કયા સંબંધે-(૧3)-ચારુશીલાબેન વ્યાસ

આ દુનિયા અનેક સબધોથી  એક બીજા સાથે વણાયેલી છે. જન્મથી ,પોતાના વર્તનથી અને

ગયા જન્મના અધૂરા સબંધો ને પૂરા  કરવા આપણે એકબીજાને મળીએ છીએ આપણને
આશ્ચર્ય થાય કે, ‘આ વ્યક્તિ સાથે કઈ લેણદેણ હશે? કે એ મને આ રીતે મદદ કરે?’પારકા દેશમાં
કોઈ આપણો હિતેછું મળી જાય એને ગયા જન્મનો સબંધ કહી શકાય?
નવા નવા અમે અમેરકા આવ્યા હતાં. 2001ની આ વાત છે મારા પતિને તરતજ નોકરી મળી ગઈ હતી. એ તો ઓફિસે જતા રહે હું એકલી ઘરમાં કંટાળી જતી. ખૂબ એકલતા લાગે એક દિવસ વિચાર આવ્યો, કે’ ચાલ બસમાં બેસીને બહાર જાઉં ‘તૈયાર થઇ બસસ્ટોપ પંર પહોચી મનમાં ગભરાટ હતો પણ સાહસ કરવાની ટેવ એટલે મન મજબૂત બનાવ્યું.

બસ આવી ચડી ગઈ બસમાં ભીડ હતી  હું એક બાજુ ઉભી રહી કંડકટર ની રાહ જોવા લાગી ત્યાતો ડ્રાઈવરે તેની પાસેના બોક્સમાં પૈસા નાખવાનું કહ્યું મારી પાસે 5 ડોલર હતા. તેણે કહ્યું ‘યુ હેવ ટુ પુટ 1$ઓન્લી ” ‘મેં
કહ્યું ‘આઈ ડોન્ટ હેવ ચેન્જ ‘ડ્રાઈવરે મને બહુ સારી રીતે નીચે ઉતરી જવા કહ્યું મને  કઈ સમજ ન પડી હું  ગભરાઈ મને સમજ નોતી પડતી કે શું કરું બસ તો ચાલતી હતી બીજા બસસ્ટોપ પર મને ઉતરી જવા કહ્યું ત્યાં તો એક લેડી ઉભી થઇ અને મારા વતી 1$ પેટીમાં  નાખ્યો મને કહ્યું “યુ કેન સીટ ડાઉન એન્ડ  ડુ નોટ વરી”  અબાઉટ મની। મેં તેનો ઉપકાર માન્યો.
એવી જ રીતે મને મદદ  કરનારા અહી મને ઘણા લોકો મળ્યા પછી ચાઈલ્ડ ડેવલપમેન્ટનું ભણવા ગઈ કોલેજમાં જતી વખતે બસમાં જતી આવતી વખતે મને આપણી બે ગુજરાતી છોકરીઓ રાઈડ આપતી તે પણ મને ઋણાનુબધ જ લાગે છે. એક દિવસ રીતા અને મીના ન આવ્યાં હું તો પહોચી ગઈ હતી ક્લાસ શરુ થઇ ગયા તેઓ દેખાયા નહી, રાતે 930 ક્લાસ પુરા થયા બહાર જઈને ઉભી રહી રાતે 9 વાગ્યા પછી બસ નહોતી!

‘હવે શું કરીશ? કેવી રીતે ઘરે જઈશ?’મારા પતી હજી ગાડી શીખતા હતા સેલફોન હતો નહિ દ્વિધા માં હતી
ત્યાં એક બ્લેક છોકરી આવી ડુ યુ નીડ હેલ્પ ?’ મેં મારો પ્રોબ્લેમ કહ્યો તેણે કહ્યું ‘ડોન્ટ વરી આઈ વિલ ડ્રોપ   યુ ‘
પહેલા  મને ડર લાગ્યો આનો વિશ્વાસ કરું કે ન કરું ? પણ ઘરે પહોચવું  એ પણ જરૂરી  હતું. ભગવાનનું નામ લઈને , હસતા મો એ તેની ગાડીમાં બેસી ગઈ રસ્તામાં ઘણી વાતો કરી.ઘણાં વખતથી મને ઓળખતી હોય એમ મને  મજા આવી પછી તો એ મારી મિત્ર બની ગઈ. ત્યાર બદ રોજ મને પૂછે ‘ડુ યુ નીડ હેલ્પ ?’
આ તે કયા જનમ નો સબંધ હશે? કે કોઈ કાર્મિક એકાંઉટ ?

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in સહિયારુંસર્જન and tagged , , , . Bookmark the permalink.

One Response to કયા સંબંધે-(૧3)-ચારુશીલાબેન વ્યાસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s