અહેવાલ-27મી માર્ચ “તસ્વીર બોલે છે”

 બે એરિયામાં તારીખ 27મી માર્ચના મળેલી ગુજરાતી બેઠકમાં એક નવતર પ્રયોગમાં સર્જકોના શબ્દો થકી તસ્વીર પણ બોલી.

IMG_2887

તારીખ ​ ​​27મી ​​માર્ચે  ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા​ ખાતે​ ગુજરાતી ભાષાની “બેઠક​”​​​મળી. “​બેઠક”ની શરૂઆત ​બેઠકના લેખક દાવડા સાહેબના ​પત્ની ચંદ્રલેખા​બેનના ​અવસાન બદલ ભાવભરી શ્રધ્ધાંજલી આ​પી કરી અને સર્વે એ પ્રાર્થના કરતા એમના આત્માને પરમ શાંતિ મળે તેવી ભાવના સૌ સાથે મળી દર્શાવી આમ “બેઠક”ની દરેક વ્યક્તિ સ્વજન બની દાવડાસાહેબના દુઃખમાં સહભાગી થઇ.પ્રજ્ઞાબેને કહ્યું કે કુદરતની આ વસ્તવિકતા સ્વીકાર્યે જ છુટકો છે.તમારા દુઃખને તમારી તાકાત બનાવી આપ આગળ વધો.”બેઠક”ની દરેક વ્યક્તિ આપની અને આપના પરિવારના દુ:ખની સહભાગી છે.      ​ ​

પ્રભુ સ્તુતિ ગાઈ કલ્પનાબેને ​​બેઠકના વિષયની શરૂઆત કરી.”બેઠક”માં “તસ્વીર બોલે છે”નવતર પ્રયોગ વિવધતા ભર્યો રહ્યો. એક દેડકાની તસ્વીરને નવા વિચારો સાથે આવકારી ને દર્શાવ્યો. શરૂઆત ધનંજય ભાઈએ પોતાની કવિતા દ્વારા કરી દેડકા દેડકીને પ્રેમી,પ્રેમિકાના રૂપે ચિત્રમાં જોયા અને એમની પ્રેમ ભરી વાત કવિતામાં રજુ કરી.  માધુરીકાબેને દેડકાઅને દેડકીને પતિ અને પત્નીના સંવાદો દ્વારા રજુ કરી પતિપત્નીના સંબંધ ને વર્ણવ્યો તો જયવંતીબેને કામમાં કે ધંધા માંથતી પ્રતોગીતા દર્શાવી અને ખેચતાણ ટાટિયા ખેચ હરીફાયમાં સરવાળે નુકશાન જ થાય છે એવો સંદેશ નિર્દેશ કર્યો ,કુંતાબેનને દેડકા જોઈ એમના કોલેજના દિવસો યાદ આવતા લેબોરેટરીમાં દેડકાને પ્રયોગ માટે ચીરતા એ યાદ કરી ખુબ સરસ વાત રજુ કરતા કહ્યું કે આજ રીતે દેડકાનો સંહાર પ્રયોગો માટે થશે તો દેડકા માત્ર તસ્વીર પૂરતા જ રહશે.આમ લોકોને કુરતને બચાવવા માટે પ્રશ્ન પૂછી વિચાર કરતા કર્યા,રાજેશભાઈ એ નકારાત્મક અને હકારાત્મક બને તસ્વીરના  દ્રષ્ટીકોણ ની વાત કરી,આપ જે દ્રષ્ટીથી તસ્વીર ને  જોશો તેમ દેખાશે,નિહારીકાબેને આધાત્મ અને ગુરુ શિષ્યના સંબંધને આવરી લઇ મોક્ષ માર્ગ ગુરુ વગર શક્ય જ નથી એમ કહ્યું ,કલ્પના બેને રંગલો અને રંગલી ને દર્શાવી લોકોને હળવા બનાવ્યા તો રમેશભાઈ એ દેડકા દેડકીને જીવનના પ્રસંગોમાં આવરી લીધા અને એક પતિવ્રતા સ્ત્રીને દર્શાવી આપણી સંસ્કૃતિ ને જીવંત કરી. ડૉ. મહેશ રાવલે ‘બેઠક’ માં ઉપસ્થિત રહી ગઝલો રજૂ કરી બધાને ખૂશ કરી દીધાં.  દિલીપભાઈ  શાહે એ એક એન્જીનીયર તરીકે  એક દેડકાને માર્કેટિંગ અને એકને  ટેકનિકલ વ્યક્તિ તરીકે દર્શાવ્યા અને ખુબ સરસ વાત સમજાવી કે માર્કેટિંગ વાળો દેડકો કુદકે  અને ભૂસકે વધવા મથે છે. જયારે ટેકનોલોજી વાળા પહેલા વિસ્તરીને પાયો મજબુત પકડી આગળ વધતા હોય છે. બસ આજ બે દેડકા આ તસ્વીરમાં મને દેખાય છે. આમ દેડકા ની તસ્વીર અનેક દ્રષ્ટિકોણ દ્વારા રજુ થઇ અહી વિચારોનું અને નવતર પ્રયોગના નવતર લખાણનું સર્જન થયું,અંતમાં પ્રજ્ઞાબેન દાદભાવાળા એ એક આયોજકના અનુભવ ને પોતાની વાર્તામાં દેડકા દેડકી રૂપે રજુ કરી અને કહ્યું કોઈ પણ કાર્ય કરતી વખતે આ ઉપરના દેડકાની જેમ આત્મવિશ્વાસ રાખી ખંત અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવું પડે છે અને નીચેવાળા દેડકાની જેમ ઉપરના દેડકા પર વિશ્વાસ રાખી આગળ વધીએ તો જરૂર સાથે આગળ વધાય છે .આ સાથે એક સંપાદક ની જેમ બધાના વિચારને આવરી લેતી કવિતા રજુ કરી તસ્વીરને જીવંત કરી,આમ “બેઠકે”માત્ર ગુજરાતી ભાષા જ નહીં પણ ​વિષયના નવતર પ્રયોગ દ્વારા  સર્જકોની અંદરની સર્જનશક્તિ ને ખીલવી,વિચારોને ​ કલમ સાથે ​વાચા ​અને નવી દ્રષ્ટી પણ આપી ​.અને આમ દર મહીને ​નિત નવા વિષયો ઉપર મૌલિક વિચારો દર્શાવી ​બધા સાથે  એક એક પગથીયું ચડી ગયા અને  બધાના સહિયારા સહકારથી “​બેઠક”માં ​નિર્દોષ સર્જન કાર્ય થયું અંતમાં કહેવાની જરૂર નથી કે સૌએ જયશ્રીબેનના બટાટા વડા અને જયવંતીબેન ના શીરાને માણી છુટા પડ્યા અને સાથે એક રીટન ગીફ્ટ તરીકે આવતા મહિનાનો વિષય ” કીટા બુચ્ચા” લેતા ગયા. 
અંતમાં આપણા સહુના જાણીતા જાગૃતિબેન શાહ ને Global Women Power નો એવોર્ડ મળ્યો તે બદલ “બેઠક”અને  સર્જકો તરફથી ધન્યવાદ.આપ પ્રગતિના સોપાન મેળવો એવી શુભેચ્છા   

અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા

IMG_0586

photo -મહેશભાઈ રાવલ ,રમેશભાઈ પટેલ ,રઘુભાઈ શાહ, કુન્તાબેન શાહ પ્રવીણા  શાહ  હસમુખભાઈ,હંસાબેન પારેખ
_DSC0045

photo-પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.

બેઠકનું આયોજન -પ્રજ્ઞા દાદભાવાળા, 
બેઠકનું બળ- પ્રતાપભાઈ પંડ્યા,
બેઠકનું સંચાલન –
પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.
તસ્વીર -રઘુભાઈ શાહ અને 
સમાચાર પ્રસારણ -રાજેશભાઈ શાહ (news media )
રેડિયો પ્રસારણ -જાગૃતિ શાહ sound -દિલીપભાઈ શાહ .

3 thoughts on “અહેવાલ-27મી માર્ચ “તસ્વીર બોલે છે”

 1. બેઠક સફળ રહી.એક તસ્વીરને જુદાજુદા દ્રષ્ટિકોણથી ખૂબ સુંદર રીતે દરેકે રજુ કરી.બધાને મજા આવી.

  Like

 2. વાહહહહ સુંદર અહેવાલ. બેઠકના સર્વે કવિ લેખક મિત્રો ને અઢળક શુભેચ્છાઓ સાથે અભિનંદન

  Like

 3. Hi,*

  Enthusiastic, dynamic group led by a very capable leader–Pragnaben! After some support from Raghubhai, maybe, we can write few more comments in Gujarati–as Pragnaben would say “high level” Gujarati! ( or “sanskari Gujarati, according to Parsis)

  Hasmukh and Hansa Parekh ‘ * English “variety” (and not the Gujarati version)!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.