‘વાર્તા રે વાર્તા ‘ ત્રીજો -અંતિમ હપ્તો તરુલતા મહેતા

મિત્રો,

વાર્તાને નવલિકા પણ કહેવાય છે.નવલિકા આપણે સમજ્યા તેમ કરકસરની કળા છે.

જીવનનું પ્રતિબિબ છે,પણ ટોર્ચ લાઈટથી અંઘારામાં પ્રકાશ પાથરવાનો છે.જો તમારે

વઘુ પાત્રોની કે પાત્રના જીવનની સહેજ વઘારે વિગતથી વાત કહેવી હોય તો લઘુનવલકથા લખી શકો ,મેં ત્રણ લઘુનવલકથા લખી છે.’ભીંસ’,’શલ્ય ‘અને ‘પારદેશે’

100થી 150 પાનાની છે.લાંબી વાર્તાથી સહેજ મોટું કદ ઘરાવે છે.જયારે પાત્રોના જીવનની શરૂઆતથી અંત સુધી વિગતે કહેવાયું હોય ત્યારે નવલકથા બને છે.નવલકથાનું કદ મોટું હોય છે.

તમે ગમે તે સ્વરૂપ લખવા વિચારો તે માળખું તેયાર કરી લખી શકો ,બધામાં વાર્તા તત્વ છે,ટૂકમાં કહી તીર તાકો તો વાર્તા બને.એમાં પછી આડીઅવળી કવિતા કે જીવનની લાંબી ફિલોસોફીની વાતો ખપે નહિ ,તમે રેખાબેનની કે પ્રવિણાબેનની વાર્તામાંથી માર્ગદર્શન મેળવી શકો ,અનુભવી

લેખકોના વાચનથી તમારી સૂઝ વિકસશે।પરમાત્માએ આપણા સૌના જીવનની સ્કીપ્ટ લખેલી છે,આપણે જાણતા નથી તેથી જીવનમાં પ્રસંગો બને છે ત્યારે આશ્ચર્ય થાય છે,આધાત લાગે છે,જીવન રહસ્યમય ન હોત તો જીવનની મઝા કે સુખ દુઃખ ન રહેત એમ જ કહો ને રસ ના રહેત.વાર્તામાં રસ ના પડે તો વાચક કંટાળીને વાંચવાનું બંઘ કરી દેશે।વાર્તાની ભાષા અને કથનરીતિ વાચકને પકડી રાખે તેવી હોવી જોઈએ ,તમે સર્જક છો ,તમારા મનમાં લખાયેલી પાત્રની સ્કીપ્ટને રસ પડે ,કુતુહુલ જગાડે વાચક હવે શું થશે?તેમ વિચારી વાર્તા વાંચે.તે રીતે રજૂ કરજો. તમારે જે કહેવું છે તે વાચકના હદયમાં સોંસરવું ઉતરે.મારી દ્રષ્ટિએ કહેવાની ‘સ્ટાઈલ ‘ મહત્વની છે.પાત્ર અને પ્રસંગમાં ફીટ થાય ,યોગ્ય લાગે તેવી વાણી ,સંવાદો ,કથનરીતિ એટલે કે સ્ટાઈલ હોય તો વાચકને રસ પડે.લખવું નિજાનંદ માટે છે,પણ તમે પ્રગટ કરો ત્યારે વાચક તમારા સર્જનનો ભાગીદાર છે,તમે ન કલ્પેલા અર્થો પણ વાચકને દેખાય છે.બાથરૂમ સીન્ગર અને જાહેરમાં ગાય છે તે સીન્ગરમાં ફેર છે.મોહન પરમાર ,જોસેફ મેકવાન ,પન્નાલાલ પટેલ બીજા અનેક ગામડાના પાત્રોની ભાષા કે બોલી તે સમાજના પ્રસગને અનુરૂપ સચોટ રીતે યોજે છે.ગુજરાતી વાર્તાઓમાં સુરેશ જોશીની વાર્તાઓની કથનરીતિના પ્રયોગો સમજવા મુશ્કેલ હતા.

એમની પ્રતિભા એવી પ્રખર હતી કે સાહિત્યને પ્રયોગો દ્વ્રારા સમૃઘ્ઘ કરે.ચદ્રકાંત બક્ષીની સ્ટાઈલ તેજાબ જેવી હતી.છેલ્લા વીસ પચીસ વર્ષમાં ઈગ્લીશભાષા રોજની  વાત ચીતમાં છવાઈ ગઈ છે.આઈ ફોન અને ઇન્ટરનેટના વપરાશથી ગામડાઓમાં પણ અંગ્રેજી શબ્દો ચલણમાં વધી ગયા છે.ભાષા વહેતી નદી છે.સમયમાંથી પસાર થાય ત્યારે પરિવર્તન તો આવે જ છે.આજની વાર્તાઓની ભારત ઉપરાંતના અમેરિકન ,યુરોપીયન દેશોની અસર ઝીલાઈ છે.નવી મિશ્ર ભાષા ,વિચારો ,મૂલ્યો ‘સ્ટાઈલ ‘દેખાય છે.શેલા મુન્શાની વાર્તા ટેકનોલોજીમાં બીઝી માણસની છે.આપણે સૌ એના શિકાર બનેલા છીએ.ઇન્દુબેન શાહની વાર્તા નેવીગેટરની વાત સરસ સ્ટાઈલમાં કહે છે.દર્શનાબેનની વાર્તા વાચકને સામેલ કરી દે છે.કોઈ વાર્તાકાર ઘીરે ધીરે પ્રસગને અંત સુધી લઈ જાય છે.કુન્તાબેન પ્રમાણિક દીકરો છેક સુધી પ્રમાણિક રહે છે તે રીતે વાર્તા ગુંથે છે.રશ્મિબેન જાગીરદારનો પ્રમાણિક કસ્ટમઓફિસર પણ વાચકના મનમાં વસી જાય છે.તમારામાંના ઘણાનું લખાણ સારું છે,પણ વાર્તાના માળખામાં ફીટ થતું નથી ,તમે લેખક છો ,તમારા પોતાના લખાણના ‘જજ ‘ છો ,આપણે સૌ સદા એકબીજા પાસે શીખતા રહીએ એમાં મઝા છે.’માહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જો ને ‘ શબ્દોનું સર્જન ‘પ્રભુની બક્ષિશ છે,જીવન મોટી દેણ છે,પ્રભુએ સહેજ વઘુ વહાલથી શબ્દોના સાથીયા -રંગોળી

પૂરવાની કળા આપણને આપી બોલો કેવા સદભાગી ! ‘અમારે તો બસ શબ્દો જ કંકુ ને ચોખા ‘

શુભેચ્છા સાથે આપણી વાર્તાને  વહેતી રાખી  શબ્દોના સંગીતમાં લીન.

તરુલતા મહેતા 8મી ઓગસ્ટ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તરુલતા મહેતા, પાઠશાળા, સહિયારુંસર્જન and tagged , , , , . Bookmark the permalink.

3 Responses to ‘વાર્તા રે વાર્તા ‘ ત્રીજો -અંતિમ હપ્તો તરુલતા મહેતા

  1. Kalpana Raghu says:

    Thanks, Tarulataben.

    Like

  2. Jayvanti Patel says:

    Very well explained, Tarulataben, Thank you very much.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s