બેઠકનો અહેવાલ 31 મી જુલાઈ ૨૦૧૫

IMG_0622 (2)

પાઠશાળા સમી “બેઠક”માં વાંચન સાથે સર્જન અને અનુભવનું જ્ઞાન ઉમેરાયું….

તારીખ 31 ​મીજુલાઈ  ૨૦૧૫ ​એ​ ​ગુજરાતી “બેઠક” ​ ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ​​ કેલીફોર્નીયા ​ ખાતે મળી, આ “બેઠક”માં ગુજરાતી ભાષા ​અને  પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રિત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારણમાં છેલ્લા ઘણા વખતથી સક્રિય છે.પરંતુ આજ ની બેઠક અનોખી રહી બેઠકનું સંચાલન માનનીય પ્રતાપભાઈ એ કર્યું તો મહેમાનને આવકાર અને પરિચય દાવડા સાહેબે આપ્યો તરુલતાબેન મહેતાએ  માત્ર મહેમાન નહિ પણ એક અનુભવી લેખિકા તરીકે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ગુરુની જેમ પ્રોત્સાહન અને નવા સર્જકોને માર્ગદર્શન આપ્યું  તેમજ તેમણે યોજેલ વાર્તા સ્પર્ધા માં ઇનામ જાહેર કરી સર્જકોમાં ઉત્સાહ અને આનંદ વધાર્યો.આ સાથે તરુલતાબેને પોતાની બુકના”પીગળતો સુરજ” વિમોચન વિષે વાત કરતા જણાવ્યું  કે મેં અહી “બેઠક”માંથી ખુબ મેળવ્યું છે હું નિયમિત શબ્દોનુંસર્જન વાંચું છું…હું  પ્રજ્ઞાબેનના બ્લોગને વેબ મેગેઝીન કહું છું.  હું પ્રજ્ઞાબેનને વ્યક્તિગત રીતે માત્ર ચાર પાંચવાર મળી છું પરંતુ અમેરિકામાં ગુજરાતીપણું સાચવીને ભાષાનું  સંવર્ધન કરી રહ્યા છે અને ચેતનવંતી રાખવા જે સતત પ્રયત્નશીલ છે  જે વાત મને સ્પર્શી છે માટે મારું આ પુસ્તક પ્રજ્ઞાબેન દાદભાવાળા, વિજયભાઈ શાહ અને સર્જકોને અર્પણ કરું છું..બ્લોગ ઉપર દરેક સર્જક ખુબ સુંદર અને મૌલિક લખાણ લખે છે.. ​

પ્રતાપભાઈ એ  એક સુંદર વાત કહી કે તમને કોઈ સર્જક નો હોદ્દો આપે છે ત્યારે તમે સાહિત્યના ક્ષત્રે ભગવાન ની જેવું સ્થાન આપે છે.દુનિયામાં જો કોઈ સર્જનહાર હોય તો તે છે ભગવાન તમે વાંચન સાથે તમારા વિચારોને અને શબ્દોને જયારે કલમમાં ઉતારો છો ત્યારે એક નવું જ નિર્માણ કરો છો, જયારે તરુલતાબેને બધાને તેમના કાર્ય માટે વધાવતા કહ્યું કે દરેક વાર્તા મૌલિક હતી લખનાર ની વાર્તા ક્યારેય ચડતી કે ઉતરતી હોતી જ નથી દરેક ની પોતાની દ્રષ્ટિ છે અને પોતાના જ વિચારો અને ક્યાંક ને ક્યાંક એક અનોખાપણું  જાળવતા જ હોય છે ,લખવાનો તમારો પ્રયત્ન જ પ્રસંસનીય છે હું ઇનામ આપું છું  એ માત્ર વહેવાર ગણી તમારી મૌલિકતા સાચવી લખતા રહેજો, લખવાથી માણસ વિકસે છે. તો પ્રજ્ઞાબેને કહ્યું કે હું તમારા બધાની વાર્તાનું સંકલન કરું છે ત્યારે હું પોતે વિકસુ છું તમારી બધાની વાર્તા માં થી હમેશાં મને નવી દિશા મળે છે.વાંચવું અને સાથે સર્જન કરવું એ ખરેખર પ્રસંશા ને પાત્ર છે. આ સાથે તરુલાતાબેને વાર્તા લખવા ના મુખ્ય મુદા પણ સમજાવ્યા વાર્તા લખવી અને લખી નાખવીમાં ખુબ ફર્ક છે પણ વાર્તાનો રસ જાળવી રાખવો અને અંત સુધી વાંચક ને ખેચી જવો એ એક કળા છે અને એ માત્ર પ્રયત્નથી જ વિકસી શકે છે તો દાવડા સાહેબે  વાર્તાના મુદ્દા બનાવી એક દાખલો આપી ખુબ સરસ રીતે સમજાવ્યું ..અંતમાં વિજેતા જયવંતીબેન પટેલ અને કુન્તાબેને પોતાની વાર્તા વાંચી લોકોને વર્તામય કર્યા અને જેટલી સુંદર શરૂઆત રમેશભાઈની પ્રાર્થનાથી થઇ તેટલો જ અંત પ્રતાપભાઈ ની સુંદર પ્રોત્સાહન ભરી વાતોથી થયો..પ્રતાપભાઈ​ના અનુભવ જ્ઞાનની  વાતો થી ઘણું શીખવા મળ્યું પણ .સમય જાણે ટુંકો પડ્યો…..

આમ આજની બેઠક એક અનુભવી લેખિકા એક અનુભવી માનવી પ્રતાપભાઈ પંડ્યા અને એક અનુભવી વાંચક  અને સર્જક  દાવડા સાહેબ  એ શોભાવી આ સાથે આભાર માનતા પ્રજ્ઞાબેને બધાને અભિનંદન આપી સહકાર અને સહયોગ માટે હૃદય થી વધાવ્યા .. તો બેઠકમાં નવા  સમીરભાઈ જેવા સર્જકો ઉમેરાયા તો દિલીપભાઈ એ માઈક સાંભળી શ્રોતાગણ સુધી વક્તાના અવાજને પોહ્ચાડ્યો…  આમ બેઠક જ્ઞાન, સાહિત્યની પાઠશાળા સમી રહી..

(દાવડા સાહેબ ,પ્રતાપભાઈ પંડ્યા ,તરુલતાબેન મહેતા ,પ્રજ્ઞા દાદભાવાળા,  જયંતભાઈ મહેતા)

IMG_0636 (2)

પ્રથમ વિજેતા જયવંતી પટેલ
બીજા વિજેતા –કુંતા શાહ
ત્રીજા વિજેતા –પ્રદીપ ભાઈ  બ્રહ્મભટ્ટ જેઓ હાજર ન હતા 

(કુંતા શાહ 2nd  વિજેતા,તરુલતાબેન ,જયવંતીબેન  પટેલ પ્રેથમ વિજેતા_IMG_0662 (3)

                                                             (તરુલતાબેન મહેતા ,પ્રજ્ઞા દાદભાવાળા)

 ( દિલીપભાઈ શાહ  )
IMG_0633 (2)

IMG_0631 (2)

9 thoughts on “બેઠકનો અહેવાલ 31 મી જુલાઈ ૨૦૧૫

  1. સહુ વિજેતાઓને અભિનંદન. જયવંતીબેનની વાર્તા વાંચતા જ મેં કોમેન્ટ કરી હતી કે ગઈ સ્પર્ધામાં ઈનામ જીત્યા પછી પણ તમે એવા ને એવા જ રહ્યા. વિજયના હકદાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.