“ગમતાંને ગમતું દીધું છે!-

_DSC0059-book inograstion

મિત્રો

આપણી આ વખતની બેઠક ખુબ સુંદર રહી ,આનંદ એ વાતનો દરેકને પોતાની મન ગમતી વસ્તુ મળી છે. સૌ કોઈ કૈક લઈને ગયા. મહેશભાઈના ગઝલ સંગ્રહ  “ખરેખર” નું વિમોચન જયશ્રી બેન મર્ચન્ટ ને હસ્તક થયું એ બેઠક અને મહેશભાઈ માટે ગૌરવ ની વાત છે.  મહેશભાઈ એ પુસ્તકના પહેલા પાને સુંદર બે પંક્તિઓ ટાંકી હતી.

“ગમતાંને  ગમતું   દીધું  છે!
બીજે  ક્યાં  નમતું દીધું  છે!”

 આ”ખરેખર” ના પ્રથમ પાના પર લખેલી બે પંક્તિઓને આગળ વધારી આખી ગઝલ જયશ્રીબેને પુરી કરી છે.

“ગમતાંને  ગમતું   દીધું  છે!
બીજે  ક્યાં  નમતું દીધું  છે!”

આ  રીસાવું સમજાણું  નઇ!
મેં  તો  બસ, ફુમતું દીધું છે!

જાન દઈ એને, છું  હું  ખુશ,
બધુ  મુજથી બનતું દીધું  છે!

સાથ  નથી, માનવુ ભારી છે!
ભાગ્ય તેં  અણગમતું દીધું છે!

“ભગ્ન” અર્થ એમાં છે જ ક્યાં?
દિલ મેં  તો અમસ્તું  દીધું  છે!

-જયશ્રી મરચંટ, “ભગ્ન”

આ  ગઝલ સંગ્રહ  “ખરેખર “વાંચવા લાયક અને માણવા લાયક છે અને કોઈને ભેટ રૂપે આપવા લાયક છે.ખાસ કરીને નવા સર્જકો માટે શિખવા લાયક છે કોઈને પણ જોઈતું હોય તો $10માં મહેશભાઈ પાસેથી મળશે ઓન લાઈન $15માં છે

       ©ડૉ.મહેશ રાવલ-     http://drmahesh.rawal.us/

3 thoughts on ““ગમતાંને ગમતું દીધું છે!-

 1. HATSOFF  YOU  ARE  DOING  AN  EXCELLEN T  WORK  FROM  TIME  TO  TIME,  HELPING  ”SENIORS   ,  ACITIVATE  THEM  TO  DO  WORTHWHILE  THINGS &  CREATIVITY.  GOD   BLESS    YOU  TO  CONTINUE  THE  SAME  .  REGARDS,  GIRISH  CHITALIA 

  Like

 2. બેઠકનો વિસ્તૃત અહેવાલ ફોટા સાથે વાંચ્યો , હાજર રહયાનો અહેસાસ થયો. આભાર.

  Like

 3. ડૉશ્રી મહેશભાઈ રાવલ…નીવડેલા ગઝલકાર…એક આગવા ઓજસ પાથરતી તેમની દરેક કૃતિઓ તેમની પ્રતિભાનો પરિચય દઈ જાય છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આયોજકોને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.