તસ્વીર બોલે છે….(15) ધનંજય પંડ્યા

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

 

દેડકા રાજા દેડકી રાણી પ્રેમમાં થઈ ગયા પાગલ
પકડા-પકડી શરૂ થઈ, ના જોયું આગળ-પાછળ

એકે મારી છલાંગ મોટી, પકડી લીધી લાકડી
બીજાએ પણ દોડી જઈને છલાંગ મારી ફાંકડી

નિશાન એવું લીધું ને પકડી પ્રેમીની તંગડી
જોવા જેવી થઈ હવે તો બની પ્રેમીઓની સાંકળી

હળવે-હળવે આવજે ઉપર, મજબુત પકડ છે મારી
પ્રેમ ગીત ગાશું સાથે સાથે ડ્રાંઉ-ડ્રાંઉ રાગ તાણી

ધનંજય પંડ્યા
૫૧૦ ૩૨૪ ૮૪૭૪

“છબી એક -સ્મરણો અનેક”-(13)પદમાં-કાન

10988296_10152835078559842_2816535904507271234_n

શણગાર સોળે સજીને ,અનેક સપનોની ગઠરી બાંધીને, શુકનવંતુ શ્રીફળ હાથમાં ધરીને કરી નિશ્ચય પ્રીતમ ઘેર જાવાનો !પણ હવે તું કેમ ઉભી? બારણે આવીને શીદ થંભી?આ  નાના શા ઉંબર ને ઓળંગતા તું કેમ ધ્રુજી? દિવસમાં કેટલી ય વાર તું ઓળંગતી,આજ તારા પગ કેમ ગયા થંભી?પિયરની વિદાય વેળા આવી, સાસરીયે જવાની વેળા આવીને પગ  મારા એમ ગયા થંભી.ભગવાનને યાદ કરું ત્યાતો મગજમાં એક ચમકારો થયો ને તેની સાથે રાધા અને ગોપીઓ યાદ આવી ગઈ

ભગવાનની સાથે નાતો જોડતી ગોપીને પણ આવો જ કઈ અનુભવ થયો હશે નેકારણ કેપ્રીતમની અને પ્રભુની જાતી તો આખરે નરજાતિને! ને તેની સાથે શાળામાં ભણતા એક કવિતા યાદ આવી ગઈ.શ્યામ રંગ સમીપે ન જવું મારે આજ થકી સહુ માં કાળાશ એતો સહુ એક સરખું સહુમાં કપટ હશે આવું? એમાય આપણે તો માણસ જાતી  તે વિચાર આવતા તેના પગ ગયા થંભી.રખેને તેનો પીયુ——

ગોપી થોડી શંકા અને થોડી અધીરાઈથી

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે,પીપળા તે તો પ્રીતમને દીઠા ?

તારી છાયામાં પ્રભુ રાસ રમે ,ગોપી પૂછે છે ઝાડ ઝાડને રે

વડલા તે તો વાલમને દીઠા?તારી થાળીમાં પ્રીતમ પ્રભુ ભોજન કરે

તુલસી તે તો ત્રીકમને દીઠા,તારા વીના પ્રભુ થાળ ના જમે.

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે કાંટાળી વાડ વાડને રે

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે   આમ દ્વીધામાં કેમ?

શું તેનો પતિ એક આદરણીય પ્રેમની નજરે તેને જોશે?ઘરમાં સાસુ નણંદ માંનની નજરે જોશે?કરિયાવરમાં કઈ વધતું ઓછુ તો નહી પડેને! મારા સગા સંબંધી મારા મિત્ર વર્તુળ સાથે હું મનની મોકલાશ અનુભવીશ?વળી મારી જોબનો પણ પ્રશ્ન –કરી શકીશ કે નહી?અને ધર્મનો પ્રશ્ન તો ઉભો જ?આવા તો અનેક પ્રશ્ન મનમાં  ઉઠતા ને પગ ગયા થંભી.

એટલામાં લાઉડ સ્પીકરમાં એક ગીત ગુંજી ઉઠ્યું, મરાઠીગીત હ્તુ,વ્હાલી દીકરીને વિદાય સાથે સાથે તેના સુખની મંગલ કામના કરતુ ગીત જા મૂલી જા તુઝા ઘરી તું સુખી રહામને યાદ અપાવી રહ્યું ને વળી પાછા મનમાં તરંગો ઉઠવા લાગ્યા ને જાવાની તાલાવેલી લાગી.ને માં તે તો મને સમજાવ્યું હતુ કે આ નાળીયેર છે ને તે તને જીવનમાં કેમ રહેવું તેની શિક્ષા આપે છે.પોતાની રક્ષા કાજે નાળીયેરના ઉપરના પડની જેમ સખ્ત એટલે કે મજબુત રહી મનથી શુદ્ધ અને મીઠાશ  ભર્યું રાખીશ તો જીવન હૃષ્ટ પુષ્ટ બનશે,અને જ્યાં જ્યાં નજર તારી ફરે આનંદ આનદ સઘળે વર્તાય.માં દીકરીને એક મરાઠી ગીતમાં કહે છે બગુ  નકો તું માગે માગે,લાડકે બઘ પુઢે ,મોઠ્યાચી તું સુન પાટલીન માંનાચી હ્સ્લે બીલ્વ્રર લગીન ચૂડે બઘુ નકો તું માઘે માઘેતારો લગ્ન ચૂડો હસી રહ્યો છે ને કહી રહ્યો છે તારે તો આગળ વધવાનું છે દીકરી તું પાછુ પાછુ વાળીને જોઇશ માં.મારી લાડકવાયી તું તો મોટા ઘરની વહુવારું છો પાછુ પાછુ વાળીને તું જોઇશ માં વળી મારી ભાભીના વ્હાલ ભર્યા બોલ મને આગળ વધવા પ્રેરણા કરે છે.માને  તો જેટલું કહેવાય તેટલું જ કહી  શકાયને? પણ મારી ભાભીનું સ્થાન મારા જીવનમાં મા કરતા  જરાય ઓછુ નથી.ભાભી તે મને જે પ્રેમની શીખ આપી છે ને તે મારા જીવનમાં અગ્રસ્થાને રહેશે. એ પ્રેમ વડે સારા સંસારને જીતી લઇશ.માં, તે દીધેલ સંસ્કાર મારામાં સારા વણાઈ ગયા છે

પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દુર નજર છો ના જાય,

દુર નજર જોવા લોભ લગીરના એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય

એક એક ડગલું ભરતા ભરતા ઉન્નતિના શિખરે હું પહોચું,

ત્યાંથી પાછી ના હું ફરું.

પદમાં-કાન  

તસ્વીર બોલે છે….(14) ફૂલવતી શાહ

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

તસ્વીર તો ઘણી સુંદર છે.એને જોતાં નકારાત્મક   તેમજ  હકારાત્મક  બંને પ્રકાર ના વિચારો આવી જાય છે. બંને રીતે વિચારણા કરીએ .આપણી કહેવત છે , ” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટી ”  કાળા રંગના કાચ માંથી જોનારને દુનિયા વાદળ ઘેરી ઘુન્ઘળી દેખાશે,પછી ભલેને સૂર્ય સોળે કળાયે પ્રકાશી રહ્યો હોય.જ્યારે શુદ્ધ રંગ વિહીન  સ્વચ્છ  કાચમાંથી જોનારને દુનિયા એના કુદરતી રંગે રંગાયેલી રળિયામણી  દેખાશે  .આ  તસ્વીર પણ માનસ પટ પર  કૈક એવી જ દ્વિધા ઉત્પન્ન કરે એવી  છે. એક દેડકો આપ બળે ઉપર ચઢી રહ્યો છે(1) જ્યારે બીજો દેડકો તેનો પગ પકડી  તેને  આગળ વધતો અટકાવી રહ્યો  છે.  અથવા (2)  બીજો દેડકો તેનો પગ પકડી સાથે ઉપર જવા પ્રયત્ન કરી રહ્યો છે.
કોઈક ને એવો  વિચાર આવે કે આગળ વધી રહેલા દેડકા ને પાછળ પકડી રહેલ દેડકો રોકી રહ્યો છે. પાછળ  પડી ગયેલો  દેડકો વિચારે કે મારાથી  આગળ કોઈ જાય શું? આગળ વધતાને હું અટકાવું ત્યારે જ હું સાચો . તેનો પગ તાણી  નીચે પાડવા પ્રયત્ન કરી રહ્યો છે.આમ બીજાની પ્રગતિ સહન ન થતાં ,બીજાની પ્રગતિમાં વિઘ્ન નાખવાની વૃત્તિ દેખાઈ આવે છે.  ઈર્ષા અને અદેખાઈની ભાવના! આનાં થી જુદું એમ પણ હોઈ શકે કે ઉપર ચઢી રહેલ દેડકાભાઈ જ ગર્વિષ્ટ હોય. “હું “ પણું  એ અજ્ઞાનતા છે. મારા જેવું કોઈ નાં હોવું જોઈએ. હું જ કંઈક છું. પહેરવું , ઓઢવું કે બોલવું ….કોઈ મારી બરાબરી કરનાર ના હોવું જોઈએ.સમાજમાં મારી તોલે કોઈ આવવું ના જોઈએ . રખે કોઈ એનું અનુકરણ કરનાર નીકળે તો પગની લાત મારી એવો તો પછાડવો કે ફરી ઉભો જ ના થઇ શકે.આવી પણ શક્યતા હોઈ શકે.
પરન્તુ આ જ તસ્વીરને હકારાત્મક  દ્રષ્ટી બિંદુ થી નિહાળીએ તો કંઈક ઉચ્ચ આદર્શ આપી જશે. હું  (ઉપર વાળો દેડકો) આગળ વધવા પ્રયત્ન કરું છું,મારા આપબળે ઉપર ચઢવા જઉં  છું. તું પણ મારી પાછળ  ઉપર આવ. મારો પગ પકડ. હું તને મારી સાથે જ ઉંચે  ચઢાવીશ. એમાં  ઉત્તમ  ભાવના એ રહેલી છે કે મારા વિચારો  અને મારા વર્તન નું અનુકરણ કરી ને જેટલી તાકાત હોય તેટલી તાકાત અજમાવી મારો પગ પકડી રાખ.મારી સાથે ઉપર ચઢ. ઉપર વાળો દેડકો સાવધાનીપુર્વક આગળ વધી રહ્યો છે. સાથેસાથે પોતાને ભરોસે પગ પકડી પાછળ આવી રહેલા દેડકાનું પણ એને ધ્યાન છે.”વાડ  હોય તો વેલો ચઢે ” . ઉપર વાળા દેડકાની જેમ  માતા- પિતા બાળકો ની  ઉન્નતિ માં રસ લે. પતિ – પત્ની એકબીજાની  પ્રગતિમાં સહકાર આપે. સશક્ત યુવાન વર્ગ કુટુંબના  વૃધ્ધ અને અશકતોને સહાયરૂપ બને. આર્થિક સદ્ધર વ્યક્તિઓ અને  ઉત્તમ અભ્યાસ કરેલી વ્યક્તિઓ  નિરક્ષરતા નું નિવારણ કરવા કટિબદ્ધ થાય. શાળાઓ અને કોલેજો નું પુરતા પ્રમાણમાં નિર્માણ કરે / કરાવે  કે જેથી  કોઈ પણ બાળક અભણ ન રહે. ધનવાન અને સાહસિક વ્યક્તિ નવા ઉદ્યોગો સ્થાપી સમાજમાં રોજગારી ની તકો પૂરી પાડે જેથી કોઈ યુવાન બેકાર ન રહે. સમાજની જ્ઞાન અને વૈભવથી સમૃધ્ધ એવી  વ્યક્તિઓએ  પોતાની શક્તિ પ્રમાણે જરૂરીઆતમંદો ને મદદ રૂપ થવાની ઉચ્ચ ભાવના ઉપર વાળો દેડકો આપી રહ્યો છે.  આશા રાખીએ કે સમાજ આ તસ્વીર માંથી સુંદર બોધ ગ્રહણ કરે!
ફૂલવતી શાહ

થાવ થોડા વરણાગી-(5) કલ્પના રઘુ

જીવનમાં જે નથી કર્યું, એ કરવું … જરા હટકે … તે વરણાગીપણું સૂચવે છે. સમય, સંજોગો અને સગવડતા પ્રમાણે માણસમાં વરણાગીપણું આવવા માંડયું છે. આજકાલ ‘વરણાગીપણુ’ શબ્દ સર્વ વ્યાપી બનીને ધસમસતુ ઘોડાપુર બનીને વહી રહ્યો છે. આ ભાગદોડની ભીડમાં સૌ દોડતાં થઇ ગયા. ઘર, સડક કે સોસાયટીમાં વરણાગીનો સ્વાંગ સજીને બહેરૂપીયા નજરે પડતાં થઇ ગયા. આધુનિકતાનાં ધસમસતાં ઘોડાપુરમાં કંઇક લોકો ઘસડાયાં. જે વહેણની સાથે ના ધસડાયા તે ઠીંગરાઇ ગયાં. પથરાં બનીને પડી રહ્યાં. આ પથરાં કંઇકને નડયા. કેટલાયને ઠોકરો વાગી. જીવન વહેતી નદી છે. ગમે કે ના ગમે વહેવા માંડો. નહીં તો ઘોડાપુરમાં ડૂબી જશો. સાથે વહેનારાં સાથ છોડશે. અને માથેથી પાણી વહી જશે. તમારૂં નામોનિશાન નહીં રહે.

અમારા જમાનામાં … બોલનારને, જૂની ઘરેડને ફગાવીને, તેમાં ફેરફાર કરીને આગળ વધવું તેનું નામ આધુનિકતા એવું આજની પેઢી માને છે. ધાર્મિક ગ્રંથો, વેદ-પુરાણોને બદલવા આજની પેઢી જંગે ચઢી છે. લલચાવનારા આકર્ષણો અને અગણિત નીત નવી શોધોએ સમગ્ર જગત પર કાબુ જમાવ્યો છે. આ ક્ષણે છે તેનાથી કંઇક અલગ કરવાની હામ છે, જુસ્સો છે, જુવાળ છે આજની પેઢીમાં અને તેનુ દર્શન-પ્રદર્શન ચારે બાજુ જોવા, અનુભવવા મળે છે. ‘જુનુ એટલુ સોનુ’ આ વિચારવુ જૂનવાણી કહેવાય છે. બસ, મન મૂકીને આજમાં રાચો … અને આજમાં માણો … ઘરનો કામ કરનાર હોય કે માલિક, દરેક પોતાની રીતે વરણાગીપણુ સ્વીકારવા હરિફાઇમાં ઉતર્યા છે.

વરણાગી બનવા જરૂરીયાતો વધી છે અને તેના લીધે ખર્ચા વધ્યા છે. તેને પહોચી વળવા સ્ત્રીએ ઉંબરો ઓળંગવો પડયો છે. તેથી સમગ્ર સમાજ વ્યવસ્થામાં વરણાગીપણુ જોવા મળે છે અને તેનાં પરિણામો આજનો સમાજ ભોગવી રહ્યો છે તેની અસર આવનાર પેઢી પર જરૂર પડશે. અને તે જોવા, અનુભવવા અને સહન કરવા આજની પેઢીએ તૈયાર રહેવું પડશેજ.

જો વરણાગીપણુ તેની મર્યાદા સાથે સૌ અપનાવે તો સુંદર, આધુનિક સમાજ જોવા મળે. નવીનતા કોને ના ગમે? પરંતુ દરેક વસ્તુ તેની મર્યાદામાં જ શોભે તે સિધ્ધ થયેલુ છે. કોઇના વાદે આધુનિક બનવા જઇએ પરંતુ શારીરિક, માનસિક, આર્થિક કે સામાજીક રીતે આપણા માટે એ બંધ બેસતુ ના હોય તેના પરિણામો હાસ્યાસ્પદ, હાંસીપાત્ર અને આઘાતજનક આવે છે. પરંતુ આપણી ઉંમરને, મોભાને, કુટુંબને અને સમાજને અનુરૂપ વરણાગી બનવુ એ ખૂબ જરૂરી છે.

પશુ-પંખી, ફૂલ-છોડ અને કુદરતમાં પણ કંઇક નવીન ફેરફારો આપણી આંખને ટાઢક આપે છે, સાતા આપે છે, તો માનવની તો વાતજ શી કરવી? રોટી-કપડા-મકાન માનવ માટે જેટલાં જરૂરી છે તેટલોજ તેમા વરણાગીપણાનો સાથ હોવો અતિ આવશ્યક છે. જીવનના દરેક તબક્કે કંઇક નવું કરવું … શ્રીકૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે, ‘પરિવર્તન હી જીવનકા નિયમ હૈ … ‘ કૃષ્ણની નટખટ લીલાઓથી તો કૃષ્ણ શામળો હોવા છતાં રંગીલો હતો. આજકાલ મંદિરોમાં મૂર્તિઓની વેશભૂષામાં, અન્નકૂટમાં અને ધાર્મિક ઉજવણીઓમાં પણ વરણાગીપણાએ પ્રવેશ કર્યો છે. ઇશ્વરને પણ તે પ્રિય છે.

જયારે વિજ્ઞાન જેટગતિએ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે તેમા પણ વરણાગી બનવુ ખૂબ જરૂરી છે. અને તોજ નીત નવી શોધખોળો શક્ય બનશે. જેટલી શોધખોળો વધશે તેટલાં આધુનિક ઉપકરણો શોધાશે. અને તેને અપનાવીને આજનો માનવ વરણાગી બનશે. તોજ આ યુગમાં તાલ મીલાવીને આજની પેઢી સાથે રહી શકશે.

કુટુંબમાં પ્રસંગોમાં પણ વરણાગીપણુ જોવા મળશે તો તેની ઉજવણીમાં દરેકને આનંદ આવશે અને આ તો છે જીવન. બાકી તો શબવત્‍ જીવન વ્યક્તિને સ્થગિત કરી દે છે. દર મહિને ઘરમાં અંદરની ગોઠવણીમાં કે ઘર બહારની ફૂલછોડની ગોઠવણીમાં નવા ફેરફારો આંખને અને અતિથિને જોવા અવશ્ય ગમશે.

વરણાગીપણું એકધારા જીવનમાં નવા રંગો ભરે છે, નવો શ્વાસ ઉમેરે છે, તેનાથી આયુષ્ય વધે છે તેવો આભાસ થાય છે. જીવન સાથેના તાલમેલમાં સરળતા આવે છે. દરેક નવી સવારે વરણાગી બનવાથી સોનાનો સૂરજ ઉગતો હોય તેવું લાગે છે. અરે! ડોસા-ડોસી પણ વરણાગી બને અથવા વરણાગી બનવાનો ડૉળ કરે તો જાણે તેમની યુવાની પાછી આવી હોય તેવો ભાસ થાય છે. વૃધ્ધાવસ્થામાં વૈરાગીપણા કરતાં વરણાગીપણુ મારી દ્રષ્ટિએ વધુ આવકાર્ય છે. અને માટે મને આ તબક્કે ડોસા-ડોસીનું વરણાગી બનવાનુ ગીત લખવાનું મન થઇ આવ્યું છે. અને મારી દરેક ડોસા-ડોસીને વરણાગી બનવાની ભલામણ છે. વરણાગી ના બનાય તો વરણાગી બનવાનો ડૉળ તો કરવોજ રહ્યો …

વ્હાલ કરે છે, વ્હાલ કરે છે,

એક ડોસી ડોસાને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસી ડોળ કરે છે… વ્હાલ કરે છે…

મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,

આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,

ઘૂમટાને હટાવી જુઓ સાડી પહેરે છે,

સલવાર કમીઝમાં ડોસી શોપીંગ કરે છે… વ્હાલ કરે છે…

ડોસો પણ જુઓ કમાલ કરે છે,

સૅલફોન, ફેસબુક પર ચોંટી રહે છે.

ગાર્ડનમાં મોર્નિગ વૉક ને નાઇટમાં પાર્ટી,

ડોસો છે રંગલો, ડોસી છે રંગલી… વ્હાલ કરે છે…

આઇ લવ યુ બોલીને પ્રેમી પંખીડા,

હાય અને બાય કહેતા ફરે છે.

ડોસો પણ ડોસીને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસો ડોળ કરે છે… વ્હાલ કરે છે…

વ્હાલ કરે છે વ્હાલ કરે છે,

ડોસો ડોસી આપસમાં વ્હાલ કરે છે… વ્હાલ કરે છે…

આમ વરણાગીપણું જીવનમાં દરેક તબક્કે આવકાર્ય છે … જીવનને વહેતુ, ધબકતુ રાખવા માટે ‘થાવ થોડા વરણાગી’.

કલ્પના રઘુ

“છબી એક- સ્મરણો અનેક”-(11) ધનંજય પંડયા

“બેઠક”માં ધનંજય ભાઈનું સ્વાગત છે.

આપ આજ રીતે હાજરી આપો અને આપની રચના અમને પીરસતા રહો 

10988296_10152835078559842_2816535904507271234_n

મનમોહિની

 કોયલ જેવો કંઠ એનો 

મધથી મધુર વાણી

વર્ષા શી ​શીતળતા એમાં

મનડુ લઇ ગઇ તાણી

પહેલા પહેલા જોઈ જ્યારે

મનડુ ગયું હરખાઈ

​રૂપ ની છાલક એવી વાગી

તન મન ગયા ભીંજાઈ

વાહ વાહ ઈશ્વર ​વાહ પરમેશ્વર ​

શું સુંદરતા,પ્રભુ તારી જ બલિહારી ​

સુંદરતા ના ગિરી શિખરની

પ્રભુ છબી ​મેં એમાં ​નિહાળી

​-ધનંજય પંડયા-

૫૧૦-૩૨૪-૮૪૭૪

 

થોડા થોડા થાવ વરણાગી.(૧૩) વિજય શાહ

 

stylist

મારું કોમ્પુટર બગડે એટલે દીકરીને ટેન્શન થાય. અને સાથે સાથે સુચનો નો વરસાદ વરસે. “પપ્પા તમે જે તે સાઇટો ના ખોલો અને મુવી તો ખાસ જ નહીં તેમાંથી જ વાઇરસ લાગતા હોય છે . તમારા બીઝનેસનાં ડેસ્ક ટોપ પર તો ખાસ જ નહીં “

“બેટા નવી સદી છેને હવે તો અમારા બીઝનેસમાં પણ ઑડીયો વીડીયો મેસેજ્ અને સોસીયલ મીડીયા સાવ આમ બાબત છે.”

“જય! દાદા બા ને નવી તેકનોલોજી શીખવાડી દે તો!- બાનું  ઇમેલ ખોલી આપ. ચેટ કરતા શીખવાડી દે અને વૉટ્સઅપ  અને ફેસ ટાઇમ તો ખાસ.જ.

મેં કહ્યું બેટા “હું દાદો છું મારે તેને તે બધું શીખવવાનું હોય.”

મંદ મંદ હસતા તે બોલી “ પપ્પા આ એકવીસમી સદી છે અને ટેક્નોલોજી જે ઝડપે બદલાય છે તે ઝડપ જોતા હવે તમારે જે શીખવવાનું છે તે તો શીખવાડજો પણ એ જે શીખ્યો છે તે તમારે શીખવુ પડશે.”

“એટલે?”

“એટલે હવે પોષ્ટ, ટેલીફોન અને વાતો કરવાનાં માધ્યમો બદલાઇ ગયા. જો ત્રીજી પેઢી સાથે વાતો કરવી હશે તો ચેટીંગ અને ફેસટાઇમ જેવું જાણ્વું પડશે ઈ મેલ ટપાલી નું કામ કરે છે “

હું તેને જોઇ રહ્યો અને મારો પૌત્ર મારા ગુરુની જગ્યા લઇ રહ્યો હતો. તેની નાની નાની આંગળીઓ કી બોર્ડ ઉપર પિયાનો વગાડવા જેટલી સ્ફુર્તિ થી ફરી રહી હતી.. મારે તેની પ્રેક્ટીસ કરવાની હતી.

બીજે દિવસે હું અને રેણુ આઇ પેડ ઉપર પ્રેક્ટીસ કરતા હતા અને અમારો નાનો જય વીડીયો ગેમ રમતા રમતા સુચનો આપતો હતો..” દાદાજી બહુ સહેલુ છે મેનુ વાંચો અને બધુ જ સમજાઇ જશે.”

“ કશું ક ના સમજાય તો ગુગલ ગુરુને પુછો એટલે રસ્તો તરત જ બતાવશે.’

“ દાદા્જી તમને આટલુંય નથી સમજાતુ તમારી વેબ પેજ.હોય તો જેઓને તમારા લખાણો વાંચવા હોય તો તેઓ વાંચી શકેને?”

અઠવાડીયા પછી અમારા ઘરમાં થી ચહલ પહલ જતી રહી.. બધુ સ્મશાન વત શાંત થઇ ગયું. રેણું તેના લેપટોપ ઉપર હું મારા ડેસ્ક ટોપ ઉપર, જય તેના આઇ પેડ ઉપર અને ચીની તેના આઇ ફોન ઉપર ટક ટક કરતા હતા ઘરનાં ચાર રૂમો માં અમે ચારેય જણા ગ્રુપ બનાવી ચેટ કરતા હતા.

એક દિવસ હું બોલ્યો “ આ શું આપણે તો હસવાનું જ ભુલી ગયા છે. નો ચેટીંગ ફોર મોર ધેન વન અવર…” અને ત્રણેય જણા ચેટ બોર્ડ ઉપર હા હા હા કરીને હસ્યાં. મેં ઘાંટો પાડ્યો “એ રમક્ડૂં ઘરમાં શાંતિ લાવી દે અને એકલા ટક ટક અવાજોનું સામ્રાજ્ય છવાઇ જાય તે નહીં ચાલે..”

મારી પરી પહેલી વખત રણકી – “ હા પપ્પા! તમે સાચા છો એક્વીસમી સદી ની શોધો આપણી સગવડ માટે છે આપણને મુંગા અને બહેરા બનાવવા માટે નહીં…

“ જય ચાલ હવે વાર્તા કહેવાનો મારો પીરીયડ શરુ.”

આ તો હતી અમારી નોક ઝોક પણ એક દિવસ રેણું ખરેખર ચિંતા કરતી હતી “બેટા તું પૈસા બહુ વેડફે છે.”

“ કેમ મમ્મી કેવી રીતે?”

અમે તો હવે પીળું પાન..અમે જિંદગીનાં બધા જ મોજ શોખ કરી લીધા પણ આવા ટ્રાવેલ પ્લાન કરી મહેરબાની કરી પૈસા ના વેડફ.. અમે તો ઇંડીયા જઇએ એટલે અમારો તો પ્લાન થઈ ગયો.”

“ મમ્મી એક વાત તું સમજ આ બગાડ નથી સાચુ કહું તો આ રોકાણ છે. તને ખબર છે દાદીબા અને દાદા સાથે પપ્પાએ અમને ભારતભરનાં તીર્થોમાં ફેરવ્યા હતા.?’

“ હા એટલે તો કહું છું કે અમે તો બધું જોયું છે.”

“ તે વખતે અમને ભાઇ બેન ને પપ્પા સાચી રીતે વધું મળતા હતા..ઉપરિયાળા તીર્થમાં સવારના પહોરમાં મોરનાં ટહુકા અને કોયલ નો કુહુ કાર તથા મંદિરનો ઘંટારવ હજી પણ મારા સ્મરણોમાં એવોજ તાજો અને જીવંત છે. પપ્પાને ખબર હતી કે બા દાદા ને તિર્થાટન ગમતા હતા તેથી તેઓ તેમને ત્યાં ફેરવતા હતા. અને સાથે સાથે અમે પણ નવી દુનિયા માણતા હતા.બા સાંજે ભાવનામાં પપ્પા મંજીરા વગાડતા અને તું સરસ સ્તવનો ગાતી તે વખતે બા દાદાનાં પ્રસન્ન ચહેરાઓને હું જોતી અને માણતી કે પપ્પા કેટલં સંસ્કારી અને ધાર્મિક છે. જોકે ભઈલો કંતાળતો અને કહેતો આ શું જ્યાં હોય ત્યાં મંદીરો અને મંદીરો જ.. તેને જો કે પાવાગઢ અને સાપુતારા બહુ ગમાતા અને તેથી આપણી એમ્બેસેડરમાં ત્યાં પણ જતા..બસ એવુંજ કામ હું કરું છું કે જેથી જયનાં સ્મરણોમાં પણ તમે રહો.. ચાલુ દિવસે તો ફોન અને ક્લાયંટોમાં થી તમે નવરા ના પડો પણ આવી નાની મોટી ટુર્સ અમને તમારી સાથે જીવ્યાનો આનંદથી ભરી દેતી હોય છે.”

“ પણ બેટા હજી અમે કમાઇએ છીએ અને તું અમને બીલકુલ ખર્ચ કરવા જ ના દે તે ખોટી વાત છે.” રેણૂ એ પ્રત્યુત્તર આપતા કહ્યું.”

“મમ્મી મને ખબર છે તું આવું કેમ કહે છે… હું છોકરી છું  એટલે ને?”

“જો હું તો પપ્પાનાં રસ્તે જ ચાલુ છુ.. તમારા સમયે તમે કરેલા રોકાણ નું આ ફળ છે . તમે તે ફળ ખાવ અને હું મારા બીજો વાવી રહી છુ. મને પણ મારો દીકરો ફેરવશે ને?”

“બેટા અમારા તો અંતરનાં આશિષ છે. પણ કાલે ઉઠીને એવું ન પણ થાય..જયને મળનારું પાત્ર આવું ના પણ સમજે..”

“ તો તેમાં મારા વાવેલા બીજોનો વાંક છે પપ્પા! તમે તો સારું બી વાવ્યું હતુંને તેથી તો આજે અમે ઉજળા છીયે. મને ખબર છે જ્યારે અમેરિકામાં તમે આવ્યા અને બંને ભાઇ બહેનો ને પોતાના ક્રેડીટ કાર્ડ આપ્યા ત્યારે તમે કહેલું બેટા આ ક્રેડીટ કાર્ડ તમારા માટે યુનિવર્સીટી જવાની ભણવાની અને ખાવાની સગવડ માટે છે.મોજ શોખ અને ટાપ ટીપ માટે આખી જિંદગી પડી છે. તેથી યોગ્ય રીતે ખર્ચ કરજો.. મને હજી પણ તમે સમજાવેલ  જરુરિયાતનો તફાવત યાદ છે નીડ માટે ખચકાટ નહીં પણ વૉન્ટ માટે રેડ સીગ્નલ.

“તારો ભઇલો તેમાં તો ભટકાઇ ગયોને? કોલેજ્માં ભણવા જવાના સમયે લાઇફ અને શોખોનો ભોગ બની ગયો. કોલેજનાં વર્ષોમાં જિંદગી જીવવાનાં કૉડ થયા. જે વૉન્ટ માં હતુ તેને નીડ બનાવી દીધી.”

“તે વાતને ભુલી જાને મમ્મી.. હું છું ને તારી સાથે..”

“પણ બેટા તુ છે તે તો છે જ પણ તું દીકરી છે ને?”

તો હું દીકરી થઇ તેથી શું? મને જણતા તારી જાંઘો દુઃખ થી થરથરી નહોંતી? જયનાં જન્મ વખતે થયેલા તે દુઃખનો મને અહેસાસ છે મમ્મી.. અને આ એકવીસમી સદી છે તું હવે વીસમી સદીની વાતો ભુલ અને સમય બદલાય તેમ બદલા.. પપ્પા કહે છે ને તેમ થોડા થોડા થાવ વરણાગી.

રેણુની આંખો ભીની હતી તેની શ્રવણ દીકરીને જોઇને…

 

કૃષ્ણકાંત ઉનડકટ – તંત્રી સંદેશ –ચિંતનની પળેનાં ચિંતક

ચિંતનની પળે નાં લેખક કૃષ્ણ કાંત ઉનડકટને જર્નાલીઝમ ના ક્ષેત્રે રાષ્ટ્રીય સી કે પીઠાવાલા એવૉર્ડ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હસ્તે અપાયો

કૃષ્ણકાંત ઉનડકટ – તંત્રી સંદેશ –ચિંતનની પળેનાં ચિંતક વિચારક અને સર્જકનું રાષ્ટ્રીય સ્તરે

સી.કે.પીઠાવાલા એવૉર્ડ દ્વારા ભારતિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બહુમાન થયું.

“બેઠક” આપના માટે ગૌરવ અનુભવે છે.

AWARDED BY PM NARENDRA MODI

It was a great moment for me
to receive C.K.Pithawala national award for journalism
 by our PM Narendra Modi.
Award ceremony held on 18 March
 at Parliament house, New delhi.

 

તસ્વીર બોલે છે-(13)-શૈલા મુન્શા

શૈલાબેન મુન્શાના બે હાઇકુ તેજ ધારે સંપૂર્ણ અને ગમે તેવા રચાયા  છે.

80646

1- છે શું હિંમત?

જવા તો દઉં બીજે!

છોડ તો ખરો

2- પડું કે બચું

અવકાશ નથી બીજો,

શરણે તારે.

શૈલા મુન્શા

www.smunshaw.wordpress.com

તસ્વીર બોલે છે (૧૧) ચિમન પટેલ “ચમન”

haiku -chiman paTel

વાહ! ચિમનભાઇ

હાઇકુ માં કથા

1- જાય તો ખરો

મને મુકીને બીજે

છોડું ત્યારેને?

ચિમનભાઇ પટેલ “ચમન”

” ટાંટીયા ખેંચ” નો સચિત્ર અહેવાલ. આ હાઇકુ વાંચીને આવી જ છબી મનમાં રચાય

| Leave a comment

એક નવતર પ્રયોગ -તસ્વીર બોલે છે (૧૨) જીતેન્દ્ર પાઢ

Posted on by

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

ટાટીયો ખેંચવાનું બંધ કર 

આપ મેળે તું હવે આગળ વધ
જો મોટું થવું હોય તારે તો
સમજ, હિંમત રાખ ને સંઘર્ષ કર 

નહીં જીવવા દે ન કર જગત તને 

હો,  વિકટ સમય તો સામનો કર
નક્કી વિજય હશે, તું જ હાથમાં
એ વિચારે સંજોગોને માત કર
હું ય આપી શકું હાથ પણ લાચારી છોડીને 

ખુદ્દારી કર જીતે

 

જીતેન્દ્ર પાઢ ( વોશિંગ્ટન -સીએટલ )

| Leave a comment