પ્રતિકુળતા-(11) દર્શના વારિયા નાડકરણી

પ્રતિકુળતા, વિનમ્રતા અને કૃતજ્ઞતા

પ્રતિકુળતા દરેકના જીવન માં આવેજ છે અને દરેકના તે વિષય ઉપરના દ્રષ્ટિકોણ અલગ હોય છે.  આ મહિનાની બેઠકનો વિષય છે પ્રતિકુળતા.  આ વિષય ઉપર હું મારા અનુભવ અને કેમ પ્રતિકુળતા માં મારો વિકાસ થયો તે ઉપર લખું છું.

જીંદગીમાં કૃતજ્ઞતા કેળવવી ખુબજ જરૂરી છે.  પણ તે શીખવાનો સાચો મોકો આપણને પ્રતિકુળતા માં મળે છે.  સાલ 2005 ની વાત છે.  મારા નવા છૂટાછેડા થયેલ.  મારી મમ્મી અહીં આવ્યા અને હું કામ માટે મુસાફરી કરું ત્યારે મારા બાળકોને સંભાળતા।  એક વખત રાત્રે બાર વાગ્યે અમે ઘરે પાછા ફરતા હતા અને  અચાનક કોઈ ગાડી ચલાવનારે લાલ બતીમાં તેની ગાડી રોકી નહિ અને ફૂલ સ્પીડ માં મારી ગાડી ને ટક્કર મારી.  પછી થયેલા પોલીસ રીપોર્ટ પ્રમાણે મારી ગાડી ત્રણ ગોથા ખાઈ ગયી.  એ થોડી ક્ષણ ની અંદર મારી જીંદગી પણ ઉથલ પાથલ થઇ ગયી.  મારી પાછળ બીજી ગાડી હતી, તેમણે તુરંત પોતાની ગાડી ઉભી રાખી.  મારી દીકરીને ઈજા થયેલ પણ તેઓ તુરંત તેને સંભાળીને ગાડી બહાર લઇ ગયા અને ઘાસ ઉપર સુવડાવી. આ બાજુ મારી મમ્મી એમનેમ બોલ્યા ચાલ્યા વગર ઉંધા વળીને પડ્યા હતા.  હું ગાડી ની ગોળ ગોળ ચક્કર ફરવા લાગી અને મારું હૈયાફાટ રુદન ચાલુ થઇ ગયું. મને લાગ્યું કે મમ્મી ભગવાન પાસે પંહોચી ગયી છે.  દુર ઘાસ પર સુતેલી મારી નાની દીકરી મને જોયી રહી.

તુરંત પોલીસ, એમ્બ્યુલન્સ વગેરે આવી ગયા.  મને અને મારી દીકરીને એક હોસ્પિટલ તરફ લઇ જવાની તૈયારી કરી અને મારી મમ્મી ને બીજી તરફ.  મેં કહ્યું મને મારી મમ્મી સાથે જવા દ્યો પરંતુ તેઓએ કહ્યું તે શક્ય નથી અને જ્યાં તુરંત સારવાર આપી શકે તે પ્રમાણે તેઓ વ્યવસ્થા કરે.  મારો સેલ ફોન ગાડી માં ઉડી ગયેલ.  નહિ ફોન, નહિ કોઈના નંબર, નહિ કોઈ વ્યક્તિ કે જેને હું જણાવી શકું કે તમે આવો અને ખુબ અજંપા માં રાત પસાર થયી.  પરંતુ બીજે દિવસે મેં અમારા ગ્રુપ ના મેસેજ બોર્ડ ઉપર મેસેજ મુક્યો કે આ પ્રમાણે બન્યું છે.  મારા મમ્મી બચી ગયા પણ તેમને આખા શરીર ઉપર એકદમ મુંઢ માર વાગેલ.  તે ઉપરાંત તેમને પેલ્વીસ અને કોલર બોન ફ્રેકચર થયેલ.  અને તે ઉપરાંત તેમને મગજ ઉપર ઈજા થયેલ અને મગજ માં બ્લીડીંગ થયેલ.  તે ક્રીટીકલ હાલત માં હતા.

મેં મેસેજ મુક્યા બાદ તુરંત કોઈએ વ્યવસ્થા કરીને સમય પત્રક બનાવ્યું.  અમુક દિવસે અને અમુક ફ્રેન્ડસ મને રાઈડ આપવા માટે તૈયાર હતા, અમુક દિવસે અમુક લોકો ખાવાનું લઇ આવ્યા અને એક બહેનપણી એક દિવસ મારા કપડા લેવા આવી અને બીજે દિવસે ધોઈ ને પાછા લાવી.   અઠવાડિયા પછી એક દોસ્તે સફાઈ સર્વિસ ની વ્યવસ્થા કરી.  અને તે પછી એક દિવસ મારા બીઝનેસ કલીગ આવ્યા અને મને કહે તું આવી શકે તો મારી સાથે ચાલ.  મને ગાડી માં લઇ ગયા.  અને લઇ જઈને મને એક ચાવી આપી અને કહ્યું ત્યાં ગાડી પાર્ક કરેલ છે તે મેં તારા માટે ખરીદેલ છે, તેની પૂરી ચકાસ કરાવેલ છે અને આરામ થી ચલાવી શકીશ, તે લઈને ઘરે જા.  ભલે used car હતી , પણ મોટી કંપની ના મુખ્ય અધ્યક્ષ હોવા છતાં તેમણે તેમનો સમય વાપરીને જૂની ગાડીઓ તપાસી અને આ ગાડી પસંદ કરી, તેને મેકેનિક પાસે ચેક કરાવીને, મારા માટે ખરીદીને મને ભેટ આપી દીધી!!

તે પછી મારા મમ્મી એક મહિના ઉપર હોસ્પિટલ અને પછી નર્સિંગ હોમ માં રહ્યા અને તે પછી ઘરે તેમની ફીસીક્લ થેરાપી ચાલી.  હું સવાર થી રાત હોસ્પીટલમાં બેસતી અને મારા છોકરાઓ ઘણો ખરો સમય મારા પાડોશી ને ત્યાં રહ્યા।  એક દિવસ અમારા ગ્રુપની એક પાર્ટી હતી.  મારો એક મિત્ર હોસ્પીટલમાં આવ્યો અને મને ક્યે કે આજે હું અહીં બેસવાનો છું અને તું પાર્ટીમાં જા.  મારું માંન્યોજ નહિ અને તે મમ્મી પાસે ચાર કલાક બેઠો અને હું પાર્ટીમાં ગયી.  તે દિવસથી તેને મેં મારો ભાઈ બનાવ્યો અને તેણે સગા ભાઈ કરતા વિશેષ અમારો સબંધ નિભાવ્યો છે.

ઈકોનોમી ખરાબ હતી અને મારો ધંધો લગભગ ચોપટ થઇ ગયો ત્યારે મારો આ ભાઈ અને મારી બીજી બહેનપણીએ સાથે મળીને મહિનાઓ સુધી મારા ઘર ના હપ્તા ભરી ભરીને મારું ઘર બચાવ્યું.  મારી એક બહેનપણી તો અમેરિકન છે પરંતુ સગી બહેન જેમ દરેક પ્રતિકુળતા માં મારી સાથેજ ઉભી રહી છે.  મારા છૂટાછેડા વખતે અમે ઘર વેચતા હતા અને હું સફાઈ માં વ્યસ્ત હતી તે વખતે તે સવારના પહોરમાં મારી ઘરે આવી અને મને ક્યે તારા બાથરૂમ અને રસોડું મને સોપી દે, હું તેની સફાઈ, કોકિંગ વગેરે કરીને ને નવા જેવા કરી દઈશ.  મારી મમ્મીને હોસ્પિટલ માં થી ઘરે આવ્યા પછી તે અવાર નવાર આવીને મમ્મીને બહાર ભેલ ખાવા લઇ જાય, કે લટાર મારવા લઇ જાય.  અમે મારી મમ્મીને વેકેશન માટે તેના વેકેશન હોમ માં પણ લઇ ગયેલ.  મમ્મીને હું ભારત મુકવા ગઈ ત્યારે તે મારી સાથે છેક ભારત મમ્મીને મુકવા આવી.   મારી દીકરીને કોલેજ ની ટુર કરવા મારી સાથે આવી, પછી તેને પસંદગીની કોલેજમાં મુકવા મારી સાથે આવી, પછી મળવા સાથે સાન ડીએગો આવી અને તેના ગ્રેજુએશન માં મારી પહેલા ટીકીટ લઇ લીધી.  મારી દીકરીનો જન્મદિવસ આવે એટલે કુકીસ બનાવીને ડબ્બો પેક કરીને પોસ્ટ ઓફીસ માં જઈને, તેને કોલેજ માં મોક્લીજ દેતી।

ના, હું કહેતી નથી અને ક્યારેય નહિ કહું કે પ્રતિકુળતા માં અનુકુળતા સમાયેલ છે.  અમારા અક્સીડન્ટ પછી મારી મમ્મીએ જે વેદના સહન કરી અને હજુય  ભોગવી રહી છે કે છૂટાછેડા દરમ્યાન મારા દીકરાએ જે દુખ અનુભવ્યું અને એના ઉપર જે અસર પડી તેમાં કઈ જ સારાપણું નતું।  પણ ઘણી વખત પ્રતિકુળતા ને રોકવાનું આપણા હાથ માં નથી.  અનુકુળતા અને પ્રતિકુળતા તો જિંદગીનો ક્રમ છે.

મને પ્રતિકુળતા ના ઘણા અનુભવો થયા છે.  એક વખત એવો આવ્યો કે શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક એમ બધીજ સમસ્યાઓ એક સાથે ભેગી થઇ ગઈ.   ધીમે ધીમે મને તેમાંથી શીખવા મળ્યું કે માનવીએ માનવી નો સાથ આપવો જ જોઈએ।  જયારે કોઈ અવદશા માં થી ગુજરતું હોય ત્યારે તેની મદદ માટે હાજર રહેવું જોઈએ।  અને જયારે આપણને તેવો અનુભવ થાય ત્યારે, કોઈ સાથ આપવા હાથ લંબાવે તો તેનો અનાદર કરવાની બદલે આભારપુર્વક જે મદદની જરૂર હોય તેનો સ્વીકાર કરીને સહકાર બદલ કૃતજ્ઞ રહેવું જોઈએ।  હું પહેલા ખુબજ સ્વતંત્ર હતી.  મારી જાતેજ પ્રતિકુળતા સામે જજુમ્વામાં માનતી હતી.  પણ એવો સમય આવ્યો અને એક સાથે ખુબ પ્રતિકુળતા માં થી ગુજારવાનું થયું।  થોડી વધારે સમજણ અને પરિપક્વતા પણ કેળવાયેલી।  મેં આ દરમ્યાન ક્યારેય મદદ ની માગણી નતી કરી પણ સહકારનો અનાદર પણ ન કર્યો।  અને તેમાંથી પસાર થતા એવા સાથીઓ અને મુસાફરો મળ્યા કે જીંદગી ની સફર સુંદર બની રહી અને સુંદર મિત્રોનો જિંદગીભર નો સાથ બની  રહ્યો।

મારા અનુભવો માં થી મને ઘણું શીખવા મળ્યું।  એમાંથી ગુજારતા વિનમ્રતા પણ કેળવાઈ, કે ક્યારે પણ ગર્વ કરવો નહિ.  ક્યારે જીંદગી પાસું બદલે અને દશા ફરે તેની આગાહી કોઈ કરી શકતું નથી.  જેને જોઈએ તેને સમય અને અનુકુળતા પૂર્વક મદદ માટે તૈયાર રહેવું.  કોઈ મદદ કરે તેના તરફ કૃતજ્ઞ રહેવું અને સમયે મદદે આવેલાનું ઋણ ક્યારેય ભૂલવું નહિ અને તેને આગળ ચુકવતા રહેવું।  Pay it forward.

 

Darshana

Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com/
“Success is the ability to go from one failure to another, with no loss of enthusiasm” – Sir Winston Churchill

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.