પ્રતિકુળતા-(10)જયવંતી પટેલ

પ્રતિકુળતાનો સામનો કરવા , મન  અને માનવ બન્ને સજ્જ ન હોય તો, જેમ વાવાઝોડું, વંટોળ, ધરતીકંપ સુષ્ટિની રચનાને નષ્ટ કરી ધ્યે છે એમ માનવ જીવનને પણ ખુહાર કરી નાંખે છે.  તમે ધાર્યું ન હોય એવા કપરાં સંજોગો ઊભા થઇ જાય અને તે વખતે સમજ ન પડે કે કયો રસ્તો અપનાવું ? શું કરું?  કોને કહું ?  આવું ઘણાના જીવનમાં બને છે  – બન્યું છે.

કપરાં સંજોગોનો કેવી રીતે સામનો કરવો?  જીવન ખળખળ વહેતા ઝરણાં જેવું છે.  ઝરણાને કોઇ રૂકાવટ ન હોય તો સરળતાથી વહયા કરે પણ જો કોઈ રૂકાવટ આવે  દા. ત.  ભેખડ ખરી પડે, પૂલ તૂટી પડે કે કોઈ મોટી શિલા આવીને વચમાં પડે તો તેનું વહેણ, પહેલા તો અટકી જાય, પછી વહેણ બાજુએથી, ઉપરથી, નીચેથી, ગમે તેમ કરી પોતાનો માર્ગ શોધી લ્યે  એટલે એનો માર્ગ બદલાઇ જાય પણ પાણી વહેતું તો રહે જ.

કોઈક જ વખત એવું બને કે દિશા એટલી બદલાઈ જાય કે ક્યાં તો બીજી નદીઓમાં સમાવેશ કરી લ્યે અથવા સાવ સૂકાય  જાય  – દા. ત. સરસ્વતી નદી જેનું ઉત્પતિ સ્થાન હિમાલય હતું અને વહેતી વહેતી કચ્છ સુધી પહોંચી પણ ધરતીમાના પેટાળની હલચલથી અદૃશ્ય બની ગઈ.  ભૂગર્ભમાં સમાઈ ગઈ.  આજે શાળાઓની પાઠ્ય પુસ્તકોમાં એનું નામ નથી.  બાળકો અજાણ છે કે એક વખત ખૂબ રસાળ, જાજ્ર્વન માં સરસ્વતી નદી પણ હતી અને તેની અગત્યતા માં ગંગા અને યમુના જેટલી જ હતી.

નદીઓ અને ઝરણાઓ, પર્વતો પરથી નીકળી તળેટી તરફ વહે છે અને એ વહેણ સાથે પર્વતોમાં છુપાયેલ ખનિજ દ્રવ્ય, ખાતર રૂપે ખેચી લાવે છે.  જ્યાં સપાટી આવે કે ઊચાણ ઓછું થાય ત્યાં એ બધો ખનિજ પદાર્થ પથરાઈ જાય છે અને એ જમીન ખૂબ જ ફળદ્રુપ બની જાય છે. કોઈપણ પાક તેમાં ત્રણ ઘણો વધારે ઉત્પન્ન થાય છે – આ હકીકત છે.  જીવન જો ઝરણાં કે નદીઓ જેવું વહેતું હોય તો તે જે અમુલ્ય રસ (ક્ષારો) ખેચી લાવે છે તે ખૂબ  – રસમય અને જીવંત હોય છે.  પ્રતિકૂળ સંજોગોમાં આવા ભરપૂર રસોવાળું જીવન શુષ્ક કેવી રીતે બને !  એ તો કુદરતી ક્રમને નકારવા જેવું કહેવાય  બલકે આવા સંજોગોમાં તેની ઊંડી સમજ તેને સાચે રસ્તે દોરી જશે જે અનિવાર્ય છે.  પ્રતિકૂળતા ને અનુકુળતામાં બદલવુ એ આપણું કામ છે.

નદીઓનો દાખલો એટલા માટે આપું છું કે આપણું જીવન એક નદી કે ઝરણાં જેવું છે. સરસ રીતે વહેતું હોય – સ્વપ્ને પણ ખ્યાલ ન હોય કે કોઈક દિવસ આમાં ફેરફાર થશે પણ જો થાય તો બધું ઉપર નીચે થઈ જાય અને હતું તે ન હતું થઈ જાય.  બધું હચમચી જાય સમજ ન પડે કે આનો સામનો કેવી રીતે કરું ? જીવન છે એટલે જીવવું તો પડે જ – પછી હસતાં હસતાં જીવો કે રડીને નિરાશામાં જીવો – બધો આધાર તમારું મનોબળ, ઘડતર , અને સંસ્કાર ઉપર છે. ઘણી વખત કપરાં એટલે કે પ્રતિકૂળ સંજોગો માણસને એટલો રીઢો બનાવી દે છે કે બહારની પરિસ્થિતિ એના ઉપર કોઈ જ અસર નથી કરતી  દુઃખ, એનું મનોબળ મજબૂત બનાવી દે છે.  જયારે સુખની આશા જતી રહે ત્યારે દુઃખ મિત્ર બની જાય છે.  તેની સાથે જીવતાં શીખી જઈએ છીએ.  નાનપણમાં જેણે ગરીબી વેઠી હોય, માબાપની છત્ર છાયા ગુમાવી હોય, તડકો છાયો જોયો હોય, તેને પ્રતિકૂળતા ડરાવતી નથી.  નિડર પણે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઇ જાય છે, મનમાં એવી લાગણી અનુભવાય છે કે મેં શું નથી જોયું કે વેઠયું – અથવા મારી પાસે હવે શું રહયું છે કે મને ગુમાવવાનો ડર હોય!!

પ્રતિકૂળતા ને પીડાનું નામ પણ અપાય  પીડા ઘર પૂછીને ક્યાં આવે છે?  તેને આવવું હોય તો તકાદો કરી ઘરમાં પેસી જાય છે.  અને લાંબા સમયે પણ નીકળવાની વાત નથી કરતું એ તો મન અને માનવ બન્ને મક્કમ હોય તો જ આખરે થાકીને જવાની વાત કરે છે.  માનવ એક વસ્તુ જરૂર કરી શકે  પ્રતિકૂળ સંજોગોમાં મનથી અને તનથી ઉદ્યમી રહેવું નવરું જરાયે ન બેસવું આ એનો સાચો ઉપાય છે.  ભક્તિમાં રસ હોય તો શ્રધાપૂર્વક ભક્તિ કરવી  વાંચનનો શોખ હોય તો વધારે કેળવવો જુદાં જુદાં વિષયો ઉપર, જુદાં જુદાં લેખકોનાં લખાણો વાંચવા, તેમનાં મત જોવા અને વિચાર શક્તિ વધારવી , કોઈની સેવા થઇ શકતી હોય, અને તમે પહોંચી વળતાં હોય તો જરૂર કોઈને મદદ કરવી  એનાથી જે સંતોષ અને સુખ મળે છે તેનું વર્ણન કેવી રીતે કરું?  સંગીત ગમતું હોય – ગાવાનો શોખ હોય તો તેને ઉદ્યમ બનાવી મનને પૂરેપૂરું એમાં પરોવવું,  લખવાનો શોખ હોય તો જરૂર લેખન વિકસાવવું  આ બધું કરવાથી જે દુઃખોનો પહાડ તૂટી પડયો હોય તેમાં રાહત મળશે ગમે તેટલું મોટું દુઃખ નાનું લાગવા માંડશે દુઃખને પોષવાને બદલે આડકતરો જાકારો આપવો જેથી સોચી સમજીને એ એનો રસ્તો શોધી, જવાની વાત કરશે  પ્રતિકૂળતાને પોષશો તો તે ઘર ઘાલી પડી જ રહેશે – વણ નોતર્યા મહેમાનની જેમ.

શાંત થયેલું મન વધારે જાગૃત હોય છે. રોષ, દોષ, અને અજંપો ન હોય ત્યાં વિવેક અને નમ્રતા પ્રવેશે છે.  વિવેક અને નમ્રતા ઘરમાં કે મન મંદિરમાં પ્રવેશે એટલે જાગૃતિ આવવાની જ.  જાગૃતિ આવતાં જ સમજણને સાથે લાવશે કપરાં સંજોગોમાં આ સમજણની ખૂબ આવશ્કતા હોય છે આ સમજ તમને નાસીપાસ થતાં અટકાવશે એટલે એને જરૂરથી આવકારશો

અહિ નરસિહ મહેતાની એક કવિતા યાદ આવે છે :  ” સુઃખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયા “

નરસિહ મહેતાને કઈ ઓછું દુઃખ પડયું હતું !  નાની ત્રણ વર્ષની ઉમરે પિતાની ઓથ ગુમાવી  અગિયારમે વરસે માતા ગુમાવ્યા આઠ વર્ષ સુધી વાચા ન્હોતી આવી માબાપના મૃત્યુ પછી ભાઈની સાથે રહયા અને ભાભીનું મહેણું સહન ન થતાં ઘરનો ત્યાગ કર્યો નાગરી નાતમાં બધાએ ખૂબ વગોવ્યા ન કહેવાનાં વેણ કીધાં – જયારે આત્મજ્ઞાન લાધ્યું ત્યારે સંસારમાંથી જીવ ઉઠી ગયો  માણસ માત્ર હરિના છે હરિજન છે હરિજનથી અંતર ગણીએ તો હરિથી પણ અંતર જ રહે.

સુઃખ અને દુઃખ એ તો સંસારનો ક્રમ છે.  બહુ દુઃખ વેઠવું પડયું હોય ત્યારે નાની સરખી સુખની ઝલક, ખૂબ મોટી લાગે છે અને મન ખૂશ ખૂશ થઇ જાય છે અને વધારે સુખના દિવસો દીઠાં હોય ત્યારે નાનું સરખું દુઃખ, હેરાન કરી મૂકે છે. પણ પેલી એક કહેવત પ્રમાણે સુખમાં છલકાવું નહિ ને દુઃખમાં હિંમત ન હારવી  એટલું જો યાદ રહે તો પ્રતિકૂળતા ને પચાવી શકવાની શક્તિ કેળવી શકાય છે.

અહી એક કિસ્સો યાદ આવે છે તે ટાંકું છું એક વિધવા બહેનને ચાર દીકરીઓ અને એક દીકરો હતા. પતિનાં મૃત્યુ પછી અમેરિકામાં ખૂબ મહેનત કરી તેમનું ભરણ પોષણ કર્યું તેમને એકલે હાથે મોટા કર્યા ભણાવ્યા ઘણાં વર્ષો બાદ પરણાવવા તૈયાર થયા ત્રણ દીકરીઓને સારા સાસરીયા અને જમાઈઓ મળ્યાં કુદરતનું કરવું બધી દીકરીઓ એક જ શહેરમાં હતી. જેથી અવાર નવાર માંને મળવાનું થતું। પછી દીકરો એક મેક્ષિકન છોકરી સાથે લગ્ન કરવાં તૈયાર થયો  તેને પણ આખરે રજા આપી અને પરણાવ્યો હવે એકજ દીકરી બાકી રહી જે તે બહેનની સાથે રહેતી હતી  બધી દીકરીઓને વ્યવહારમાં સારું એવું સોનું અને હીરાના દાગીનાં ચઢાવ્યાં હતા. દીકરાની વહુને પણ ન્યાયથી આપ્યું હતું નાની દીકરી માટે અને પોતાનાં કપરાં દિવસોને ખ્યાલમાં રાખી , બાકી રહયું તે પોતાની પાસે રાખ્યું પછી વિચાર એવો આવ્યો કે ચાર જણા જૂદા જૂદા બેન્કનાં સેઈફ ડીપોઝીટ લોકર ભાડે રાખે છે અને ભાડું ભરે છે તો લાવ હું એક સારી તિજોરી વેચાતી લઈ લઉં ને ઘરમાં ફીટ કરાવી દઉં.  તપાસ કરીને છોકરાઓ સાથે તિજોરી લઈ આવ્યા  તેને ફીટ કરવા દીકરાના સાળાની મદદ લીધી  તિજોરી જડાઈ ગઈ એમણે છોકરીઓને પણ કહયું કે હવે તમે પણ સૈફ ડીપોઝીટ બોક્ષ કાઢી તિજોરીનો ઊપયોગ કરી શકો છો બધાંને વાત બરાબર લાગી બધી દીકરીઓ પોતાનાં દાગીનાં, બોન્ડ્ઝ વીગેરે મૂકી ગયા માંને પણ આનંદ હતો કે તેમની નજર સમક્ષ બધું સચવાય રહયું છે.પણ બન્યું એવું કે દીકરાના સાળા, જે મેક્ષિકન હતો તેણે એક દિવસ બાકીનાં બધાં બહાર ગયાં હતાં ત્યારે તક જોઈ તિજોરી ખોદી કાઢી અને લઈને રફુચક્કર થઇ ગયો.  કુટુંબના બધાની મોટા ભાગની મૂડી આ તિજોરીમાં હતી.  માં બિચારી રડી ઊઠી.  એને દુઃખ એ થયું કે મારું ગયું તો કાઈ નહિ પણ મારી બધી દીકરીઓનું જતું રહયું એ સારૂં ન થયું પણ શું કરે ?  કોને કહે ?કોઈકને હસવાનું થયું અને સલાહ ની તો પરંપરા અપાઈ –  જોયુંને એ બહેનનાં પ્રતિકૂળ સંજોગો વર્ષો પછી પણ તેનો પીછો ન્હોતા છોડતાં

એટલે ઊંડી સમજ અને સહનશીલતા આવે ત્યારે અંતરનું જ્ઞાન પ્રકાશિત થાય છે અને આપણું માર્ગદર્શન કરે છે.  પ્રતિકુળતાનો સામનો કરવા જાણે સજ્જ કરે છે.

જયવંતી પટેલ

1 thought on “પ્રતિકુળતા-(10)જયવંતી પટેલ

  1. Pingback: પ્રતિકુળતા-(10)જયવંતી પટેલ | સહિયારું સર્જન – ગદ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.