ઘર એટલે ઘર…(22) દેવિકાબેન ધ્રુવ

વીતેલી સમયવીણા પર,

         સ્મરણનખલી ફરે છે ઘરમાં,
સુખી સૂરીલા સૂરો છેડે,
જાણે આરતી ઘરમંદિરમાં
હળવે ફરે છે ઘરના જૂનાં,
પાના હજી યે મનમાં તાજાં,
પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
પ્રગટી રહે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું સંતાનોનું,
બાદાદાની શીળી  છાંયમાં,
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,
ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘામૂલા દિવસો એ કેવાં,
સ્વજન મિત્રોના નિકટ સાથમાં,
ટૂંકા નાના સીમિત આંચલમાં,
પોષાયાં સૌ પ્રેમમંદિરમાં,
ક્ષણકણ વીણી ઘરથી,
બાંધ્યા સૌએ નીજના માળા.
ભૂલાય કેમ હા સૌની વચમાં,
પરમ શિવ તો સતત ઘરમાં.
વીતેલી સમયવીણા પર,
સ્મરણનખલી ફરે છે ઘરમાં..

દેવિકાબેન ધ્રુવ 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, ઘર એટલે ઘર, દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન, સહિયારુંસર્જન and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to ઘર એટલે ઘર…(22) દેવિકાબેન ધ્રુવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s