‘વાર્તા રે વાર્તા ‘ બેઠકની ચર્ચા (પહેલો હપ્તો )તરુલતા મહેતા

સાહિત્યરસિક વહાલાં દોસ્તો ,

આપણી બેઠકમાં તમારાં પ્રેમ અને ઉત્સાહનો મને હદયસ્પર્શી અનુભવ થયો ,હું વાર્તા કેમ લખું છુ ?મને લખવાની ચળ આવે છે,એટલેકે સ્ફૂરણા થાય છે.જ્યાં સુધી મારે જે કહેવાનું છે તે રજૂ ન કરું ત્યાં સુધી મને શાંતિ મળતી નથી.તમને પણ લખવાનું મન થાય તો તમે તમારા પોતાનાં અને બીજાનાં જીવનમાંથી જીવંત એટલેકે સાચું લાગે ,વાંચતા વાચતા

એવો રસ પડે કે બધું ભૂલાઈ જાય ,પાત્રોનાં દુઃખમાં આંસુ આવી જાય અને સુખમાં હસી પડાય,એવું લખો.મંદીરની કથામાં ભગવાનની વાતમાં રસ પડે છે કારણ કે સંતની કહેવાની આવડત જીવંત હોય છે.ભગવાને સર્જેલા ,તેમના જ અંશ જેવા આપણે સૌ જીવનની મર્મસ્પશી વાતો વાર્તારૂપે ,કવિતારૂપે કે લેખરૂપે લખીએ ત્યારે આપણા મનને પ્રમાણિક અને સમદ્ષ્ટિવાળું રાખીએ તો વાચકને પોતાની વાત હોય તેમ અનુભવ થાય છે.સર્જનની પ્રક્રિયા સર્જકને અને વાચકને બન્નેને આનંદ આપે છે.સમાજમાં નવા વિચારોની પ્રગતિ સાહિત્ય દ્વારા થાય છે.ગુજરાતી સાહિત્યમાં નર્મદ,નાનાલાલ,ગાંધીજી,સુન્દરમ ,ઉમાશંકર જોષી ,સુરેશ જોષી ,નિરંજન ભગત,કેટલાને યાદ કરું ?સમયની માંગ પ્રમાણે સાહિત્ય સમાજનું પ્રતિબિબ ઝીલે છે.મને લાગે છે અમેરિકામાં આવેલા ભારતીયોના અનુભવનું પ્રતિબિબ આપણે રજૂ કરવાનું છે. જગતને વિશાળ દ્રષ્ટિથી જોઈ લખવાનું છે.બદલાતી ટેકનોલોજીની સમાજ પર પડતી અસર ,બદલાતા સામાજિક મૂલ્યો આપણે સમજીને વ્યક્ત કરવાનું છે.તમારો શબ્દ મહામૂલો છે.એ શબ્દબ્રહમ છે.એની ઉપાસના તનમનથી કરીશું એવું મનોમન નક્કી કરીએ.

સાહિત્યના અનેક સ્વરૂપોમાંથી વાર્તા માનવના આદિ સર્જન જેટલું જૂનું છતાં નિતનવું છે,જીવન બદલાય છે,નવી નવી વાર્તા જન્મે છે.આપણા જીવનની ત્રણે અવસ્થામાં વાર્તા રસ પૂરે છે.ગીતો,કવિતાઓ અને વાર્તા વગર જીવન અધૂરું છે.પ્રકુતિમાં ફળ ,ફૂલથી વુક્ષોની  શોભા છે.આપણા બાળકો હદયને આનંદ આપે છે.તેમ વાર્તાઓ આપણા માનસ સંતાનો છે.શરીર કરતાં શબ્દો લાંબુ જીવે છે.

મારા બાળપણની ચકો -ચકીની કે કાગડો અને કોયલની વાર્તા ,લુચ્ચા શિયાળની વાર્તા મેં મારાં ગ્રાન્ડ કિડ્સને વારસામાં આપી છે.અંગ્રેજીમાં ગુજરાતી વાર્તા,ગુજરાતીમાં ખૂબ વાર્તાઓ લખાય અને ભાષાંતર થઈ આવનાર પેઢીને વારસો આપતા જઈએ.

આપણી બેઠકમાં દાવડાસાહેબે સરળ રીતે વાર્તાની સમજ આપી હતી એટલું જ નહિ’ જ્યોતિષની ભવિષ્યવાણી ‘એવી ટુંકી વાર્તા પણ કહી.આપણે જિજ્ઞાસાથી અને રસથી સાંભળી।વાર્તામાં કોઈક પ્રસંગને એના રસપ્રદ અંત સાથે ઘાટ આપવાનો હોય છે ,પ્રસંગ પાત્રને આધારે બને.વાર્તાની કરોડરજ્જુ પ્રસંગ અને પાત્ર છે.કોઈક વાર્તામાં પાત્ર સ્રરસ હોય છે કે કોઈકમાં પ્રસંગ। ધૂમકેતુની ‘પોસ્ટઓફીસ’ એક કરુણ અને જીવનસ્પર્શી વાર્તા છે.તેમાં વુદ્ધ અલીડોસાનું પાત્ર યાદ રહી જાય તેવું છે.પરદેશ રહેતી પુત્રીના પત્રની આશામાં તે દરરોજ પોસ્ટઓફિસ જાય છે.સૌ તેની મશ્કરી કરે છે.લાંબા સમય સુધી અલીડોસો આવે છે,પત્ર આવતો નથી.રાહ જોતાં તે ગુજરી જાય છે,ઘણા દિવસ પછી અચાનક અલીડોસાની દીકરીનો પત્ર આવે છે.પોસ્ટ  ઓફિ સના   એક ક્લાર્કના મનમાં અનુકમ્પા જાગે છે.તે અલીડોસાની કબર પર પત્ર મૂકી આવે છે.’માણસ જો પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટીથી જુએ તો અડઘુ જગત શાંત થઈ જાય.’ વાર્તાનું અલીડોસાનું પાત્ર આજના દિવસે પણ કોઈ પણ ગરીબ ,વૃદ્ધ બાપની પીડાને કહે છે.સંતાનના ખબર માટે તલસતાં માં;બાપની કેવી સોંસરવી વાર્તા છે!ગમે તે સાદો પ્રસંગ કે પાત્ર હોય તેમાં પ્રાણ સર્જકે પૂરવાનો છે.

આવતા હપ્તામાં વાર્તાની ભાષા અને વાતાવરણ વિષે કહીશ.તમે પોતે સર્જક છો ,વાચક છો,અને ,વિવેચક,-સારા નરસાના જજ છો,તમારા અંતરઆત્માનો અવાજ કહે તેમ જીવનમાં અને સર્જનમાં પુષ્પોને ખીલવો.

તરુલતા મહેતા  -3જી જુલાઈ 2015

હેપી ફ્રેન્ડશીપ ડે

1 thought on “‘વાર્તા રે વાર્તા ‘ બેઠકની ચર્ચા (પહેલો હપ્તો )તરુલતા મહેતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.