કિટ્ટા અને બુચ્ચા-(1) જયવંતી પટેલ

jayvantiben

િતહૂાઆજે પ્રકૃતિ એ તદન નવું સ્વરૂપ લીધું હતું, સમીર ની લહરી ઓ તનને આનંદિત નહોતી કરી શકતી  આજે અંતર ના અવાજને પારખવા વાળી કેમ દેખાતી નથી? પ્રભાત ના કિરણો મધ્યાંતરે આવી ગયા સૂરજ દેવતા માથે તપતા હતા, પનિહારી ઓ પાણી ભરી પોત પોતાના બેડલા લઇ ઘરે ગઈ,રસ્તો સૂમસામ બની ગયો. દૂર દૂર સૂધી કોઈ દેખાતું નહોતું  આજે રાધા કેમ ન દેખાણી? દરરોજ તો પાણી ભરવા અહિ સૂધી આવતી, કોઈ એને રોકી નહોતું શકતું! ભલે પાસેના બીરજ ગામમાંથી આવવાનું દૂર પડતું પણ મને મળવા તો એ આવે જ, કૃષ્ણ બેચેન બની ગયાં – શું થયું હશે?  તેની સાહેલીને પૂછ્યું તો કહે આજે રાધા ને જોઈ  જ નથી.

પછી ગઈકાલ ની વાતો કાનાને યાદ આવી, રાધા એ હટ પકડી હતી – તારે મોરલી છોડવી જ પડશે  કાં તો મુરલી ને કાં તો રાધા  – પસંદગી તારે કરવાની છે કાનાએ તરત કહ્યું ,” રાધા, મુરલી તો મારું મન છે તેના વિના મને કેમ ચાલે ? તેને તો હું છોડીશ જ નહીં ત્યારે રાધા એ ગુસ્સામાં કિટ્ટા કર્યા હતા ને પછી ચાલી ગઈ હતી. કાનો તો આ વાત તદન વિસરી ગયો હતો અને યાદ પણ કેવી રીતે રહે ? કોઈ દિવસ રાધા તેનાથી રિસાણી નહોતી – કાનાએ તો માની લીધું કે દરરોજ ની માફક રાધા પાણી ભરવા આવી જ હશે ને અમે સાથે બેસી કદંબ ના  વૃક્ષ નીચે એકબીજાને નિહાળતા રહેશું  – મનગમતી વાતો કરીશું  હું મુરલી વગાડીશ અને એના સૂર માં રાધા રંગાઇ જશે પણ કાના ને રાધા ની મનની વાત ક્યાં ખબર હતી !!તે તો તેની ધૂન માં મુરલી હોઠ પર મૂકી વગાડતો હતો.

રાધા ને ઈર્ષા આવી: મુરલી ને આટલું બધું મહત્વ અને કાન ને મારું મહત્વ કંઈ નહિ!!  આજે તો કાનની પરિક્ષા કરું જ એટલે કિટ્ટા કરી નાંખ્યાં  કાનો વાટ જોઈ જોઈ થાકી ગયો મધ્યાંતર હવે સંધ્યા માં ફેરવાયું,  ધેનુ પણ ઘર તરફ વળી ગયા, બધા મિત્રોએ કાનાને સાદ આપ્યો, ચાલ કાના, મૈયા રાહ જોતા હશે તું નહિ આવે તો બલરામને પણ વાળુ નહિ મળે  – કાનાએ ઘર તરફ ચાલવા માંડયું  મન ખૂબ દુઃખી હતું  આજે  રાધા ને જોઈ નહોતી એનું મન ભરાઇ આવ્યું  શું કરું ? કેવી રીતે રાધા ને મનાવું ?  મુરલી તો મારું મન છે તેને કેમ કરી ત્યજુ  – તો રાધા તારી કોઈ નહીં !! ના ના રાધા મારો પ્રાણ છે  મુરલી અને રાધા વચ્ચે યુદ્ધ મચી રહ્યું.

હવે કાનાને પ્રતીતિ થઈ રાધા વિના નહિ જીવાય  મન અને શરીર રાધા રાધા રટી રહ્યું  માં એ ખાવાનું પીરસ્યું તે પણ ન ભાવ્યું બહાનું બનાવી ઊઠી ગયો બહાર આવી જોયું તો ચંદ્રમા સોળ કળાએ ખીલ્યો હતો તેણે સીમ ભણી ચાલવા માંડયું વચમાં કદંબ નું વૃક્ષ આવ્યું તેની ડાળ ઉપર બેસી હાથમાં મુરલી લીધી

શું કરું આ મુરલી નું  – કાયમ માટે એને ત્યજી દઉં ! ના ના એવું કેવી રીતે બને  –  મનની બેચેની વધતી ચાલી  – થયું –  ચાલ છેલ્લી વખત મુરલી ને જીવ ભરી વગાડી લવું પછી યમુના ના જળ માં મૂકી દઈશ – કાનાએ સૂર છેડ્યા, જાણે પાછી મુરલી ને હોઠ સૂધી નહી લાવે એવા દ્રઢ નિશ્ચય સાથે દિલ વલોવી નાખે તેવા સૂર છેડ્યા – રાધાના કર્ણ તક એ પહોંચી ગયા  શું ભાવ હતો શું સૂર હતા શું મીઠાશ હતી શું આર્ત નાદ હતો – રાધા બાવરી બની ગઈ અંધારી રાતની ચાંદનીમાં ગોકુળ તરફ દોડી કોઈ જાતનો ભય નહોતો સતાવતો એને ; મુરલી ના સૂર ના આકર્ષણ ને તે છેક કાનાની નજીક આવી ગઈ ; કાનાને અંધારામાં ચંદ્રના પ્રકાશનમાં કોઈ આકાર, મૂર્તિ દેખાઈ  કાનાને થયું કોણ હશે ? આટલી રાતે !

મુરલી થંભી ગઈ  જોયું તો રાધા બેભાન થઇ તેના ચરણમાં પડી હતી કાનાને ખૂબ દુઃખ થયું એણે રાધાને કેટલી દુઃખી કરી ધીમે રહી તેનું શિર ખોળામાં લીધું ને માથે હાથ ફેરવ્યો – ને કાનમાં કહ્યું ,” રાધા – દુઃખી ન થા – લે આજથી આ મુરલી ને ત્યજી દીધી પણ તું મારાથી નહી રીસાતી – કિટ્ટા તો કદી ન કરતી  હું તારા વિના જીવી નહી શકું ” રાધા આ વાંસળીના વેણ રાધાવિણ નહીં વાગે એની ખબર છે. તને ખબર છે તારા કાના એ તારા પ્રેમની ધારા વાંસળીના સ્વરમાં પણ વહેતી મૂકી છે.

રાધા આંખો મીચેલી રાખી સાંભળી રહી…….

હવે રાધા એ કહેવા નો વારો હતો તેણે કાનનો હાથ પકડી ખૂબ હેત થી કહ્યું ,” કાન, મને તારી મુરલી સાથે કોઈ અણબનાવ નથી એ મારી ગેરસમજ હતી – જેમ કાન વગર રાધા અધૂરી છે તેમ મુરલી વિના કાન અધૂરો છે – તું મુરલી જરૂર વગાડીશ :  આજથી આપણા કિટ્ટા પૂરા ને બુચ્ચા શરૂ !!!!

જયવંતી પટેલ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in કિટ્ટા અને બુચ્ચા, જયવંતીબેન પટેલ, સહિયારુંસર્જન and tagged , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to કિટ્ટા અને બુચ્ચા-(1) જયવંતી પટેલ

 1. P.K.Davda says:

  બહુ સરસ કલ્પના છે.

  Like

 2. Fulvati Shah says:

  બહુ સરસ છે.

  Like

 3. Vimala Gohil says:

  વાહ, રાધા-કાનના કિટ્ટા-બુચ્ચાની સુમધુર કલ્પના.

  Like

 4. Kalpana Raghu says:

  રાધા અને કાન,વચ્ચે વાંસળી. શું અદ્ભુત પ્રસંગ,શબ્દો,લખાણ,ખોવાઈ જવાયુ. પ્રતિભાવ માટે કોઈ શબ્દો સુઝતા નથી.અતિ સુંદર!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s