(6)-થોડા થાવ વરણાગી-દર્શના વારિયા નાટકરણી

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

નવી દુનિયા હવે જાગી 

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

વરણાગી બહેનીના વરણાગી ભાઈ બનો,

થોડી રસોઈ કરો ને થોડી રોટલી વણો,

અમ બહેનો કેરો ભ્રમ જાય ભાંગી,

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે છોડો તમે લટકો ને આંખડીનો મટકો

જુઓ સ્માર્ટ લલનાઓ છે જાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ તમે થોડા થોડા થાવ વરણાગી

ફૂટબોલનો મેળાવડો આવડો તે હોય મોટો

બિઅર ની બોટલોનો ખડ્કડો છે સાવ ખોટો

હવે જુના બધા વેશ દ્યો ત્યાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

બાળકોના daiper બદલાવો 

તરલા દલાલ ની ચોપડી ને એપ્રન મંગાવો 

હવે નવયુગની વાંસલડી વાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

 

Darshana

Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com/  

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in થોડા થાવ વરણાગી, દર્શના વારિયા નાડકર્ણી  and tagged , , , , , , . Bookmark the permalink.

5 Responses to (6)-થોડા થાવ વરણાગી-દર્શના વારિયા નાટકરણી

 1. vimala says:

  વાહ, બહેનીજી વીરાને વરણાગી થવાનો રાજમાર્ગ ચીંધીને ભાભીના દિલમાં
  વસવાનો ઉતમ પ્રયાસ….વાહ…વાહ…

  Like

 2. Kalpana Raghu says:

  સાવ સાચી વાત,એકલી ભાભીજ કેમ? ભાઈએ પણ વરણાગી બનવુંજ પડશે. સુંદર

  Like

 3. padmakshah says:

  સ્ત્રીઓ તો આમેય વરણાગી હોય છે ભાઈઓમાં પણ ખાસ્સો બદલાવ ડોકિયા કરી રહ્યું છે.ખૂબ જ સુંદર

  Like

 4. Pingback: થાવ વરણાગી -(8)દર્શના વારિયા નાટકરણી | શબ્દોનુંસર્જન

 5. Pingback: થાવ વરણાગી -(8)દર્શના વારિયા નાટકરણી | "બેઠક" Bethak

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s