અહેવાલ

Gujarat Samachar, USA
Published News of Bethak Gujarati Literary Group.
Edition Date: 9th Aug, 2015.
———————————————–
બે એરિયામાં સાહિત્યપ્રેમીઓની બેઠકઃ વાર્તા વિજેતાઓનું સન્માન
– ‘તમે એવાને એવા જ રહ્યાં’ વાર્તા સ્પર્ધા
– સ્પર્ધકની સર્જન શક્તિ વિકસાવવા માર્ગદર્શન
પ્રથમ વિજેતા જયવંતીબેન બીજે કુંતાબેન શાહ, ત્રીજે પ્રદિપભાઈ બ્રહ્મભટ્ટ
(રાજેશ શાહ દ્વારા) બે એરિયા, તા. ૩
બે એરિયામાં આપણા સૌની ગુજરાતી ભાષાને ઉજાગર કરવા સાહિત્યપ્રેમીઓ દર મહિને છેલ્લા શુક્રવારે મિલપિટાસ નગરના ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટર ખાતે મળે છે.
દર મહિને ગુજરાતી ભાષા સાહિત્યને લગતો એક નવો જ વિચાર વિષય સ્વરૃપે નક્કી કરાય છે અને તેનાથી પણ વિશેષ સર્વે ગુજરાતી ભાષા પ્રેમીઓ દર મહિને અપાતા વિષયને સપ્રેમ આવકારે છે અને તેના ઉપર પોતાના મૌલિક વિચારો લખવા બેસી જાય છે. પોતાની કૃતિ તેઓ દર મહિને બ્લોગ ઉપર મોકલાવે છે અને ‘બેઠક’ના પ્રોગ્રામમાં આ વિષય ઉપર રજૂઆત થાય છે અને સર્વે મનનો જમણવાર કરી ધન્ય થાય છે.આજની ‘બેઠક’માં ખાસ મહેમાન તરીકે તરૃલતાબેન મહેતાએ ખાસ હાજરી આપી હતી.બેઠકના સાહિત્યપ્રેમીઓને તરૃલત્તાબેન મહેતાએ જુન મહિનામાં ‘તમે એવાને એવા જ રહ્યા’ એ વિષય ઉપર વાર્તા લખવા આમંત્રણ
આપ્યું હતું અને તેના પ્રતિસાદ રૃપે રસિક ભાષાપ્રેમીઓએ પોતપોતાના વિચારો રજૂ કરતી વાર્તા મોકલાવી વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો હતો.રમેશભાઈ પટેલે પ્રાર્થના શરૃઆત કર્યા બાદ
પી.કે. દાવડાએ મુખ્ય મહેમાનનો આવકાર અને પરિચય આપ્યો. તરૃલતાબેન મહેતાએ જુન માસની વાર્તા સ્પર્ધાના ઈનામ વિજેતા લેખકોના નામ જાહેર કર્યા અને સર્વે વાર્તા સર્જકોનો
ઉત્સાહ અને આનંદ વધાર્યો.
તરૃલતાબેને સર્વે વાર્તા સ્પર્ધકોને પોતાની સર્જનશક્તિ વિકસાવવા માહિતી અને માર્ગદર્શન
આપ્યું અને તેઓએ રજૂ કરેલ વાર્તાના આગવા પાસાઓ જણાવી પ્રશંસા કરી હતી. બેઠકના આયોજક પ્રજ્ઞાાબેને વાર્તા સ્પર્ધાના સર્વે લેખકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે દરેક
લેખકની રજૂઆતની આગવી ખાસીયતો છે. જેનું સંકલન કામ કરવાથી તેમને પણ નવી નવી વાતો જાણવા મળે છે અને તેમને નવી દિશાઓ મળે છે.તરૃલતાબેન મહેતાએ ”તમે એવાને
એવા જ રહ્યા” વાર્તા સ્પર્ધાના પ્રથમ વિજેતા તરીકે જયવંતીબેન પટેલ, દ્વિતિય વિજેતા તરીકે
કુંતાબેન શાહ અને તૃતિય વિજેતા તરીકે પ્રદિપભાઈ બ્રહ્મભટ્ટ (જેઓ હાજર ન હતા રહી શક્યા)
તેઓના નામની જાહેરાત કરતાં સર્વે ભાષાપ્રેમીઓએ તેઓને તાલીઓથી વધાવી લીધા હતા.
જયવંતીબેન પટેલ અને કુંતાબેન શાહે પોતપોતાની વિજેતા વાર્તા વાંચી સંભળાવી હતી

Rajesh Shah,
Press Reporter,
Gujarat Samachar, USA
Cell: (510) 449 8374.

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ and tagged , , , , , , . Bookmark the permalink.

4 Responses to અહેવાલ

 1. smunshaw22 says:

  અભિનંદન આપ સહુને.

  From my Android phone on T-Mobile. The first nationwide 4G network.

  Like

 2. Kalpana Raghu says:

  Thanks Rajeshbhai.Congratulations to all winners!

  Like

 3. અભિનંદન

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s