પ્રતિકુળતા (13) કુંતા શાહ

જીવન આપણે ધારીએ તેમ ભાગ્યે જ વહે છે.  અને જો વિચાર કરીએ તો એ બરાબર જ છે.  આપણે સમજવું જોઇએ કે જીવનની પળેપળ બ્રહ્માંડમાં શું થઇ રહ્યું છે તેના પર જ આધારીત છે અને એ આપણા વશમાં નથી.  આપણા અત્યારના જ્ઞાન પ્રમાણે અઢાર અબજ વર્ષોથી આ બ્રહ્માંડ રચાયું અને જીવોની ઉત્પત્તિ પણ બ્રહ્માંડમાં થતા ફેરફારોને અનુરુપ થતી ગઇ. એ ઉત્પત્તિ આપણને લાગે કે બદલવાની નથી પણ કોણે જાણ્યુ હતું કે અમીબામાંથી વિક્રુત થતાં થતાં માનવી ઉત્પન્ન થશે?  દેવો તથા દૈત્યો તો આપણે જ છીએ પણ એથી વિભીન્ન કોઇ જીવ ક્યારેક હશે એની મને શંકા નથી.  અત્યારે આપણને જે દેખાય છે કે અનુભવીએ છીએ તે ખરેખર અલૌકિક છે કારણ તે અબજો વર્ષોની કારિગરી છે.  આપણો એમાં તસુભર પણ ફાળો નથી.  છતાં આપણે આપણા જીવનમાં શું થવું જોઇએ એ નક્કી કરી, આપણા એ લક્ષ્યને નિયંત્રિત કરવા પ્રયત્નશીલ રહીએ છીએ.  અને જરાય આશ્ચર્યની વાત નથી કે આપણે ચિંતા, ભય અને વ્યકુળતાથી ઘેરાયેલા જ રહીએ છીએ. આપણે દરેક જણ એમ જ માનીએ છીએ કે પોતની રીતે જ બધું થવું અને હોવું જોઇએ.  જે થાય છે તે કુદરતનાં તે પળના નિયમો પ્રમાણે જ ઘડાય છે એ તથ્ય સ્વિકાર કરવા આપણો અહં અટકાવે છે..

દરરોજ,  આપણે આપણા મન્ની જ વાત સ્વિકારીએ છીએ, આજુબાજુ, જે સત્ય ઘટનાઓ આ ક્ષણને ઘડી રહી છે તે જાણતા નથી, પછી સમજવાની વાટ જ ક્યાં?  આપણે હંમેશા આપણા સ્વાર્થની પૂર્તિની એચ્છા કરીએ છીએ.  દા..ત. આજે મને લોટરી લાગે તો સારું, જેથી મારે, મારા સ્વજનોને છોડી જવું ના પડે.  ઓ આપણે ધારીએ તે ન બને તો આપણે ઉદાસ થઇએ છીએ.  આ વાર્તા સહુએ સાંભળી તો હશે જ છતાં અહીં એનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે.  એક વટેમાર્ગુએ એક સાધુને પુછ્યું “મને ખબર પડી કે તમે ફ્લોરિડા થઇને આવો છો.  ત્યાંના લોક કેવાં છે?”

“ભાઇ, તમે ક્યાંથી આવો છો?”

“કેલીફોર્નિઆથી”

“ત્યાના લોક કેવા?”

“સારા. ત્યાંથી બીજે ક્યાંય જવાનો વિચાર કરતાં મન અસ્વસ્થ થઇ જાય છે.”

“જરા પણ ચિંતા ના કરશો.  તમે જ્યાં જશો ત્યાં તમને અપનાવી લે તેવા માણસો જ છે.”

તાત્પર્ય – આપણા સ્વભાવ અને વર્તન આપણું મંડળ બનાવે છે, અને આપણે કોણ? આપણો સ્વભાવ અને વર્તન, આદી મા, બાપથી ચાલી આવતી બક્ષીસ જેમાં સંજોગ અને વારસાગત શિક્ષણનો ઓપ એ આપણે!  બાહ્ય જે થઇ રહ્યું છે તેના પર આપણો કંઇ કાબુ નથી.  આપણા શબ્દો અને વર્તનને કારણે બીજી વ્યક્તિ શું વિચારશે, કરશે તે પણ આપણે નિયંત્રિત નથી કરી શકતાં. ધરોકે  આજે મારે બેઠકમાં જવું છે પણ મારી તબિયત સારી હશે કે નહીં, દિલિપ મને લઇ જઇ શકસે કે નહીં,  કાર ચલશે કે નહીં,  કાર ચાલે તોયે રસ્તામાં કંઇ બ્લોકેજ તો નહીં નડે! શું બેઠકમાં પહોંચવું મારા હાથમાં છે?

આપણે તદ્દન લાચાર નથી.  પ્રયત્નો તો કરવાનાં જ.  પરિણામની ચિંતા શું, અપેક્ષા પણ રાખવી નહીં.  કહેવું સહેલું છે.  આપણે સહુ ઉદાસી અને ખુશી અનુભવીએ છીએ.  આપણે ઉદાસ થઇએ ત્યારે, ભય, ક્ષોભ, ક્રોધ અનુભવીએ છીએ.  ખુશ હોઇએ ત્યારે, પોતાની માનસિક અને ભૌતિક સંપત્તિને આપણે લુટાવી દેવા તત્પર થઇએ  છીએ.

પ્રુથ્વી અબજો વર્ષોથી નભમંડળમાં ફર્યા કરે છે, બીજમાંથી, વનસ્પતિ ઉગ્યા જ કરે છે.  પશુઓની પણ વંશાવલી ચાલતી જ આવી છે.  ભલેને,  આપણે, આ ક્ષણના આનંદ ખાતર કુદરતના નિયમોને તોડી,  આવતી પેઢીઓને નવી લડાઇ તરફ ધકેલી રહ્યા છીએ!

સમાજવાદિત્વની ભાવના એક રીતે સારી છે.  ડેન્માર્ક, કેનેડા જેવા દેશોમાં માણસોની મુખ્ય જરૂરિયાત, અન્ન, છાપરું, દવાદારુ સહુને મળી રહે છે. એથી, પોતાની આવડતથી પ્રગતિ મેળવવી અને તેનો ઉપયોગ સહુ માણી શકે એવી ભાવના સહજ રીતે કેળવાય છે.  મૂંડે મૂંડે મતિર્ભીન્ના – કોઇક સ્વાર્થી પણ હશે જ એની શંકા નથી.  આજે છું,  કાલે નહીં હોઊં – જે સાચી અને સારી વાતો મેં કરી હશે તેના પશઘા નિરંતર સંભળાયા કરશે – જે બીજાને હાની, દુઃખ પહોંચે એવું કાર્ય મેં કર્યું હશે તેની હું માફી માંગુ છું—સાપ ગયા પણ લીસોટા રહી ગયા –  તેમ મારાં કુકર્મોના લીસોટા આવતી પક્રુતિમાં રહેશે જ.  પ્રભુ એવી ભૂલોના લીસોટા વધીને થાંભલા ના થાય એવી ઈચ્છા – લો,  મારી ઈચ્છા પુરી થશે કે નહીં તે મારા હાથમાં નથી એ સમજું છું,

 કુંતા શાહ

3 thoughts on “પ્રતિકુળતા (13) કુંતા શાહ

  1. બહેન, બે ત્રણ વિષયને સંક્ષિપ્તમાં સરસ લીધે વણી લીધા છે. સાચી અને સારી ઇચ્છાઓની ઈશ્વર પુર્તિ કરે જ છે, જરૂરત છે માત્ર એની ઉપર આપણી શ્રધ્ધાની.

    Like

  2. khu j sars vat..
    આપણુ જીવન પણ અનેક મુશ્કેલીઓ, અડચણો, અવરોધો અને વિધ વિધ પ્રકારના મુશ્કેલી ઓથી ભરેલું છે. દરેક જીવ આવ્યો છે શિવમાં મળી જવા અને જ્યાંસુધી જીવ=શિવ એકરુપ બનતા નથી ત્યાં સુધી એક પીડા, અજંપો, ઉદ્વેગ સતત ભિતર રહ્યા કરે છે…આપણે તે જીરવી શકતી નથી તેમ આપણે પણ શિવની પ્રતિક્ષામાં છીએ અને જીવનમાં વ્યાકુળતા આપણ ને પરેશાન કરે છે.તાત્પર્ય – આપણા સ્વભાવ અને વર્તન આપણું મંડળ બનાવે છે .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.