“થોડા થાવ વરણાગી”-(9)પદમાં-કાન

 

આ નવા વર્ષના દિવસે અમે મંદીરમાં અન્નકૂટના  દર્શન કરવા ગયા.જાતજાતના પકવાન   જાતજાતના ફરસાણ .લીલો મેવો સુકો મેવો.શાક અને ફ્રુટને કલામય રીતે કાપીને , રંગના સુમેળ સાથે જુદી જુદી આકૃતિઓ બનાવેલી,અને રંગોળી પણ જાતજાતની ફૂલની ANAJNIEM  કઠોળની એમ ઘણી બધી વેરાયટી જોવા મળતા મન આનંદ વિભોર થઈ ગયું.ને સહુથી આશ્ચર્ય તોં અમેરિકન વાનગી “પીઝા” જોઇને થયું “ઓહ માય ગોડ” ભગવાનને પીઝા ખાવાનું મન થયું! હશે પિંડે  પિંડે મતિર્ભીન્ના, તેમજ દેશ વિદેશે રહેણી કરની સાથે વાનગી ભિન્ન. આપણા જીવનમાં શુષ્કતા આવે છે ત્યારે આ ભિન્ન ભિન્ન શબ્દ આપણને ભીનાભીના કરી નાખે છે.ને તાઝા માંઝા કરી દે છે,બત્રીસ પકવાનમાં પીઝાની જેમ. ભગવાનને જો પરિવર્તન ગમતું હોય તો આપણે પણ આપણામાં પરિવર્તન લાવીને જીવનને સુરમ્ય કા ન બનાવી શકીએ?

ખાવાની વાત તો માની લીધું ખાવાનું મન થયું ને ખાઈ  લીધું પણ કપડામાં પણ ફેન્સી  ડ્રેસ કોમ્પીટીશનમાં ઉતર્યા હોય તેમ તમે ગણેશોત્સવમાં અને નવરાત્રમાં માતાજીને નવાંનવા ડ્રેસમાં શણગારેલા જોશો..ને કપડા હોય તે પ્રમાણે અલંકાર તો જોઈએને?હીરા માણેક મોતી ને જાત્ જાતના અલંકાર .ભગવાનને ખુશ રાખવા ભક્તો શું શું નથી કરતા?ભગવાનને ભારે વસ્ત્રોમાં ANEALNKARMA અલંકારોમાં શણગારતો તેનો પુજરી રાંક કેમ રહી જાય?તેમના સ્ટેટ્સ પ્રમાણે તેના પૂજારીનો પણ થાટ,રૂઆબ દેખાવો જોઈએને/વળી હવે તો માલિક અને નોકર સમાન,એમ પણ માનવાવાળા હોય છે.પહેલા પુજારીને જોતા તો એક ધોતી ને જનોઈ ને ખેસ. હવે વરણાગી થવામાં આ કોઈની ટીકા નથીપણ બદલાયેલા જમાનાનું દ્રશ્ય છે.ખાસ કરીને સાઉથના પુજારી તમે  જોશો તો દસે આંગળીએ  વેઢ ,ગળામાં ભારી ચૈન,અને કાનમાં રૂડા કુંડલ શોભતા.સરસ રીતે તેયાર થયેલા એ બધાને જોવા ગમે છે આનંદ આવે છે પણ હા હજી એક વસ્તુ યાદ આવી ગઈ .હવે તો પગમાં,પહેલા તો રાજા મહારાજાઓ જ હીરા મોતી જડિત મોજડી પહેરતા હશે. ને હવે તો?જવા દો  એ વાત જ .દેખા દેખી ક્યાં જઈ અટકશે?લાંબા પાછળ ટુંકો  ધાય મરે નહી તો માદો થાય!થોડામાં સમજી લેજો.

માટીથી લીપી ગુપેલ ક્યાં ઝુપડીઓ ને ક્યાં હવે આધુનિક પદ્ધતિથી સજાયેલ ગગનચુંબી ઈમારતો આ પણ એક ફેશનનું પાસું ગણી  શકાય.આવા મકાનો બધા પાસે નહોય પણ  જમાનાની અતી આવશ્યક વસ્તુ મોબાઈલ એના વગર તો જાણે બધું અટકી ગયું.?હવે તો શાકભાજી વેચવાવાલોનો ધંધો  એના પર ચાલે છે ને આરામથી કમાણી કરી લે છે.નાનો માણસ હોય કે મોટો મુખ્ય પ્રધાન, સહુ કોઈનું આ એક જરૂરિયાત ઉપરાંત એ વરણાગી સો ટકા કહી શકાય.

“ થોડા  થાવ વરણાગી”એમાં બે સંદેશા છુપાયા છે થાવ વરણાગી એટલે તમે જ્યાં છો ત્યાંથી આગળ વધો.જો એ પ્રગતિ ન હોય તો તમારું જીવન સ્થગિત બની જાય. કુદરતમાં નિરીક્ષણ કરીશું તો હર ક્ષણે હવા, હવામાન બદલતું રહે છે.ને એ બદલાતી હવા આપણને જીવંત રાખે છે. આજે આધુનિકતાનો વિચાર છે એ જીવનનો મૂળભૂત પાયો છે.જો એ ફેરફારનો દૃષ્ટિકોણ ન આવે તો બંધિયાર પાણી જેવું થઈ જાય એક જ સ્થીતીમાં પડે પડે શરીરમાં કીડા પડી જાય, પાણીમાં જીવાત થઈ જાય, ઘરને ઉધઈ લાગી જાય,ને કપડા પણ પડે પડે ગેડ્માંથી બેસી જાય છે એટલે દરેક ક્ષેત્રમાં પરિવર્તનની આવશ્યકતા છે. ઋતુઓમાં બદલાવ જેમકે ઠંડીથી તમે કંટાલ્યા કે હાશ હવે ઠંડી ગઈ ને ઉનાળાની ગરમીને આપણે અવકારીયે છીએ.પણ ગરમી ઉપર ગરમી વધી જતા માણસ તોબા પોકારી જાય છે ને તેનાથી અકળાઈ જાય છે,ત્યારે વરસાદની ચાતકની જેમ રાહ જોઈએ છીએ.પણ એ પુર બહારમાં આવી જાય તો અક્લ્પ્ય વિનાશ નોતરે છે.

હવે તમે શીર્ષકને બરાબર સમજશો.”થોડા’શબ્દને આગળ કરીને આપણને જે કરો એ મર્યાદામાં રહીને કરો. “થોડા”એ શીર્ષકનો બીજો સંદેશ છે અહિયાં તમે થોડા થોભો આને તમે રેડ સિગ્નલ સમજી લેશો.થોડી સબૂરી બચાવે બુરી.અહિયાં તમે જે વયમાં છો ,જે પરિસ્થિતિમાં છો ,શારીરિક કે માનસિક ને ખિસ્સું? હલકું છે કે ભારે એનો તો પહેલા કરવો રહ્યો વિચાર નહી તો આવશે માથા ઉપર ભાર.વર એટલે શ્રેષ્ઠ ને ઉચું .આ બધાનો સમન્વય કરીને તમે જે પણ કરશો અથવા તો જે પણ અપનાવશો તે ખરેખર તમારા જીવનમાં નિશંક ચાર ચાંદ લગાડી દેશે. નહી તો વરણાગી માંથી વર જતો રહેશે  ને નાગી શબ્દ તમારા જીવનમાં રહી જશે.

આપણામાં એક્ કહેવત છે કે રસના ચટકા હોય ,રસના કુડા ન હોય.તો આવી જાવ એ રસના ચટકાને માણવા ,સાથે હાથનો કરો લટકો ને આંખનો કરો મટકો! પણ હવે આ ઉતરતી વયમાં?કેવી રીતે ?મથાળામાં એટલે કે તમારા માથામાં “થોડા” શબ્દને હીરાના નંગની જેમ જડી દો બસ.ને જયારે તમે કઈ નવું કરવા જશોને એ વખતે “થોડા” નંગ ઝબૂકવા લાગે ત્યાં થોડો રેસ્ટ કરી લેશોને થોડું શાંતિથી વિચારી લેશો તો ધીરે ધીરે પણ તમે સસલાની રેસ જરૂર જીતી જશો.ના આગે ,ના પીછે!

આધુનિકતા માટે ધગશની જરૂર છે.મનોવૈજ્ઞાનિક કહે છે તેના માટે  પોઝીટીવીટી જોઈએ ને તેમાંથી સમગ્ર માનવ જીવનના દરેક પાસામાં પ્રગતિ લાવે છે.ભગવાને આપણને બુધ્ધિ આપી છે તો તેના દ્વારા આપણે આપણામાં બદલાવ લાવીશું ને જમાનાની સાથે ચાલતા ચાલતા તેમનું એક અંગ બની જઈશું,ને તેનાથી આપણને ભરપુર આનંદ મળશે.

આપણું તંદુરસ્ત હોવું એ પણ વરણાગી છે.યોગા વ્યાયામથી તનને અને સારા વાચન, વિચારથી મનને હૃષ્ટ પુષ્ટ રાખી શકાય.દેહને શણગારવું શોખ પુરા કરવા એ ઉંમર ઉમરની જરૂરિયાત છે ને કરવા જોઈએ.આ બધું અલ્પ સમય માટે છે.માટે કવિએ શરુઆતમાં જ”થોડા” એ  થોડા શબ્દ કહીને આપણને સજાગ કરી દીધા છે.

દુનિયામાં આપણે દૃષ્ટિ કરીશું તો નાનાથી માંડીને દરેક ક્ષેત્રમાં બદલાવ આવી રહ્યો છે. પણ હું દુનિયાની વાત શા માટે કરી રહી છું?મેં મારા જીવનમાં ડોકિયું કર્યું ને એક એક પ્રશ્નના જવાબ મને મળતા ગયા.અમેરિકાની જાહોજલાલી જોઇને મન ખુશ થઈ જાય છે.પણ  રોજની જીવન ચર્યામાં ફીટ થવામાં આનાકાની થાય છેને મન દ્વિધામાં પડી જાય છે પહેલી વાર અમેરિકામાં આવ્યા. મારો દીકરો કહે કે અહીની મમ્મીની જેમ તું પેન્ટ પહેર.ઇન્ડીયામાં ક્યારેય સાડી સિવાય કઈ પહેર્યું જ ના હોય તો તો?થોડા જ દિવસ ગયા ને હું ચાલતા ચાલતા પડી ગઈ ને બન્ને હાથમાં પ્લાસ્ટર આવ્યું.હવે?હું એક નાના બાળક જેવી થઈ ગઈ.ફક્ત એપ્રન સિવાય હું કઈ પહેરી શક્તિ નોતી.ને હું પેન્ટ પર આવી ગઈ.આ ઉપરથી હું સમજી ગઈ કે જીવનમાં ફક્ત મરજિયાત પ્રમાણે નથી જીવાતું.ક્યારેક ફરજીયાત અપનાવવું પડેછે.કપડાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો.

હવે આવ્યો ખાવાનો પ્રશ્ન.ઇન્ડીયામાં કોઈ મહેમાન જમવાના હોય તો પહેલા તો લાડવો,શીરો,કે લાપસી.ફરસાણમાં ક્યારેક ભજીયા કે પાતરા.તેમાં પણ સુધારો થતા દૂધપાક જાતજાતની બાસુદી.આ તો આપણા માટે મિષ્ટાન એટલે ભગવાન.પણ અહિયાં તો કોઈ જમવાનું હોયતો નવી નવી ડીશ જેમ કે ચાયનીઝ ફૂડ,થાય ફૂડ,પાસ્તા,ને કાંદા લસણ વગર તો ચાલે જ નહી.એટલે મારે માટે ઘરે તો જુદું બનાવે.પણ બહાર જવાનું થાય ત્યારે થોડો પ્રોબ્લેમ આવે.થોડો વખત આમ ચાલ્યું.પણ હું ના સુધરી

.હવે મારી પોત્રી થોડી મોટી થઈ ગઈ હતી.ને તેને પણ નવુંનવું બનાવવાનો શોખ હતો. એક દિવસ તે પાસ્તા બનાવતી હ્તી મને  કહે કે બા તમે પાસ્તા ખાશો? હુ સરસ બનાવું છું.મેં કહ્યું કે ના બેટા હું કાંદા નથી ખાતી.પણ તેણે એટલા પ્રેમથી કીધું હતું કે તરત મારા મગજમાં બીજલી ચમકી કે જયારે આટલી નાની છોકરી મારા માટે આટલો પ્રેમ કરે છે ને હું જો તેના પાસ્તા નહી ખાઉં તો તે નારાજ તો થશે જ પણ કાયમના માટે અમારા વચ્ચેનું અંતર વધતું જશે. બસ કાલનો દિવસ ને આજની ઘડી.ના કહેવાનું મેં છોડી દીધું.હવે એમાંથી અમે બધા ફ્રી થઈ ગયા.ને હું ઇન્ડિયા ગઈને તો મારા બે દોહિત્ર એ પણ મને ખૂબ પ્રેમ કરે છે.બહાર લઈ જાયને નવા નવા ટેસ્ટ કરાવે.આ મોડ  પર હું બદલાઈ ગઈ ને જીન્દગીને એક નવો વળાંક મળ્યો. નકારાત્મકને તિલાંજલિ દીધી ને  સકારાત્મકને સ્થાપી દીધી ને  હુ વિચારોમાં બદલાવ લાવીને થોડી વરણાગી બની,બની એટલે વર્તમાનમાં બધા નાના મોટાની સાથે હું  જીવતા શીખી.બધાની સાથે સાથે ચાલવાનો આનંદ હું માણી શકી.પણ ખાવાપીવાનું કે પહેરવાથી તમે મોડર્ન નથી થઈ જતા.

આચાર. વિચારમાં પણ પરિવર્તનની જરૂર છે.તમારી બોલવાની ભાષામાં પણ ખાસ કારણ કે તમે જે બોલશો તે સામેવાળાના કાનમાં થઈ સીધું હ્રદયમાં ઉતરી જશે,તોછડાઈથી બોલાયલા અને પ્રેમથી બોલાયલા શબ્દો નકારાત્મક અને સકારાત્મકમાં પરિણમશે. નકારાત્મક સંબંધ ભંગ કરાવશે જયારે સકારાત્મક સંબંધોને  આગળ વધારશે ને પ્રેમ  વધારતો જશે.પ્રેમ કરવો એ તો વરણાગીમાં અતિ આવશ્યક છે.તમારા પ્રેમાળ સ્વભાવથી ભલભલાને તમે પોતાના કરી શકશો.પ્રેમનું વર્તુળ વધતા તમારા આનંદનું વર્તુળ વધતું જશે.

 

આજે હું મારી વાત કહેવા બેઠી છું તો મારા મનની વાત આપણી સમક્ષ રજુ કરી જ દઉં છું.મને બીના દવા ઉપચારમાં વધારે રસ છે.સેવા કરવાની ભાવના પણ ખરી.ને ભગવાને તેમાં મને મદદ કરી.એક પ્રાણાયામના ક્લાસ માં જતા મને ખબર પડી કે રેકી એવી થેરપી છે કે જેનાથી વગર દવાએ તમે સ્વસ્થ રહી શકો છો અને બીજાને પણ

તમે બીના દવા ઉપચાર કરી શકો છો.મેં તો એમાં ઝંપલાવી દીધું.અગિયાર દિવસની સાધના પછી તમે તેનો ઉપયોગ કરી શકો.મને તે મોકો તરત જ મળ્યો.મારા પાડોશીને હું મળવા ગઈ તેનું માથું દુખતું હતું તેથીતે થોડી નરમ હતી.મને થયું કે અહી મારા રેકીનો ઉપચાર કરી જોઉં?તેને ના કહેતા મેં તેને રેકીની સારવાર બે ત્રણ મિનીટ જ

કરી ને તેણે મને સવાલ કર્યો કે આપે કઈ જાદુ કર્યું? મને પણ માન્યામાં નોતું આવતું કે એટલું જલ્દી પરિણામ આવી શકે છે!હું મનમાં થોડી ગભરાઈલી હતી એટલે રેકી કરી છે એવું મેં ના કીધું.મનમાં ખાત્રી  થઈ ગઈ.ને પછી તો એક પછી એક પેશન્ટ મને મળવા લાગ્યા,એમ કહું  એના કરતા કોઈ પોતાની તકલીફ વ્યક્ત કરે અથવા  કે તરત  જ તેની  વ્હારે દોડી જાઉં. હવે તો મારા પોત્ર પોત્રીને કઈ થાય કે તરત તેના મમ્મી પપ્પાને કહેશે કે બાને

બોલાવને, રેકી કરુને રિલેક્ષ થઈ જાય.મને મનમાં આનંદ થાય.એક અતિ આનંદની વાત કહું.ન્યુજર્સીમાં રહેતા મારા ભાભી માદા પડ્યા.તેમણે મારી પાસે રેકી ની માંગણી કરી.મેં તેમને આપી. બાજુમાં અમેરિકન પેશન્ટ,તેણે પુછપરછ કરીને તેની મમ્મી માટે કરવા કહ્યું.થોડીવારમાં મારા ભત્રીજા જમાઈ ત્યાના ડોક્ટર હતા તે મારી સામે આવીને બેસી ગયા.ને કહ્યું ફઈબા મને પગમાં સખ્ત દુખાવો છે રેકી આપી દો.ડોક્ટર જયારે મારી સામે આવીને આવીરીતે વિનવણી કરે તો?ખરેખર મને ખૂબ આનંદ થયો.તે થોડા રિલેક્ષ થયા.એટલામાં મારી ભત્રીજી એ પણ ત્યાની ડોક્ટર જ છે તે આવી કે તરત તેને કહ્યું કે ફઈબા પાસે રેકી કરાવિ લે.તેને પણ ઢીચણમાં થોડી તકલીફ હતી.એટલામાં તેનો ૩૦ વર્ષનો ડોક્ટર દીકરો ત્યાં આવી પહોચ્યો. મારી ભત્રીજી અને આ ડોક્ટર દીકરા એ બન્નેએ મારી પાસે દીક્ષા લીધી હતી પણ તેમણે સાધના સમયના અભાવે નોતી કરી,તેમાં શ્રધ્ધા ખરી તેને પણ રેકી લીધી.ખરી મઝા તો તેની ફિયાન્સી આવી ત્યારે આવી તેને પણ પાનીમાં થોડુ  દુખતું હતું તેની પણ હસતા હસતા તેને પણ રિલેક્ષ  કરી .ખરેખર ખૂબ મઝા આવી. પહેલા હું પેશન્ટ શોધતી હતી,હેતુ કોઈની તકલીફ દુર કરી શકું.આવી જ રીતે મારા દાતના ડોક્ટર પાસે હું મારા દાતની ટ્રીટમેન્ટ માટે જતી હતી.વાતવાતમાં ખબર પડી કે ડોકટરના પગમાં મોચ આવી છે.તેમણે કઈ વાધો ન હોય તો તેમના પગે જોવાની મેં પરમીશન લીધી. તેમના પગે રેકીની સારવાર આપી ને તેઓ પગ આમતેમ હલાવતા મને થયું કે કઈ વધારે તો નથી થયું ને!તેને પૂછ્યું શું થયું?અને. તેમણે કહ્યું  કે pain is gonee. હું પણ રિલેક્ષ થઈ ગઈ.

જમાનાની સાથે ચાલતા ચાલતા મને લાગે છે કે હવે  જમાનો મારી સાથે ચાલેછે.છે તેનું હું અભિમાન નથી કરતી પણ એક અનોખા પ્રકારના આનંદની અનુભૂતિ મનમાં જરૂર થાય છે. અરે !એક વાત કહેવાની તો રહી ગઈ! ૮૩ વર્ષની ઉંમરે હું કમ્પ્યુટરમાં ગુજરાતીમાં ટાઇપ કરતા શીખી એનો અતિ આનંદ છે.આ માટે હું પ્રજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ.મને પ્રોત્સાહનનું પેટ્રોલ મળે છે અને મારી ગાડી દોડી રહી છે. બે વર્ષ પહેલા હું ઇન્ડિયા ગઈ .ત્યાં એક ડોક્ટર હિલીન્ગનો કોર્સ કરાવતા હતા.મેં તે શીખવા માટેની ઈચ્છા દર્શાવી.બે થી  ત્રણ વાર એવું બન્યું કે હું જયારે પુછુ તો હમણાં જ મારો ક્લાસ થઈ ગયો એમ કહેતા.ચોથીવાર તો તેમને મેં કહી દીધું કે આ વખતે હું શીખ્યા વગર જવાની  નથી ત્યારે તેમણે કહ્યુ કે આ વખતે તમે એકલા હશો તો પણ શીખવીશ.ક્લાસ શરુ થયો અમે છ થી સાત જણા હતા.એમાં બે ત્રણ લેડીઝ હતી ને ત્રણ સીનીયર ભાઈ હતા.છેલ્લા દિવસે પેલા ત્રણ સીનીયર ભાઈએ મને  મને કીધું કે માસી,અમે ક્લાસમાં નોતા આવ્યા અમે તો તમને જોવા આવ્યા હતા.

આનાથી વધારે વરણાગીપણું આ ઉંમરમાં શું હોઈ શકે?હા, આધ્યાત્મિક ક્ષેત્રે શીવયોગ સાધનામાં અને ગાયત્રી પરિવારમાં જતા તેમાં મારી ઉન્નતિ થાય એવી અપેક્ષા રાખું છું.આ લખવાની કલા એ શું વરણાગી નથી?

પદમાં-કાન

 

 

8 thoughts on ““થોડા થાવ વરણાગી”-(9)પદમાં-કાન

 1. પ્રિય પદમાબેન ,
  “થોડા થોડા ” શબ્દોની મહત્વતા સમજાવી એ ઘણું જ સારું કર્યું.
  ફૂલવતી શાહ

  Like

  • ભાઈ આપે રેકીનું લેસન મારા બ્લોગ પર શરુ કરવા કી ધુ પણ તેમાં રેકી વિશેની માહિતી માટે તમને ઈન્ટરનેટ પરથી મળી રહે પણ ગુરુ દીક્ષાની વિધિ સામે હોય તો જ થી શકે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.