ગમતાંને ગમતું ….. વિનોદ પટેલ

​મિત્રો હોળી આવે તે પહેલા આપણાં સર્જકો ગમતાનો ગુલાલ કરી પોતાનો ગુલાલ ઉછાળી રહ્યા છે.​જયશ્રીબેનની કાવ્ય રચના વાંચી  ​વિનોદ કાકાને  પણ એક કાવ્ય રચવાની પ્રેરણા થઇ. રચના આ રહી .​મિત્રો તો ચાલો કરીએ ગમતા નો કરીએ ગુલાલ……

ગમતાંને ગમતું  …..   વિનોદ પટેલ

ઓ પ્રભુ, તારી લીલા કેટલી છે, અપરંપાર,

તારાં ગમતાંને તેં કેટલું ગમતું દીધું છે.!

કીડીને કણ અને હાથીને મણ એ રીતે ,

સૌને યોગ્ય આપી, કોઈને અન્યાય ના કરી ,

તારાં ગમતાંને તેં ગમતું બધું દીધું છે   !

મળ્યા પછી માણસો ભલે બન્યા સ્વાર્થી,

એની દરકાર ના કરી , બધાંને માફ કરી,

બસ તેં તો ગમતાંઓને ગમતું જ દીધું છે.

અગણિત ઉપકારો છે તારા અમ પર ,

વંદીએ તને કર જોડી રોજ હૃદય-ભાવથી ,

કેમકે તારાં ગમતાંને તેં ગમતું દીધું છે !

અર્પણ કરું આ કાવ્ય સૌ ગમતાંઓને,

અરજ કરુ એને માણજો ,ગમતું કરીને !

વિનોદ પટેલ

https://vinodvihar75.wordpress.com/ 

6 thoughts on “ગમતાંને ગમતું ….. વિનોદ પટેલ

 1. ઓ પ્રભુ, તારી લીલા કેટલી છે, અપરંપાર,
  તારાં ગમતાંને તેં કેટલું ગમતું દીધું છે.!

  અર્પણ કરું આ કાવ્ય સૌ ગમતાંઓને,
  અરજ કરુ એને માણજો ,ગમતું કરીને !

  ગમતું કરીને . માણ્યું મનભરીને. ગમતાનો ગુલાલ કરાવનાર સર્વનો આભાર

  Like

  • પ્રિય વિનોદભાઈ

   મેં એક વખત શ્રી પ્રવીણકાન્ત શાસ્ત્રીજીંને કીધું કે વિનોદભાઈ સરસ કવિતાઓ બનાવે છે તો એને કવિશ્રી નો ઈલ્કાબ આપવો જોઈએ ,, શાસ્ત્રી બોલ્યા તમારી વાત સાથે હું સંમત છું .

   Like

 2. આદરણીયશ્રી વિનોદભાઈ…વાહ! મનનીય રચના…ગમી જાય ..સ્પર્શી જાય એવી વાત.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. અગણિત ઉપકારો છે તારા અમ પર ,
  વંદીએ તને કર જોડી રોજ હૃદય-ભાવથી ,
  કેમકે તારાં ગમતાંને તેં ગમતું દીધું છે !
  અર્પણ કરું આ કાવ્ય સૌ ગમતાંઓને,
  અરજ કરુ એને માણજો ,ગમતું કરીને !
  વિનોદ પટેલભાઇની સુંદર રચનાની આ પખીઓ વધુ ગમી

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.