થાવ વરણાગી -(8)દર્શના વારિયા નાટકરણી

 

પોતે રીટાયર થયા અને તુરંત જ કૃષ્ણકાંત ભાઈ નું અવસાન થયું એટલે ખાલીપો અને એકાંત ખુબજ વધી ગયું અને સારીકાબેન ને જીવન માં રસ ઓછો લાગતો।  તેમના દીકરા અક્ષયે કહ્યું “મમ્મી હવે પપ્પાને ગયા ને ઘણો વખત થયો હવે તમારે રડવાનું બંધ કરીને જીવનમાં રસ લેવો જોઈએ”.  પુત્રવધુ ઉમા પણ જોડાઈ “હા મમ્મી પપ્પ્પા ગાયનું દુખ તો અમને પણ થાય છે પણ જીંદગી તો ચાલતી રયે અને તમારે હવે આખો વખત રડવાનું બંધ કરવું જોઈએ.  ઘરની પાસેજ સીનીઅર સેન્ટર છે તેમાં જાવ ને દિલ ને વાળી  લ્યો.”  વળી તેમાં દીકરી અનીકા જોડાઈ “મમ્મી તારા કપડા પણ ઢબ વગરના છે.  થોડી થા વરણાગી અને હવે શોક નું વાતાવરણ બંધ કર”.

છોકરાઓ પાસેથી ઠપકો સંભાળીને રાત્રે એકાંતમાં સારિકા બેન ને ખુબ રડવું આવ્યું કે કૃષ્ણકાંત ભાઈ હોત તો આટલું સાંભળવાનું ન આવત.  પછી મનને મનાવ્યું કે છોકરાઓ તો પ્રેમ ને લાગણી ને લીધે ક્યે છે.  ધીમે ધીમે સારીકાબેન સીનીઅર સેન્ટર માં પણ જવા લાગ્યા અને જીવન નો ક્રમ ચાલવા લાગ્યો.  થોડા વર્ષો પચ્છી તેમણે છોકરાઓને બોલાવ્યા અને તેમના દોસ્ત સાથે ઓળખાણ કરાવી “આ છે મારા દોસ્ત, બીલી ચુઆ”.  અક્ષય બોલ્યો ઉમાના કાનમાં “આને તો કુતરાથી ભગાડવો પડશે”.  બીલી ચુઆ સાથેની ઓળખાણ બાદ તુરંત સરીકાબેને ખુલાસો કર્યો કે “મેં અને બીલીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે”.

તેમના આ નિર્ણયે તો છોકરાઓની જીંદગી હચમચાવી મૂકી.  છોકરાઓ આ વાત નો કોઈ પણ રીતે સ્વીકાર કરવા માંગતા નતા.  ઉમા કહે “મમ્મી આ ઉમરે આવું થોડું શોભે?  બધી રીતે તમારી જીંદગી સરસ ચાલે છે.  તમે તમારા પોતાના મકાન માં આરામ થી રયો છો.  અમે પાસે છીએ અને હમેશા આવતા રહીએ છે અને તમને કોઈ વાતની કમી લાગવા દેતા નથી.  તમે સીનીઅર સેન્ટરે જવાનું બંધ કરો અને મંદિરે જવાનું શરુ કરો અને હવે તો રામનામમાં જીંદગી ગુજારો”.  સારીકાબેને  સમજાવવાની કોશિશ કરી કે “બીલીની વાઈફ પણ થોડા સમય પહેલા ગુજરી ગઈ છે અને અમારો બધી રીતે સારો મનમેળ છે.  ચાઇનીસ હોવા છતાં તે ગૌતમ બુદ્ધ માં માને છે અને પોતે વેજિટેરિયન છે.  અમને બંને ને વિદેશ ફરવાનો શોખ છે અને બધી રીતે અમારો મનમેળ સારો છે અને અમને લાગ્યું કે એકબીજાના સાથી બનીને બાકીની જીંદગી ગુજારીએ”.  અક્ષય કહે “પણ મમ્મી, જાત ભાત નો તો વિચાર કર”.   સારીકાબેને હળવેથી કહ્યું “બેટા, આપણી રીચા ના લગ્ન તુરંત માં એલેક્ષ સાથે થવાના છે, તે પણ આપણી  જાત નો તો નથી”.  અક્ષય કહે “પણ મમ્મી જે રિચાને શોભે તે તારી  ઉમરે તને ન શોભે”.

આખરે સારીકાબેને  કહેવુજ પડ્યું કે “બેટા તમે સમય જોઇને જરૂરિયાત ને માપવાની બદલે ક્યારેક જરૂરિયાત જોઇને સમય ને પરખો અને જરૂરિયાત પ્રમાણેની વર્ણતુક અપનાવો.  થાવ થોડા વરણાગી”.

 

 

દર્શના વારિયા નાટકરણીDarshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com

7 thoughts on “થાવ વરણાગી -(8)દર્શના વારિયા નાટકરણી

 1. ” સમય જોઇને જરૂરિયાત ને માપવાની બદલે ક્યારેક જરૂરિયાત જોઇને સમય ને પરખો અને જરૂરિયાત પ્રમાણેની વર્ણતુક અપનાવો”
  વ્યવહારુ જીવન માટે સુંદર સંદેશ..

  Like

 2. સારીકાબહેનના નિર્ણયને તેમના છોકરાંઓએ માન્ય રાખીને સાથ આપવો જોઇએ. મોટી ઉંમરે વિધુર કે વિધવા થનારની માનસીક પરીસ્થીતીનો ખ્યાલ યંગ જનરેશનને નઆવે તે સ્વાભાવીક છે.

  Like

 3. Pingback: કયા સંબંધે -(4) દર્શના વારિયા નાટકરણી | શબ્દોનુંસર્જન

 4. Pingback: કયા સંબંધે -(5) દર્શના વારિયા નાડકર્ણી | સહિયારું સર્જન – ગદ્ય

 5. Pingback: કયા સંબંધે -(4) દર્શના વારિયા નાડકર્ણી | સહિયારું સર્જન – ગદ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.