“કયા સંબંધે”(20)પદમા-કાન

 

સદીઓ પુરાની છે એની ટેવ આ તો લપાછપીનો છે ખેલ,

સંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સમ્બન્ધે”પ્રસન ઉઠે મનમાં?

આવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં!

આ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ.

અટપટા છે આ જીવનના રંગ,મેળવે કદી મેઘ ધનુષના રંગ

અણધાર્યો આવી ચડે કો વાદળ કાળો કાળો ડીબાંગ?

ત્યારે વીજના થાય ચમકારા!  એજ, એજ ચમકારામાં પરોવી લો ધાગો સુઈમાં

પરોવાઈ જાય આત્મા પરમાત્મામાં  એક જ સંબંધમાં

ને એક જ તદ્રુપ માનતા ને માણતો જીવ  ગર્ભમાં ગર્વમાં

એજ ત્દૃરૂપના છીએ આપણે સ્વરૂપ સંસારમાં

સૌની અંદરનો પ્રાણરસ તો એક જ રસાયણથી સિંચાય

આંતર ચેતનામાં સો સમાન છે,આનો પ્રત્યક્ષ પરિચય થાય

એક જ પિતાના સંતાન,તે જ એક તત્વ છે જોડી રાખે સંબંધમાં

જીવ કરે પ્લાન જતા પહેલા સંસારમાં

કીયું ગામ ને કિયા માબાપ ,કિયા  સંબંધીની હું જોઈ  રહ્યો વાટ,

અનેક જન્મોના શેષ કર્મ ફેડી દઉં આ ફેરીમાં

નવ માસની અવધ પૂરી થઈને, ઉવા ઉવા કરતા પૃથ્વી પર અવતરે બાળ

અજનબી આ આલમમાં,રંગ બેરંગી દુનિયામાં,મોહમયી આ નગરીમાં

પ્રવેશતાની સાથે જ માયાનો પડદો,વીટાઈ  વળે ચોપાસ.

નગ્નાવસ્થામાં બાળક જન્મે છે,પછી કદી નવસ્ત્ર તે રહે છે

.મમતાની મુરત સમું મળે વસ્ત્ર માતનું ને પ્યાર ભર્યું તાતનું

ભાઈ,ભાભી બહેન બનેવી, કાકા કાકી,ફોઈ ફૂવા

મામા મામી,માસી માસા,લોહી સમ્બન્ધના આમ  વસ્ત્રો મલે ખાસ્સા.

વસ્ત્ર મળ્યું ગુરુદેવનું વિદ્યા દેતા પાઠશાળામાં

હસતા રમતા કદી ઝગડતા સાથે ભણતા આ શાળામાં

અનેક સમ્બંધ મિત્રોના મળિયા ભણતા ભણતા આ ગાળામાં.

પ્રભુતામાં પગલા માંડતા,  પતી કે પત્ની, સાસુ સસરાના મળે અનેક સમ્બંધી,

નવી પેઢીને જૂની પેઢીનો ત્રાસ,અહિયાં કેમ બેસે પ્રાસ ?કોણ પિતા ને દાદા કોણ?

આમ સંસારના  સંબંધોમાં અટવાય.,અસલ સંબંધ પરમેશ્વરનો, તેની ક્યાંથી આવે યાદ?

કોણ પરમેશ્વર?I DON’T KNOW,નજરે ના નિહાળું તો માનું કેમ?મુહ મોડતો એમ

પેઢીની પેઢી વીતી જાય, જન્મો જન્મના ફેરા થાય

કિયા  જન્મના કયા સમ્બન્ધો,તન,મન અને ધનથી ફેડાય તે ના કળાય   

આ વિશ્વ છે મોટું રંગમંચ ને ત્યાં શરુ થઇ જાય નિત નવા ખેલ.

ઈચ્છા અનિચ્છાનો સવાલ પેદા જ ન થાય, બસ ખેલતા રહો સહુ ખેલ.

આ વિશ્વ રંગ મંચની છે એક જ ખૂબી પાત્ર ના જાણે તેને કયો કરવાનો છે ખેલ!

જ્ન્મોજ્ન્માન્તરના પડદા આમ પડતા જાય જુના સમ્બન્ધ ભૂલાતા જાય   

ના જાણે એ  સદીયો સુધી,કિયા જનમના સમ્બન્ધ, તેની ના હોય શુધી

એક ટપકા જેવડી કીડી, ચોરની જેમ લોખંડના કબાટમાં જાય ઘુસી

કબાટમાં કાચની બોટલ,બોટલમાં અમેરિકાની બદામ

બદામ એવી ખાધી,ઉપરનું છોતરું અકબંધ રાખી

આમ્ સંબંધ વગરના છોતરા અને કીડીએ  મને પુરેપુરી છેતરી!

ચી ચી કરતી આવી ચકલી,ચાર દાણા ચણે ને ઉડી જાય,

કા કા કરતો આવ્યો કાગડો,બે ટુકડા રોટીના ચાંચમાં ભરતો જાય,

ભાંભરતી આવે ગાય બારણામાં ખાધી રોટલી ને ચાલતી થાય,

મુંબઈ પુનાના હાય વેની વાટમાં,રમકડા વેચતા નાના નાના બાળ

માં મારું રમકડું ખરીદો, મેં કીધું મારે ના એની ખપ,

તો એ કહે પેસા મળે તો ભૂખ મારી ભાન્ગું હું વિચારું કેમ જાય આ લપ !

બીજી જ ક્ષણે આવ્યો અંતરમાંથી દયાનો ભાવ

ચાલ મારી સાથે હોટેલમાં તને જમાડી દઉં

મને? પ્રશ્ન કરતા સંકોચાતો મારી પાછળ આવતો

બાજુમાં મારી બેસીને જમતા, ભાવ ના કળાય મને મારા કે તેના મનના!

અમેરિકાના કો ખૂણેથી હિલીંગ માટેની માગણીની આવે એક ઈમૈલ,

ના કદી નજરે નિહાળ્યા,તોય કર્યું હિલીંગ,ને સાજા થાય!

માનો કે ના માનો શ્રધ્ધા અને વિશ્વાસના સમ્બન્ધે પ્રારબ્ધે આવી મળે    

આવા આવા તો આવે કઈક જીવનમાં જાણ્યા અજાણ્યા

સહુ સહુનો ભાગ લઇ પડે રસ્તે “કયા સમ્બન્ધે?”

પ્રશ્ન ઉઠે મનમાં એક જ પિતાના છે સંતાન?તો ભિન્ન ભિન્ન દીસે કેમ?

પિતા એક છે પણ પુત્ર અનેક છે સર્વમાં ચૈતન્ય  તત્વ પણ  એક છે.

માટીના  મટીરીયલના જુદા જુદા રંગ છે,રંગના ભિન્ન ભિન્ન ગુણના એ ભેદ છે   

કોઈ કાળા  તો કોઈ ગોરા કોઈ લાલ તો કોઈ પીળા!

ઋણાનુબંધ ને લેણ દેણનો  સંબંધ, અટલ છે એ   “કર્મનો સિદ્ધાંત”

દુનિયાના તમામ કાયદે હોય કાઈ ને કાઈ અપવાદ

કિન્તુ કર્મના કાયદામાં?ના મળે ક્યાય અપવાદ કે બાંધછોડ!

પછી ભલે તે હોય દશરથરાજા,રાજા રામના પિતા?

દેહ ધારણ કરી પૃથ્વી પર પધારે,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરે,

કર્માનુસાર પુત્ર વિયોગે,મૃત્યુને ભેટવું પડે.

શારીરિક કે માનસિક જે કોઈ નિત્ય ક્રિયા થાય,ખાવુપીવું,નાહવું ધોવું

નોકરી કરવી કે ધંધો,જાગવું કે ઊંઘવું, જન્મવું કે મરવું?

આ સઘળી ક્રિયા તે કર્મ કહેવાય.કર્મના પણ છે ત્રણ પ્રકાર.

(૧)ક્રિયમાણ કર્મ  (૨)સંચિત કર્મ (૩)પ્રારબ્ધ કર્મ

દિન દરમ્યાન કે જીવન દરમ્યાન થતી સઘળી ક્રિયા એ ક્રિયમાણ  કર્મ કહેવાય

આવા ક્રિયમાણ કર્મ અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય.

દા.ત.ભૂખ લાગી,ખાવાનું કર્મ કર્યું ને ભૂખ મટી ગઈ

તમે કર્મ  કર્યું નાહવાનું ને શરીર શુદ્ધ થઇ ગયું,  

તમને કોઈએ ગાળ દીધી, તમે તેને લાફો માર્યો

ક્રિયમાણ કર્મ આમ તત્કાલ  ફળ ભોગ્વાવીને જ શાંત થાય.

કેટલાક ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ન દેતા સંચિત કર્મમાં  જમા થાય

દા,ત.આજે તમે પરીક્ષા આપી ને મહિના પછી આવે પરિણામ

 જવાનીમાં તમે દુઃખી કર્યા માબાપને,તો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુખી કરે તમારા સંતાન

બાજરી પાકે નેવું દિવસે,૧૨૦ દિવસે પાકે ઘઉં,આંબો ફળ આપે પાંચ વર્ષે,રાયણ ફળ આપે દસ વર્ષે/

જેવી જાતના ક્રિયમાણ કર્મ તે તદનુસાર ફળ મળતા લાગે વાર  

વધ શ્રવણનો કરતા,દશરથરાજાને મળે શ્રાપ,પુત્ર વિયોગે મૃત્યુ થાય,

જ્યાં પુત્ર જ ના હોય,ત્યાં કેમ લાગે શ્રાપ?ક્રિયમાણ કર્મ શાંત ન થતા સંચિત કર્મમાં જમા થાય

યુધ્ધમાં વિજયના અર્થે મળેલું દશરથરાજાનું જ દીધેલું વરદાન કૈકેઈનું પાકે?

દશરથ રાજાને મળેલો શ્રાપ પણ આહી પાકે?

ભરતને મળે ગાદી,ને રામને ચૌદ વર્ષનો વનવાસ એવું કૈકેઈ માંગે?

રામાયણ જોયું ને  હવે મહાભારતમાં ધ્રુતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પૂછે

આ જીવનમાં ના કીધું એવું પાપ મેં,જેથી ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય?

કૃષ્ણ ભગવાને  દૃષ્ટિ આપી,પાછલા પચાસ જન્મ જોવા થકી,

પારધી જન્મે સળગતી જાળ નાખી,પકડવા પક્ષીઓને,બચવા માટે ઉડી ગયા કેટલાક,

કેટલાક સળગતી જાળની ગરમીથી  થયા અંધ,બાકીના નાના સો પક્ષી બળીને થયા ખાક

તેથી થયા તે અંધ,સો પુત્રનો થયો વધ, જાણ્યા પછી ના રહે કોઈ દ્વન્દ.

આમ સંચિત કર્મ પાકતા ફળ દેવા આવે તત્કાળ,તેને પ્રારબ્ધ કર્મ કહેવાય.

હજી ઘણા પ્રકારના છે કર્મ,શોધો જન્મો જન્મ,તોય ના પામો તેનો મર્મ

ખુદ ક્રષ્ણ ભગવાન ગીતામાં ગાય, ગહના  કર્મણો ગતિ,તો આપણી ચાલે ક્યાં મતિ?

કર્મની કરીએ સમાપ્તિ,ને બીજે કરીએ ગતી તો થાયે કાઈ પ્રગતી.

જીવન સમ્બન્ધના તાણાવાણાથી વણાયલ છે તેમાં કોઈ આડા તો કોઈ ઉભા છે.

હકીકતમાં ના તો કોઈ આડા છે ના કોઇ ઉભા છે.

જરા દૃષ્ટિને બદલી જુઓ,દિશાને ફેરવી જુઓ,આતો સમય સમયનો ખેલ છે.ખેલમાં સામેલ છીએ.

સમય સમયના સમ્બન્ધના સમ્બન્ધે દિન પછી રાત અને રાત પછી દિન એમ ચકરાવો ચાલે છે.

રાત્રીમાં કરવા નિરાતે પ્લાન,દિવસે કરવા સારા શાંતિથી કામ,

આડા ઉભા તાણા વાણાને ગુંથી લો ધૈર્યથી ,સુવિચારના સુઝથી એવી,રાત્રી ન લાગે ભેંકાર,દિન ના જાએ બેકાર

ભક્ત કબીર ભજનમાં ગાતા કહે છે “ઝીનીઝીનીરે બીની ચદરિયા” ત્યાં ન રહે કોઈ ઉભા કે આડા તાણા વાના

મનને રાખો સદા સત્સંગમાં,પ્રભુના સંગમાં,મિલન થશે આત્માનું પરમાત્મામાં ભક્તિના સમ્બન્ધમાં

છોડી દઈએ સમ્બન્ધ અને સિધ્ધાંત કર્મનો ,ના ભૂતને વતાવીયે, ના જાણીએ, ના ધૂણીએ

જગમાં છે માત્ર એક જ સમ્બન્ધ, પ્રેમ થકી સુતરના તાતણે બાંધી રાખે  છે જ્યમ  રાખી!

ભર સભામાં લાજ લુંટાતા એજ સુતરના તાંતણા થકી દ્રૌપદીની વહારે દોડી આવે ગિરિધારી

 

ખલીલ ઝીબ્રાને અમેરિકાના કવિયત્રી બાર્બરાને કહ્યું “તમને માત્રસાત જ શબ્દો મળે વારસામાં,તો તમે ક્યાં શબ્દો પસંદ કરો?”ત્યારે બાર્બરાએ કહ્યું “પ્રભુ,જીવન,પ્રેમ,સૌન્દર્ય,પૃથ્વી”ત્યારે ઝીબ્રાને કહ્યું કે જે બે શબ્દ વગર નિરર્થક છે “હું” અને તું”.જીવન એટલે “હું” થી “તું” તરફની યાત્રા.પ્રેમ જ આ શબ્દોની નૌકા બની શકે.ભક્ત સુરદાસના શબ્દો સબસે ઉંચી પ્રેમ સગાઈ. પ્રેમ સિવાય જીવનનું કોઈ રહસ્ય પ્રગટ ના થઇ  શકે.પ્રેમ દ્વારા માણસ માણસને જાણે છે. પ્રભુને જાણવાનો, પામવાનો રસ્તો પણ આજ છે.પ્રેમમાં આવી અમોઘ શક્તિ પડેલી છે. આસ્થા,શ્રધ્ધા,વિશ્વાસ,ભક્તિ,દયા,કરુણા,લાગણી,સેવા આ સર્વ ભાવો સમ્બન્ધે જીવનમાં  સહું પ્રેમ દર્શાવે એમ.

કર્મનો સિધ્ધાંત સમજાવતું સ્વરચિત ભજન

જીવ!તું શીદને ચિંતા કરે,પ્રભુને કરવું  હોય તે કરે  

નારાયણને કરવું હોય તે કરે

હવે બળાપો કરે શું વળે ખાલી ભેજામાં તું ભરે,ખાલી ભેજમાં ના ભારે.

જન્મોજન્મના કર્મ પ્રમાણે પ્રારબ્ધે આવી મળે,

જેનું જેટલું ઋણ બાકી, તે તો ચુકવવું પડે,

પ્રભુ તો અપાવીને જ જપે,એ તો કોઈનું ના બાકી રાખે …… પ્રભને

અટલ સિધ્ધાંત છે કર્મનો જેહ કરે એવું ભરે

કર્મની ગતિ અતિ છે ન્યારી,જ્યા જતી મતી  કામ ના કરે

એમાં પ્રભુ પણ ફેર  ના કરે …….પ્રભુને

માનવ ખોળિયું માતાએ દીધું તને,પ્રભુ પ્રાણ જ તેમાં પૂરે,

વિધિના લખિયા લેખ તેમાં મેખ ન મારી કોઈ શકે

ઈચ્છા કોઈની કામ ન આવે ……..પ્રભુને

માતા મુકે કોળીયો મોમાં તેથી પેટ ન આપણું ભરે

ચાવવો પડે,પચાવવો પડે તેથી માતાને દોષ નવ દીજે

તે તો શક્તિ ન આપી મને તેથી પેટ ન મારું ભરે ………પ્રભુને

શું ન આપ્યું પ્રભુ તુજને ઉડો વિચાર કેમ ના કરે?

માતા પિતા પતિ પુત્ર વેઈભવ,સંગ કળા ને વિદ્યા મળે

તારી સોય પ્રભુ સહુ પૂરી કરે,સફળતા ધેય્યમાં તને મળે …….પ્રભુને

સારા ખોટા કર્મ કર્યા તે જમા ઉધાર ખાતામાં જાતા,

પુણ્ય ખર્ચાઈ જાતા, ત્યાં તો પાપ જ ઉભા થઇ જાતા,

ત્યારે વ્હાલા જ વેરી બની જાતા……………..પ્રભુને

પાપ કર્મો સહુ ફેડાઈ જાતા , ભાગ્યનો ઉદય ત્યાં થાયે

સંબંધના તાણા વાના,પરત  આણામાં આવી મળે

ચક્રવર્તી વ્યાજ સહીત મળે ………………..પ્રભુને

જીવ તું! તારે કરવું હોય તે કરે,હવે દેર શાને કરે,

દેર નથી,અંધેર નથી તમારી રસીદ પાકી નથી,

તો એ કેમ મળે,પ્રતીક્ષા તેની કરવી પડે,પુરુષાર્થ તારે કરવો પડે ……..પ્રભુને

લગાવ લગની ,ધખાવ ધૂણી,તો એ કેમ ના ફળે

કર્મણ્યે વાધિકારસ્તે એ રસ્તે તું પડે ભલે એ ફ્લે કે ના મળે…………પ્રભને

લપા છપી નો ખેલ ખેલ્નતા પ્રભુ એજ આપણામાં રહે

પાપ કરતા, છાનો ઈશારો કરે પ્રભુ,તે તો ઉરમાં તું નવ ધરે!

જાણ્યા અજાણ્યા થઈને રહીએ તો “કયા સંબંધે”?

પ્રભુને દોષ કાં દઈએ,ફરિયાદ કદી ન ઓષ્ઠ પરે ………….પ્રભુને

શાંત ચિત્તે સખી સ્વરૂપે પ્રભુ સંગ ગોષ્ટી કરે

કેમ આપ્યું,કેમ ન આપ્યુ તારી મુઝવણ દુર કરે…………..પ્રભુને

પદમા-કાન  

 

2 thoughts on ““કયા સંબંધે”(20)પદમા-કાન

  1. સંબંધ અને કર્મની છણાવટ ખુબ સારી રીતે કરી છે.
    ફૂલવતી શાહ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.