કયા સંબંધે -(10) નિહારિકાબેન વ્યાસ

માતાના ગર્ભાશયમાંથી જ આત્માના સંબંધો શરુ થઇ જાય છે,આ દુનિયામાં માં શરીર ધારણ કરી અનેકાનેક સંબંધોથી શરીર જોડાય છે. પૂર્વજન્મના અને આ જન્મના કર્મના હિસાબો પ્રમાણે સંબંધો જોડાય છે. અને છુટી જાય છે. દરેક સજીવના શરીરમાં પરમાત્મત નો અંશ રહેલો છે. જેને શુદ્ધ આત્મા આપણે કહીએ છીએ. આત્માની સાથે કર્મના હિસાબોનું આવરણ હોય છે. જેને પુણ્ય અને પાપ કહીએ છીએ આના આધારે સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે.

સંબંધ એટલે શું ?સંબંધ એટલે કર્મનો હિસાબ ,વ્યક્તિ પોતાના કર્મના હિસાબો પ્રમાણે સંબંધોથી જોડાય છે. અને તે હિસાબ ચુકતે થતા સંબંધ પુરો થઇ જાય છે. આમ જન્મથી ઘડપણ સુધી અમુક સમયે અમુક વ્યક્તિ સાથે જોડાય છે. અને કર્મ અનુસાર છુટા પડે છે. આમ જેટલો જેવો હિસાબ હોય તે પ્રમાણે વ્યક્તિઓ તરફથી સુખ અને દુઃખનો અનુભવ થાય છે.

જીવનના બે અંતિમ છેડા વચ્ચે  સગા વ્હાલા,મિત્રો, પરિવાર પતિ પત્ની ,માબાપ એવા નેક સંબધો લોહીના કે મિત્રતાના કે સ્નેહના કે વાત્સલ્યના ,નફરતના કે દુશ્મનીના ​આવા અનેક રૂપે માનવી સંબંધોને  અને સંબધોથી સુખ અને દુઃખ મેળવે છે. કેળવે છે.  ક્યારેક વિકસાવે છે. ક્યારેક ખુદ પોતે વિકસે છે. મુળમાં કર્મનો હિસાબ જ ચુકવતા હોય છે.નિશ્ચિત સમયે, સ્થળ અને એ વ્યક્તિ હોય જ છે.ક્યારેક વિચારજો અમુક સમયે અમુક વ્યક્તિ અમુક સ્થળે મારા જીવનમાં કેમ આવી ?

આપણે બધા જ કોઈ ક કર્મો થકી ભેગા થઈએ છીએ,આત્માના કર્મનો હિસાબ પ્રેમ, ધ્રુણા, નફરત  વગેરે સંબંધો થી બંધાય છે. અને છુટી જાય છે. પ્રેમતત્વ સંબંધો ને  જાળવી રાખે છે.  સાચો શુદ્ધ પ્રેમ આખા જગતનું સંચાલન કરી રહ્યું છે. તે તત્વનો છે. જેનાથી આખા જગતને સુખ અને પ્રેમનો અનુભવ થાય છે. દરેકનામાં પરમાત્માને જોઈ તેની તેની સાથે નિર્મળ પ્રેમ રાખીએ તો આખું જગત આપણને પ્રેમમય જ લાગશે માટે જ કહ્યું છે કે …..

એવો દિ  દેખાડ વહાલા

એવો દિ  દેખાડ કે દેખું તારું રૂપ બધે

દરેક વ્યક્તિ માં તારા સંબધને અને તારા સ્વરૂપને નિહાળું જેથી તારા જીવી નિર્મળતા ,સહજતા અને સરળતા હું દરેક સંબંધમાં માણું ,સંત કે ફકીર જેવી શુદ્ધતા હું દરેક સંબંધમાં નિહાળું ,આ આવરણો વિનાના સંબંધો મને નિસ્વાર્થ બનાવે અને હું કોઈપણ આવરણો વિના તારા જ સ્વરૂપ ને હું સ્વીકારું.

“જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહિ અન્ય સબંધમે

સુઃખ  અને દુઃખ  સમતા સાથે રહે

તો કુછ ખોફ નહિ જીવનમેં

શ્રી  કૃષ્ણ ગોપીઓનો પ્રેમ અમર છે શુદ્ધઆત્મા એટલે શ્રી કૃષ્ણ  અને ઈન્દ્રીઓ તે ગોપીઓં આપણી ઈન્દ્રીઓ પરમાત્મા માં જ સંબંધ કેળવી મગ્ન રહે તો અમર તત્વ પામી મોક્ષ ને પામે આ જગત શુદ્ધ આત્માના સંબંધે ચાલી રહ્યું છે. અને ચાલતું રહેશે. દરેકમાં પરમ તત્વને ઓળખી આનંદથી આ સંબધો માણીએ તો ……

નિહારિકાબેન  વ્યાસ

3 thoughts on “કયા સંબંધે -(10) નિહારિકાબેન વ્યાસ

  1. “દરેક વ્યક્તિ માં તારા સંબધને અને તારા સ્વરૂપને નિહાળું જેથી તારા જીવી નિર્મળતા ,સહજતા અને સરળતા હું દરેક સંબંધમાં માણું ,સંત કે ફકીર જેવી શુદ્ધતા હું દરેક સંબંધમાં નિહાળું ,આ આવરણો વિનાના સંબંધો મને નિસ્વાર્થ બનાવે અને હું કોઈપણ આવરણો વિના તારા જ સ્વરૂપ ને હું સ્વીકારું”

    પરમાત્મા સાથેનો સબંધ જાળવીરાખવા માટેની સુંદર પ્રાર્થના.
    આભાર નિહારિકાબેન..

    Like

  2. દરેકમાં પરમ તત્વને ઓળખી આનંદથી આ શબ્દો માણીએ હકીકતમાં બેઠકમાં આપણે સહુ માણીએ છીએ.ખુબ સરસ નિહારીકાબેન

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.