ઘર એટલે ઘર…(24) હેતલ બ્રહ્મભટ્ટ

વ્હાલા પ્રજ્ઞા બેન,
બેઠક ના વિવિધ વિષયો પર લખાયેલું ઘણું વાંચ્યું છે પણ આવો લાગણીશીલ વિષય જોઇને થોડુક લખવાનું મન થઇ ગયું.

ઘર.
કાનો, માત્રા, અનુસ્વાર વગરનો એક સાવ નાનકડો શબ્દ. એના નાનકડા સ્વરૂપમાં એ કેટલી મોટી દુનિયા સમાવે છે!
તેર વર્ષના વિદેશવાસ પછી, ઘરની મારી વ્યાખ્યા ઘણી બદલાઈ છે.

સાવ નાનપણમાં મમ્મી, પપ્પા અને બહેનીના સહવાસમાં જ ઘર લાગતું. પછી માસી, ફોઈ, કાકા, દાદા, નાનીને ત્યાં પણ ઘરોબો લાગતો. નવી નવી અમેરિકા આવી, પહેલી વાર મહિનાઓ સુધી ચાલેલી ‘homesickness’ અનુભવી ત્યારે મારા ઘર નું મૂલ્ય સમઝાવાનું શરુ થયું … હવે મમ્મી, બહેનીનું વર્ષો સુધી મ્હો જોવા ના મળે ત્યારે અવારનવાર અનુભવતી ઉદાસી વળી પાછી મને વારેવારે ઉડાડીને ઘરે જ તો લઇ જાય છે…અત્યંત આત્મીય ઘરથી પડેલું અઢળક અંતર જાણે ક્યારેક મને દઝાડે, ક્યારેક ઓગાળે ને ક્યારેક વળી સાવ જ પીગળાવી દે…ને છતાં, મારી અંદર જ સદા અકબંધ અને જીવંત છે મારું ઘર.

હું માનતી હતી, કે તમે જેમાં વસો એ તમારું ઘર.
વર્ષો-વર્ષ અને હજારો માઈલોના અંતર પછી સમજાયું – જે તમારામાં વસે, એ તમારું ઘર.

~ હેતલ બ્રહ્મભટ્ટ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, ઘર એટલે ઘર, સહિયારુંસર્જન, હેતલ બ્રમભટ્ટ and tagged , , , , , . Bookmark the permalink.

4 Responses to ઘર એટલે ઘર…(24) હેતલ બ્રહ્મભટ્ટ

  1. P.K.Davda says:

    છેલ્લા વાક્યમાં ઘરની સંપૂર્ણ વ્યાખ્યા આવી ગઈ. ધન્યવાદ હેતલબેન.

    Like

  2. vimala says:

    હા, હેતલબેન છેલ્લા વાક્યમાં ઘરની સંપુર્ણ સાચી વ્યાખ્યા સમાઇ જાય છે.
    બહુ સરસ.

    Like

  3. ha, etle j tamara potana ghar ne hu sampurn tiptop rakhu chhu! karan ke
    mara man ma ne svapn ma to aaje pan pardi nu e j ghar jya balpan vityu te
    samayelu chhe!!! etle te j ghr ni sachi vyakhya kari!!! you are great ! I
    am proud of you vhalshi!
    mom

    Like

  4. Jayvanti Patel says:

    Tha last sentence tells everything. Very nice.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s