ્બાનો અવાજ ,આંધળા ભિખારીનું સંગીત, ચાના કપ,નો રણકાર,ભીડ, લટકતા માણસો, ચડવાનો ઉત્સાહ અને ઉતર્યા પછીનો હાશકારો ,આ બધી ક્રિયામાં ક્યાંક પ્રેમનો અંશ પણ છે કારણ  દોસ્ત આ મુંબઈ છે…

11831769_10206497508410151_3293032416443839283_n

પ્રતિકુળતા (14)હેમંત વી ઉપાધ્યાય

દરેક  શબ્દ માં એક છુપી  તાકાત  હોય  છે   શબ્દ  માણસ ના વ્યક્તિત્વ નું પ્રતિબિંબ  છે   શબ્દ  માં વ્યક્તિ ના  સ્વભાવ  નું  પૃથ્થકરણ  હોય  છે.સાદો  સરળ  સહજ  અને શુદ્ધ  વ્યક્તિ  કે  સંત   હમેશા  “અનુકુળતા ”  શબ્દ  વાપરે  છે , સમજે છે  અને  આચરે  છે।  હકારાત્મકતા ના  પ્રતિક  તરીકે  વપરાતો  આ શબ્દ  સંત ના કે વ્યક્તિ  ના અસ્તિત્વ  ને નવી શોભા આપે  છે   અનુકુળતા   એટલે  મન ની શક્તિ  બુદ્ધિ  ભક્તીઓધે છે   અને અહમ થી દુર  રહેવાની   નિશાની 

પ્રતિકુળતા  તમારા  માં રહેલા  અહંકાર ને  પ્રદર્શિત કરે છે।  જે  વ્યક્તિ પ્રતિકુળતા  શોધે ,   છે  આચરે  છે એને  લોકો ના  હૃદય  થી દુર  રહેવું  પડે છે  માન આદર  મળે  તોય લોકો ના અંતર  ના  ઊંડાણ  થી વહેતી  સ્નેહધારા  થી હડ્સેલાતો જાય છે 

અનુકુળતા  અને  પ્રતિકુળતા  વ્યક્તિ  ના મનોબળ  આત્મબળ  શ્રદ્ધા  અને  વિશ્વાસ ને  માપતો માપદંડ  છે। એક હકારત્મક  અને બીજો  નકારાત્મક  ભાવ દર્શાવતા   આ  બન્ને  શબ્દો  વ્યક્તિ ના જીવન માં  જન્મ  થી મૃત્યુ  સુધી  સાથે   રહે છે  અને દરેક ના  ઘડતર માં   ભણતર માં અને  સંસ્કાર માં એક દીપક બની  માર્ગદર્શન  આપતા  રહે છે।   વ્યક્તિ  ના  વ્યક્તિત્વ  ની ઉંચાઈ પર લઇ  જવો કે ગહરાઈ  માં ધકેલી દેવો એની તાકાત  આ  બે શબ્દો  માં છે 

સંતો  કહેશે   અનુકુળ  નથી  પણ  રાજકારણી  કહેશે   ‘ મને  નહિ   ફાવે  ” અનુકુળતા  એ  ભક્તિ ની પ્રથમ પ્રસાદી છે।   પરમાત્મા  એ  જે  કંઈ આપ્યું , જેવું  આપ્યું  જ્યાં  આપ્યું  ,જેવી  રીતે   આપ્યું   આ  બધું    મારા  માટે  શ્રેષ્ઠ  છે  એવું  માનનારા  ભક્ત  ની  ભક્તિ    પરમાત્મા  ને પ્રિય   છે 

અનુષ્ઠાન  કે માળા  કરવી છે  પણ ભૂખ્યા  ના રહેવાય , સવારે  ઉઠાય  નહીં , માળા લઇ ને બેસી રહેવાનું ના ફાવે ,,,,,,,  આવા  પર્યાય  વાળી  ભક્તિ   પરમાત્મા ને કેટલી  પ્રિય  હશે  તેની ખબર  નથી 

સંસાર  માં  અનુકુળતા   અને  પ્રતિકુળતા  બે  માંસ્યાઈ  બહેનો   છે।   પોતાના સર્વ  અરમાનો , આઝાદી ,અપેક્ષા  ઓ આરામ  અને  જીંદગી  ના લક્ષ્ય   ને છોડી  જયારે  એક દીકરી   કોઈક  ના ઘર  માં  પુત્રવધુ  થઇ ને  આવે  છે   ત્યારે  એની  માene  એક  જ  મંત્ર  આપે  છે   ”   અનુકુળતા  સાધજે ” આ મંત્ર  સાથે  એનો  મેળ બેસી ગયો  તો  દામ્પત્ય  જીવન મહેકી  જાય। 

જયારે   બીજા  પક્ષે  સાસુમા  હમેશા  પ્રતિકુળતા  ની પૂજારણ  બની  રહે છે    દરેક   બાબત માં   પુત્રવધુ  ના  કાર્ય  માં  , વ્યવહાર  માં   આચરણ  માં  અને  સંસ્કાર  માં કંઈક  પ્રતિકુળતા  ની  શોધ  કરતી રહે  છે  અને   પ્રતિકુળતા  ને  મારવાની   સહુ થી શ્રેષ્ઠ   દવા   હોય  તો  તે  છે  ”  આદર   અને  સ્નેહ   “જો   પુત્રવધુ  રોજ સવારે  સાસુ  સસરા  ને  પ્રણામ  કરવાની  આદત  રાખે   તો સાસુ   માં થી  પ્રતિકુળતા  ની શોધ  અને  વાણી   નષ્ટ  થતી  જશે .એક  પેઢી  અને  બીજી  પેઢી  વચ્ચે  ની  ગેરસમજણ  અને  દુરી  નું  કારણ પણ છે   અનુકુળતા  અને  પ્રતિકુળતા    

જીવન  માં  અનુકુળતા   ના  પાઠ  ના હોય  . અનુકુળતા  ના  સંસ્કારો  ના હોય  પણ  અનુકુળતા માત્ર અનુભવ  અને  દ્રષ્ટિ   માં  થી  મળે, ”  નજર   બદલો   નજારા બદલ  જાયેગા  “

શ્રી  શ્રી  રવિશંકરે  અનુકુળતા  સમજવા  અને  અપનાવવા  માટે   માત્ર   પાંચ   દિવસ  નો સુંદર   પ્રયોગ   કહ્યો છે 

(1)   માત્ર  એક દિવસ  માટે  પ્રાથમિક  શાળા  ના  પહેલા બીજા   ધોરણ  ના  શિક્ષક  બની જાવ સહનશીલતા   શીખી જશો।  બાળકો  ને સાચવવા અને  એમની  પ્રવૃત્તિ  કે  તોફાન  વિના વિરોધ કે  ક્રોધ   વગર સહન   કરવા   એ  મોટું   તપ  છે   બાળકો  ને  અનુકુળ  થતા  શીખો તો  બાળકો  નો પ્રેમ  પામી  શકો   જીવન  માં   આ  સુત્ર  તમારી  જીંદગી   બદલી  નાખશે 

(2)   માત્ર   એક દિવસ  પૂરતા   માળી  કે   ખેડૂત   બની  જાવ,   દરેક   છોડ  ને   વાવ્યા  પછી એની માવજત કરવી  પાણી   પાવું  એના  ઉછેર  ની એક એક  પલ ના  સાક્ષી થવું  ,   તમને  પાણી   જમીન   અને  પ્રકૃતિ  ની કિંમત   સમજાઇ   જશે , અનાજ   નો એક એક   કણ   અને  એક એક  દાણા  ની  કિંમત   સમજાઇ  જશે , તમે  દરેક  પ્રકાર   ના ભોજન  માં અનુકુળતા  અપનાવશો ,  ફ્રીઝ  માં  ભોજન  રાખી  મુકવું અને  પછી  ફેંકી  દેવું  એવી આદત  માં   સુધાર   આવશે 

(3) એક  દિવસ તમે  ગાંડા ની   હોસ્પિટલ માં  વિતાવો ,  ગાંડા લોકો  તમને  શું   કહે  છે એની  તમે  પરવા   કરતા  નથી ,  તમે  જાણો  છો  કે એમની   માનસિક  સ્થિતિ  સારી નથી,    જીવન  માં  તમે લોકો ની ટીકા ઓ , વખાણો, મહેણાં, ટોણા , કે  અપમાનિત  ભાષા  ને સ્વીકારવા માં  અનુકુળતા   કેળવી   શકશો ,    ક્યાંય   હરખાઈ    ના જવું   અને  ક્યાંય  દુખી  ના  થઇ જવું  એવી  માનસિક  અનુકુળતા  કેળવાઈ  જશે ,

(4)  એક દિવસ  જેલ  ના કેદી ઓ નું   જીવન  નજીક  થી  જુવો , કોઈ  ગુનો  કરી જેલ માં  જાવ એવું   નથી  કહેતો  પણ  તમે  કેદી   ઓ  ને જોશો   તો  તમને  એમાં   લાચારી , પશ્ચ્યાતાપ, અને  અસમર્થતા  દેખાશે ,  જીવન માં  ક્રોધ થી કે   નાસમજ  થઇ ને  કરેલી ભૂલ નું    પરિણામ  તમે  જોઈ  શકશો  ,  આ  જોયા  પછી  તમે  લાગણી  ઓ ને  અનુકુળતા માં  ફેરવવાનો  સ્વભાવ  કેળવશો 

(5)  એક દિવસ   હોસ્પિટલ માં  દર્દી   ઓ સાથે   વિતાવો ,  જીંદગી  માં  રોગ નું મૂળ  છે  ખોરાક , ગમે  તેવા ખોરાક  થી  થતી   બીમારી ઓ  અને  ત્યાર  પછી  દર્દ ભર્યું   , પીડા  ભર્યું  જીવન ,  તમને સમજ  પડી  જશે ,  કેવો ખોરાક  ખાવો  અને  કેવો  ન  ખાવો ,  સ્વાદ  અને  સ્વભાવ ની અનુકુળતા   થઇ  જશે ,  તમાકુ   સિગારેટ  વગરે  થી  તમે  દુર   રહેશો.

જીવન માં   જે   પ્રતિકુળતા   નો   પ્રતિકાર   કરતા શીખી  જાય  અને  અનુકુળતા નો મિત્ર બની  જાય  તેનું જીવન  સદા  માટે  સુવાસિત અને  અનુકરણીય   બની  જાય . અનુકુળતા  ને  પરમાત્મા  નો પ્રસાદ  માની એ  અને  પ્રતિકુળતા  ને  જાકારો  આપતા   શીખી  જઈએ  એટલી જ   પ્રભુ  ને  પ્રાર્થના  

હેમંત   વી   ઉપાધ્યાય 

408 945  1717 

 

પ્રતિકુળતા (13) કુંતા શાહ

જીવન આપણે ધારીએ તેમ ભાગ્યે જ વહે છે.  અને જો વિચાર કરીએ તો એ બરાબર જ છે.  આપણે સમજવું જોઇએ કે જીવનની પળેપળ બ્રહ્માંડમાં શું થઇ રહ્યું છે તેના પર જ આધારીત છે અને એ આપણા વશમાં નથી.  આપણા અત્યારના જ્ઞાન પ્રમાણે અઢાર અબજ વર્ષોથી આ બ્રહ્માંડ રચાયું અને જીવોની ઉત્પત્તિ પણ બ્રહ્માંડમાં થતા ફેરફારોને અનુરુપ થતી ગઇ. એ ઉત્પત્તિ આપણને લાગે કે બદલવાની નથી પણ કોણે જાણ્યુ હતું કે અમીબામાંથી વિક્રુત થતાં થતાં માનવી ઉત્પન્ન થશે?  દેવો તથા દૈત્યો તો આપણે જ છીએ પણ એથી વિભીન્ન કોઇ જીવ ક્યારેક હશે એની મને શંકા નથી.  અત્યારે આપણને જે દેખાય છે કે અનુભવીએ છીએ તે ખરેખર અલૌકિક છે કારણ તે અબજો વર્ષોની કારિગરી છે.  આપણો એમાં તસુભર પણ ફાળો નથી.  છતાં આપણે આપણા જીવનમાં શું થવું જોઇએ એ નક્કી કરી, આપણા એ લક્ષ્યને નિયંત્રિત કરવા પ્રયત્નશીલ રહીએ છીએ.  અને જરાય આશ્ચર્યની વાત નથી કે આપણે ચિંતા, ભય અને વ્યકુળતાથી ઘેરાયેલા જ રહીએ છીએ. આપણે દરેક જણ એમ જ માનીએ છીએ કે પોતની રીતે જ બધું થવું અને હોવું જોઇએ.  જે થાય છે તે કુદરતનાં તે પળના નિયમો પ્રમાણે જ ઘડાય છે એ તથ્ય સ્વિકાર કરવા આપણો અહં અટકાવે છે..

દરરોજ,  આપણે આપણા મન્ની જ વાત સ્વિકારીએ છીએ, આજુબાજુ, જે સત્ય ઘટનાઓ આ ક્ષણને ઘડી રહી છે તે જાણતા નથી, પછી સમજવાની વાટ જ ક્યાં?  આપણે હંમેશા આપણા સ્વાર્થની પૂર્તિની એચ્છા કરીએ છીએ.  દા..ત. આજે મને લોટરી લાગે તો સારું, જેથી મારે, મારા સ્વજનોને છોડી જવું ના પડે.  ઓ આપણે ધારીએ તે ન બને તો આપણે ઉદાસ થઇએ છીએ.  આ વાર્તા સહુએ સાંભળી તો હશે જ છતાં અહીં એનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે.  એક વટેમાર્ગુએ એક સાધુને પુછ્યું “મને ખબર પડી કે તમે ફ્લોરિડા થઇને આવો છો.  ત્યાંના લોક કેવાં છે?”

“ભાઇ, તમે ક્યાંથી આવો છો?”

“કેલીફોર્નિઆથી”

“ત્યાના લોક કેવા?”

“સારા. ત્યાંથી બીજે ક્યાંય જવાનો વિચાર કરતાં મન અસ્વસ્થ થઇ જાય છે.”

“જરા પણ ચિંતા ના કરશો.  તમે જ્યાં જશો ત્યાં તમને અપનાવી લે તેવા માણસો જ છે.”

તાત્પર્ય – આપણા સ્વભાવ અને વર્તન આપણું મંડળ બનાવે છે, અને આપણે કોણ? આપણો સ્વભાવ અને વર્તન, આદી મા, બાપથી ચાલી આવતી બક્ષીસ જેમાં સંજોગ અને વારસાગત શિક્ષણનો ઓપ એ આપણે!  બાહ્ય જે થઇ રહ્યું છે તેના પર આપણો કંઇ કાબુ નથી.  આપણા શબ્દો અને વર્તનને કારણે બીજી વ્યક્તિ શું વિચારશે, કરશે તે પણ આપણે નિયંત્રિત નથી કરી શકતાં. ધરોકે  આજે મારે બેઠકમાં જવું છે પણ મારી તબિયત સારી હશે કે નહીં, દિલિપ મને લઇ જઇ શકસે કે નહીં,  કાર ચલશે કે નહીં,  કાર ચાલે તોયે રસ્તામાં કંઇ બ્લોકેજ તો નહીં નડે! શું બેઠકમાં પહોંચવું મારા હાથમાં છે?

આપણે તદ્દન લાચાર નથી.  પ્રયત્નો તો કરવાનાં જ.  પરિણામની ચિંતા શું, અપેક્ષા પણ રાખવી નહીં.  કહેવું સહેલું છે.  આપણે સહુ ઉદાસી અને ખુશી અનુભવીએ છીએ.  આપણે ઉદાસ થઇએ ત્યારે, ભય, ક્ષોભ, ક્રોધ અનુભવીએ છીએ.  ખુશ હોઇએ ત્યારે, પોતાની માનસિક અને ભૌતિક સંપત્તિને આપણે લુટાવી દેવા તત્પર થઇએ  છીએ.

પ્રુથ્વી અબજો વર્ષોથી નભમંડળમાં ફર્યા કરે છે, બીજમાંથી, વનસ્પતિ ઉગ્યા જ કરે છે.  પશુઓની પણ વંશાવલી ચાલતી જ આવી છે.  ભલેને,  આપણે, આ ક્ષણના આનંદ ખાતર કુદરતના નિયમોને તોડી,  આવતી પેઢીઓને નવી લડાઇ તરફ ધકેલી રહ્યા છીએ!

સમાજવાદિત્વની ભાવના એક રીતે સારી છે.  ડેન્માર્ક, કેનેડા જેવા દેશોમાં માણસોની મુખ્ય જરૂરિયાત, અન્ન, છાપરું, દવાદારુ સહુને મળી રહે છે. એથી, પોતાની આવડતથી પ્રગતિ મેળવવી અને તેનો ઉપયોગ સહુ માણી શકે એવી ભાવના સહજ રીતે કેળવાય છે.  મૂંડે મૂંડે મતિર્ભીન્ના – કોઇક સ્વાર્થી પણ હશે જ એની શંકા નથી.  આજે છું,  કાલે નહીં હોઊં – જે સાચી અને સારી વાતો મેં કરી હશે તેના પશઘા નિરંતર સંભળાયા કરશે – જે બીજાને હાની, દુઃખ પહોંચે એવું કાર્ય મેં કર્યું હશે તેની હું માફી માંગુ છું—સાપ ગયા પણ લીસોટા રહી ગયા –  તેમ મારાં કુકર્મોના લીસોટા આવતી પક્રુતિમાં રહેશે જ.  પ્રભુ એવી ભૂલોના લીસોટા વધીને થાંભલા ના થાય એવી ઈચ્છા – લો,  મારી ઈચ્છા પુરી થશે કે નહીં તે મારા હાથમાં નથી એ સમજું છું,

 કુંતા શાહ

ઘર એટલે ઘર…..(19). રાજુલ ભાનુશાલી

મિત્રો  આપણા બ્લોગ પર રાજુલ બેનનું સ્વાગત છે ,ખુબ સારા લેખિકા છે અને સ્વય એક બેઠક ચલાવે છે  હું એમનો પરિચય આપું એના કરતા એમના જ શબ્દો માં લખું છું 

મને મારો પરિચય કેટલો?

સતત બે દિવસ સુધી ગડમથલ ચાલી..જવાબ મળ્યો..જેટલી ક્ષણ હું સ્વ ને મળું છું એટલો..!

(https://rajulbhanushali.wordpress.com/ )

‘ઘર’ એટલે

‘ઘર’ એટલે કાનામાત્રા વગરની એક એવી સંજ્ઞા જે ઉચ્ચારતાંજ જીવને “હા…..શકારો” થઈ જાય!

ઘર એટલે ધોધમાર વહેતી સંવેદનાનું સરનામું..!

ઘર એટલે આખો દિવસ બહાર રહ્યા-રખડ્યા પછી તમે પાછા આવો, ડોરબેલ પર આંગળી દબાવો, ને………દરવાજો ખૂલે ત્યાંજ અડધો થાક ઉતરી જાય એ પ્લેસ.

ઘર એટલે તમે ભલેને કોક અત્યંત મહત્વનું કામ કરતા હો , તો પણ વાસણોનો ખખડાટ કે બાળકોનો કલબલાટ તમને જરાય ડિસ્ટર્બ ના કરે એ જગ્યા.

ઘર એટલે જ્યાં રજાને દિવસે તમે આખો દિવસ હાથમાં ટી.વી.નો રીમોટ લઈ સોફા પર રીંછની જેમ પડયા રહો તોય ચાલે એવી સ્થાન.

ઘર એટલે મા ના હેતની હરફર.

ઘર એટલે પિતાની કાળજી.

ઘર એટલે સવારસવારમાં રસોડામાંથી આવતી આદુવાળીચા અને બટાટાપૌંઆની સ્ફુર્તિદાયક સુગંધ.

ઘર એટલે રોટલી કરતી પત્નીની પાછળ ચુપકેથી આવીને પતિએ કરેલું મસ્તીભર્યું અડપલું.

ઘર એટલે એ સ્થળ જ્યાં ચોળાયેલી નાઇટીમાં ફરતી ગૃહિણી એટલી જ મીઠી લાગે જેટલી પાર્ટીમાં જવા તૈયાર થાય ત્યારે લાગતી હોય.

ઘર એટલે સુખ, સગવડ અને સલામતીનો ત્રિવેણી સંગમ.

હા.. આજે વાત માંડવી છે ‘ઘર’ની…

જેમ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અને અનોખી હોય છે તેમ દરેક ઘર પણ પોતપોતાની રીતે અલગ અને અનોખો હોય છે. પ્રત્યેક ઘરની પોતાની આગવી ક્ષમતા, છટા અને સ્વભાવ હોય છે. દરેક ઘરમાં એનાં ઘટમાં ઘટતાં નાનાં નાનાં પ્રસંગોમાંથી, બાબતોમાંથી પોતાનું સુખ જાતે શોધી લેવાનો  જન્મજાત ગુણ હોય છે અને પછી ઘર  એજ સુખ  માણસને પરત આપે છે એનાથીજ દરરોજ માણસ નવોનક્કોર બને છે. એવું મારું માનવું છે. આજ કારણસર આપણને  ‘ગઈકાલ’ કદી જ વાસી લાગતી નથી..આપણી અને આપણા ઘરની.. જયારે જ્યારે મમળાવીએ એટલી જ તાજગીસભર ..!

સૃષ્ટિમાં દરેક અજીવ-સજીવનાં પોતાનાં પ્રકૃતિગત ગુણધર્મો હોય છે.  ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે ડીટ્ટો તેવીજ રીતે દરેક ઘરની પ્રકૃતિ જુદી જુદી હોય છે. એમની વચ્ચે સરખામણી શક્ય નથી,  કરવી પણ ના જોઈએ. આ બન્ને ફૂલનું પોતાનું આગવું મહત્વ અને સુંદરતા છે. એમ તો ગલકાંનાં ફૂલનું પણ પોતિકું સૌંદર્ય હોય જ છે ને! ઘરનું પણ એવું જ છે પછી એ નાનું હોય કે મોટું, ઝુપડું હોય કે આલીશાન મહેલ..!

ઘણીવાર જ્યારે આપણે મોટ્ટા-લાંબા વેકેશન પર જતાં હોઈએ ત્યારે ઘરેથી નીકળતી વખતે કેટ્લો ઉત્સાહ, આનંદ અને હોંશ હોય છે. પણ અઠવાડીયું થતાં થતાં આ ઉત્સાહમાં ઓટ આવવા લાગે છે. મનમાં  ક્યાંક ઉંડે ઉંડે ઘરની યાદ સળવળવા લાગે છે. ફાઈવ સ્ટાર હોટેલનાં સ્ટે દરમ્યાન, સરસ મજાનાં સુખ-સગવડ-સાહ્યબીમાં પણ ઘરઝૂરાપો  કનડવા લાગે છે અને જાણે અજાણે આપણે ‘પાછા ઘરે ક્યારે પહોંચશું’ એ પળની રાહ જોવા લાગીએ છીએ. પોતાનાં આવા 

ખાલીખમ્મ અને સૂના દિવસો દરમિયાન શું ઘર પણ એકલવાયાપણું અનુભવતું હશે જયારે એનો પરિવાર પાસે, સાથે નથી હોતો! શું એ પણ કાગડોળે પોતાના પરિવારના પાછા ફરવાની રાહ જોતું હશે?

હા.. ચોક્કસ જોતું હશે… ઘટમાં વ્યાપેલો સુનકાર એને પણ ખાવા ધાતો જ હશે!

આવા કોક લાંબા વેકેશન બાદ જ્યારે તમે પાછા ઘરે પહોંચોને ત્યારે એની એકાદી દિવાલ પર હાથ ફેરવી જોજો…તમારા ટેરવાં પર ભીનાશ તો નથી ચોંટી ગઈને? ચેક કરજો! મને તો ક્યારેક  એવોય ભાસ થાય  કે જાણે મારા ઘરની ચાર દિવાલો એની અંદર બનતું બધું જ પોતાની અંદર શોષી લેતી ના હોય! સુખ-દુઃખ, વેદના-સંવેદના.. બધું જ..
મારા સુખે સુખી ને મારા દુખે દુ:ખી!

પરિવારનો ઘરઝુરાપો અને ઘરનો એનાં પરિવાર માટેનો  ઝૂરાપો — સરખો જ..

તસુ નો ય ફરક નહિં. જે લોકો નોકરી અર્થે કે ભણતર સંબંધે લાંબા અરસા સુધી ઘરથી દૂર રહેતા હોય એમની મનોસ્થિતિની કલ્પના પણ હ્રદય ભીનું કરી જાય છે. વિજ્ઞાન આટ્લું આગળ વધ્યું પણ ઘરઝૂરાપાની થતી પીડા માટે હજુ સુધી કોઈ પેઈનકીલર શોધી શકાઈ નથી..!

 ક્યારેક જયારે ‘ઘર’ને કશુંક નાછૂટકે સહન કરવાનું આવે ત્યારે એ કેવો સીધોદોર થઈ પોતાની ફરજ બજાવતો હોય છે અને પોતાનાં દરેક સભ્યને પણ સાચવી  લેતો હોય છે. ‘હિમ્મત હારી જવી’ એ ગુણ કદાચ આ જમાતનાં સ્વભાવમાં જ હોતો નથી એવું લાગે. આપણે પણ ગુણ અપનાવવા જેવો કે નહિં ? કેવી કેવી કપરી પરિસ્થિતિઓમાં ઘર આપણને હુંફથી, હેતથી સાચવે છે ! તો આપણી પણ એવી જ  ફરજ છે કે નહી ? એમ પણ કોઈ એક ઘરની વાત કરી બતાવો જેમાં ક્યારેય દુઃખ, મતભેદ, પીડા કે વિષાદની એક્કેય ક્ષણ સુદ્ધાં ના આવી હોય! અસામાન્ય સંજોગો અને વિપરિત સમય વચ્ચે પણ પોતાની ખૂબી પર અડીખમ રહી પોતાની આગવી ઓળખ જાળવી રાખવી એ  દરેક ઘરની  ખાસિયત છે — એટલેજ કદાચ એને  ‘દુનિયાનો છેડો -ઘર’ જેવી માતબાર ઉપમાથી નવાજવામાં આવ્યો હશે..!

છેલ્લે મારા સાસુ પાસેથી સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલા દેશમાંથી  રોટલો કમાવવા મુંબઈ શિફ્ટ થવું એવો નિર્ણય પરિવારે લીધો. દેશનાં ઘરનો બધો જ અસબાબ સમેટી લેવામાં આવ્યો.પ્રયાણની બધી જ તૈયારી થઈ ગઈ. ઘરમાં એક ગાય હતી. એ ગાયને બા-બાપુજીએ એક ઓળખીતાને ત્યાં વળાવી દેવાનો નિર્ણય કર્યો અને સજળ આંખે વળાવી પણ આવ્યાં. (દેશમાં પશુધન– ગાય ભેંસ વગેરે– ઘરનાં જ મેમ્બર ગણાય.. ગાય ને બીજા કોઈને સોંપી એટલે ‘વળાવી’ શબ્દ વાપર્યો.. વેચી નહિં..).. ત્યાર બાદ દેશમાં પ્રસંગપાત આવવા જવાનું થતું રહેતું. ક્યારેક ગાય મળી જતી તો માથે હાથ પણ ફેરવી લેતાં.આગળ બન્યું એવું કે લગભગ દસેક વરસ પછી મુંબઈનું ઘર સમેટી ફરી પરિવાર ગામમાં આવીને વસ્યો. વર્ષોથી બંધ પડેલું ઘર પાછું ખુલ્યું. તે દિવસે સંધ્યા ટાણે સીમમાંથી જ્યારે પેલી ગાય ધણ સાથે પાછી ફરી ત્યારે એના ‘હાલનાં વર્તમાન ઘરે’ જવાને બદલે સીધી અમારા ઘરે, પોતાની નિયત જગ્યાએ આવીને ઉભી રહી..!

આ છે ઘરની માયા..
આપણને ઘરની– ઘરને આપણી!

કવિ માધવ રામાનુજની પંક્તિઓ સાથે વિરમું છું.

“એક એવું ઘર મળે વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!”

અસ્તુ.

~~ રાજુલ

ઘર એટલે ઘર…..(18). ફૂલવતી શાહ

 ” ઘર ” એ કેટલો સરળ શબ્દ છે !  નહિ કા’નો કે નહિ માત્રા. જેટલો સરળ  છે તેટલો જ અર્થસભર અને ઉષ્માભર્યો શબ્દ છે. એની સાથે આત્મીયતા અને નિર્ભયતા સંકળાયેલી છે.એનું મૂલ્ય આપણી કહેવત બતાવે છે. ” પૃથ્વી નો છેડો ક્યા?” તો કહેવાય  કે  ” ઘર.”  સંતોષ ,પ્રેમ અને આનંદનું ધામ  એનું નામ ઘર. પછી  એ તપોવનમાં  વૃક્ષ નીચે બાંધેલી કુટીર કેમ નાં હોય !.  ઈટ ચૂનાનું બનાવેલું  મકાન હોય કે સિમેન્ટ કોન્ક્રીટ અને એર કંડીશન વાળી  ઈમારત હોય કે પછી આરસ પહાણ જડીત મહેલ હોય- પણ જો તેમાં રહેનાર વ્યક્તિઓ માં પરસ્પર પ્રેમ, વિશ્વાસ કે સહાનુભુતિ ના હોય તો એ રહેઠાણ- ” ઘર ” નથી.  

         સૃષ્ટિ પર નાં તમામ સજીવો ને પોતાના જીવને સાચવવાની  કુદરતી  વૃત્તિ હોય છે.  આથી  પ્રત્યેક પ્રાણીને  આશ્રય સ્થાનની જરૂર પડે  છે. દરેક પોતાની જરૂરીઆત મુજબ સ્થાન શોધે છે અથવા બનાવી લે છે.  આશ્રય  સ્થાનની પસંદગીમાં  પ્રથમ  જરૂરીઆત પોતાની અને  પોતાના પરિવારની   સંરક્ષણની  છે.  પોતાનાથી વધુ શક્તિશાળી પ્રાણી નો પોતે શિકાર ના બને તે મુખ્ય ધ્યેય હોય છે.   પવન, તાપ, ટાઢ અને વરસાદ  જેવી કુદરતી ઘટમાળ થી બચવા દરેક પ્રાણી અને મનુષ્યે પોતાને અનુકુળ રહેઠાણ બનાવ્યા.ઉંદર, છછુંદર કે સાપ  દર બનાવી રહે. પક્ષીઓ પોતાના વિશ્રામ માટે માળો બાંધે છે.વાઘ, સિહ ,વરુ જંગલી પ્રાણીઓ બોડકે ગુફા શોધે છે ગાય,ઘોડો બકરી વિગેરે પાલતું પ્રાણીઓને એમના પાલકો ઋતુ અનુસાર સગવડ સાચવી ગભાણ , તબેલો ઈત્યાદી બનાવે છે.જ્યારે માનવી પોતાને માટે મકાન બનાવે છે. માણસ જ માણસનો દુશ્મન બની શકે છે. એટલે માનવી ચોર, લુંટારા  કે અનિષ્ટ તત્વોથી બચાય તેવું રહેઠાણ પસંદ કરે છે.બને ત્યાં સુધી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.આ વિચારધારાએ  જ આપણને ખડકીઓ, પોળો , મહોલ્લા વિગેરે આપ્યા.અને એના પરિણામે ગામડા, ગામ અને શહેરો બન્યાં. 

સજીવની જરૂરીઆત પ્રથમ આત્મરક્ષણ , બીજી આહાર અને ત્રીજી  આશ્રયસ્થાન. એટલે માનવી પોતાનું  રહેઠાણ ભયરહિત સ્થળ છતાં નોકરી ધંધાની નજીક પસંદ કરશે .જેથી સમય અને શક્તિ બન્નેનો  બચાવ કરવાનું વિચારશે.પોતાના બાળકો નાં ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સારા સ્કુલ એરિયા માં  મકાન પસંદ કરશે.આવી બધી તકેદારી રાખવા છતાં એ રહેઠાણ ” ઘર ” ક્યારે બને ? જ્યારે એમાં રહેનારા સૌ સભ્યો સ્નેહ સાકળથી બંધાયેલા હોય, એમના વિચારોમાં સામ્યતા હોય.  તેઓના સ્વભાવમાં  ક્ષમા અને સંતોષ ગુંથાઈ  ગયા હોય. જ્યાં  પતિ-પત્ની,  દીકરા-દીકરી, ભાઈ-બેન, માતા-પિતા, કે વૃદ્ધ દાદા -દાદી પ્રેમ અને સન્માન પૂર્વક રહી શકતા હોય , જ્યાં   આદરપૂર્વક  અતિથી   આવકાર પામતા હોય   અને જ્યાં આનંદ  કિલ્લોલ નો ગુંજારવ સંભળાતો હોય તો  તે  રહેઠાણ જ સાચું

” ઘર ”  છે. સૌને સાચા અર્થમાં રહેવા માટે નું  ” ઘર ” મળે એ જ શુભેચ્છા. 

 ફૂલવતી શાહ 

“જીવનની લીપી મહી ફક્ત એક જ પૂર્ણ વિરામ”

happy birthday

આજે મારા શબ્દો સુના પડ્યા છે.

​કારણ મારા માર્ગદર્શક ​મેઘલતા માસી આપણી વચ્ચે સદેહે હાજર ​નથી,

​મેઘલતા ​માસી ​જે ખુમારીથી જીવન જીવ્યા એજ ખુમારીથી જીવનના પૂર્ણ વિરામને પામ્યા છે. 

કલાકાર કયારેય મરતો નથી ….તેઓ એમની રચનાઓ કૃતિઓ તથા એમના શબ્દો અને સ્વરથી  હંમેશ જીવંત રહેશે.જીવનના બે બિંદુની વચ્ચે લાગણી અને સંવેદના ઓથી જીવ્યાં હોય તે કેવી રીતે મૃત્યુ પામે ? તેઓ રુવે રુવે જીવનાર વ્યક્તિ હતા…જે  કવિતામાં પોતાના  હ્દયની સાચકલી  લાગણી ઓં ,ભાવનાઓ  સંવેદનો  ઝીલતા  હોય . જે પોતાના અવાજ માત્ર થી ​સહુને ​રેડિયો પર તરોતાજા કરી શકતા હોય  . ..રોજ વાર્તામાં  ​કશુંક નવું સ્પર્શ કરાવી શકતા હોય  ..​નવા ​સર્જકો ને નવી ઊર્જા આપી શકતા હોય।…એવી આત્માની શક્તિ માત્ર જીર્ણ શરીરને છોડી શકે પણ મૃત્યુ તો પામે જ નહિ….હા આજે  સહુ ને  સુનાપણાની  સ્તબ્ધતા જરૂર  વર્તાતી જ હશે​.. પણ માસીએ લખેલી કવિતાની એક પંક્તિ વાંચી જુઓ એમણે સુંદર વાત કહી હતી..

“માનવ રચિત ભાષામહી અનેક અલ્પ ને અર્ધ વિરામ

પણ જીવનની લીપી મહી ફક્ત એક જ પૂર્ણ વિરામ”

તેને ધ્યાન થી વાંચીએ તો મ્રત્યુ શબ્દ તો તેમની કવિતામાં પણ નથી ….

જે વ્યક્તિ જીવનના સત્યને પામી ચુક્યું હોય અને સ્વીકારી ચુક્યું હોય અને જે માત્ર જીવનને ભગવા​ન ની ભેટ સમજીને જીવ્યા હોય..અને  પુરી સભાનતાથી પોતાનું જીવન જીવ્યા હોય ​ એ માત્ર લીલીવાડી જોઇને ન જાય એતો વારસામાં લીલીવાડી આપી ને જાય  ..એક એક ક્ષણે પોતાનો મેળવેલો લીલોછમ આનંદ વસીયતમાં આપી જાય.. એતો  શબ્દો બની જીવે સ્વર બની ને રણકે અને અનુવાદ કરીને ટાગોર ને અને હેડા ગાબ્લર​ને ​પણ જીવાડે …માસીએ એમની અનેક કવિતામાં જીવનના સત્યને આલેખ્યું  છે ક્યારેક ભમરડો સ્વરૂપે તો ક્યારેક  ચોર્યાસી લાખ ફેરા ના ચક્કરમાંથી છુટવાની વાતને પંક્તિમાં આલેખી છે.. તો એજ કવિતામાં

“હું પુન:જન્મ પામીને પાછી ગરબા ઘૂમવાની ?”

એવી વાત કહી શરીરની નશ્વરતાને પ્રગટ કરી છે. આવા જાગૃત માસી કેવી રીતે મ્રત્યુ પામી શકે કારણ કે એ જાણતાં હતા કે મૃત્યું જયારે જડબું ભીડે ત્યારે ક્યાંક નવાજીવનનું પોપચું ખુલી જાય છે..

દરેક વ્યક્તિ ને ​એક વાત કહીશ કે મરણ કરતા સ્મરણ બળવાન છે..હા માસી એક કલાકાર આત્મા હતો એ સદાય જીવતો રહેશે. ક્યારેક  શબ્દોમાં તો ક્યારેક સ્વરમાં ક્યારેક ઓલ ઇન્ડિયા રેડી​યોના બોક્સમાં તો ક્યારેક તકતા પર ભજવતા નાટક માં તો ક્યારેક ટાગોરના અનુવાદમાં માસી આપણી  સાથે ને સાથે જ રહેશે.

આતો માસીનું નવજીવન માટે ​એક નવી દિશામાં પ્રયાણ માત્ર ​છે. કોઈ નવા નામે નવા રૂપે આવશે. તમારા ઘરના બાગમાં કુંપળની જેમ શબ્દો બની ફૂટશે.. તો  ક્યારેક પ્રભાતનો તડકો બની ઘરના અંગણે ફેલાઈ હુંફ આપી જશે..તો ક્યારેક  સંગીતના તો સ્વર બની આપણા કાનોમાં રેલાઈ જશે એજ માસી દિવાળીએ દીપમાળા પ્રગટાવી તમારા ઘરને ઝળહળી દેશે.

હા  ​મેઘલતાબેન સદાય જીવંત રહેશે……

પરમાત્મા એમના આત્માને ​ સતચિતઆનંદ અર્પે અને પરમશાંતિ પામે .  

pragnaji

મુ.મેઘલતાબેન એક પ્રતિભા

સાહિત્યઅનુરાગી મિત્રો ,
આપણા સોનાં વહાલાં વડીલની વિદાયના ખાલીપાને કેમ જીરવીશું?
જેમને પુષ્પો અતિપ્રિય હતાં તેવાં મેઘલતાબેનને પુષ્પો હાથોહાથ અર્પવા હતાં તે હવે ભાવાંજલિથી આપવાં રહ્યાં,’તમે સ્મરણમાંરહેશો હરદમ ,દીધા કરશો પ્રેરણા હરદમ।’
વહાલાં સ્વજનની વિદાય હદય કોરે પણ ‘કૃષ્ણમ વન્દે જગતગુરુ ‘ ગુરુની આજ્ઞાને આપણે સૌ આધીન છીએ.મુ.મેઘલતાબેન આપણાં સોના વડીલ ગુરુ જ હતાં। તેમનું સુવાસિત દીર્ઘ જીવન એક ભાવભર્યો,બળ પ્રેરતો સંદેશ છે.
મુ.મેઘલતાબેનની પ્રતિભા સ્વયં પ્રકાશિત તેજસ્વી તારાની જેમ સહુને ઉજાસ આપતી હતી.પ્લેઝનટનમાં દીકરીના કુટુંબ સાથે રહેતાં હતાં એટલે અમારા અહીનાં ગુજરાતી ગ્રુપને એમની આત્મીયતાનો મહામૂલો અનુભવ મળ્યો।
મુ રશ્મીકાન્તભાઈ અને વહાલાં સ્વજનોને પ્રભુ વસમી વિદાય સહન કરવાનું બળ આપે.મુ.મેઘલતાબેનના આત્માને શાંતિ મળે એથી વિશેષ શબ્દો આ ક્ષણે મારા ભીના હદયમાં વિરામ પામે છે.
પૂર્ણમાં પૂર્ણરૂપે ભળી ગયા. ઓમ શાંતિ શાંતિ———-
તરુલતા મહેતા 18મી ઓગસ્ટ 2015હિત્યઅનુરાગી મિત્રો ,
આપણા સોનાં વહાલાં વડીલની વિદાયના ખાલીપાને કેમ જીરવીશું?
જેમને પુષ્પો અતિપ્રિય હતાં તેવાં મેઘલતાબેનને પુષ્પો હાથોહાથ અર્પવા હતાં તે હવે ભાવાંજલિથી આપવાં રહ્યાં,’તમે સ્મરણમાંરહેશો હરદમ ,દીધા કરશો પ્રેરણા હરદમ।’
વહાલાં સ્વજનની વિદાય હદય કોરે પણ ‘કૃષ્ણમ વન્દે જગતગુરુ ‘ ગુરુની આજ્ઞાને આપણે સૌ આધીન છીએ.મુ.મેઘલતાબેન આપણાં સોના વડીલ ગુરુ જ હતાં। તેમનું સુવાસિત દીર્ઘ જીવન એક ભાવભર્યો,બળ પ્રેરતો સંદેશ છે.
મુ.મેઘલતાબેનની પ્રતિભા સ્વયં પ્રકાશિત તેજસ્વી તારાની જેમ સહુને ઉજાસ આપતી હતી.પ્લેઝનટનમાં દીકરીના કુટુંબ સાથે રહેતાં હતાં એટલે અમારા અહીનાં ગુજરાતી ગ્રુપને એમની આત્મીયતાનો મહામૂલો અનુભવ મળ્યો।
મુ રશ્મીકાન્તભાઈ અને વહાલાં સ્વજનોને પ્રભુ વસમી વિદાય સહન કરવાનું બળ આપે.મુ.મેઘલતાબેનના આત્માને શાંતિ મળે એથી વિશેષ શબ્દો આ ક્ષણે મારા ભીના હદયમાં વિરામ પામે છે.
પૂર્ણમાં પૂર્ણરૂપે ભળી ગયા. ઓમ શાંતિ શાંતિ———-
તરુલતા મહેતા 18મી ઓગસ્ટ 2015

આજે શબ્દો સુના પડ્યા છે.

આજે જણાવતા દુખ થાય છે.કે આપણા બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન મહેતા એ ચિર વિદાય લીધી છે...   

 જીવનમાં અમુક વ્યક્તિ હંમેશ  માટે યાદ છોડી ને જાય છે..

અને કાયમ આપણા હૃદય માં સ્થાન લીઈ લે છે..

.મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,

ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……

ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,

ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..

                                                            મેઘલતાબેન મહેતા

meghlataben

એકવાર માધવી બેન સાથે વાત થઇ ,એમના મમ્મી રીહેબમાં છે .પરંતુ માંદગી ની ફરિયાદ કરવાના ને બદલે પોતાની સર્જન શક્તિ કેળવી રહ્યા છે ..પોતાનામાં રહેલો સર્જક મુરજાય નજાય તે માટે વાર્તા લખી રહ્યા છે. ચમત્કાર થતાં નથી પણ ચમત્કાર કરવા પડે છે. દરેક વ્યક્તિમાં ચમત્કાર કરવાની શક્તિ છે.
પણ બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે તેનામાં પણ ચમત્કાર કરવાની શક્તિ છે.
મોટાભાગે માણસો પોતાની શક્તિઓ વિશે જ સભાન હોતા નથી..
જયારે મેઘલતાબેન માંદગીમાં શરીર સાથે લડતા સમય નો સામનો કરતા પોતાના આત્માની વાતને અનુસરે છે ..
અને સર્જકના જીવને જીવાડે છે ..
“એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !”
 કેટલો હકારત્મ અભિગમ ! બીજી ચાર લીટીમાં તો જાણે જિંદગીની ફિલોસોફી દ્રષ્ટી ગોચર થાય છે
જિંદગીને નોટબુક નહી ..સ્લેટ જેમ વાપરતાં જાઓ .
ભૂત ભેગો કરો નહીં.પણ ભૂતકાળ ભૂંસતાં જાઓ .
લખેલું બધું લૂછતાં જાઓ , ને નવું નવું લખતા જાઓ ,
ગૂંચવવાડે ગુંચવાઓ નહીં ,ને આજ આનંદે ઉજવાતા જાઓ ..

સમય વીતી ગયો …

હા ,લખવાનો સમય તો જાણે વીતી ગયો ..
કદાચ જીવન જાણે ખીચોખીચ -ને તોય ખાલી ખમ !
ખીચોખીચમાં તો શું લખવું ? ગૂંચવાડો  ગૂંચવાડો
 ને ખાલીખમમાં શું લખવું ?-શૂન્ય જ બધું .
છતાંય વર્ષે વર્ષે નવું વર્ષ આવે
  ને નવી વાતો નહિ તોય
 નવી  આશાઓ લાવે .
એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !
વર્ષનું કામ તો દર વર્ષે .
પાછા આવવાનું -વર્ષે વર્ષે ,
નવા નક્કોર અને કોરા કટ્ટ
થઈને –

મેઘલતાબેન મહેતા

“ઘર એટલે ઘર “(17)રશ્મિબેન જાગીરદાર

કોઈ પૂછે કે , કુબેર ના ભંડાર માં કેટલું ધન હશે ? અને એનો જવાબ શોધવા આપને ગણત્રી કરવા બેસી જઈએ તો એ ગણતરી ક્યારેય પૂરી થાય ખરી ?આકાશ નું
માપ લેવા નું કોઈ કહે તો આપને સામે પૂછીએ અઘાધ આકાશ નું તે કંઈ માપ હોય ભલા ! આવું જ અઘરું , અરે ! કહો ને અશક્ય કામ છે આકાશ ના તારા ગણવાનું ,આપણા પોતાના વાળ પણ ક્યાં ગણી શકાય છે ? આવા બધા વિચારો મને ત્યારે આવવા લાગ્યા જયારે હું ઘર વિષે લખવા બેઠી સાગર ના પાણી ને એક લોટો લઇ ને ઉલેચવા બેસું ત્યારે કેવી લાગણી થાય બસ બરાબર એવી જ લાગણી મને અત્યારે થાય છે .
” ઘર ” શબ્દ તો નાનકડો જ છે અને પાછો કાનો – માત્ર જેવા કોઈ વળગણ વગર નો, પરંતુ એનો અર્થ એની ગહનતા , વિશાળતા , ઉચાઇ , ઊંડાણ અને એવા બીજા બધા આયામો સમજવા કે તેના વિષે લખવા હું સંપૂર્ણપણે શકિતમાન નથી કદાચ — આટલું કબુલ્યા પછી હવે ઘર ને સમજવા કંઈક પ્રયત્ન કરી શકું . હા , મકાન શબ્દ ની વ્યાખ્યા થોડી સહેલી પડે ,પણ ઘર ? આપણા શરીર માં જેમ આત્મા સમાયેલો છે તેવી જરીતે મકાન માં ઘર સમાયેલું છે અને એટલેજ તેનો અર્થ જેટલો વિશાળ તેટલો જ સુક્ષ્મ છે . વિશાળ વસ્તુ જોવી સમજવી શક્ય છે જેમ કે હિમાલય આટલો વિશાળ હોવા છતાં તેને આંબી શકાય કિન્તુ સુક્ષ્મ ને સમજ વું અતિ કઠીન , એને માટે તમારી પાસે અલગ સુક્ષ્મ્દર્શક દ્રષ્ટી અને મન જોઈએ !!!
“આત્મા ત્વં , ગિરીજા મતી: સહચરાહા પ્રાણાહા શરીરમ ગૃહમ ” આ શ્લોક માં શરીર ને આત્મા નું ઘર કહ્યું છે અને આત્મા એટલે આપણે જેને ” હું ” કહીએ છીએ તે , હવે ઘર શબ્દ ની વિશાળતા સમજીએ તો પૃથ્વી પર જેટલા શરીર છે તે બધાજ આત્મા ના ઘર છે ! એના વિભાગો પણ આ રહ્યા જંગલી પશુ ઓ નું ઘર જંગલ , જળચર પ્રાણી ઓ નું ઘર જળાશયો તો વળી પક્ષી ઓ ના ઘર વ્રુક્ષો એમાં પક્ષી ઓ આપણે પોતીકા લાગે જાણે મિત્રો ! વહેલી સવાર માં જ તેઓ પોતાનું ઘર – માળો છોડી ને ચણ શોધવા નીકળી પડે, આખો દિવસ ખોરાક ની શોધ માં ગમે તેટલાં દુર નીકળી જાય પણ સુરજ ડુબતાં જ ઘર તરફ પાછા ફરે, કેટલીક વાર અતિ દુર થી તો વર્ષા ઋતુ માં અનેક તકલીફો વેઠી ને પણ પોતાને ઘરે પહોચી જ જાય .સાંજ ના ટાણે ઓટલે બેસી ને વ્રુક્ષ ની અંદર લપાઈ જતાં પક્ષી ઓ નો કલરવ માણ્યો હોય તો આપણ ને એ કલરવ માં એવા શબ્દો પડઘાતા જણાશે “ઘર એટલે ઘર ” જાણે પક્ષીઓ કહી રહ્યાં ન હોય !!1 ગોધૂલી ના સમયે પાછા ફરતા પશુધન પણ જાણે અનુભવે છે કે , આખરે ” ઘર એટલે ઘર “, તો વળી કાળક્રમે આત્મા શરીર રૂપી ઘર ને છોડીને તો જાય જ છે પરંતુ આપણા શાસ્ત્રો પ્રમાણે ફરી શરીર ધારણ કરે છે , ત્યાં પણ શું આવો જ ભાવ સમાયો હશે કે , ” ઘર એટલે ઘર ” —- હોઈ શકે નહિ ?
હવે આપણે જેને ઘર સમજીએ છીએ , જ્યાં રહીએ છીએ તે ઘર ને સમજવું પણ એટલું જ કઠીન છે .શું ઘર એટલે ચાર દીવાલો , છત અને બારી બારના નું બનેલું માળખું કે પછી એમાં રહેતા માનવ સમુદાય નું ઝુમખું ? આ વિચારતાં જ મારા મન માં એક ગીત ગૂંજી ઉઠ્યું , ” તુમસે હી ઘર ઘર કહેલાયે ….. ” ઘર હોય એટલે એમાં કેટલીક રૂમો હોય અને એમાં રહેનાર કુટુંબીજનો હોય જેમાં બાળકો હોય વડીલો હોય ઘર નો મુખીયા હોય અને ગૃહિણી હોય તો શું આ બધાનો સરવાળો એટલે જ ઘર ??? આ સવાલ નો જવાબ જોઈતો હોય તો ગૃહિણી ને તમારે અઠવાડિયા ની રાજા પર ઉતારવી પડે , એ ના હોય ત્યારે તમને કોઈ ચીજ તમને જગ્યા પર નહિ મળે , કશું જ સમય સર નહિ જડે અરે , ચા નાસ્તો કે લંચ-ડીનર પણ સમયે પ્રાપ્ત થાય તો ગનીમત ! આવું !! અઠવાડિયું તમે માંડ પસાર કરો પછી ગૃહિણી જયારે પછી ફરે ત્યારે સૌ થી પહેલા તે એકજ વાક્ય બોલશે ,” અરે આ તો ઘર છે કે ઉકરડો ? ” ને તરત કામે ચડી જશે એટલે બીજા દિવસ થી બધું રાબેતા મુજબ ગોઠવાઈ જશે અને ત્યરે તમે પણ ગઈ ઉઠશો ,” તુમસે હી ઘર , ઘર કહેલાયે ” તો ગૃહિણી પણ ગીત માં સમાયેલા પ્રેમ ને પામી ને હરખથી બોલી ઉઠશે “ઘર એટલે ઘર ” એક કારણ એ પણ ખરું કે આખું અઠવાડિયું તેણે ઘરને મિસ કર્યું હતું . અહીં જ ઘર – ની ગહનતા ઉજાગર થાય છે , ઘર મિસ કર્યું એટલે શું -શું મિસ કર્યું ભલા ?
આપણા માં થી ઘણા ને ઘર જમાઈ બનવાનો શોખ હોય છે ! જો કોઈ રોકે તો રોકડો જવાબ પણ તૈયાર જ હોય . કૈલાશ પતિ શંકર પણ તેમના સાસરે હિમાલય પર જ રહે છે ને ? તો વળી વિષ્ણુ ભગવાન પણ તેમના સાસરે સમુદ્ર માં નિવાસ કરે છે તો પછી અમે કેમ નહિ ?આવું વિચારી ને સાસરે રહેતા જમાઈ ન્હાતા ન્હાતા ક્યારેક બાથરૂમમાં હરખાઈ ને લખી નાખે કે , ” સસરા સુખવાસરા ‘
તો ચબરાકિયો સાળો સામે લખે કે, ” દો દિનો કા આશરા ” આવી હરકતો થી કંટાળી ને દીકરી – જમાઈ પોતાનું જુદું ઘર લે અને રહેવા જાય ત્યારે જ તેઓ ને અહેસાસ થાય , “ઘર એટલે ઘર ” બાપુ !
હું જયારે પહેલી વાર અમેરિકા જઈ ને પછી આવી ત્યારે પ્લેન લેન્ડ થાય તે પહેલા જ ‘ અમદાવાદ ‘ નું બોર્ડ જોઈ ને મને હરખ થયો , હાશ! હું ઘરે આવી ગઈ ! હવે બોલો ઘર તો ઘર ના સ્થાને જ હોવાનું ને પણ આખું અમદાવાદ મને ઘર લાગ્યું . આપણ ને બધાને આવા અનુભવ વારંવાર થતા હોય છે . આપને જ્યરે પંદરેક દિવસ માટે પર પ્રાંત માં પ્રવાસે જઈ ને પાછા ફરીએ ને તે દરમ્યાન ગુજરાત ની બોર્ડર ક્રોસ કરીએ ને ગુજરાત માં પ્રવેશ કરતા જ આપણો માંહ્યલો બોલી ઉઠે, “ઘર એટલે ઘર ” એજ રીતે વર્લ્ડ ટુર કરી ને પાછા ફરતાં ભારત ના કોઈ પણ ભાગ માં પહેલો પ્રવેશ કરીએ ત્યારે પણ બિલકુલ આવા જ ભાવો થી આપણે રોમાંચિત થઇ ઉઠીએ!!! જો તમે મારી વાત માનો તો એસ્ટ્રોનટસ અવકાશયાન સાથે અવકાશયાત્રા પૂરી કરીને પૃથ્વી પર પરત ફરે ત્યારે સમગ્ર પૃથ્વી તેમને પોતાનું ઘર લાગશે અને કેમ નહિ ? આપને તો પ્રાચીન કાળથી “વસુધૈવ કુટુમ્બકમ” માં માનીએ છીએ એટલે કોઈ પણ દેશ નો અવકશ યાત્રી જ્યાં અને જયારે પૃથ્વી નો પ્રથમ સ્પર્શ પામે ત્યરે તે ને ઘરે પહોચ્યા નો અહેસાસ જરૂર થશે અને અંદર થી એક એવી લાગણી ઉદભવશે ,” ઘર એટલે ઘર ” ખરું કે નહિ ?
ઘર શબ્દ નો અર્થ ઊંડાણ થી સમજવા જઈએ ત્યારે એના અનેક આયામો અને તેમાં સ્થિત જટિલતા જાણે તેન અર્થ ને અતિ અઘરો બનાવી દે છે નહિ ? પણ મિત્રો ડરશો નહિ આપણને ઈશ્વર જેમ ઊંડા અંધારેથી પરમ તેજે લઇ જાય તેમ આપણે જ પોતાને જટિલતા થી સરળતા તરફ લઇ જઈએ . કોઈએ કહ્યું છે ને ,” મારે પણ એક ઘર હોય જ્યાં હું વિના નિમંત્રણ અને વિના સંકોચે જઈ શકું !!!” તો બસ આ જગ્યા જ સાચું ઘર! પછી તે આપણું હોય કે બીજાનું . સાંપ્રત સમાજ ની વિટંબણા ક્યાં ઓછી છે ? સંયુક્ત કુટુંબ માં રહેનારા બધા માટે ઘર તો એક જ હોય પણ શું દરેક સભ્ય પોતાનું ઘર માની ને કામ કરે છે ? દીકરી પોતે જ્યાં જન્મી ને મોટી થઇ હોય તે લગ્ન પછી પિયર આવે તો કહેશે મમ્મી ને ત્યાં જાઉં છું અને ત્યાંથી પછી ફરતા કહેશે સાસરે જાઉં છું તો પ છી એનું પોતાનું ઘર ક્યાં ? આવી અસમંજસ માં શરૂઆત ના સમય માં તો દીકરી મમ્મી ને ઘરે જાય ત્યારે જ થતું હશે હાશ! “ઘર એટલે ઘર” . આવો અહેસાસ પણ મમ્મી હોય ત્યાં સુધી પછી તો કહેશે ભાઈ ના ઘરે જઈ આવી અને ત્યાંથી પોતાના ઘારે આવે ત્યારેજ તેને લાગે યાર , ” ઘર એટલે ઘર “.
આમ આખું વિશ્વ અસંખ્ય ઘરો થી ઉભરાઈ રહ્યું છે , તેમાંનું કયું ઘર કોને પોતાનું લાગશે, તે ખરેખર યક્ષ પ્રશ્ન છે! મારા માટે તો જ્યાં જઈ ને તમને , તમારા આત્માને , અને તમારા સમગ્ર અસ્તિત્વ ને એમ થાય કે , “ઘર એટલે ઘર ” એ જ તમારું ઘર

રશ્મિબેન જાગીરદાર

ઘર એટલે ઘર-(16)જયવંતી પટેલ

ઘર શું નથી ?  એ ધરતીકંપ નથી , ઘનઘોર વાદળાથી છવાયેલું નથી, એ બિહામણું ડર લાગે તેવું નથી, એ ડુબાવી દે એવું રસાતાળ નથી, એ નાટક નથી, ઊંડી ખાઈ નથી, એ વિયોગ નથી, એ અંધકાર નથી, એકલતા નથી, સ્વપ્ન નથી, લાગણીહીન નથી, ભૂખ નથી, ઊજાગરો નથી, અશાંતિ નથી, એ મુશળધાર નથી, એ પહાડ નથી, એ અગ્નિ નથી, એ સાગર નથી, ઘર વિમાષણ નથી, એ કારખાનું નથી, ઘર હેવાનયત નથી, ઘર સ્મશાન ઘાટ નથી.

તો ઘર શું છે ?  જ્યાં આત્મીયતા છે, શાંતિથી બેસી શકાય તે છે, પોતાપણું લાગે તે છે, કડવું, મીઠું લાગે  તે છે.કોઈની શરમ ન રાખવી પડે તે સ્થળ છે, પતિ – પત્ની લડી શકે તે છે, અને પાછો પ્રેમ કરી શકે તે છે  ભાઈ-બહેન નું સહિયારું જીવન છે, વિસામો છે. આંખો બંધ કરી જે જોવું ગમે તે દૃશ્ય છે.  માં-બાપ, ભાઈ ભાંડું, દાદા-દાદી અને નાનું ગલુડિયું સાથે રહી શકે તે જગ્યા છે, પછી ભલે તે મોટો બંગલો હોય કે નાની ઝુંપડી હોય.  કોઈ ફરક નથી પડતો.  ઉમળકો આવે અને લાગણી દર્શાવી શકાય તે જગ્યા છે જેને ઘર નામ આપ્યું છે.  જ્યાં જવું ગમે છે.  બાળપણ, જુવાની, પ્રોઢાવસ્થા  અને છેવટે ઘડપણ,  ચારે અવસ્થા વિના સંકોચ કે વિના હિચક વિતાવી શકાય તે છે. ….એ ઘર છે. એ ઝરમર છે. એનો દરવાજો ખોલીને પ્રવેશ કરી શકાય છે.  એ શિતળતા છે. એ મંથન છે.  એ શાંતિનિકેતન છે.  એ  નાનું ઉધોયગ ઘર છે  એ સંસ્કૃતિ છે.  એ એક મંદિર છે.

ગામડાંનો એક ખેડુત તેની પત્ની સાથે નાના સરખા ઘરમાં રહેતો હતો.  એમને એક દીકરો, તેને રામુ કહેતા.  દેશને જરૂરત પડી એટલે જુવાન થયેલા દીકરાને ફોજમાં જવું પડયું.  અજાણ દેશની ધરતી પર, હજારો માઈલો દૂર દેશને માટે લડવું પડયું  ઊંડા ખાડા ખોદી તેમાં સંતાઈ રહેવું પડયું.  કેટલાય દિવસો ખાધા વગર, નિંદ્રા વગર કાઢવા પડયા.

ત્યારે આંખો બંધ કરી, મોતની સામે ઝઝુમતી વેળા બસ એકજ ખ્યાલ અને દૃશ્ય તેનાં મનમાં તાજું થતું કે જાણે તે તેની માએ બનાવેલું શાક અને તે પણ ચોળાનું, સાથે જુવારનો રોટલો, લસણની ચટણી અને ડુંગળી ખાઈ રહયો છે.  એ નાનકડા ઘરમાં ખાટલો ઢાળેલો છે અને તે ત્યાં સૂતો છે – માં માથા પર વહાલથી હાથ ફેરવે છે અને બાપુ ચાળશો ઓઢાડી જાય છે. – કોઈ રીતે એ લાગણી મનમાંથી કાઢી નહોતો શકતો.  છેવટે કેટલાયે વર્ષો બાદ  ઘરે પાછો આવે છે.  હવે રામુ માંથી રામલાલ થયો છે.  રહેવા સારૂ ઘર મળ્યું છે.  હોદ્દો પણ છે.  પણ રામલાલે એક પગ ગુમાવ્યો છે. જે ખાડામાં સંતાઈ રહેવું પડયું હતું ત્યાં બોમ્બ પડયો હતો અને સૈનિકો તેને બાજુની હોસ્પીટલમાં લઇ ગયેલા, ત્યાં તેનો ડાબો પગ કાપવો પડેલો.

જયારે પણ રામલાલ આંખો બંધ કરી વિચારે છે ત્યારે એજ દૃશ્ય એની સામે ખડું થાય છે.  અને, ખરેખર, વર્ષો પછી ઘોડીની મદદથી ચાલતો રાતના બે વાગ્યે ગામને પાદરથી, પોતાના એ નાનકડા ઘરે આવ્યો ત્યારે એમ લાગ્યું કે ધરતીનો છેડો આવી ગયો છે.  ધીમે રહી બારણું ખટખટાવ્યું.  બાપૂએ ફાનસ પેટાવ્યું ને તેનાં પ્રકાશમાં બારણું ખોલ્યું
જોયું તો તેમનો રામુ સામે ઊભો છે.  આંખો ઊંડી ઊતરી ગઈ છે. શરીર સુકાઈ ગયું છે.  એક પગ અડધો નથી અને ઘોડીની મદદથી લંગડાતો ચાલે છે.

દુઃખી હૃદયે માં-બાપ દીકરાને અંદર લાવ્યાં  રામુ ઢાળેલા ખાટલા પર બેઠો.  માએ પાણી આપ્યું  સમાચાર પૂછ્યા અને છેવટે પૂછ્યું ,” બેટા, ભૂખ લાગી છે? કઈ ખાઇશ ?”  જવાબમાં તે બોલ્યો, ” હા, માં, જરૂર ખાઇશ.” “અત્યારે રાતનાં બે વાગ્યા છે – શું આપીશ ?”  “બેટા, રાતનાં ચોળાનું શાક બનાવ્યું હતું તે છે, રોટલો છે સાથે લસણની ચટણી આપીશ.  રામલાલે હા કહી એટલે માંએ ઉપર બતાવેલી બધી વસ્તુ મૂકી તેને થાળી આપી – રામલાલે પહેલા તે થાળી ઊચી કરી ને નાકેથી સુવાસ લીધી.  ગરમ ચોળા અને ગરમ કરેલો રોટલો – કેમે વિસરાતો નહોતો  સાથે લસણની ચટણી ને નાની ડુંગળી.  ઘણા વખતે રામલાલે પેટ ભરીને ખાધું  જમી રહયા પછી બાપૂએ બીજો ખાટલો ઢાળી આપ્યો, તેના ઉપર ગાદલું નાખ્યું ને ચાદર પાથરી, ઓશીકું મૂક્યું.

જમીને રામલાલે તેના પર લંબાવ્યું બાપૂએ આવી ચાળશો ઓઢાડ્યો, માંએ બાજૂમાં આવી માથે હાથ ફેરવ્યો.  રામલાલને થયું હું સ્વપ્નમાં તો નથીને ?  તેણે માંનો હાથ પકડયો – હવે ખાતરી થઇ.  તેને થયું આનેજ સ્વર્ગ કહેતા હશે આ મારું ઘર છે.  આ સ્વર્ગ જ છે.

જયવંતી પટેલ