પ્રતિકૂળતા (૧૨) ચારુશીલા વ્યાસ

not known

અનુકૂળતા અને પ્રતિકૂળતા દરેક ના જીવન માં મુખ્ય ભાગ ભજવે છે એ નદીના પ્રવાહ ની જેમ ખળખળ વહ્યા જ કરેછે તેમ જ માનવી પણ અનુકૂળતા સાથે વહ્યા કરે છે તે સરળતાથી પોતાના ધ્યેય સુધી પહોચી જાય છે અને સફળ બની જાય છે આ ને કદાચ જ્યોતિષીઓ  સ્ટાર સારા છે એમ કહે છે પણ જયારે કેટલાક ને નદી રૂપી જીવનમાં સમા પ્રવાહે તરવાનું લખ્યું હોય છે તે ખૂબ જ અઘરું છે માણસ હારી જાય છે ,થાકી જાય છે દરેક વખતે તેની ગણતરી ખોટી પડે છે મુશ્કેલીઓ થી ઘેરાઈ જાય છે અંધકારમય જિંદગી માં ક્યાંય પ્રકાશની એકેય રેખા દેખાતી નથી અંધારામાં ઠોકરો ખાઈ ખાઈને ક્યાય ખોવાઈ જાય છે નિરાશામાં ધકેલાય જાય છે પણ એવા વીરલા  પણ છે જે સતત પ્રતિકૂળ સંજોગો માં ,ઉંધા પ્રવાહમાં તરીને જિંદગી માં આગળ વધે છે મુશ્કેલીઓ નો સામનો કરતા કરતા સોનું બની ઝલકે છે ટીપાઇને ટીપાઈ ને સુંદર આભુષણ  બની ને સુંદરતાને નિખારે છે એવા બનવા માટે માણસમાં ધીરજ અને શાંતિ બહુ જરૂરી છે

અહી અવાજ એક કિશોર ની વાત છે કેશવ તેનું નામ.

આણંદ પાસેના નાના ગામ માં રહેતો હતો માં બાપ અને બીજા બે ભાઈ બહેન સાથે રહેતો હતો ગરીબ કુટુંબ ,પિતા મહેનત ,મજૂરી કરી ને ઘરનાનું ભરણપોષણ કરતો હતો અચાનક એક દિવસ તેના પિતાનો અકસ્માત થયો એક ટ્રકે તેનો જીવ લીધો। કેશવ ત્યારે ફક્ત દસ વર્ષનો હતો અને તે સૌથી મોટો હતો ઘરનો ભાર તેના પર આવી પડ્યો મફત શાળા હતી છતાં કમાવા જવા માટે ભણતર છોડ્યું તે ખુબ ડાહ્યો અને સમજુ હતો એટલા નાના છોકરાને કોણ નોકરી આપે ?છતાં ય તેની અનેક વિનવણી પછી એક હોટલ માં ટેબલ અને ડીશ સાફ કરવાની નોકરી મળી

શરૂઆતમાં ટેવ ન હોવાથી વસ્તુઓ પડી જતી ,તૂટી જતી ,પૈસા કપાઈ જતા તો પણ ધીરજથી તે અપમાનો સહન કરતો પણ તે જાણતો હતો કે તેના માથે બહુ જવાબદારીઓ હતી તેથી તે નોકરીને વળગી રહ્યો હોટલ નો તવ માં જોતો કે લોકો કેટલા ભણેલાં છે અને કેટલુય કરી શકે છે તેને પણ કઈ કરવાનું મન થયું તે પાચ ધોરણ સુધી ભણ્યો હતો તેને નામું લખતા આવડતું હતું

નવરાશ ના સમય માં હોટલ માં આવેલા લોકોને હિસાબ લખી આપતો કોઈને કાગળ લખી આપતો સ્વભાવે તે ખુબ શાંત ,લાગણી વાળો હતો બધાને ખબર પડતા પન્ના ગલ્લાવાળા ,નાની દુકાનવાળા આવવા લાગ્યા આમ તેની આવક વધવા લાગી પાંચ વર્ષ વીતી ગયા સવારથી તે નીકળી જતો રાતના પાછો આવતો એમાં તેની સાયકલ તૂટી ગઈ ,સાથે સાથે માં ખુબ માંદી પડી તે દવા લે કે સાઈકલ રીપેર કરાવે ?તે ચાલતો જ જતો માં તેને કહેતી કે ‘તું થાકી જઈશ ,સાઇકલ રીપેર કરાવી લે ‘પણ તે કહેતો ‘ચાલવાથી શરીર મજબૂત થશે તું ચિંતા ન કર ‘

 ભાઈઓ ને શાળા માં મોકલવા લાગ્યો. ફી નહોતી ભરવાની પણ તોય મુશ્કેલી પડતી તેની ઇમાનદારી જોઇને હોટલના માલિકે પગાર વધાર્યો તેને રાત્રી શાળા માં ભણવાનું નક્કી કર્યું

માની રજા લઈને તેણે ભણવાનું શરૂ કર્યું તે જાણતો હતો કે સારી નોકરી માટે ભણવું જરૂરી હતું તે વહેલો ઉઠી બધા માટે ચા બનાવતો માં ને ચા પીવડાવી નીકળી પડતો હોટલનું કામ સાથે લોકો ને  કરતો જેની પાસે પૈસા ન હોય તેનું પણ કામ હસીને કરી આપતો તેને ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા હતી સંઘર્ષ ના સમય માં પણ નમ્ર બની  ને વર્તતો તે એસ એસ સી પાસ થયો સવાર થી સાંજ સુધી તે કામ કરતો ,રાતે આવી બધાના ખબર પૂછતો માં પાસે બેસતો માની તબિયત  બગડતી જતી હતી બહેને ઘરકામ ઉપાડી લીધું હતું તો પણ કેશવ તેને ભણવા મોકલતો

એક ઓફીસ માં તેને ક્લાર્ક નો નોકરી મળી ગઈ ત્યાર પછી તે સાંજે ટ્યુશન કરવા માંડ્યો કોઈ વાર હોટલના માલિકને હિસાબમાં મદદ કરવા જતો.

માં મરણ પામી ,ભાઈઓ ભણી રહ્યા તેમના લગ્ન કરાવ્યા બહેન માટે છોકરો શોધતો હતો માં ન્હોતી તોય રોજ સાંજે તેના ફોટા સામે બેસીને વાતો કરતો હમેશા ખુશ રહેતો બેન પણ પરણી ગયી પોતે ન પરણ્યો હજી પણ લોકોને મદદ કરે છે.

ખરેખર કેશવ ,તું પ્રતિકુળ સંજોગો નો સામનો કરી ને જિદગી જીતી ગયો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.