“બેઠક” દરેક સર્જકોને અભિનંદન

“પ્રેમ એટલે કે પ્રેમ” પુસ્તક પ્રકાશિત થઈ ગયું.

 

 

BookCoverPreview (1)

“બેઠક”ની  માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આપણા પ્રયાસમાં વધુ એક સફળતા.ફળ સ્વરૂપે “પ્રેમ એટલે કે પ્રેમ” પુસ્તકનું પ્રકાશવું.

જી હા વેલેન્ટાઈન જેવા શુભ અવસરે ભેટ આપવા જેવું આનાથી વધારે બીજું કહ્યું હોય શકે! “બેઠક”આપ સહુના સહિયારા સર્જન અને લેખન ને પુસ્તક સ્વરૂપે આપની સમક્ષ રજુ કરતા ગર્વ અનુભવે છે.મિત્રો હવે આપ આ પુસ્તક Amazon અને creatspace પર ખરીદી શકશો.

 Prem Etale ke…. prem:Essays on Love ( Gujarati Sahiyaru Sarjan)

Authored by Pragna Dadabhawala

List Price: $25.00

6″ x 9″ (15.24 x 22.86 cm)
Full Color on White paper
100 pages

ISBN-13: 978-1507770931 (CreateSpace-Assigned)
ISBN-10: 1507770936
BISAC: Literary Collections / General

Literic collection of authors of Milipitas ” Bethak” on “Prem- Love”

 CreateSpace eStore: https://www.createspace.com/5287627

Amazon—-hhttp://www.amazon.com/Prem-Etale-prem-Gujarati-Sahiyaru/dp/1507770936/ref=sr_1_3/180-1754835-0583334?s=books&ie=UTF8&qid=1423865605&sr=1-3&keywords=pragna+dadbhawala

Thanks

 

પ્રેમ વિશે થોડા હાઈકુ.-શૈલા મુન્શા

પ્રેમ વિશે થોડા હાઈકુ.

૧ – પ્રેમનો માર્ગ,
વિના સાથી અધુરો
કેમ ખુટશે?

૨ – વેલેન્ટાઈન
તહેવાર પ્રેમનો
ક્યાં છે પ્રેમ?

૩ – મીરાનો પ્રેમ,
છે જગથી નિરાળો!
કનૈયા સંગ.

૪ – ચાંદની રાત,
બને અમાવસ શી!
દિલ તુટતાં.

૫ – ક્યાં માંગુ પ્રેમ?
દિલમા જગા થોડી,
એટલું બસ!

શૈલા મુન્શા

માણસનું મુલ્ય-વિનોદભાઈ પટેલ

મિત્રો ,
 
વિનોદભાઈ પટેલે ખુબ સરસ વાત અહી મોકલી છે ,

આપણે વાસ્તવિકતાને ન સ્વીકરવા ચેહેરા પહેરતા હોઈએ છીએ.કેટલા બધા સવાલો એવા હોય છે જેના જવાબ મળતા નથી. ,જ્યાં માણસનું મુલ્ય મોકા પ્રમાણે બદલાતું રહે છે.ત્યાં માણસ પણ પોતાનું સાચું સ્વરૂપ દેખાડતા ડરે એ ખુબ સ્વાભાવિક છે.દરેક વ્યક્તિ જીવનમાં સુખ ઇચ્છે છે.સુખ નથી એ વિચાર મનોબળ વધારતો નથી, પરંતુ વિચાર શકિતને પણ ઘટાડી દે છે .માટે ચમકતી આંખો ,રમુજી સ્વભાવ ને દયાળુ હૃદય ,હસતો ચહેરો જ સાચો છે. સ્વીકારો…. … તો દુઃખનું ખોતરવું બંધ થઇ જશે.કહ્યું છે ને દુઃખ નો ઓસડ દહાડા  .. 

 
માણસનું મુલ્ય  ….. વિનોદ પટેલ
 
મુખ ઉપરથી સુખી જણાતો કોઈ માણસ,
વાસ્તવ જગતમાં એટલો સુખી હોતો નથી,  
 મુખની રેખાઓ સદા છેતરામણી હોય છે.
સુન્દરતમ સ્મિત જે મુખે દેખાઈ રહ્યું છે,
ભીતરમાં ઊંડે કોઈ રહસ્ય પડેલું હોય છે,
ચમકતી આકર્ષક આંખો જે દેખાઈ રહી છે,
એ આંખો, રડી રડીને ,ઉજળી થઇ હોય છે ,
રમુજી સ્વભાવ ને દયાળુ હૃદયની ભીતર,
કોઈ ઊંડું, વણ દેખ્યું, દર્દ છુપાયું હોય છે,
માણસનું મુલ્ય આંક્વું એ સદા મુશ્કેલ કામ છે,
એકથી બીજી વ્યક્તિ ,એકસરખી મળતી નથી.
 
વિનોદ પટેલ ,સાન ડીયેગો , 2-9-2015 
 https://vinodvihar75.wordpress.com/
 

હાઇકુ-કલ્પનારઘુ

મિત્રો ,

કહે છે જેવી મોસમ હોય તેવી અસર થાય,અત્યરે તો જ્યાં જુઓ ત્યાં બસ પ્રેમ છલકાય  છે અને કવિ લેખકો માટે તો જાણે મોકળો પ્રસંગ છે. વેલેન્ટાઈન દિવસ એટલે પ્રેમ નો દિવસ અને પ્રેમ એટલે એવરગ્રીન સબ્જેક્ટ, તો મિત્રો ગઈકાલે આપણે હાઇકુ વિષે વાચ્યું અને આપણા કલ્પનાબેને વિષય અને મોસમ અનુસર સરસ મજાના હાઇકુ મોકલાવ્યા તો માણો.અને હા કલ્પનાબેનને પ્રેરણા આપવા માટે ચીમનભાઈને જશ ખરો। …

 

હાઇકુ

મારા હાઇકુ

વેલેન્ટાઇન્સ માટે

છે નજરાણુ

 

ચાતકનો સ્વાતિ બિંદુ માટેનો પ્રેમ …

ચાતક માટે વેલેન્ટાઇન છે સ્વાતિ બિંદુ.

 

ચાતક પક્ષી

અષાઢી મેઘ ઝંખે

સ્વાતિ નક્ષત્ર

 

ગડગડાટ

માટી ભીની મહેંક

ઉંચી દ્રષ્ટિએ

 

વર્ષાનાં વારિ

આતુરતાનો અંત

ચાંચમાં ઝીલે

 

પવિત્ર પ્યાસ

તૃપ્તિનો અહેસાસ

એક બિંદુએ

 

 

ચાતક બોલે

મારા વેલેન્ટાઇન

આતો છે પ્રેમ!!!

 

બંધ નયનોમાં

બાંધુ હું શમિયાણા

સ્વાગત કાજે

 

આવીને મળે

પ્યાસા વેલેન્ટાઇન્સ

ખુલ્લા રૂદિયે

 

તારી હસ્તીમાં

પ્રણય ફાગ ખેલે

મુજની મસ્તી

 

તારી પાંખોમાં

સમાવવાનું ગમે

હળવે હૈયે

 

ઉડું ગગને

લઇ તને બાથમાં

પ્રણય માર્ગે

 

 

આપણે બન્ને

બન્યાં પાગલ પ્રેમી

વેલેન્ટાઇન્સ

કલ્પનારઘુ

હાઇકુ વર્કશોપ-ચીમન પટેલ

હાઇકુ વર્કશોપ

હાયકુ એક કાવ્યપ્રકારયોસેફ મેકવાન

મિત્રો,

શ્રુતિવાળુ કાવ્યસ્વરૂપ જેટલું સરળ લાગે છે એટલું વધારે સંકુલ છે. આપ સૌ જાણો છો કે કાવ્યમાં ધ્વનિ મહત્વનો છે. શબ્દસ્થ થયેલી પંક્તિમાંથી ઊઠતી વ્યંજના આપણને ચિત્તમાં અર્થ પ્રગટાવતા તે આનંદઆહલાદ આપે છે. કવિતાનો સ્વભાવ આનંદ આપવાનો છે. પછી તે આનંદથી ઊઠતી વ્યંજનાનો વિસ્તાર  હ્રદયને સ્પર્શતા તે કવિતા બને છે.

આપણી ભાષામાં સોનેટગઝલરૂબાઈ  જેવા કાવ્યપ્રકારો  વિદેશથી આવ્યા અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યા. રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં કવિ શ્રી  સ્નેહરશ્મિના હાથે જાપાનીસ કાવ્યપ્રકાર હાઇકુ અવતર્યું,ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.

પ્રાચીન કાળમાં દુનિયાના દેશોમાં,આપણે જાણીએ છીએ તેમ,રાજદરબાર ભરાતા. તેમાં કવિઓને આગવું સ્થાન મળતું. આરબ દેશોના રાજદરબારમાં શાયરો ( કવિઓ ) ગઝલોમુક્તકો કહેતા.આપણી જેમ જાપાનમાં પણ રાજદરબારમાં કવિઓ તાન્કા કે હાઈકુ સંભળાવી રાજદરબારનું મનોરંજન કરતા. મૂળ તાન્કામાંથી હાઈકુ આવ્યું. તાન્કામાં ની શ્રુતિ રહેતી.  તેમાંથી સત્તરમી સદીમાં  (૧૬૪૪૧૬૯૪) બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું રૂપ સર્જ્યું તેહાઈકુકહેવાયું. તેમણે તાન્કાની આરંભની ની શ્રુતિની સ્વતંત્ર કાવ્ય રચના આપી તેનેહોક્કુકહી. પછી સમય જતાં તેહાઈકાઈનામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયુંહાઈકુ’!

હાઈકુ વિશે બાશોનો મત પ્રમાણે છેઃ જ્યારે સંવેદનશીલ મન જડચેતન પદાર્થોમાં કોઈ વિરલ ભાવ અનુભવે, કોઈ આધ્યાત્મિક સંવેદના જગાડે, કવિ તેને શબ્દસ્થ કરે તે પણ ૫ની શ્રુતિમાં ત્યારે તે હાઈકુ બને! તેમાંથી વ્યંજનાના કે ધ્વનિના તરંગો ભાવક મનમાં જન્મે.

આવું હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે.. કોઈ સદ્વૃત્તિનું ભાવવિશ્વ ખડું કરે. રોજ સવારે ખીલતા પુષ્પો રોજ નવું દર્શન કરાવે. નવો પથ આપે.પ્રકૃત્તિના તત્વોથી શબ્દચિત્રમાં અંકિત કરે,જે નવજીવન પ્રેરે.

આમ,હાઈકુની પ્રથમ શરત છે કે પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. તે ભાવક ચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય. તેમાં ઈન્દ્રિજ્ઞવ્યત્યયો,ભાવવ્યત્યયો,પ્રતીકોનો સુમેળભર્યો વિનિયોગ થયો હોય. એકનું એક પ્રતીક અનેક સંદર્ભે,વિવિધ અર્થે રચાયું હોય કે જેના દ્વારા વાચકભાવકના ચિદાકાશમાં  સંતર્પક સંવેદનો તરંગિત થઈ ઊઠે!

આપણે ત્યાં આવા લઘુ કાવ્યસ્વરૂપ  મુક્તક,સુભાષિત,ઉખાણાં કે લાંબા કાવ્યોમાં સૂત્રાત્મક પંક્તિઓ આવતાં,તે દ્વારા કવિ બોધાત્મક ભાવને ઉપસાવતાયાદ રહે કે ,હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. લઘુકાવ્યના સ્વરૂપથી પણ અલગ. એટલે કે,હાઈકુમાં કશું બોધાત્મક હોય. પ્રકૃતિનું જે શબ્દચિત્ર કવિએ જે ખડું કર્યું હોય તે બોલે. તેમાંથી ધ્વનિ કે વ્યંજના ઊઠે તે અર્થ પ્રતિપાદિત કરે. “હાઈકુને બોલવા દો.કવિ તમે બોલોએમ કહેવાય.

એનો અર્થ એવો થયો કે ૫ની શ્રુતિથી જે શબ્દચિત્ર રચાયું તેમાંથી ઉઠતી વ્યંજના કે ઉઠતો ધ્વનિનો રણકાર આંખ સાંભળે અને કાનને દેખાય! તે ચાક્ષુસ થાય. ત્યાં હાઈકુનું કામ પૂર્ણ થયું .

મિત્રો, ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું.બંનેની અલગ તાસીર રહેવાની.કારણકે બંને ભાષાઓનું કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષાના નામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે. એટલે ત્યાં પદક્રમ મહત્વનો છે. જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ મૂકાય. પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુવિભાવના અહીં ખપમાં લાગે. છતાં આપણે તે  આપણું હાઈકુ કહેવાય.

મિત્રો, આપણે જાપાનીઝ બનાવટની ચીજવસ્તુઓથી પરિચિત છીએ.એમની નાનામાં નાની ચીજ વસ્તુની બનાવટ અદભૂત ફીનીશીંગવાળી હોય છે.જોતાં તેનું આકર્ષણ થાય ને મન લેવા લલચાય.તેમની બનાવટની વસ્તુની કારીગરી મોહક અને આકર્ષક હોય છે. અરે તે પ્રજાએ તો વનસ્પતિની વિશાળતાને બોન્સાઈમાં રૂપાંતરિત કરી ક્યાં ચમત્કાર નથી કીધો? જાપાનીઝ પ્રજાની કલાપ્રતિભા હાઈકુ જેવાં લઘુકાવ્યમાં પણ સંસ્પર્શ પામી છે.

હાઈકુને આમ પણ સમજી શકીએ. કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મનવિસ્મય સાથે આહ્લાદ અનુભવે છે,હરખાય છે.ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ !

કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંની આખી રંગીન  આકૃત્તિચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. રીતે સત્તર શ્રુતિમાં અકાદ શબ્દ અહીં ત્યાં કરીએબદલીએ ને ભાવ પલટાઈ જાય,અર્થ બદલાઇ જાય. એમ આનંદદાયક અર્થો,ભાવો મળતાં રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !

આમ, હાઈકુની અસલિયત કવિની અનુભૂતિની અસલિયત છે. ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે ત્યારે તેની ચમત્ક્રુતિનો આનંદ મળે! બધું ખુબ સહજસ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ! તેમાંથી જે સુખદુઃખ,વિસ્મય,આઘાતપ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મી તે હાઈકુનો પ્રાણ! તેમાંથી ભાવકે ભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે તેટલા અંશે તેમાં સાચું હાઈકુત્ત્વ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો આક્ષાત્કાર થાય.

આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં  રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળકાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવક ચિત્તમાં પ્રતિતીકર રીતે સંક્રાન્ત થાય. તેના તર્ક,બુધ્ધિને વળોટી જાય, ને આનંદ મૂર્ત કરે.

હાઈકુ વિશેની મારી આવી સમજને આધારે મેં આપે મોકલેલા હાઈકુમાંથી જેને હાઈકુ કહી શકાય એવા હાઈકુ તારવ્યા છે. એમાં થી જે અર્થવ્યંજનાધ્વનિ સમજાય તે લખોતો મજા પડે.

ઋતુ બદલી

કળીઓનું બગાસું

વસંત આવી.         નીતિન વ્યાસ
વીજળી થઈ

આભમાં હસ્તાક્ષર

 કોના હશે ?              દેવિકા ધ્રુવ

 

પતંગ ચગે

પવન પીછો કરે

કપાઈ પડે!            ઇન્દુબેન શાહ

 

આભ ઉદાસ

ઝીલાયાં અશ્રુ

પર્ણે કળી ઉઘડે.           ઈન્દુબેન શાહ
વગાડ્યો બેલ

ખોલશે અંદરથી

ઘર તો સૂનું!          ચીમન પટેલ

 

આખા ઘરમાં

તારી એક છબી

જીવાડે મને.          ચીમન પટેલ.

 

 

પ્રેમ એટલે કે પ્રેમ

મિત્રો

વેલેન્ટાઈન ના દિવસો છે તો આ ચમન ભાઈના  અને પ્રવીનાબેનના હાઇકુ દ્વારા થોડી હિન્ટ મેળવી લેશો તો ફાયદો જ થશે। પ્રેમના હાઇકુ જ કેમ કવિતા કેમ નહિ ,મિત્રો સાચી વાત કહ્યું જેટલું લાંબુ બોલશો તેટલુ નુકશાન તમને જ થશે। પ્રેમને ક્યારેક વિપરીત સંજોગોમાંપલટાઇ જતા વાર નથી લાગતી એના કરતા ત્રણ લીટીમાં હાઇકુ પીરસી દયો.

પતિ અને પત્ની પરના હાઇકુઃ

Posted by chimanpatel in : હાઈકુ

પતિને ગમે,

શણગાર પત્નીના;

હુકમ નહિ!

**************

પત્નીને ગમે,

પતિ કરે પ્રશંસા;

ટીકા તો નહિ!

* ચીમન પટેલ “ચમન” (૫જૂલાઇ’૧૨)

http://chimanpatel.gujaratisahityasarita.org/

પતિને ગમે
સહકાર પત્નીનો
દાદાગીરી નહી

પત્નીને ગમે
પ્યાર પતિનો
બહાના નહી

પ્રવિણા અવિનાશ

ફેબ્રુઆરી મહિના દરમ્યાન ‘સહિયારા સર્જન’ના વિષયો. ( વાચકોને પણ લખવા આમંત્રણ)

ફેબ્રુઆરી મહિના દરમ્યાન ‘સહિયારા સર્જન’ના વિષયો. ( વાચકોને પણ લખવા આમંત્રણ)

 

મિત્રો

સહિયારા સર્જનના  વિભિન્ન પ્રવાહો તમે આ વેબ સાઈટ ઉપર જોઇ રહ્યા છો.

૧. સહિયારી નવલકથાઓ

 • ફાંસીને માંચડે ( મુખ્ય લેખિકા પ્રવીણા કડકિયા)

 • વેદના સંવેદના ( મુખ્ય લેખકઃ વિજય શાહ)

 • ઝમકુબાના ઝબકારા ( મુખ્ય લેખિકા હેમા બહેન પટેલ))

 • સબળા નારી ( મુખ્ય લેખિકા ડૉ ઇંદુબહેન શાહ)

 

૨. સહિયારા નિબંધો

 • તમે થાવ થોડા વરણાગી ( મુખ્ય લેખિકાઃ પ્રજ્ઞા દાદભાવાલા)( બેઠકનો વિષય)

 • અહં બ્રહ્માસ્મી ( મુખ્ય લેખિકાઃ ડૉ ઈંદુબહેન શાહ

 • અધ્યાત્મ એજ ઉત્થાનની સીડી ( મુખ્ય લેખકઃ વિજય શાહ)

 • પ્રભુ જ્ઞાની જીવન દે (મુખ્ય લેખિકા પ્રવીણા કડકિયા)

૩. પ્રાયોગિક નવતર લખાણો

 • ઘટના એક સંવેદનો અનેક – ફોટા ઉપરથી કથા સર્જન ( નવલિકા સંપાદનઃ વિજય શાહ)

જેઓ નિયમિત  લખે છે, તે મિત્રોને તો તેમના લેખો કેવી રીતે મોકલવા વિશે ખબર છે. નવા વાચક મિત્રો જેઓ ગુજરાતીમાં લખી  ભાષાના સંવર્ધન પ્રયાસોમાં ભાગ લેવા માગે છે તેઓ માટે જરૂરી માહિતી

 • ૧૫૦૦ શબ્દો સામાન્યતઃ લેખ માટે જરૂરી છે. તેનાથી ઓછા લખાણવાળો લેખ ગુણવત્તા ને આધારે  પ્રકાશિત કરવાનો અધિકાર કમીટીનો છે..
 • શ્રૂતિ ફોંટ ૧૨ સાઇઝમાં ટાઇપ કરેલો લેખ વર્ડ ડોક્યુમેંટમાં મોકલવાનો હોય છે.
 • સ્વિકૃત લેખો પ્રસિધ્ધિ પામે છે. અસ્વિકૃત લખાણો વિશે કોઇ જાણ કરાતી નથી
 • નિશ્ચિંત સમયમાં ( અંદાજે એક માસ) ન આવેલા લેખો ની પ્રસિધ્ધિ વિશે કમિટિનો નિર્ણય આખરી રહેશે.

લેખ મોકલવાના ઈ મેઈલ સરનામા તથા વધુ વિગત માટે સંપર્ક કરો

vijaykumar.shah@gmail.com ; pravina_avinash@yahoo.com

 pragnad@gmail.com;  hemap920@gmail.com

 

રોમેન્ટિક વાતો– સાક્ષર ઠક્કર

મિત્રો

“વેલેન્ટાઈન ડે” આવતા અઠવાડીએ આવી રહ્યો છે. અને આપણે પ્રેમ વ્યક્ત કરીએ ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ  એ વાત સાક્ષર અનુભવ થકી  કહી રહ્યો છે. ..આમ પણ ગુજરાતી ને પ્રેમ વ્યક્ત કરતા થોડી તકલીફ જરૂર પડે.અથવા તો પત્નીને  ખૂશ કરવાનાં અવસર ગુજરાતી  વારંવાર ચૂકી જાય છે શબ્દોની આવી જાળ બિછાવતા આવડતી નથી ને એટલે અને સપના દેખાડવાની વાત તો જવા દયો ,આપણે તો ભાઈ કરી દેખાડયે….  વાતો શું કરવી…. તેમ છતાં  ગુજરાતી ભાષામાં રોમેન્ટિક વાતો ને તમારા કાન સુધી પંહોચાડવા.પ્રયત્ન કર્યો તો શું થાય તે વાંચો  …..

રોમેન્ટિક વાતો-(based on a true story)


એણે મને કહ્યું કે આજે વેલેન્ટાઈન ડે છે તો કંઈક રોમેન્ટિક વાતો કર,
મેં રોમેન્ટિક થવાનો પ્રયત્ન કંઈક આ રીતે કર્યો,
મેં મારી બંને હથેળીઓમાં એનો ચેહરો લીધો અને
બને એટલા પ્રેમાળ અવાજમાં રોમેન્ટિક વાતો શરુ કરી,
“હેપ્પી વેલેન્ટાઈન ડે, હું તને… ”
એટલામાં એણે એના બંને હાથથી મારા બંને કાંડા પકડીને

મારા હાથ એના ચહેરા પરથી હટાવ્યા,
અને કહ્યું;

“કશું સંભળાતું નથી,

એક તો મારા કાન બંધ કરી દીધા છે અને ઉપરથી ધીમું ધીમું બોલે છે”

-સાક્ષર ઠક્કર-

અને ગુજરાતી પત્ની   અંતે કહે જવા દયોને.. ​આમ કંઈ થતો હશે પ્રેમ….

તમને ક્યારેય નહિ આવડે….

ચાલો ઝલેબી ફાફડા ખાઈએ… )

આ મહિનાની “બેઠક” નો વિષય

સર્જક મિત્રો

 ઉપાડો કલમ અને લખવા માંડો 

મિત્રો આ મહિનાની “બેઠક” નો વિષય છે 
“થોડા થાવ વરણાગી” 

મિત્રો આધુનિક ઉપકરણો હોય કે કપડા હોય,ખાણી પીણી હોય  કે વિચારો 

જૂનું ત્યજી પ્રેમથી અપનાવો

​ અને

“થાવ થોડા વરણાગી”

શબ્દો મર્યાદા ૧૦૦૦થી ૧૫૦૦ 

​મિત્રો શું લખવું એ મુજવણ થતી હોય તો અહી મુદ્દા લખ્યા છે.  ​

 • વરણાગીપણું એટલે ફેશન
 • વરણાગીપણું  એટલે પરિવર્તન
 • નવીનતા માટે અપનાવો કંઇક નવું
 • ફેશન એટલે  આધુનિકતા
 • આજે ફેશન એ જીવન છે
 •  લાઈફ સ્ટાઈલ જગતમાં ફેશન અત્યાધુનિક પાસું છે
 •  ફેશન એટલે  પરીવર્તનશીલતા
 • પરિવર્તન અપનાવનાર વ્યક્તિ વરણાગી છે
 • મોબાઈલ એ વરણાગી પણા ની નિશાની છે
 • આધુનિકતા અને આછકલાઈ વચ્ચેનો ભેદ ખરો ?
 • ચાલો નવું અપનાવીએ અને થઈએ વરણાગી
  • સમય મુજબ ઓગળવું નવું અપનાવો અને વરણાગી થાઓ
*****************************************************************

આ સાથે હ્યુસ્ટન થી વિજયભાઈ એ એક નવતર પ્રાયોગ  મોકલ્યો છે. 

ફેસબુક ઉપરથી જડી આવેલી આ તસ્વીર તમને કોઇક કથા સુઝાડે છે?

ફક્ત અરેરાટી કે જુગુપ્સા નહીં પણ કોઇક લઘુકથા કે લઘુ નવલકથા કે કાવ્ય

ગામનાં હવડ કુવામાં એક નહીં બે નહીં પણ ત્રણ મૃત દેહો ફાંસો ખાઇને ઝુલેલા

Displaying 10492176_789067984481518_7759101896926084090_n.jpg

મર્યાદા ૧૦૦૦થી ૧૫૦૦ શબ્દો

સમય ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૫

તમારા પ્રતિભાવ મોકલ્વાનું ઇ મેલ  vijaykumar.shah@gmail.com

​મિત્રો શું લખવું એ મુજવણ થતી હોય તો અહી બે વાર્તા સર્જકે લખી છે તે જરૂરથી વાંચશો

“બેઠક”પાઠશાળા-4 -વાર્તા કેવી રીતે લખાય છે.

વાર્તાનો એક વર્કશોપ -30મી ​જાન્યુઆરી-2015

મનીષા જોષી

unnamed-manisha

આદરણીય પ્રજ્ઞાબેન, જયશ્રીબેન, વાર્તા સ્પર્ધામાં ભાગ લેનારા સૌ લેખકો અને બેઠકમાં ઉપસ્થિત સૌ સાહિત્યપ્રેમીઓ,

આ વાર્તા સ્પર્ધામાં નિર્ણાયક બનવાની તક આપવા બદલ હું સૌનો આભાર માનું છું.

આ સ્પર્ધામાં સામેલ થનારા સૌને અભિનંદન સાથે પ્રથમ વિજેતા તરીકે હું સાથર્ક ઠક્કરની વાર્તા પસંદ કરું છુ.ટૂંકી વાર્તામાં નવલકથાની જેમ જ આરંભ, મધ્ય અને અંત તો મહત્વના છે જ પણ એ સાથે ટૂંકી અને સચોટ રજૂઆત મહત્વની છે. વાર્તાના અંતે એક અસરકારક પ્રતિતિ થાય એ મહત્વનું છે. સાથર્ક ઠક્કરની વાર્તામાં એક ગરીબ પરિવારના સંઘર્ષ, કોમી રમખાણને કારણે ઉભી થતી વ્યગ્રતા, માનવીય એખલાસ અને અંતે મૃત્યુ થકી મળતી મુકિત, આ તમામ વાતો સુંદર રીતે વ્યકત થઇ છે. વાર્તામાં સમોસા કે એવી બીજી કોઇ વસ્તુની લારી કરતા પાણીપુરીની લારી છે એ વાત મને ગમી. પાણીપુરી સામાન્ય રીતે સ્વાદના શોખ માટે ખવાતી વસ્તુ છે પણ પોતાનો જીવ બચાવવા સંતાયેલા પરિવારને જયારે રોજ પાણીપુરી ખાવી પડે છે ત્યારે સ્વાદનો આનંદ પણ ખોવાઇ જાય છે. આ વાર્તામાં કયાંય ઉર્મિલતા કે ઉપદેશ નથી, માત્ર પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ છે.

મેં પસંદ કરેલી બીજી વાર્તામાં સ્વાતિ નામની એક સ્ત્રીની જીવન કહાણી છે. પતિના અવસાન પછી સ્વાતિ આર્થિક રીતે સ્વતંત્ર બને છે, એકલે હાથે પુત્રને ઉછેરે છે અને તેને વિદેશમાં સ્થાયી થવા દે છે. દીકરાની સાથે વિદેશમાં રહેવાને બદલે તે ભારતમાં એકલી રહેવાનું વધુ પસંદ કરે છે અને એ રીતે પોતાના અંતિમ વર્ષોમાં તે જીવનની પરિપૂર્ણતા પામે છે.

મને ગમેલી ત્રીજી વાર્તા છે, પોકેટમની. આ વાર્તામાં કામિની નામની એક સ્ત્રી લગ્ન પછી ઘર અને બાળકોની સંભાળ માટે પોતાની નોકરી છોડી દે છે અને આર્થિક સ્વતંત્રતા ગુમાવે છે, પરંતુ પતિ તરફથી તેને મળતી ઘરખર્ચની રકમમાંથી જે પૈસા તે બચાવે છે તે  પોતાના શોખ માટે ખર્ચવાને બદલે બાળકોના ઉછેર માટે બચાવે છે.

આ સ્પર્ધામાં રજૂ કરાયેલી બીજી પણ ઘણી વાર્તાઓ સારો પ્રયાસ છે પણ વિષય અને વાર્તાશૈલીના સંતુલન સંર્દભે મને આ ત્રણ વાર્તાઓ વધુ ગમી છે.

આ સ્પર્ધામાં સામેલ થનારા સૌને ફરી અભિનંદન સાથે શુભેચ્છા.

જયશ્રીબેન મર્ચન્ટ

_DSC0084વાર્તા કેવી રીતે લખાય છે.

મિત્રો

બેઠકમાં જયશ્રીબેન પ્રત્યક્ષ  ​હાજર રહ્યા અને એમની રજૂઆત દર્શનાબેન વારિયા નાટકરણીસરસ લખીને મોકલી છે જે અહી રજુ કરું છું.

Milpitas ICC માં યોજાતી  “બેઠક” દ્વારા જાહેર કરેલ, વાર્તા સ્પર્ધા ની હરીફાઈ ના વિજેતા (સાક્ષર ઠક્કર – saksharthakkar.wordpress.com)  ને જાહેર કરતી વખતે જયશ્રીબેન મર્ચન્ટે વાર્તા કેવી રીતે લખાય છે તે ઉપર સરસ રીતે સમજણ આપી તેનો સારાંશ મેં નીચે લખ્યો છે.   બીજા લેખન અને બ્લોગ નીચેના બ્લોગ ઉપર વાંચવાનું ચૂકશો નહિ 

 વાર્તા ના ત્રણ અધ્યક્ષ હોય છે, આરંભ, મધ્ય, અને અંત.  વાર્તાની મધ્ય માં એવો સેતુ બાંધવો જોઈએ કે તે આરંભ નો ઉઘાડ કરે અને અંત ને ચમકાવે.  એમ માનો કે વાર્તા લખવી એટલે એક ઈમારત ચણવી.  ઈમારત ચણતા પહેલા એક નકશો એટલે કે પ્લાન જોઈએ।  અધિક વાંચન વગર આ પહેલે દરજ્જે જ તકલીફ શરુ થાય.  પ્લાન કરતી વખતે નક્કી કરો કે કઈ ઘટના કે બીના કે હૃદયની વાત આ વાર્તામાં કહેવી છે.  જયશ્રીબેને ખાસ ભલામણ કરી કે કોઈ પણ વિષય ને ટબૂ નહિ ગણવાના.

Building under construction in Miami from belowતે પછી પ્લોટ નક્કી કરો, કે આ વાત ની પુષ્ટ ભૂમિ કઈ હશે?  આ ઘટના ઘર અને ઓફીસ વચ્ચે બને છે કે બંને વચ્ચે કોઈ બાર માં એક વ્યક્તિ સાથે ઓળખાણ થાય છે ત્યાંથી શરુ થાય છે. તે પ્રમાણે પ્લોટ નક્કી કર્યા પછી, ઈમારત ચણવા માં મદદનીશ જોઈએ તેમ તમારી વાત કહેવા માટેના પાત્રો  નક્કી કરો.  જો નકશામાં કમી હોય તો મદદનીશ પાત્રો સારી ઈમારત ચણી  જ નહિ શકે.

આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે સારી વાર્તા માં ઉમળતા નો  અતિરેક ન હોય અને ઉપદેશ નો ખજાનો ન મળે.  મારા અનુસરે આજ ગુજરાતી લેખન ની મોટી ખામી રહી છે.  અતિ સારા લેખકોને છોડી ને ઘણા ખરા ગુજરાતી લેખકો મોટે ભાગે ઉપદેશ અથવા moral બતાવવા માટે વાર્તા લખતા હોય છે અને તેને લીધે હું અંગ્રેજી વાંચન વધારે પસંદ કરું છું.  તેવી વાર્તામાં લેખકના સર્જન ને બદલે ગોઠવણ અને એક ulterior motive વર્તાય છે અને વાર્તાનો આનંદ સરી જાય છે.જો પ્લાન અને પ્લોટ સારા હોય તો મદદનીશો એટલે કે પાત્રો કેમ વાત કહેશે તે નક્કી થાય.  તેમાં બહુ ગોઠવેલું દ્રશ્ય ઉભું કરીએ તો પાત્રોની ઓળખ ગુમાવી બેસીએ.  જે વાત તમારે કહેવી હોય તે વાત પાત્રોએ બોલવી જોઈએ। પાત્રોની એવી ઓળખ ઉભી કરવી જોઈએ કે પાત્રો જે બોલે તેમાં લાગણી ના અતિરેક વગર ભાવ અને સંવેદના વર્તાય.  વાર્તાના પ્લોટ માં શીર્ષક આવવું જરૂરી નથી પણ પાત્રો દ્વારા એ રીતે વાર્તા વહેવી જોઈએ કે શીર્ષક ન આવ્યા છતાય તે જ શીર્ષક વાચકોને વલોવી નાખે.

જયશ્રીબેને કહ્યું સારી વાર્તામાં સર્જક તેની સંવેદનશીલતા અને વેદના વાચક સુધી પહોંચાડે છે.  એવી વાર્તા લખવા માટે ખુબ વાંચન, અને સમકાલીન અને સર્વકાલીન વાંચન જરૂરી છે.  કહેવાયું છે ને કે લખતા લહિયો થાય અને વાંચતા વિધવાન થવાય.  ખુબ વાંચન થી સમજાશે કે ઊંડા વાંચન માં એટલા અર્થ છુપાયેલા હોય છે કે દરેક વખતે તે જ વાંચન માં નવા અર્થ જોવા મળશે.  અને જો તમે લેખક બનવા ચાહતા હો તો જયશ્રીબેન ના કહેવા અનુસાર, ખુબ વાંચન માં થી જ તમારી કળા ઉધાડ પામશે.

દર્શનાબેન વારિયા નાટકરણી

https://darshanavnadkarni.wordpress.com/