“છબી એક- સ્મરણો અનેક-પ્રજ્ઞા દાદભાવાળા

દસ્તક દિલના દરવાજે ….

10988296_10152835078559842_2816535904507271234_n

 

આ કપડા, આ શ્રુંગાર,  હાથની મેંદી ,અને આ પસનું નાળીયેર

બધું જ આવી ગયું.

દર્પણ કહે છે સોળે કળાએ ખીલી જાણે રાણી

પણ આ શું?

આ આંખોમાં

કોઈની આવવા નો ઇન્તજાર છે કે  ડર ?

પણ મમ્મી કહેતી હતી ને લગ્ન પહેલા બધી જ સ્ત્રી આવું અનુભવે છે

પ્રભુતામાં પગલાં માંડવા મન તત્પર હોય ને?

હું બારણે ઊભી તો છું  

અને એ ન આવો તો?

છુપાયેલા અનેક શબ્દો મારા અધ ખુલ્લા હોઠો માં …..

વાત કેમ કહેવી?    

અંતર વલોવાય છે,કદાચ દરેક દીકરી આવું અનુભવતી હશે.

  પપ્પા  હું તો આજ સાસરિયે ચાલી…

 મમ્મી, તારા જોએલા સમણાં પુરા કરવા.

તે કહ્યું હતું ને તારા સપનાનો રાજ કુમાર આવશે.

અને તારા સપના સાકાર થશે…..

બસ તો જાઉં છું…..

પ્રભુતામાં પગલાં માંડવા આ જે ઉંબરા ઓળંગી  બહાર પગ મુકું છું…..   

 હું જાઉં છું! તારું આંગણું છોડી,

પણ રડતાં નહિ,ઉંબર ઓળંગતા  હું થોડી અળગી થઇ જવાની છું ? 

પપ્પા તમે જ મને આ ઉંબરા બહારની દુનિયા દેખાડીને

અને ઉંચે આકાશમાં ઉડતા પણ  તમે તો શીખવ્યું….

મમ્મી  તું કહેતી હતી ને કે પ્રેમ માં તાકાત છે.  

આ જુઓ મારી મહેંદીમાં પ્રેમની સુગંધ છે

 દરેક સ્ત્રી આ ક્ષણ જંખે છે.

બસ મારી આ ઝંખનાનો અંત છે

હું આજે ખુબજ ખુશ છું

એ હમણાં આવશે

આ જો કેવી લાગુ છું ?

આ તારો માંગ ટીકો અને નવલખો હાર

આ લાલ સાડી પણ તારી જ  

ઓં હો કાળું ટપકું કોણ લગાડશે ?

પપ્પા તમે હું નાની બાળકી હતી ત્યારે અને ત્યાર પછી, સમજણી થઈ અને આજ દિવસ

સુધી જે જે માગ્યું તે આપ્યું જ છે ને!

રોજ નત નવા કપડા લાવતા  

અને સ્કૂટર પણ આપ્યું…..

તમને ખબર છે એ સ્કૂટર મને કેટલું કામ લાગ્યું છે,અને લાગશે

 હવે હું કઈ નહિ માગું.બસ હવે કોઈ માંગણી નહિ કરું ,

હું જાણું છું તમે બન્ને મારી ખુશીમાં તમારું સુખ માણ્યું છે.

બસ હવે તો એ આવશે

હમણાં આવશે જ

હું ખુબજ ખુશ છું   

કોઈ વ્યક્તિને જ્યારે પ્રેમ મળે ત્યારે।…..

ત્યારે જીવન કેવું વસંતની જેમ ખીલે છે.

એ મેં આજે અનુભવ્યું છે.  

હું હવે હર પગલે એનો  સાથ માણીશ.

આ નાળીયેર ની જગ્યાએ એમનો ઉષ્મા ભર્યો હાથ માણીશ.

મમ્મી તે કહ્યું હતું ને કે પહેલું પસનું નાળીયેર માં આપે,

બસ મને આટલું જ જોઈએ છે.  

બસ આજ તારી યાદોને લઈને જાઉં છું.

પૈડું સીચંતા નાળીયેર જોઈશેને !

તને ખબર છે હું પપ્પા ને કેમ કહેતી નથી ? એ ના પાડશે,

યાદ છે નાની હતી ત્યારે પપ્પા મને પીકનીક પર જવાની  ના પડતા પણ હું કહેતી,

કે હું તો જઈશ અને પછી ચોકલેટથી માની જતી .પણ હવે,

હું હવે કાંઈ નાની નથી કે મારી ચિંતા કરવી પડે હં !મમ્મી, હું તો જઈશ જ !

મમ્મી, પપ્પા ને કહે જે મારું પણ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોય કે નહિ ?

હવે મારી નવી ઓળખ બનાવીશ…..  

મને આંસુથી કે તમારા વાત્સલ્યથી કે પ્રેમ ના બંધન થી રોકશો નહિ.

બસ દિલ દીધું છે હવે કોઈના કહેવા થી રોકાશે નહિ.

અને હા શું એ હતું અને શું થયું અમે પૂછી પાછળથી કોઈ મને ટોકશો નહિ.

 લ્યો એ આવી ગયો…….

મને માફ કરજો પપ્પા

હું આજે પાછલે બારણે થી તમારા આપેલા સ્કૂટર પર,મમ્મીની સાડી  અને નવલખો હાર

પહેરી  માત્ર સુક્નનું નાળીયેર લઈને મારા પ્રેમી સાથે જાઉં છું.
પ્રજ્ઞા દાદભાવાળા 

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, તસ્વીર બોલે છે, પ્રજ્ઞા દાદભાવાળા, સહિયારુંસર્જન. Bookmark the permalink.

2 Responses to “છબી એક- સ્મરણો અનેક-પ્રજ્ઞા દાદભાવાળા

  1. Vinod R. Patel કહે છે:

    બહુ જ સુંદર …

    સાસરે જતી કન્યાના આબેહુબ મનોભાવનું સુભગ દર્શન …. અભિનંદન પ્રજ્ઞાબેન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s