ઘર એટલે ઘર…(22) દેવિકાબેન ધ્રુવ

વીતેલી સમયવીણા પર,

         સ્મરણનખલી ફરે છે ઘરમાં,
સુખી સૂરીલા સૂરો છેડે,
જાણે આરતી ઘરમંદિરમાં
હળવે ફરે છે ઘરના જૂનાં,
પાના હજી યે મનમાં તાજાં,
પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
પ્રગટી રહે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું સંતાનોનું,
બાદાદાની શીળી  છાંયમાં,
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,
ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘામૂલા દિવસો એ કેવાં,
સ્વજન મિત્રોના નિકટ સાથમાં,
ટૂંકા નાના સીમિત આંચલમાં,
પોષાયાં સૌ પ્રેમમંદિરમાં,
ક્ષણકણ વીણી ઘરથી,
બાંધ્યા સૌએ નીજના માળા.
ભૂલાય કેમ હા સૌની વચમાં,
પરમ શિવ તો સતત ઘરમાં.
વીતેલી સમયવીણા પર,
સ્મરણનખલી ફરે છે ઘરમાં..

દેવિકાબેન ધ્રુવ 

ઘર એટલે ઘર…(21) દર્શના વારિયા નાડકરણી

“ઘર એટલે” — “Home is…” (poem dedicated to homeless children).

“ઘર એટલે” — “Home is…” (poem dedicated to homeless children)

આ મહિના ની બેઠક નો વિષય છે “ઘર એટલે”.  કાનો માત્ર વગરના બે અક્ષરના ઘર શબ્દ માં ઘણું સમાયેલું છે.  તેમાં લાગણી, પ્રેમ, સલામતી અને સંતોષ ભર્યા હોય છે.  જો ઘરની ભીત બોલે તો તે ભાન્દુડા ની લડાઈ માં કોણ વધારે નટખટ હતું તે સાક્ષી પુરાવે।  ઘરની ભીંતો મમ્મી પપ્પા ને પાટા મારી ને વચ્ચે કરેલી સુવા માટેની જગ્યા ની જુબાની આપે, દાદીના હેત નો વરસાદ વરસાવે ને ઘરે પધારેલા મિત્રો અને મહેમાનોથી દિવાલોને શણગારી શકે.

પણ જયારે આપણા માટે, આ વિશાળ દુનિયા માં, ઘર એક એવો ખૂણો છે કે ત્યાં મળે છે લાગણી, પ્રેમ, સબંધ અને સંસ્કાર, ત્યાં મળે છે સંવેદના, મિત્રોનો કોલાહલ, અવનવું ભણતર અને ગણતર, ત્યારે આપણે આજે યાદ કરીએ એ બાળકોને કે જેમને આ કશુજ હાસિલ થતું નથી.  એ બાળકોને કે જેમને ઘર જેવી કોઈ વાસ્તવિકતાનો અનુભવ જ નથી.  ક્યારેક એ બાળકો શેરીએ શેરીએ ભટકે છે અને ક્યારેક ફોસ્ટર કેર માં અટવાયેલા છે.  અને એ બાળકો જેમના ભાગ્યમાં ઘર છે તો તે માત્ર દીવાલો છે, નથી ઘર માફક કોઈ સુવિધા કે સગવડ।

અનાથ બાળક શેરી એ શેરી એ ભટકે
તડકો છાયો સમાન, આભ એનું ઘર છે

દિવાલોની હુંફ તેને ક્યારેય મળી નથી
માં બાપ થી અલગ, ભટકે તે દર દર છે

દીવડામાં શોભતી હવેલી ના જગમગાટમાં
કોને અટુલા અનાથ બાળક ની દરકાર છે

ગરીબડું બાળક કચરામાં બટકું રોટલી શોધે
વહાલે પીરસેલી રસોઈની એને ક્યાં ખબર છે

શીખવાનો શોખ ને ચોપડી ના પાના ઉથલાવે
મજુર માની દીકરીને ક્યાં હાસિલ ભણતર છે

મખમલની રજાઈ તળે ઊંઘતા, તમે કહેશો
આ તો વળી અમથી વાત નું વતેસર છે

ઘર ના મીઠા સ્મરણોને સંભારીએ, ત્યારે શું
ભૂલી જઈશું જે આપણી વચ્ચે બેઘર છે?

દર્શના વારિયા નાડકરણી

ઘર એટલે ઘર…(20)ડૉ.મહેશ રાવલ

  ગઝલઘરનાં બારણે……. જ્યાં આડકતરો પણ અહમ  ઉંબરે  પણ પોષાય નહીં।.ઘર એટલે સૌમ્ય, સાલસ, સાહજિકતા,ભીતરી સૌંદર્ય, રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં‘ને સાદગી થી શણગારેલું ઘર  એટલે ઘર ……આખરે ઘર તો ઘર જ હોય છે અ પછી એ ગઝલનું કેમ  ન હોય….

તો, બારણાં ખુલ્લા જ છે…

http://drmahesh.rawal.us/?p=1877

અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા જ છે
લાગણી, આધાર હો તો બારણાં ખુલ્લા જ છે

આડકતરો પણ અહમ આ ઉંબરે પોષાય નહીં
પાત્રતા પુરવાર હો તો બારણાં ખુલ્લા જ છે

એક માર્ગી છે હ્રદયની સલ્તનતનાં માર્ગ સહુ
આવવા તૈયાર હો તો બારણાં ખુલ્લા જ છે

ફળવગરનાં કર્મ નહીં પણ, કર્મનાં ફળનું ચલણ
માન્ય જો સો વાર હો તો બારણાં ખુલ્લા જ છે

રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં
માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા જ છે

સૌમ્ય સાલસ સાહજિકતા,ભીતરી સૌંદર્ય, ‘ને
સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા જ છે !

લઇ ખુમારીનો અનાહત વારસો બેઠા છીએ
દબદબો સ્વીકાર હો તો બારણાં ખુલ્લા જ છે

ડૉ.મહેશ રાવલ

આ મુંબઈ છે ……લોકલ ટ્રેન

મિત્રો Gujarat Newslineમાં  આ મુંબઈ  છે ની મારી વાતો હમણાં દર અઠવાડીએ આવે છે હું ફોટો કોપી મુકું છું  પણ લોકો વાંચી નથી શકતા માટે અહી વાંચો 

મુંબઈ ની વાતો તો ઘણી કરી ચાલો થોડી લોકલ ટ્રેનની વાતો કરીએ…..

મુબઈ મને ગમે છે કારણ એ મારું શહેર છે મારી વાત કરવી હોય તો મુંબઈ વિષે કહેવું જ પડે આવું કહેનારી હું માત્ર એક નથી પરંતુ મુંબઈ ના વસનાર દરેક કહે છે ,આ શહેર જીવનારનું છે સવારે 7.30ની લોકલ પકડી રાત્રે છેલ્લી ટ્રેન  પકડી ઘર જનારા પોતાની જિંદગીનો સમય ઘર કરતા ટ્રેનમાં વધુ ગાળે  છે.હા આ બાબતમાં મુંબઈગરા  બ્રીટીશરોનો આભાર માને છે.મુબઈ માં ટ્રેનની અને ખાસ લોકલ ટ્રેન ની એક ખાસ દુનિયા છે  ,મુંબઈ શહેર આ ટ્રેન ને લીધે ધમધમે છે ભીડ ભાડ ટ્રેનમાં લટકતા માણસો હા જીવવા માટે લટકે છે પણ કોઈ પણ જાતની ફરિયાદ વગર એકાદ લટકતા લટકતા ચાલુ ટ્રેને પડી જતા મરે પણ છે ડબ્બો આ વાતને ખંખેરીને બીજા પ્રવાસીને ભરી લેતા ફરી એ જગ્યા કંઈ ન થયું હોય તેમ  પુરાઈ જાય છે મુબઈમાં ટ્રેનની એક નોખી દુનિયા છેલોકલ ટ્રેનની મુસાફરીની પ્રત્યેક પળ નવા અનુભવ સાથે માનવીને જીવાડે છે અને એ પ્રેત્યેક અનુભવ આગળ વધવાનું સાંત્વન આપે છેઅહી બધું રાબેતા મુજબ છે  ટ્રેનમાં  ક્યાંક ભજન  ગાતા મંડળો છે તો ક્યાંક રમી રમતા વર્તુળો  બધા પોતાની જગ્યા અને સ્થાન પોતાના સમયે લઇ લે છે સ્ટેશન આવતા ઉતરી જઈ પાછા બીજે દિવસે જોડાઈ જાય છે .જીવવા માટેની હાડમારી એક ટ્રેન નું દ્રશ્ય છે પહેલા વરસાદમાં ટ્રેન મોડી  આવશે એવી વાત થી ન ડરનારા મુંબઈ ના લોકો ને બધે adjust થતા આવે છે ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ છોડી ગતિમાં આવતા લોકો પોતાને કામે લાગી જાય છે ફેરિયો પોતાનો માલ વેચે છે રમત ની પાતાની બાજી ગોઠવાય છે ,સાઈબાબા ભજન મંડળી ભજન માં તલ્લીન થઇ જાય છે..સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નું પોતાનું એક નોખું મહત્વ છે  ​હા મુંબઈની ટ્રેન બધા મુબઈ વાસીને જોડે છે લોકલ ટ્રેનનો સમય એ આજુબાજુમાં વસતા લોકોની ઘડિયાળ છે ઉત્સુકતા સાથે બેસતા લોકો ઉતરે ત્યારે હાશકારો આપે છે  ક્યારે પાટા પરથી ટ્રેનો ઉતરી જાય ત્યારે જાણે ટ્રેન પોતાનો કંટાળો દેખાડતી હોય તેવું લાગે છે ,હા  અહી મુસાફરોની પોતાની એક અનોખી માનસિકતા છે અહી મુસાફરો ધક્કા મુક્કીથી અકળાવવા કરતા સહન કરી આગળ વધવામાં માને છે.તો ક્યારેક એક બીજાને ચાલુ ટ્રેને ખેચી લઇ માણસાઈ પણ દેખાડે છે પહોચવાની ઉતાવળ છે  ઉતર્યાનો અભરખો મુંબઈ ટ્રેન જ માત્ર તમને અહેસાસ કરાવે છે

આજનું છેલ્લું સ્ટેસન બીજા દિવસે પહેલું સ્ટેસન બની જાય છે ,લોકલ ટ્રેનના પાટા  અંધારી  રાત્રે ક્યારેક કોઈની આત્મહત્યા ની ચાડી ખાય છે. .પરંતુ ફરી ટ્રેનની ઝડપમાં બધું સમાચાર સાથે છાપા ના પાનામાં માત્ર દેખાય છે….ફરી નવા લોકો રોજીંદા મુસાફરો સાથે જોડાઈ આગળ વધે છે ફરી ટીફીનના ડબ્બા ,માછલીના સુંડલા ,માછીમારણો અને તેનો ગોંઘઘાટ માં મૃત્યુની ચીસ દબાઈ જાય છે..અહી મુસાફરો પાસે હકારાત્મકતા છે જે કઈ છે તેને સ્વીકારવાની કળા પણ છે તો પત્થર ફેકી ટ્રેન ને બાળી નાખતો આક્રોશ પણ છે .મુંબઈ ની  ટ્રેન માણસની ઉત્સુક્તાનું પ્રતિક છે અને તેની ઝડપ આગળ નીકળવાનું બળ ,ફેરિયાની ચહલ પહલ એ માનવીની આશા છે માણસ ભલે ટેનમાં થી ઉતરી જતો હોય પણ પાટાને પોતાની  જીંદગીમાં સાથે લઈને જાય છે કારણ ટ્રેનના પાટા તેમને માર્ગ દેખાડે છે ટ્રેનનો ડબ્બો મુંબઈ ના લોકોને ભીડમાં જીવતા શીખવે છે અને હૈયા ઉકેલ પણ ટ્રેન ની મુસાફરી જ અહી લોકોને શીખવે છે અને ટ્રેન જ લોકોને મોજ કરાવે છે ટ્રેનની ગતિ  અને માનવીની મતિ નું જયારે સમન્વય થાય છે ત્યારે સફળતા એની મેળે સર્જાય છે લોકોને ટ્રેન ઉપર ભરોસો છે માટે મુંબઈ જાગતું શહેર છે મુંબઈ ની  ટ્રેનને અટકવું, પાટા  ઉપરથી ઉતરવું કે મોડું પડવું પાલવતું નથી કારણ મુંબઈ ની ટ્રેનની સાથે મુંબઈગરા નો આત્મવિશ્વાસ દોડે છે ભીડમાં ગૂંગળાઈ જવાનો અધિકાર મુસાફરો ને નથી  કારણ મુંબઈની ટ્રેન મુબઈ નો ધબકાર છે પાટા  સિગ્નલ  પ્લેટફોર્મ ,ભાગદોડ, ,5.30ની ટ્રેન ,પતાની બાજી ,ભજન ,માછીમાર ,ટીફીનના ડબ્બાનો અવાજ ,આંધળા ભિખારીનું સંગીત, ચાના કપ,નો રણકાર,ભીડ, લટકતા માણસો, ચડવાનો ઉત્સાહ અને ઉતર્યા પછીનો હાશકારો ,આ બધી ક્રિયામાં ક્યાંક પ્રેમનો અંશ પણ છે કારણ  દોસ્ત આ મુંબઈ છે…

11831769_10206497508410151_3293032416443839283_n