ઘર એટલે ઘર-(10)રોહિત કાપડિયા

દસ બાય પંદરની ઝૂપડીમાં પરિવારનાં સાત જણા સાથે , કપડાનાં પડદાની પાછળ એ જમીન ઉપર સૂતો હતો. સૂતાં સૂતાં નાનકડી બારીમાંથી એ સામેનાં બંગલાને જોઇને વિચારી રહ્યો હતો. અમે સાત સાત જણા આ એક જ ઓરડો જેમાં રસોડું , રૂમ , બાથરૂમ બધું જ આવી જાય , એમાં કેટલાં સંકુચિતતાથી જીવી રહ્યાં છીએ . અહીં અમને કેટલી અગવડ છે. કેટલી બધી તકલીફોનો અમારે સામનો કરવો પડે છે, જયારે પેલાં સામેનાં આલિશાન બંગલામાં માત્ર ચાર જ જણા રહે છે ને તો પણ આઠથી દસ વિશાળ રૂમો છે. અમારા ઘર જેટલું તો એમનું ગેરેજ છે. ચારે બાજુ કેટલો સુંદર બગીચો છે. જીવવાની કેટલી સ્વતંત્રતા એમની પાસે છે. સાચે જ એમનાં સુખનો કોઈ પાર નથી. એની આંખ બંગલાના સુખથી અંજાઈને બંધ થવાનું ભૂલી જાય તે પહેલાં તેણે ઉઠીને બારી બંધ કરી દીધી.
બરાબર એ જ સમયે , પેલા બંગલાની અંદર ,ત્રણસો ફૂટના વિશાળ શયન ખંડમાં, એ.સી. ચાલુ કરીને સુંવાળી ગાદી પર સૂતેલો છોકરો વિચારી રહ્યો હતો. આટલું વિશાળ , ઉચ્ચ પ્રકારના રાચરચીલાથી સજ્જ મારું ઘર કેટલું ખાલી ખાલી લાગે છે. ઘરમાં અમે માત્ર ચાર જણા જ રહેનારાં ને તો પણ એકમેકનાં ચહેરાં અલપ ઝલપ જ જોવાના. પ્રેમ – લાગણી બધું જ ઔપચારિક . જયારે સામે પેલી નાનકડી ઝૂપડીમાં છ થી સાત જણા કેવાં સાથે રહે છે, સાથે જમે છે, સાથે જીવે છે. આખો દિવસ એ લોકો એકબીજામાં ગૂંથાયેલા રહે છે. સુખ – દુઃખ બધું એકબીજામાં વહેંચે છે. આ વિચારતાં જ એ દુઃખી થઇ ગયો. આ દુઃખ એને વધુ અકળાવે તે પહેલાં એણે ઉઠીને એ.સી. બંધ કરી દીધું. બારી ખોલી નાખી ને પેલી ઝૂપડીને જોતાં જોતાં સૂઈ ગયો.
એ જ સમયે, એક ભિખારી ફૂટપાથ ઉપર ગગનની ચાદર ઓઢી , પત્થરનું ઓશીકું બનાવી,
નિશ્ચિંતપણે ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.

રોહિત કાપડિયા

Shared from “Gujarati Pride Editor”

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, ઘર એટલે ઘર, રોહીત કાપડિયા, સહિયારુંસર્જન, Uncategorized and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to ઘર એટલે ઘર-(10)રોહિત કાપડિયા

  1. Kalpana Raghu કહે છે:

    So nice!

    Like

  2. Jayvanti Patel કહે છે:

    Ketli sunder anubhuti. Bhu saras, Rohitbhai.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s