ઘર એટલે ઘર…(20)ડૉ.મહેશ રાવલ

  ગઝલઘરનાં બારણે……. જ્યાં આડકતરો પણ અહમ  ઉંબરે  પણ પોષાય નહીં।.ઘર એટલે સૌમ્ય, સાલસ, સાહજિકતા,ભીતરી સૌંદર્ય, રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં‘ને સાદગી થી શણગારેલું ઘર  એટલે ઘર ……આખરે ઘર તો ઘર જ હોય છે અ પછી એ ગઝલનું કેમ  ન હોય….

તો, બારણાં ખુલ્લા જ છે…

http://drmahesh.rawal.us/?p=1877

અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા જ છે
લાગણી, આધાર હો તો બારણાં ખુલ્લા જ છે

આડકતરો પણ અહમ આ ઉંબરે પોષાય નહીં
પાત્રતા પુરવાર હો તો બારણાં ખુલ્લા જ છે

એક માર્ગી છે હ્રદયની સલ્તનતનાં માર્ગ સહુ
આવવા તૈયાર હો તો બારણાં ખુલ્લા જ છે

ફળવગરનાં કર્મ નહીં પણ, કર્મનાં ફળનું ચલણ
માન્ય જો સો વાર હો તો બારણાં ખુલ્લા જ છે

રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં
માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા જ છે

સૌમ્ય સાલસ સાહજિકતા,ભીતરી સૌંદર્ય, ‘ને
સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા જ છે !

લઇ ખુમારીનો અનાહત વારસો બેઠા છીએ
દબદબો સ્વીકાર હો તો બારણાં ખુલ્લા જ છે

ડૉ.મહેશ રાવલ

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ઘર એટલે ઘર, ડૉ. મહેશભાઈ રાવલ and tagged , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to ઘર એટલે ઘર…(20)ડૉ.મહેશ રાવલ

 1. P.K.Davda says:

  ખમીરવંતી ભાષા, સ્પષ્ટ શબ્દોમાં શરતો, કોઈ બાંધછોડનો અવકાશ નહિં, કબૂલ હોય તો આવ, નહિં તો……

  વાહ વાહ ! આવું સ્પષ્ટ તો મહેશભાઈ જ કહી શકે ! કોઈ લાવ લપેટ નહિં. સમજી જવામાં સાર છે…

  Like

 2. Kalpana Raghu says:

  મહેશભાઈ,’બેઠક’નાં ‘ઘર’માં ગઝલપૂર્વક ખુલ્લે બારણે આપની ગઝલનો સત્કાર!
  ‘ગઝલ તો ગઝલ છે, પછી તે દિલ હોય કે ઘર,
  ઈરાદો હોય પ્રવેશનો, તો બારણા ખુલ્લાજ છે!’
  કલ્પના રઘુ

  Like

 3. Fulvati shah says:

  I like your Gazal.

  Like

 4. Subodh Trivedi says:

  Bahu Saras. Gharni spashta Vykhya !Gazal swarupe!

  Like

 5. padmakshah says:

  લાગણી, આધાર હોયતો બારણા ખુલ્લા છે ખુબ જ સરસ મહેશભાઈ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s