કયા સંબંધે! (17)જયવંતીબેન પટેલ

દિલનાં સબંધ તો એવા કે વર્ષો વિતિ જાય પણ તે અતૂટ રહે. કોઇ સમય કે દૂરી એને તોડી ન શકે. મેઘધનુષના સાત રંગે ન રંગાયો હોય પણ પ્રેમનાં ભીના રંગે એવો રંગાયો હોય કે તેનો રંગ ઝાંખો ન થાય. અને વખત આવે હાથ ઝાલી લ્યે.

દીકરો – વહુ બે દિવસ માટે બહારગામ ગયા હતા.  ઘરમાં હું ને મારી પોત્રી શીતલ બેજ વ્યક્તિ હતા.  ચોમાસાનો સમય હતો. અંધારી રાત હતી. સમીરના સુસવાટા બહારની વનરાજીને આમથી તેમ ડોલાવતો હતો.  અને તેનો અવાજ ડરામણો લાગતો હતો.  મને થયું ચાલ, શીતલના ઓરડામાં જઈ તેને જોઈ આવું.  એટલે ઊઠીને તેનાં ઓરડામાં ગઈ તો તે હજુ સૂતી ન હતી બારી ખુલ્લી હતી અને તેમાંથી વાછટો અંદર આવતી હતી. મેં તરત બારી બંધ કરી અને શીતલને કહયું, “બેટા, હવે સુઇ જા.” ” સવારે ઊઠવામાં તકલીફ પડશે ” તે કહે,” દાદીમાં, મને આજે જરાયે નિંદર નથી આવતી.  તમે કોઈ વાર્તા કહોને!  જેમ હું નાની હતી ને કહેતા હતા તેમ. દાદીમાં, તમે મને કેટલો પ્રેમ આપો છો શા માટે?  હું તમારી પોત્રી છું એટલેને?  “હા, શીતલ, એટલે જ તને ખૂબ પ્યાર કરું છું  તું મારું વ્યાજ છે પણ બેટા, એવા નિસ્વાર્થ પ્રેમ પણ હોય છે આ દુનિયામાં.

“દાદીમાં, મને આજે એવા નિસ્વાર્થ પ્રેમ અને સબંધની વાત કહોને!”  હું તેની નજીક ગઈ અને તેનો હાથ પકડીને બેઠી અને શું કહું અને કોની વાત કહું તેનો વિચાર કરી રહી.

નિસ્વાર્થ પ્રેમ અને સબંધ – જેમાં જરાયે દગો ન હોય  મને તરત દ્રોપદી યાદ આવી. અને મેં વાતની શરૂઆત આ રીતે કરી.

ઘણાં વર્ષો પહેલાં, નહીં , હજારો વર્ષ પહેલાંની આ વાત છે તને “મહાભારત” ની કથા તો ખબર જ છે  મહાભારતની કથામાંથી દરેકને કંઈક ને કંઈક શીખ મળે છે  હવે તો આજકાલના છોકરાઓ યાને યંગર  જનરેશન, જુવાન પેઢી પણ મહાભારત અને રામાયણ જેવાં મહા ગ્રંથો ને માન આપી  આવકારે છે તેનાં પાત્રોને નાટકમાં ભજવવા પણ તેયાર થઈ જાય છે અને શાં માટે ન થાય ? દરેક પાત્ર એક એકથી ચઢિયાતું છે. હવે દ્રૌપદીને જ જોને.  

તને તેના શબ્દોમાં તેની વાતકહું.

તેનાં જીવનમાં જે બની ગયું તેને આજે વર્ષો વિતિ ગયા એ વાતને, એ પ્રસંગને પણ દ્રૌપદીની નજર સમક્ષ એ દ્રશ્ય ચલચિત્રની જેમ ચાલતું હતું.  એક એક બની ગયેલો પ્રસંગ, તેની ક્રુરતા, તેની વિત્મ્બના અને તેનાં પ્રત્યાઘાતો.  દ્રોપદી વિચારમાં ગરકાવ થઇ ગઈ.  દેખાવે બહું રૂપાળી નહોતી પણ પોતે કેટલી સૌમ્ય, કમલનયની, લાંબા કેશવાળી, સૌદર્યવાન હતી તેની પ્રતિતિ તેને હતી. એટલુંજ નહિ – તે પાંચ પાંડવોની જાજરવાન  પત્ની હતી, માતા કુંતાની વહાલસોયી પુત્રવધૂ હતી. “પાંચાલી” કહેવાતી દ્રોપદી પાંચાલ પ્રદેશનાં રાજા દ્રુપદની પૂત્રી હતી.. તેની ચાલવાની છટામાં સ્ત્રીસહજ લજ્જાને બદલે સ્ત્રીગર્વ દેખાતો હતો,એક એવું વિલાશી સૌંદર્ય હતું,જે પહેલી વખતે જોતા,સામાન્ય લાગે પણ એક વાંર એ આંખમાં પરોવાઇ જાય તો અસામાન્ય બની જાય…અને છતાંય દુષ્ટ દુશાશન એને એનો ચોટલો પકડી, ખેંચીને ભરસભામાં ઘસડી લાવ્યો.  કેટલાં કાલાંવાલા કર્યા હતા, ધમકી પણ આપી હતી, ગુસ્સો પણ બતાવ્યો હતો.  પોતે રજ્સ્વાલા હોય રાજ્યસભામાં આવવાની પરિસ્થિતિમાં  ન્હોતી એ પણ કહયું પણ એક પણ વાત તે દુષ્ટને રોકી ન શકી.ભર રાજ્યસભામાં ગુરુદેવ દ્રોણને, કૃપાચાર્યને, પિતામહ ભીસ્મને, શ્વસુર અંધ ધૃતરાષ્ટ્રને, વડીલ વિદુરને અને ત્યાં બેઠેલાં અન્ય સભાજનો અને વડીલોને પડકાર ફેંક્યો પણ વિતામ્બના તો જુઓ દરેકને કોઈ ને કોઈ બંધન બોલતાં અટકાવતું હતું  વિદુરે ઊભા થઇ બની રહેલાં અઘટિત કર્મને રોકવા શબ્દ ઉચાર્યો તો તેને દુર્યોધને તરત બેસાડી દીધાં.  દ્રૌપદીએ આટલી ભીડમાં પણ એકલતા અનુભવી.  તેને આખે શરીરે કંપકંપા આવ્યા.  કેટલી વેદનાથી સર્વેને મનાવી રહી હતી – ધર્મ અને ન્યાય ની ઠેકડી ઊડતી અટકાવવા અને એક અબળાને સહાય કરવા આજીજી કરી હતી.  પણ કોઈની નજર ઊચી થઇ ન હતી પાંચે પતિઓ નત મસ્તક દુર્યોધન સામે બેઠાં હતા.  દ્રૌપદીને એકજ પ્રશ્ન મુંઝવતો હતો કે એ બધાં સભાજનો અને તેનાં પતિઓ શાની રક્ષા કરતાં હતા? જે રક્ષણ માંગી રહી છે તેને રક્ષણ ન આપ્યું અને ખોખલા વચન અને ધર્મને વળગી રહયા.  આ કેવો ન્યાય !  ન્યાય હતો જ નહિ – હળોહળ અન્યાય થયો હતો.  છેવટે હારી, થાકી તેણે શ્રી કૃષ્ણને, તેનાં સખાને સાદ કર્યો, ” હે ગોવિંદ , હે ગોપાલ, હે અવિનાશી – હવે તો તારા શરણમાં છું”

 

દુશાસન વસ્ત્રો ખેચતો જ રહયો  આખી સભા દુઃખી નજરે જોતી રહી.  ત્યારે કૃષ્ણને દ્રોપદીનો પૂકાર સંભળાયો,  પટરાણીઓને પડતી મૂકી અનાથનો નાથ સભામાં હાજર થઇ ગયો.  જેવું છેલ્લું વસ્ત્ર પૂરું થાય તે પહેલાં બીજું વસ્ત્ર સંધાઇ ગયું  દુશાસન ખેચતો જ રહયો અને સાડીઓના ઢગલાં થઇ ગયા.  શીતલ, પાંચ સાડી વધારાની બેગમાં લાવવાની હોય તો વજન વધી જાય છે અને એરપોર્ટ ઉપર કાઢી નાખવી પડે છે તો વિચાર કર, હજારમાં એક જ ઓછી, નવસો નવાણું સાડીઓનું વજન કેટલું થયું હશે! અને સાડીઓ પણ કેવી કેવી!  ઝરીની ભરત વાળી, અનેક જુદા જુદા રંગો વાળી, પોમચા વાળી, છીંદડી વાળી, બંગાળી ભરતની , અમ્મર મખીયા, નગદ જરી ભરેલી, મૂલ્ય ન થાય એવી અમૂલ્ય કારીગરી વાળી, મોતીની કોર ભરેલી અને ખૂબ સુંદર દેખાતી અનેક ભાતો વાળી સાડીઓ.  આખી સભા ચકિત રહી ગઈ, સભામાં સન્નાટો છવાઈ ગયો સાડીઓનો ખેચનાર થાકીને લોથ પોથ થઇ ધરતી પર ઢળી પડ્યો.

ચક્ષુ બંધ કરી દ્રોપદી આજે પણ વિચારોમાં તલ્લીન થઇ ગઈ. ગોવિંદની સાથેનું સગપણ શોધવા પ્રયત્ન કરી રહી.  મારે ને તારે શું સબંધ ?  આંખોમાંથી નીર વહી જાય છે – માનવીની સંવેદના, તેની સરળતા, નિખાલસતા તેને પહેલી હરોળમાં મૂકી દે છે બાકીનું બધું વિસરાઈ જાય છે આ બધી દુનિયાદારી શું કામની મારે ?  મેં તો બધા સાથે સગપણ સાચવ્યું.  આજે હું નોધારી બની ગઈ.  બધા હોવા છતાં કોઈ મારું નથી. આજે મૃત્યું આવે તો પણ આવકાર્ય છે – કેટલો વિશ્વાસ હતો સગપણમાં અને તેનાં વ્યવહારમાં.  એક જ ક્ષણમાં ભાંગી પડયું એ સપનું, એની લાગણીઓ દુભાય અને હૈયું જોરશોરથી બૂમો પાડવા માંડયું.  મારો વિશ્વાસ તારામાં અટલ રહયો।  હે કૃષ્ણ, મારી નાનીશી સેવા તે સો ઘણી કરી તેનું વળતળ વાળ્યું। કેટલી માણસાઈ ને કેટલી પ્રભુતા બતાવી.  કોઈએ ન ઝાલ્યો ત્યારે તે લાંબો હાથ કરી મારો હાથ ઝાલી લીધો ને મને બચાવી લીધી કેવી રીતે તારો ઉપકાર માનું!  શબ્દો નથી મારી પાસે.  ખાલી અંતરની આજીજી ને યાચના છે – મારો હાથ કદી ન છોડતો.
તો શીતલ, તું જ કહે આ કેવું સગપણ?  શીતલ ખૂબ શાંત અને નિખાલસતાથી બોલી ,” દાદીમાં, મેં તમને ભજનમાં ગાતા સાંભળિયા છે એટલે કહી શકુ છું કે ” સબસે ઊચી પ્રેમ સગાઇ ”  ખરૂને ?”

હા” શીતલ, તદન ખરૂ.  તને દ્રૌપદીની વાત ગમી ?  સબંધોની વાત કરીએ તો આવા નિસ્વાર્થ પ્રેમ યાદ આવી જાય છે વૃક્ષો નિસ્વાર્થ પણે તેનાં ફળ, ફૂલ અને છાયડો માનવીને અને દરેક પ્રાણીને આપે છે બદલાની આશા વગર.  આપણે કેમ વૃક્ષો જેવાં ન બની શકીએ !!”

જયવંતીબેન પટેલ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in જયવંતીબેન પટેલ, સહિયારુંસર્જન and tagged , , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to કયા સંબંધે! (17)જયવંતીબેન પટેલ

 1. Kalpana Raghu says:

  જયાવાન્તીબેન,ખુબ સુંદર રજૂઆત અને કથાબીજ. ખૂબ અભિનંદન.

  Like

 2. P.K.Davda says:

  સંબંધોની વાત કરવી હોય તો કૃષ્ણ અને દ્રૌપદીની વાત સૌથી યોગ્ય છે. બહેન તમે બહુ સરસ છણાવટ કરી છે.

  Like

 3. Jayvanti Patel says:

  Thank you for your comment and opinions.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s