નવ રસની નવોઢા-કલ્પના રઘુ

                મિત્રો ,

આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સહુ સ્ત્રીઓને હાર્દિક અભિનંદન.

નટવર કંવારિયાએ એમના કાવ્યમાં નારીના વખાણ કરતા કહ્યું છે.વિશ્વના સર્જનહારનું અનોખું, સર્જન છે.. નારી! સમાયા એકમાં અનેક ચહેરા, એ દર્પણ છે નારી!!યુવા-વસંતે કામદેવનું, મોહક નર્તન છે નારી!તો જરાની પાનખરે, દિલાસાનું દર્શન છે નારી!!સંસારભરના પાપોનું પવિત્ર, તર્પણ છે નારી!અમૂલ્ય ભેટ ‘નર’ને ‘નારાયણ’ની,અર્પણ છે નારી!!

women  day ઉજવવા ..સ્ત્રી અંગેની કેટકેટલીય ચર્ચા  થાય છે 

..એક સ્ત્રી આવતી નવી પઢીને વારસામાં શું આપી શકે?

. .સ્ત્રી આપી શકે.. પ્રેમ,સરળતા ,સચોટતા.મક્ક્મતા ,સમજદારી…સમર્પણ..સહનશીલતા અને ..દયા ,કરુણા, માન.,માફી મિત્રતા …સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ,.સ્ત્રી તો દૈવી શક્તિ છે. સ્ત્રી એટલે સેવા,.

તો કોઈએ કહું કે સ્ત્રી સપના પણ બીજા માટે જુએ છે .માટે સ્ત્રીને  સંતોષ થાય તો  ઓડકાર  સમાજને આવે છે . જે કુટુંબ, સમાજમાં  દેશમાં સ્ત્રીનો ઉત્કર્ષ  થાય ત્યાં  સફળતા દેખાય છે ..

સ્ત્રી એટલે શું? સ્ત્રી હોવું એટલે શું?……સ્ત્રી એટલે કોણ?…સ્ત્રીમાં એવું તે કયું તત્વ છે કે જે એને સૌથી અલગ પાડે છે??…..આવા અનેક સવાલો ઊઠે છે અને ગૂંજે છે..?તો વાંચો

નવરસથી ભરેલી નારી શક્તિનું જવલંંત ઉદાહરણ

એટલે કલ્પનાબેનનું આ કાવ્ય

Image result for indian women

નવ રસની નવોઢા

હું તો નવ રસની નવોઢા છું,

પ્રેમ, શાંત અને રૌદ્ર છું,

કરુણ, ભક્તિ અને બિભત્સ છું,

હાસ્ય, વીર અને વાત્સલ્ય છું … હું તો નવ રસની

આ ગુણોથી રંગીન છું,

આ મારૂં વજૂદ છે,

જ્યાં જેને જરૂર છે,

વહેંચતી, વહેંચાતી આવી છું … હું તો નવ રસની

વહેતી હોઉં તો પ્રેમ છું,

અંદર હોઉં તો શાંત છું,

ક્યારેક રૌદ્ર બનું છું,

હું કરુણાનો ભંડાર છું … હું તો નવ રસની

ભક્તિથી ભગવાનને ભીંજવું છું,

બિભત્સથી વાકૅફ છું,

હાસ્યથી ખુશહાલ છું,

વીરતાનું આભૂષણ પહેરુ છું … હું તો નવ રસની

વાત્સલ્યની મૂર્તિ છું,

નવરસ નસનસમાં છે,

જે રકત બનીને વિહરે છે,

મને ગર્વ છે, હું સ્ત્રી છું … હું તો નવ રસની

કલ્પના રઘુ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in કલ્પનારઘુ, વિશ્વ મહિલા દિન, Uncategorized and tagged , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to નવ રસની નવોઢા-કલ્પના રઘુ

 1. Vimala Gohil says:

  સ્વાદના ષડરસ તો સૌ જાણે, કલ્પણાબેને નારીના નવરસ દ્વારા
  નારીનું યોગ્ય સ્વરૂપ દર્શાવીને અભિભૂત કરી દીધા.
  સર્વ નારીજગતને શુભેચ્છાઓ

  Like

 2. dee35(USA) says:

  નારી તું નારાયણી એમજ કહેવાયું હશે? નારીશક્તિથકી આ જગત છે તેનુ ભાન હવે આવ્યું છે જગતને.હાર્દીક શુભેચ્છા નારીજગને.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s